મેઘા રોહનથી ગુસ્સે હોય છે એટલે તે રોહનની સામે સરખી રીતે જોતી પણ નથી! રોહન મેઘાનો આ વર્તાવ સહન નોહતી કરી શકતો પણ રોહન મેઘાની આ નારાજગી જોઈને પણ ચૂપ ઊભો હોય છે. રોહન ઘણી કોશિશ કરી રહ્યો હતો કે તે મેઘાને મનાવી શકે પણ તેનો પરિવાર સાથે હોવાથી તેને એકપણ જાયજ ચાન્સ મળતો નથી! રોહન બસ મેઘા સામે જોઈ રહ્યો હોય છે અને મેઘા તેની સામે જોઇને પોતાની નજર ફેરવી લે છે.
થોડા સમય પછી મેઘા વોશરૂમ તરફ જાય છે એટલે રોહન પણ તેની પાછળ પાછળ વોશરૂમ તરફ જાય છે. મેઘા જેવી જ બહાર આવે છે કે તે રોહનને બહાર જોઈને ચોંકી જાય છે. મેઘા રોહનથી ગુસ્સે હતી એટલે તે પોતાનું મોં ફેરવીને બહાર તરફ જવા લાગે છે. રોહન તેનો હાથ પકડી લે છે પણ મેઘા રોકાતી નથી એટલે રોહન તેને કમરથી પકડીને પોતાની બાહોમાં ભરી લે છે. મેઘા પોતાને છોડાવવા માટે ઘણી કોશિશ કરે છે પણ છોડવી શકતી નથી, આખરે મેઘા હાર માનીને સીધી ઉભી રહે છે. રોહન તેના ચહેરા આગળ આવીને તેને પૂછે છે,
"શું થયું મેઘા? મારાથી કોઈ ભૂલ થઈ છે? તું યાર નારાજ કેમ છે? જ્યાં સુધી તું મને જણાવીશ નહિ ત્યાં સુધી મને કઈ રીતે ખબર પડશે કે તું નારાજ કેમ છે! મેઘા પ્લીઝ મને જણાવ કે શું થયું? તારી આ બેરુખીનું કારણ શું છે?"
મેઘા પહેલા તો કંઈ બોલતી જ નથી પણ થોડા સમય પછી તે રોહન સામે જોવા લાગી જાય છે અને કહે છે,
"રોહન તમે આપડો પરિવાર તો લઈ આવ્યા છો પણ આ પરિવારની નજરમાં મને ક્યાંય પણ મારી માટે પ્રેમ દેખાયો નથી! એ લોકો ફક્ત અહી હાજર છે આપડી દીકરીના ફંક્શનમાં ભાગીદાર થવા માટે પણ એ લોકો પોતાની રીતે સહેમત નથી લાગી રહ્યા! રોહન બોર્ડ ઉપર પણ તમે "welcome gudiya, love form megha & mr. Roy" લખાવ્યું છે. તમે મારી સાથે તમારું નામ પણ સરખી રીતે લખાવી નથી શક્યા અને તમે કહો છો કે હું નારાજ શું કામ છું? રોહન હું માન સન્માન ખાતર અત્યાર સુધી લડી છું અને આગળ પણ લડીશ, જ્યાં સુધી જીત નહિ મળે!"
મેઘાની વાત સાંભળીને રોહન પોતાની આંખો જુકાવી દે છે કેમકે રોહન પોતાની મેઘા સાથે આંખો મિલાવી શકે એ માટે કાબિલ ન હતો. રોહન પોતાની દીકરીનો પણ ગુનેહગાર હતો અને એ પહેલા જ તેને ના ઉઠાવવાની કસમ ખાઈ ચૂક્યો હતો! એટલે તે મેઘાને કહે છે,
"મેઘા તું તો અત્યાર સુધી માન સન્માન ખાતર લડતી આવી છે, મેઘા એ જ માન સન્માન આજે મારા રસ્તામાં અડચણ બનીને ઉભુ થઈ ચૂક્યું હતું! મેઘા હું જાણું છું કે હું ભૂલ કરી ચૂક્યો છું, કેમકે હું મારા પરિવારને અહી ખોટું બોલીને લાવ્યો છું, એમને સચ્ચાઈ જણાવવાની હિંમત તારા રોહનની અંદર છે જ નહિ! મેઘા હું તારો કે આપડી દીકરીનો ગુનેહગાર નથી પણ હું મારી જાતનો પણ ગુનેહગાર છું. મેઘા આ વાત માટે જીવનભર હું મારી જાતને માફ નહિ કરી શકું કેમકે આજે હું અહી આપડી દીકરીના બાપ તરીકે હાજર છું જ નહિ! હું તો અહી ફક્ત એક બોસ બનીને આવ્યો છું, જેની સેક્રેટરીની બાળકીનું નામ કરણ છે. મેઘા હું તો તારી સાથે મારું સાચું નામ પણ નથી લખાવી શક્યો! એનાથી વધારે લાચારી મારી માટે શું હોઈ શકે મેઘા તું જ જણાવ મને! એનાથી વધારે લાચારી શું હોય શકે......" રોહન આટલું કહીને નોધારા આંસુએ રડવા લાગી જાય છે.
મેઘા રોહનના દર્દને સમજી શકતી હતી કેમકે અત્યાર સુધી મેઘા ફક્ત આ દર્દમાંથી જ પસાર થઈ ચૂકી હતી. મેઘા રોહન પાસે બેસી જાય છે અને તેના ખભા ઉપર હાથ મૂકીને કહે છે,
"રોહન જે થયું છે એમાં તમારો કોઈ દોષ નથી; તમારો પરિવાર આપડી સચ્ચાઈથી વાકેફ પણ નથી! રોહન હું જાણું છું કે આ દોઢ વર્ષમાં ઘણું બધું થઈ ચૂક્યું છે, જેને આપડે પ્રેમનું નામ આપી ચૂક્યા છીએ અને આજે એજ પ્રેમ રૂપી નિશાની આપડા જીવનની સચ્ચાઈ બની ચૂકી છે. રોહન હું સમજી શકું છું કે તમારી માટે તમારા પર્ વારને કનવિન્સ કરવો આસાન નથી; રોહન તમારે એમને મનાવવા માટે જેટલો ટાઇમ લાગે એટલો લઈ શકો છો અને એ માને તો જ આપડે લગ્ન કરીશું! રોહન આપડા પરિવાર વિરુદ્ધ જેને આપડે કંઈપણ નહિ કરીએ, આપડી દીકરીના નસીબમાં જેવી પરવરિશ લખી હશે એવી પરવરિશ તેને અવશ્ય મળશે! રોહન તમે મારા અને ગહેના બાનું માટે બઉ કર્યું છે, જેના અમે બંને તમારા ઉપર ઋણી છીએ. (થોડા સમય રોકાઈને) રોહન હવે હું બહાર જાઉં છું અને થોડા સમય પછી તમે પણ ચહેરો સાફ કરીને આવી જજો, જેથી આપડા પરિવારમાં કોઈ જાણી ન શકે કે શું થયું છે."
મેઘાના કહ્યા મુજબ રોહન તેનો ચહેરો પાણી વડે ધોઈને સાફ કરી લે છે પણ તેના દિલમાં તો આ વાતનો બોઝ હતો જ! તેની આંખોમાંથી આંસુ રોકાઈ ચૂક્યા હતા પણ તેનું દિલ તો હજુ રડી જ રહ્યુ હતું. મેઘા ત્યાંથી ચાલી જાય છે અને રોહન પછી પોતાનો ચહેરો અને વાળ થીક કર્યા પછી તે પણ બહાર આવી જાય છે. બહાર જઈને જુએ છે તો પંડિતજી આવી ચૂક્યા હોય છે અને તે મેઘાને કહે છે કે
"તમારી દીકરીને ખોળામાં લઈને આ ટેબલ ઉપર બેસી જાઓ! પછી આપડે એની નામ કરણ વિધિ શરૂ કરી દઈશું! ( પંડિત જી રોહન તરફ જોઈને તેને કહે છે) રોહન આપ પણ આવીને બાજુમાં બેસી જાઓ."
પંડિતની વાત સાંભળીને અનંત પરિવાર ચોંકી જાય છે કેમકે બાળકી તો મેઘા અને મિસ્ટર રોયની હતી તો પંડિત રોહનને મેઘાની બાજુમાં બેસવા માટે કેમ કહે છે. રોહન પહેલા તો ગભરાઈ ચૂક્યો હતો પણ તેનો પરિવાર કોઈ પ્રશ્ન પૂછે એની પહેલા જ રોહન બોલી પડે છે,
"મેઘા તારા પતિ મિસ્ટર રોય કામથી બહાર ગયા છે, અને એ મારા મોટા ભાઈ જેવા છે. એમને મને કહ્યું છે કે હું એમની દીકરી પાસે રહીને બાપ હોવાનું ફરજ અદા કરું! એ અમુક કારણો શર અહી હાજર રહી શક્યા નથી એટલે એમને મને આ કામ માટે કસમ આપી છે. હવે મારે કોઈપણ હાલતમાં આ દીકરીનો બાપ બનીને તેના નામકરણ સહભાગી બનવું પડશે! દાદી હું આ કરી શકું ને?"
દાદી થોડા સમય સુધી શાંત રહે છે અને પછી કહે છે "હા રોહન આમાં કોઈ સમસ્યા નથી, તું તારા મિત્રના વચન ખાતર આ કરી શકે છે."
રોહન મેઘા પાસે જઈને નામકરણની વિધિમાં બેસી જાય છે. પંડિત નામકરણની વિધિ શરૂ કરી દે છે અને કહે છે " મેઘા અને રોહન તમે બંને એ કોઈ નામ વિચાર્યું છે?" ત્યારે રોહન અને મેઘા એકબીજાની સામે જોઇને સ્મિત કરે છે.
"પંડિતજી કાન્હાજી ની કૃપા થઈ છે અને કાન્હાની કૃપાથી જ મારી દીકરી આ દુનિયામાં છે તો એનું નામ હું અને એના પિતા કાન્હાના નામ પરથી રાખવા માગીએ છીએ! મારી અને મિસ્ટર રોયની દીકરીનું નામ કેશવ રાખીએ છીએ."
કેશવ નામ સાંભળીને દરેક ખુશ થઈ જાય છે અને કાન્હા જી તરફ તેમના હાથ જોડી દે છે. કેશવ નામ સાંભળીને ગહેના તેના મગજમાં એક વાત નક્કી કરી દે છે. પડિતના કહ્યા અનુસાર રોહન અને મેઘા આ બાળકીના કાનમાં એક સાથે તેનું નામ "કેશવ" બોલે છે. જેવું જ કેશવ નામ આ બાળકીના કાને પડે છે કે તે હસવા લાગી જાય છે.
ક્રમશ......
ગહેના બાનુંના મનમાં શું ચાલી રહ્યું હતું? કેશવના આવવાથી ગુડીયા શેરીમાં કોઈ પરિવર્તન આવશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં જ્યાં મેઘા પોતાના સન્માન માટે કરશે હર હદ પાર.