પ્રકરણ:- ૨
ગુડિયા બાનું એ કહેલા શબ્દો મેધાને ખૂબ મોટી અસમંજસમાં મૂકી દે છે. મેધાના ચહેરા ઉપર સાફ સાફ પરેશાનીથી ભરેલી માસૂમિયત જોઈ શકતી હતી; મેધાના મનમાં ગુડિયા બાનુંને લઈને ઉઠેલા પ્રશ્નો થંભવાનું નામ જ ન લઈ રહ્યા હતા. ગુડિયા બાનું મેધાના ચહેરા ઉપર પરેશાની ભરેલી લકીરો જોઈને મેધાના માથા ઉપર હાથ મૂકી તેને લાડ લડાવે છે.
" મેધા તું ધીરે ધીરે બધું જાણી જઈશ! અત્યારે તારે કંઇપણ વિચારવાની જરૂર નથી! તું જલ્દી કર તારે મારી સાથે બહાર આવવાનું છે." ગુડિયા બાનું આગ્રહ પૂર્વક કહે છે.
ગુડિયા બાનુંનો બદલાયેલો અંદાજ અને મેધા પોતાનું અસલી નામ તેના મોઢેથી સાંભળ્યા પછી મેધા વધારે પડતી અસમંજસમાં મુકાઈ જાય છે. ગુડિયા બાનું મેધાને તૈયાર થયાનું કહ્યા પછી તેના રૂમમાં ચાલી જાય છે. મેધાના મનમાં બસ એજ પ્રશ્નો ચાલ્યા કરે છે કે રાત્રે કંઈ અલગ ને દિવસે કંઈ અલગ! કોઈ માણસની બે પહેચાન કંઈ રીતે હોઈ શકે! એક સાફ અને બીજી દાગ લદાયેલો પહેચાન સાથે ગુડિયા બાનું કેમ જીવી રહી છે! આ વાતનો જવાબ હવે મને સ્વયં ગુડીયા બાનું જ આપી શકે એમ છે. મેધા પોતાના મનને રોકી તૈયાર થવામાં લાગી જાય છે પણ મેધાનું મન હૃદયના ધબકારની જેમ રોકાવાનું નામ જ ન લઈ રહ્યું હતું. મેધા હલબળીમાં તૈયાર થઈને ગુડિયા બનુના રૂમમાં પોહચી જાય છે.
" ગુડિયા બાનું ચાલો હું તૈયાર છું." મેધા એ ઉતાવળા સ્વરમાં ગુડિયા બાનુના રૂમમાં આવતાં કહ્યું.
ગુડિયા બાનુના ચહેરા ઉપર મેધાને ગુસ્સાથી ભરેલી આંખો સાફ સાફ નજર આવી રહી હતી. " મે તને થોડા સમય પહેલા જ કહ્યું કે દિવસે મને એ નામથી ક્યારેય પણ ન બોલાવવી જે આપડી કાળી સચ્ચાઈ છે. હું દિવસે ગહેના બાનુ છું! જેનું તારે ધ્યાન રાખવાનું છે." ગુડિયા બાનુ ભળાકે બોલી દે છે.
મેધાને બીજી જ ક્ષણે પોતાની ભૂલ સમજાઈ જાય છે ત્યારે તે ગહેના બાનુ પાસે જઈને તેમના ગળે લાગી જાય છે. " મને માફ કરશો પણ આ એટલું બધું આસાન નથી કે હું આ વાતાવરણ સાથે ગોઠવાઈ શકું. મને માફ કરશો પણ હું એ સમજી નથી શકતી કે એક જ સ્ત્રીની રાત્રે અને દિવસે અલગ પહેચાન કેમ? મને માફ કરશો પણ તમારી અંદર આ અંદાજ જોઈને મને મારી મા દેખાય છે. હું જાણું છું કે અહી કોઈની સાથે સંબંધ બનાવવો ઉચિત નથી પણ હું તમારી સાથે નવા સંબંધમાં બંધાઈ રહી છું. પ્લીઝ તમે મને જણાવવાની કોશિશ કરશો કે તમે બે જિંદગી એક સાથે કેમ જીવી રહ્યા છો? આખરે શું તમે છુપાવી રહ્યા છો?" મેધા એ ખુબજ આશા પૂર્વક પૂછ્યું.
મેધાના પ્રશ્નો ગુડિયા બાનુના દિલના આરપાર થઈ રહ્યા હતા. ગુડિયા બાનુ અહી કોઈને પણ પોતાની સચ્ચાઈ જણાવવા માગતી ન હતી એટલે એને વાત બદલાતાં મેધાને કહ્યું કે " ચાલ હવે મોડું થાય છે અને એક વાતનું ધ્યાન રાખજે કે હું ગહેના છું અત્યારે તો ભૂલથી પણ કોઈ આગળ મારું નામ ગુડિયા ન લઈ લેતી." આટલું કહીને ગુડિયા બાનું બહાર નીકળે છે.
મેધા અને ગહેના બાનુ બજારમાં પોહચીને પોતાની જરૂરત પૂરતી ચીજ વસ્તુઓ લઈ લે છે. મેધાને જે પણ જુએ તે બસ એની તરફ જોતા જ રહી જાય છે. મેધાની ચાલ અને એનો દેખાવ ખુબજ સુંદર અને આકર્ષક હોય છે. મેધા અને ગહેના બાનું રોહન અનંતની ઓફિસ આગળથી નીકળે છે ને એજ વખતે રોહન અનંત મિટિંગમાં વ્યસ્ત હોય છે. મેધાનું પ્રતિબિંબ રોહનની સામેના એક લેન્સ ઉપર પડે છે અને તે મેધાને બહાર જોઈને પોતાની સીટ ઉપરથી ઊભો થઈ જાય છે. રોહન સીટ ઉપરથી ઊભો થઈને મેધાની તરફ જવા લાગી જાય છે. પાછળ સર સર ની બૂમો પડી રહી હતી પણ રોહન અનસુની કરીને મેધા તરફ આગળ વધી રહ્યો હતો.
એક જ દિવસમાં રોહન મેધાનો એટલો દીવાનો બની ગયો હતો કે રોહન પોતાની સુદબુદ ખોઈને મેધા તરફ આગળ વધી રહ્યો હતો. ગહેના બાનુ એક દુકાનમાં ગુસી ને એજ વખતે રોહન હાલતનો ફાયદો ઉઠાવી મેધાને પોતાની તરફ ખેંચી લે છે. મેધા ચિખ પડે એની પહેલા જ રોહન મેધાના મોં ઉપર હાથ મૂકી દે છે. થોડી જ ક્ષણોમાં રોહન અને મેધા એકબીજાની આંખોમાં ભાન ભૂલીને ખોવાઈ જાય છે.
કેહવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ
કેહવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ
બોલ્યા વિના એ કહી દે શું એવું ના થાય કઈ
હૈયા ને બોલવું છે હોઠો છે ચુપશર્મા માં
હૈયા ને બોલવું છે હોઠો છે ચુપશર્મા માં
શબ્દો ને ભૂલી ભૂલી ને સીધું ચૂમી શકાય નહિ
કેહવું ઘણું ઘણું છે....
લાગે છે આજે મન ને પલપલ નો સ્વાદ મીઠો
શરણાઈ થઇ શરમ ને આનંદ આ અદીઠો
ખીલતું કશુંક અંદર ઉમર બની અંતર
વાગી રહ્યું જીવન માં કોઈ ઝીણું જંતર
છલકાતા સુર એના હૈયે સમાય નહિ
બોલ્યા વિના એ કહી દે શું એવું ના થાય કઈ
પીટે છે જે સમય એ, રોકાઈ જાય આજે,
કહેવું છે જે હૃદય ને, કહેવાય જય આજે,
સ્નેહ થઈ ને સાવન, વસ્રી રહે આંગન,
ઘૂમી ઉઠે તન મન, બદલાઈ જાય જીવન,
મનગમતો સાથ છોડી પલભર જીવાઈ નહિ,
શબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહિ,
થોડા સમય પછી મેધા કંઇક બોલવા જઇ રહી હોય છે પણ રોહનના મોં ઉપર રાખેલા હાથને લીધે મેધા કંઇપણ બોલી શકતી નથી. રોહન મેધાની આંખોમાં જોઈને કહે છે કે "જો તમે એકપણ શબ્દ ન બોલો તો જ તમારા મોં ઉપરથી હું હાથ હટાવિશ!" ત્યારે મેધા પોતાનું મસ્તક હલાવીને પોતાનો જવાબ હા માં આપે છે. ત્યારે રોહન ધીરે ધીરે મેધાના મોં ઉપરથી હાથ હટાવે છે. " મેધા હું સમજુ છું કે મારે આ રીતે વર્તાવ ન કરવો જોઈએ પણ શું કરું! તમને જોયા તો મારાથી રહેવાયું નહિ; જ્યારથી હું તમને છોડીને આવ્યો છું ત્યારથી મારું મન કામમાં પણ લાગતું નથી. બસ તમને જોયા કે તરત જ હું મારી મિટિંગ પડતી મૂકીને તમારી પાસે આવી ગયો." રોહન મેધાની આંખોમાં જોઈને ફટાફટ આ બધું કહી ગયો.
મેધા બદલામાં રોહનને શું જવાબ આપે તે સમજી ન શકતી હતી; મેધાની હાલત રોહનની વાત સાંભળતાં જ પાણી વગરની માછલી જેવી થઈ ચૂકી હતી. મેધા કંઈ સમજે કે કહે એની પહેલા જ ત્યાં ગહેના બાનું આવી જાય છે. મેધા અને રોહનને સાથે જોઈને તે ચોંકી જાય છે. દૂર થી તે રોહન તરફ પીઠ કરીને મેધાને સાદ કરે છે. જેવોજ મેધાના કાનમાં ગહેના બાનુનો અવાજ પડ્યો કે તરત જ તે ગહેના બાનુ તરફ દોડી જાય છે. મેધાના મનમાં ખુબજ ડર ઊભો થઈ ચૂક્યો હતો કે ક્યાંક ગહેના બાનુ એ એને રોહન સાથે જોઈ લીધી હશે તો શું થશે? મેધાના મનમાં ખુબજ મોટી અસમંજસ ઊભી થઈ જાય છે. ક્યાંક ગહેના બાનું મને સજા આપશે તો! હું સમજુ છું કે મે ભૂલ કરી છે પણ હું જાણી જોઈને તો રોહન સાથે ન હતી! મેધાનો ડર તેને થરથર કંપાવી રહ્યો હતો. રોહન પણ મેધાને પેલી મહિલા તરફ ભાગતી જોઈ રહ્યો હતો પણ એ હજુ સુધી એ મહિલાને ઓળખી ન શક્યો હતો.
To be continued........
Whatsapp :- 9313978407
Instagram :- @Ankit_chaudhary_shiv