Ganika - Shraap ke sharuaat ? books and stories free download online pdf in Gujarati

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 05

ગણિકા :- 05

કોઈક મહિલા અંદર તરફ ભાગતી આવી રહી હોય છે, તેને જોઈને મેઘા પ્રશ્ન કરે છે પણ તે યુવતી મેધાના પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ અંદર ભાગી જાય છે. આ યુવતી નો વર્તાવ મેધા ના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા કરી ચૂક્યો હતો, જેના જવાબ જાણવા માટે હવે મેધા આકાશ પાતાળ એક કરવા પણ તૈયાર થઈ જાય છે.

થોડા સમય પછી રાત પડી જાય છે અને ફરી એકવાર ગહેના બાનુ ગુડિયા બાનુ બનીને પોતાનો વેપાર ધંધો શરૂ કરી દે છે. મેધા તેની પાસે આવીને બેસે છે. " ગહેના જી, " મેધા કંઈ આગળ બોલે એની પહેલા જ ગુડિયા બાનુ તેના મોં ઉપર આંગળી કરી ચૂપ કરાવે છે. " એ તને કેટલી વાર સમજાવવી પડશે કે હું દિવસે અલગ તો રાત્રે અલગ જિંદગી જીવું છું. હું ક્યારેય પણ ઈચ્છતી નથી કે મારી બંને જિંદગી ક્યારેય પણ મિક્સ થાય! હું ક્યારેય પણ નથી ઈચ્છતી કે અહી ગુડીયા શેરીમાં કોઈપણ મારી અસલી ઓળખ જાણી લે! રચિલી અહીં વર્ષો થી છે અને એ મારી સહેલી પણ બની ચૂકી છે તો પણ આજ સુધી ક્યારેય પણ મેં તેને મારી સચ્ચાઈ થી રૂબરૂ નથી કરવી. મારું મગજ જંગ ખાઈ ચૂક્યું હતું કે હું તને મારી સાથે મારા ઘરે લઈ ગઈ! તારી ઉપર મારે વિશ્વાસ કરવો જ ન જોઈતો હતો."

ગુડિયા બાનુ ની વાત સાંભળીને મેધા ફરી એકવાર સદમામાં ડૂબી જાય છે. તે વિચારવા લાગે છે (મનમાં) "આ બધું કઈ રીતે શક્ય છે? કોઈ બે જિંદગી એક સાથે કઈ રીતે જીવી શકે? ગુડિયા બાનુનો ઘર પરિવાર છે તો પણ તે અહીં કામ કેમ કરી રહ્યા છે? એમની એવી તો શું મજબૂરી છે કે તે નર્ક જેવી જિંદગી જીવી રહ્યા છે?" મેધા વિચારમાં ખોવાયેલ હોય છે ને એજ સમયે મિસ્ટર રોહન અનંત ( મિસ્ટર રોય) આવે છે. મિસ્ટર રોયને આવતા જોઈને ગુડિયા બાનુ ખોવાયેલ મેધા ને જગાડે છે. " ઊઠ અને મિસ્ટર રોયને લઈને અંદર જા!"

ગુડિયા બાનુ ની વાત સાંભળી મેધા ઊભી થવા જાય છે. મેધા ઊભી થતી હોય છે એ સમયે મિસ્ટર રોય તેની રોકી દે છે. " હું જાતે ચાલ્યો જઈશ!" ત્યારે ગુડીયા બાનુ મેધા સામે જોઇને " માલિક કોઈ ભૂલ તો નથી કરીને આને? કરી હોય તો આને માફ કરી દેજો કેમકે આ બે દિવસ પહેલા જ નવી આવી છે. આને હજુ ધંધા ની જરાક પણ સમજણ નથી." ત્યારે મિસ્ટર રોય કહે છે " ના ના ગુડીયા બાનુ એવી કોઈ વાત નથી પણ થોડા સમય પછી આ એની જાતે આવી જશે! હું નથી ઈચ્છતો કે આ મારી સાથે ચાલીને રૂમ સુધી આવે."

રોહન ની વાત સાંભળી ને મેધા દુઃખી થઈ જાય છે. તેનું દિલ પણ તૂટી જાય છે. તે આગળ કંઈ બોલવાની હાલતમાં પણ નથી હોતી કેમકે જે રોહન ગઈ કાલે તેનો વિશ્વાસ જીતવાની કોશિશ કરી રહ્યો હતો એ જ રોહનને આજે તેની સાથે ચાલતાં પણ શરમ અનુભવી રહ્યો હોય છે. મેધા રોહનના આવા વર્તાવ થી ખૂબ જ દુઃખી થઈ જાય છે. મિસ્ટર રોય અંદર ચાલ્યા જાય છે. મેધા ગુડીયા બાનુ ની બાજુમાં વિચારના સરોવરમાં ડૂબીને બેઠેલી હોય છે. એજ વખતે એક ત્રીસ વર્ષનો યુવાન આવે છે અને ગુડીયા બાનુ ના હાથમાં એક લાખ રોકડા મૂકીને " આજથી ઠીક એક મહિના સુધી પાયલ મારી."

ક્રમશ......

કોણ હતો આ યુવાન? રોહન નો વર્તાવ આજે મેધા માટે કેમ બદલાયેલો હતો? પાયલ કોણ હતી?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED