Ganika - Shraap ke sharuaat ? books and stories free download online pdf in Gujarati

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 09

ભાગ - 09

રોહન મેધા ને છોડીને ચાલ્યો જાય છે. મેધા તેને રોકવા માગતી હોય છે પણ તે રોહન ને રોકી શકતી નથી. મેધા ના મનમાં એજ વિચાર ચાલી રહ્યો હોય છે " રોહન ને સમજવામાં હું ભૂલ કઈ રીતે કરી શકું? આટલા નેક પુરુષનું હું અપમાન કઈ રીતે કરી શકું? ( થોડી વાર રોકાઈ ને) મેધા તું કોઈ પુરુષ ઉપર આટલી જલ્દી ભરોષો કઈ રીતે કરી શકે? તારી સાથે કંઈ ઓછું થયું છે કે તું ફરીવખત વિશ્વાસ નો મહેલ ઉભો કરવા ચાલી છે. રોહન પણ બીજા મર્દો જેવો જ છે, મારે એનો વિશ્વાસ ન જ કરવો જોઈએ! તારી જીવન અત્યારે નર્ક બન્યું છે એ પણ મારા પોતાના જ હતા. જ્યારે એ લોકો મારું સન્માન સચાવી નથી શક્યા તો આ રોહન કઈ રીતે સાચવી શકશે? હું શું કામ રોહન ઉપર ભરોષો કરી રહી છું? એ તો અહીં પોતાની હવસ મિટાવવા માટે આવ્યા હતા. જો હું એમને ન મળી હોત તો કોઈ શાયદ કોઈ બીજી એમને મળી હોત. એ મને પામવા માટે સારા હોવાનો ઢોંગ કરી રહ્યા છે નહિ તો એ અહીં આવોત જ નહિ." મેધા મનમાં ચાલી રહેલી અસમંજસ રોહન ને એક ખરાબ માણસ બનાવી દે છે. મેધા આખી રાત બસ આજ વિચારો કર્યા માં વિતાવી દે છે.


મેધા ની આંખ હજુ લાગી જ હોય છે કે તેના દરવાજા ઉપર કોઈક ટકોરા મારવા લાગી જાય છે. ટકોરા ના અવાજ થી મેધા ની ઊંઘ ઊડી જાય છે અને તે દરવાજો ખોલવા માટે દરવાજા તરફ જાય છે. મેધા દરવાજા ની ખુંટી ખોલીને જુએ છે તો બહાર ગુડિયા બાનુ હોય છે. તેમને જોઈને મેધા પહેલા તો ખૂબ ડરી જાય છે કેમકે તેનાથી નારાજ થઈને રોહન જતો રહ્યો હોય છે. જો ગુડિયા બાનુ ને જરાક પણ આ વિશે ખબર પડશે તો તરત જ તે મેધા ને કોઈક એવી સજા આપી બેસશે કે જેના લીધે હું મારું સન્માન હમેશાં માટે ખોઈ બેસીશ. મેધા ને વિચાર મગ્ન જોઈને ગુડિયા બાનુ બોલી ઊઠે છે "મિસ્ટર રોય ચલે ગયે ક્યા?" પેલા તો મેધા ગભરાઈ જાય છે પણ પછી હિંમત કરીને કહે છે " હા, એ રાત્રે જ ચાલ્યા ગયા હતા."


ગુડિયા બાનુ થોડા સમય માટે વિચાર મગ્ન થઈ જાય છે પણ તેને પૈસા થી મતલબ હતો એટલે તે મેધા ને કોઈપણ પ્રશ્ન પૂછતી નથી. " અબ બજાર બંધ હોને કા ટાઇમ હો ચુકા હૈ, અબ ફિરસે મેધા બનને કા સમય ભી હો ગયા હૈ સો અબ જલ્દી સે તૈયાર હોકર મેરે કક્ષ મેં આ જા, ફિર હમ દોનો બહાર ચલતે હૈ." મેધા તેમની સામે જોઇને ફરીવાર વિચારમાં ડૂબી જાય છે. મેધા ને ફરીવાર ખોવાયેલી જોઈને ગુડિયા બાનુ થોડા સમય માટે વિચારમાં પડે છે પણ પછી તે મેધા ને પકડીને હલાવતાં કહે છે " મેરી રાની અભી સોચને કે લિયે બહુત સમય હૈ તેરે પાસ પર ઉસસે પહલે રોશની હો ગઈ તો સબ લોગ ઇસ બજાર કે બારે મેં જાન જાયેગે તો કભી કોઈ દુબારા યહાં પર અપને કદમ નહિ રખેગા! તો જલ્દી કર ઔર મેરે પાસ આ જા." મેધા ગુડિયા બાનુ ની વાત સાંભળી ને જલ્દી થી પોતાના રૂમ ને બંધ કરી દે છે. મેધા જલ્દી જલ્દી નાહી લે છે અને મેધા બનીને ગુડિયા બાનુ ના રૂમ તરફ જવા લાગે છે.


મેધા જ્યારે ગુડિયા બાનુ ના રૂમ તરફ આગળ વધી રહી હોય છે ત્યારે અચાનક એના કાને એક અવાજ પડે છે " અમિત તમે હવે જાઓ, નહિ તો કોઈને આપડા પ્રેમ વિશે ખબર પડી જશે તો આજ પછી આપડે ક્યારેય પણ મળી નહિ શકીએ! હું તમારા થી દૂર રહેવા નથી માગતી અમિત, જો તમારો ચહેરો હું નહિ જોઈ શકું તો હું તો જીવતાં જીવ મરી જઈશ!" ત્યારે પેલો અમિત કહે છે " પાયલ તું ચિંતા ન કર હું તને અહીં થી ખૂબ જલ્દી લઈ જઈશ! બસ તું થોડી હિંમત રાખ કેમકે આપડે નવ વાગે તો મળી જ રહ્યા છીએ. તું સમય સર આવી જજે, હું તારી રાહ જોઇશ!" મેધા અમિત અને પાયલ ની વાત સાંભળી ને ત્યાંથી નીકળી જાય છે.


શું મેધા પાયલ અને અમિત વિશે ગુડિયા બાનુ ને જણાવી દેશે? શું મેધા અને રોહન હંમેશાં માટે અલગ થઈ ચૂક્યા હતા? જાણવા માટે બન્યા રહો દર રવિવારે સવારે નવ વાગે " ગણિકા - શ્રાપ કે શરૂઆત?"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED