ભાગ :- 28 - નામકરણ -2
રચીલી મેઘા અને તેની બાળકીને ગુડીયા શેરીના દરવાજા ઉપર જ રોકી દે છે. મેઘા અને ગુડીયા બાનું રચિલીના આ વર્તવથી દંગ રહી જાય છે. ગુડીયા બાનું રાચિલી ઉપર ગુસ્સો કરતા કહે છે,
"એ રચિલિ, હજુ આ શેરી ગુડીયા બાનુંની છે. એમાં કોણ પ્રવેશ કરશે અને કોણ નહિ! એ ગુડીયા બાનું નક્કી કરશે!"
ગુડીયા બાનુંની વાત સાંભળીને રચિલીને ગુસ્સો આવી રહ્યો હતો પણ એ ગુડીયા બાનુંની ખિલાફ પણ જઈ શકે એમ નોહતી કેમકે જ્યારે રચિલિને ખરેખરમાં કોઈની જરૂર હતી ત્યારે આ ગુડીયા બાનું એ તેને આ ગુડીયા શેરીમાં સહારો આપ્યો હતો. રચિલી પોતાનો ભૂતકાળ યાદ કરીને પછી પડી તો જાય છે પણ એ મેઘાની બાળકીને જોવા માટે પણ ખૂબ ઉત્સાહિત હતી. તે પોતાની જાતને રોકવા માગતી હતી પણ એ રોકી ન શકતી હતી. તે મેઘા પાસે જઈને કહે છે,
"મેઘા રાની મા તો બની ગઈ છે, પણ આ ગુડીયા શેરીના ભવિષ્યનું મોં તો બતાવ મારી જાન."
રચિલી આટલું કહીને મેઘાની બાળકીને જોવા જાય છે, ત્યાં રોહન આવીને તેને રોકી લે છે,
"એ રચિલી શું કહ્યું તે? ગુડીયા શેરીનનું ભવિષ્ય અને એ પણ મારી દીકરી? (થોડી વાર રોકાઈને) મારી મેઘા કે મારી દીકરી ના કોઈ આ શેરીનું ક્યારેય ભવિષ્ય હતા ના ક્યારેય બનશે! જો મારી મેઘા સામે, અને પૂછ એને કે એ મારા સિવાય કોઈ બીજાની થઈ છે?"
રોહન અને ગુડીયા બાનું મેઘાના ભૂતકાળ વિશે બધુ જાણતા હતા પણ અહી ગુડીયા શેરીમાં આ વિશે કોઈપણ જાણતું ન હતું, એટલે રોહન આ પ્રશ્ન કરી ચૂક્યો હતો! રચિલી શરમથી પોતાનું માથું ઝુકાવી દે છે અને અંદર દોડી જાય છે, પણ મેઘા આ વાતથી શરમિંદા થઈ ચૂકી હતી, તે પોતાની આંખો ઝુકાવીને ઊભી રહે છે. રોહનની નજર જતાં જ તે મેઘાની દાઢી નીચે હાથ મૂકી તેનું માથું ઉપર તરફ કરે છે તો પણ મેઘાની આંખો તો ઝૂકેલી જ હોય છે. રોહન મેઘાની આ હાલત જોઈને સમજી જાય છે કે નક્કી મેઘાને રોહનની કોઈક વાત તો ખરાબ લાગી જ છે એટલે તે મેઘાને ગળે લગાવી દે છે અને કહે છે,
"મેઘા આપડી જિંદગીમાં ખુશી લઈને આ ફૂલ આવ્યું છે, મેઘા આની સાથે ક્યારેય પણ હું આ શેરિનું નામ નહિ જોડાવવા દઉં! મેઘા આપડી બાળકીને એક ઉત્તમ ભવિષ્ય મળશે, જેનો હું તને વિશ્વાસ આપવું છું."
રોહનની વાત ઉપર કોઈ પ્રતિકાર આપ્યા વગર મેઘા આ બધું સંભાળી રહી હોય છે, આખરે મેઘા તેની બાળકીને લઈને અંદર ચાલી જાય છે. રોહન તેની પાછળ જવા માગતો હોય છે પણ ગુડીયા બાનું તેને રોકી લે છે,
"રોહન હું મેઘાને સંભાળી લઈશ! તું જઈને તારા પરિવારને મનાવ! મારી દીકરી મેઘા એના જીવનમાં અનહદ દુઃખ સહી ચૂકી છે, મને વિશ્વાસ અપાવ કે તું મારી દીકરી મેઘાને ખુશ રાખીશ, અને આ બાળકીને પણ ઉજ્જવળ ભવિષ્ય આપીશ."
ગુડીયા બાનુંની વાત સાંભળીને રોહન તેમને પ્રોમિસ આપવા જાય છે પણ ગુડીયા બાનું તેને રોકી લે છે,
"રોહન અમારા જીવનમાં વચનનું કોઈ મહત્વ નથી, અમે વચન માન્યા છે એટલે જ હું અને અન્ય સ્ત્રીઓ અહી ગણિકા બનીને છીએ! રોહન તું તારા પરિવારને લઈને કાલે સવારે થીક આઠ વાગે નમકરણમાં લઈ આવજે, નહિ તો હું અને મેઘા બંને માની લઈશું કે બાળકી પણ આ ગુડીયા બાનુંની શેરીનું ભવિષ્ય છે."
ગુડીયા બાનુંની વાત સાંભળીને રોહનના પગ નીચેથી જમીન સરકી જાય છે, રોહન પોતાના હોશ ખોઈ બેસે છે. જીવનમાં રોહનને પહેલી વખત એવું થાય છે કે તે કોઈકની આગળ લાચાર છે. રોહન જાણતો હતો કે તેનો પરિવાર ક્યારેય પણ આ બદનામ ગલીમાં પગ નહિ મૂકે! રોહન એ પણ જાણતો હતો કે તેની મેઘા અને તેની બાળકીને તેનો પરિવાર સ્વીકાર નહિ કરે એટલે રોહન ગુડીયા બાનું તરફ જોઈને કહે છે,
"ગુડીયા બાનું હું મારી બાળકીનું નામકરણ, મારી ફાઈવ સ્ટાર હોટેલની અંદર કરવા માગી છું, હું બધીજ તૈયારી કરવી લઈશ! બસ તને અમે મેઘા સમયસર ત્યાં આવી જજો."
રોહનની વાત સાંભળીને ગુડિયા બાનું સમજી જાય છે કે રોહન તેના પરિવારને આ બદનામ ગલીમાં લાવવા માટે અસમર્થ છે, તે તેના પરિવારને અહી લાવી શકે એમ છે જ નહિ! ગુડીયા બાનુંનું મન ન માનતું હતું પણ એ મેઘા માટે આ કરવા માટે તૈયાર હતી એટલે તે રોહનને હા કહી દે છે. રોહન તેમનો આભાર માનીને તેના ઘર તરફ નીકળી પડે છે.
રોહને તેના ઘરે જઈને મુંજાઈ રહ્યો હોય છે, કે તે પોતાના પરિવારને આ વિશે કઈ રીતે જણાવે? એટલે તે ઊંડા વિચારમાં ખોવાઈ જાય છે, અને તેના પિતા પાસે જઈને કહે છે,
"પાપા, મારી સેક્રેટરી છે ને મેઘા! એની બાળકીનું નામ કરણ છે કાલે! મેઘા આપેક્ષા રાખે છે કે આપડો આખો પરિવાર ત્યાં હાજર હોય! એટલે મેઘા એ આપણને ત્યાં ઇન્વાઇટ કર્યા છે. તો આપડે સવારે નવ વાગે જવાનું છે. મારું એવું માનવું છે કે આપડો આખો પરિવાર મેઘા અને તેની દીકરી માટે કોઈક અમૂલ્ય ભેટ લઈને જાય! આપનું શું કેવું છે?"
ત્યારે રોહનના પાપા તેના ખભા ઉપર હાથ મૂકીને કહે છે, "આપડે જરૂર જઈશું અને મેઘાની બાળકી માટે કોઈક અણમોલ ગિફ્ટ પણ લઈ જઈશું!"
રોહન તેના પરિવારથી સચ્ચાઈ છુપાવીને તેના પરિવારને પોતાની અને મેઘાની દીકરીના નામકરણ માટે મનાવી ચૂક્યો હોય છે. રોહન બા એજ વિચાર કર્યા કરતો હોય છે કે તે કંઈપણ કરીને તેના પરિવારને મેઘા સાથે લગ્ન કરવા થોડા સમય પછી મનાવી લેશે! આ વિચાર કરતાં કરતાં જ રોહનની આંખ લાગી જાય છે.
થોડા કલાકો પછી સવારની મીઠી પરોઢ ઊઘી નીકળે છે એની સાથે જ રોહન તેના પરિવારને લઈને હોટેલ જવા માટે રવાના થઈ જાય છે. મેઘાની સાથે ગુડીયા બાનું, ગહેના બાનું બનીને ત્યાં હોટેલ પહોંચી જાય છે. મેઘા અંદર આવી ડેકોરેશન જોવા લાગે છે તો તે ખૂબ જ ખુશ થઈ જાય છે કેમકે ડેકોરેશન તો ખૂબ સરસ કર્યું હોય છે. જેને જોઈને મેઘા અને ગહેના બાનું ખુશ થઈ રહ્યા હોય છે ને અચાનક જ તેમની નજર ત્યાં લગાવેલા બોર્ડ ઉપર પડે છે, જ્યાં લખેલું હતું "welcome gudiya, love form megha & mr. Roy" આ જોઈને મેઘાને ખૂબ જોરથી ઝટકો લાગે છે.
મેઘા અહી રોકાવવા માગતી ન હતી પણ એને મજબૂરી વશ થઈને અહી રોકવું પડ્યું હતું! કેમકે આ તેની દીકરીના નામકરણ માટેનું ફંકશન હતું, જેને હરહાલમાં મેઘા એન્જોય કરવા માગતી હોય છે. થોડા જ સમયમાં રોહન તેના પરિવાર સાથે અહી આવી પહોંચે છે અને મેઘા તેમને જોતાં જ ખુશ થઈ જાય છે. મેઘા બાળકી ગહેનાને પકડાવીને રોહનના પરિવારને પગે લાગીને તેમના આશીર્વાદ લે છે પણ મેઘા રોહનથી ખુબજ ગુસ્સે હોય છે એટલે તે રોહન સામે એક નજર કરીને જોતી પણ નથી. રોહન મેઘાનો વર્તાવ જોઈને ચોંકી જાય છે પણ તે હાલ મેઘા સાથે વાત કરી શકે એમ હતું જ નહિ! એટલે રોહન તેના પરિવાર સાથે ચૂપ ચાપ ત્યાં ઊભો રહે છે.
શું રોહન મેઘાના મનમાં ચાલતા વમણોને શાંત કરી શકશે? જ્યારે મેઘાને સચ્ચાઈ ખબર પડશે ત્યારે તે રોહન સાથે કેવો વર્તાવ કરશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં જ્યાં મેઘા પોતાના સન્માન માટે કરશે હર હદ પાર.