જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb
ભાગ :- 26 કેશવનો જન્મ
મેઘા વૃદ્ધાશ્રમ આવ્યા પછી પોતાના અને રોહનના મિલન વિશે વિચારીને ખુશ થઈ રહી હતી, મેઘા અને રોહન એકબીજાને પોતાના પ્રેમની અનુભૂતિ કરાવી ચૂક્યા હોય છે, મેઘા અને રોહન એકબીજા માટે જીવવા માગતા હતા એટલે તે પોતાના સબંધમાં ખૂબ આગળ વધી ચૂક્યા હોય છે.
નવ મહિના પછી - ગુડિયા શેરી
રોહન અને મેઘાના મિલનને આજે નવ મહિના વિતી ચૂક્યા હતા અને આજે મેઘા હોસ્પિટલ સુધી પહોંચી ચૂકી હતી! રોહન અને ગહેના બાનું બહાર ઊભા ઊભા સારા સમાચાર માટે પ્રતીક્ષા કરી રહ્યા હોય છે. થોડા સમયમાં એક નર્સ રોહન અને ગહેના બાનું તરફ ભાગીને આવે છે અને કહે છે
"પેશન્ટને B positive લોહીની ખૂબ જરૂર છે અને અમારી કમનસીબી છે કે અમારી blood બેંકમાં આ લોહી અવેલેબલ છે જ નહિ; જો મેઘાને વિશ મિનિટની અંદર લોહી ચડવવામાં નહિ આવે તો બાળક તો બચી જશે પણ પેશન્ટને ખોવું પડશે! આપ જલ્દીથી આ લોહીનું અરેન્જમેન્ટ કરીને તમારા પેશન્ટને બચાવી લો, જલ્દી કરો આપડી પાસે સમય ખૂબ ઓછો છે."
નર્સની વાત સાંભળીને રોહન અને ગહેના બાનું ખૂબ દુઃખી થઈ જાય છે. ગહેનાનું લોહી B positive હોય છે પણ તે કશુજ બોલ્યા વગર ત્યાંજ ઊભી રહે છે કેમકે ગહેના એવું વિચારતી હતી કે "હું મારું દૂષિત લોહી મેઘાને ન આવી શકું, હું તો ઘણા મર્દો સાથે રહીને પોતાને દૂષિત કરી ચૂકી છું, પણ મેઘા તો એકદમ પવિત્ર છે. એને હું મારું દૂષિત લોહી આપીને અપિવત્ર ન કરી શકું! હું મેઘા માટે લોહી શોધી શકું પણ એને લોહી આપીને તેની પવિત્રતાને દૂષિત ન કરી શકું."
રોહનનું લોહી પણ B positive હોય છે અને એને આપવામાં કોઈ સમસ્યા પણ નથી હોતી, પણ એ ગહેના બાનું સામે જોઈ રહ્યો હતો. રોહનને ગહેના બનુનો ચહેરો જોઈને સમજી ચૂક્યો હતો કે ગહેના બાનું કોઈક મોટી અસમંજસમાં ફસાઈ ચૂક્યા છે. રોહન તેમનો ચહેરો જોઈને એટલું તો સમજી ચૂક્યો હતો કે ગહેના જી કંઇક તો છુપાવી રહ્યા છે એટલે તે ઊભો થઈને ગહેના બાનું પાસે જાય છે અને તેમનો હાથ પકડીને કહે છે,
"આપ મારી મેઘાને બ્લડ આપી શકો છો, મને એમાં કોઈ સમસ્યા નથી."
રોહનની વાત સાંભળીને ગાહેના રોહન સામે આશ્ચર્યથી જોવા લાગી જાય છે, અને પછી કહે છે
"રોહન હું મેઘાને બ્લડ કંઈ રીતે આપી શકું? જ્યારે હું ખુદ અશુદ્ધ બ્લડ ધરાવું છું, રોહન હું ક્યારેય પણ બ્લડ આપી શકું એમ નથી, કેમકે હું ઘણા બધા મર્દો વચ્ચે દૂષિત થઈ ચૂકી છું અને મેઘા એક સતીની જેમ પવિત્ર છે, એની પવિત્રતાને હું દાગ કઈ રીતે લગાવી શકું? સોરી મિસ્ટર રોહન અનંત પણ હું બ્લડ આપી નહિ શકું!"
ત્યારે રોહન તેમની નજીક જઈને એમના બે હાથ પકડી લે છે અને કહે છે "ગહેના જી સંસારના નિયમ છે કે એક પુરુષ અને સ્ત્રીનો આત્મીયતાનો સબંધ બને, એ સબંધ કેટલા પુરુષ કે કેટલી સ્ત્રી સાથે બને છે એ મહત્વનું નથી, આપડો સમાજ બસ કોઈક સ્ત્રી એમાં પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સબંધ બનાવે તો સ્ત્રીને જ ગણિકા, કલંકિતા, ચરિત્રહીન, અબળા , બદચલન, અપવિત્ર તરીકે જુએ છે, પણ એ જોવાની ક્યારેય કોશિશ નથી કરતો કે પુરુષ પણ અન્ય સ્ત્રી સાથે પોતાના સબંધ બનાવે છે ત્યારે તો એને કલંકિત, ચરિત્રહીન, અબળા, બદચલન, અપવિત્ર રીતે કોઈ નથી જોતું તો સ્ત્રીને કેમ? તમે જે કંઈપણ કર્યું એ મજબૂરીને લીધે કર્યું છે, ના તમે અપવિત્ર છો ના તમારું બ્લડ અપવિત્ર છે. મારી મેઘાનો જીવ હવે ફક્ત આપ બચાવી શકો છો, હું તમારી આગળ હાથ જોડું છું, પ્લીઝ આપ મારી મેઘાને આપનું લોહી આપીને એની જિંદગી બચાવી લો, હું જિંદગી ભર તમારો ઋણી રહીશ! પ્લીઝ....." રોહન ગુડીયા બાનું સામે હાથ જોડીને રડવા લાગી જાય છે....
રોહનને રડતો જોઇને ગહેના બાનું મેઘાને બ્લડ આપવા માટે તૈયાર થઈ જાય છે, થોડી જ વારમાં ગહેના બાનું મેઘાને બ્લડ આપવા માટે ચાલી જાય છે અને બ્લડ આપીને તે રોહન પાસે આવીને બેસી જાય છે. રોહન ખૂબ પરેશાન હોય છે એટલે ગહેના રોહનના ખભા ઉપર હાથ મૂકીને તેને દિલાસો આપી રહી હોય છે. રોહન ગહેનાનો હાથ પકડી લે છે અને કહે છે,
"ગહેના જી તમે મારા અને મેઘા માટે બહુ કર્યું છે; હું અને મેઘા જીવનભર તમારા ઋણી રહીશું! આજે તમે મેઘા માટે એક માતાની ફરજ અદા કરી છે, જ્યારે મેઘા આ વાત જાણશે ત્યારે એ પણ બહુ ખુશ થશે! ગહેના જી આપનો આ ઉપકાર અમે ક્યારેય પણ નહિ ભૂલીએ."
રોહન કંઈ આગળ બોલે એની પહેલા જ ત્યાં નર્સ આવી જાય છે અને કહે છે "સમયસર બ્લડ મળવાથી મેઘાની તબિયત ઘણી જ સારી છે, થોડા જ સમયમાં આપને ગુડ ન્યૂઝ પણ મળવાના છે, ડોક્ટર ઓપરેશન માટેની દરેક વ્યવસ્થા કરી ચૂક્યા છે. બસ હવે ઈશ્વર પાસે પ્રાર્થના કરો કે નીરવિજ્ઞ મેઘાની ડિલિવરી થઈ શકે અને તમારું આવનાર બાળક એકદમ સ્વસ્થ અને સુરક્ષિત હોય!" આટલું કહીને નર્સ ઓપરેશન થિયેટરમાં ચાલી જાય છે.
રોહન અને ગહેના કાન્હા જી આગળ જઈને બેસી જાય છે અને ત્યાં જઈને મેઘા અને આવનાર બાળકની સલામતી માટે પ્રાર્થના કરવા લાગી જાય છે. રોહન અને ગહેના કાન્હા જી આગળ બૈઠા હોય છે અને થીક ચાલીસ મિનિટ પછી ડોક્ટર રોહનની પાસે આવે છે અને કહે છે,
"રોહન congratulations, તમે એક સુંદર બાળકીના પિતા બની ચૂક્યા છો! મેઘા અને આપની બાળકી એકદમ સુરક્ષિત છે. આપ મેઘા અને તમારી બાળકીને મળી શકો છો."
ત્યારે રોહન હળવો શ્વાસ લઈને કહે છે "ડોક્ટર હું ખુશ તો બહુ છું પણ ડોક્ટર હું સમજી જ નથી શકતો કે હું મારી ખુશીને વ્યક્તિ કઈ રીતે કરું! ડોક્ટર હું અને મેઘા લગ્ન પહેલા જ માતા-પિતા બનવાનું સુખ ભોગવી ચૂક્યા છીએ પણ મને એ વાતનો ડર છે કે આ સમાજ, મારો પરિવાર મારી મેઘા અને મારી દીકરીનો તિરસ્કાર ન કરે! અત્યારે મને સૌથી વધારે કોઈ વાતની ફિકર હોય તો એ ફિકર મારી મેઘા અને અમારી દીકરીની છે. પણ હું કંઇપણ કરીને મારી દીકરી અને મારી મેઘાને આ સમાજમાં અને મારા પરિવારમાં માન, સન્માન અપાવીશ! જ્યાં સુધી મેઘા અને મારી દીકરીને માન-સન્માન નહીં મળે ત્યાં સુધી હું રોહન અનંત મારી કોશિશ કરતો રહીશ!"
રોહનની વાત સાંભળી ડોક્ટર અને ગહેના ખુશ થઇ જાય છે અને રોહનના ખભા ઉપર હાથ મૂકીને ડોક્ટર કહે છે "રોહન તું તારા મકસદમાં જરૂર કામયાબ થઈશ! તારી મેઘા અને તારી દીકરીને સમાજમાં માન સન્માન અપાવી શકીશ! એ મારો વિશ્વાસ છે. તારે આ દરમિયાન કોઈપણ મદદની જરૂર પડે તો હું તારી પડખે ઉભો રહીશ!" ડોક્ટર આટલું કહીને રોહનના ગળે લાગી જાય છે.
ક્રમશ........
શું સમાજમાં રોહન પોતાની દીકરી અને મેઘાને માન સન્માન અપાવી શકશે? શું રોહન તેના પરિવારને મનાવી મેઘા સાથે લગ્ન કર તેને પોતાની પત્ની હોવાનો દરજ્જો આપી શકશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં! જ્યાં મેઘા પોતાના માન-સન્માન ખાતર કરશે હર હદ પાર.