જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb
ભાગ :- 27 - નામકરણ
ડોક્ટર આવીને રોહનને કહે છે કે એ એક દીકરીનો બાપ બની ચૂક્યો છે, ત્યારે રોહન ખુશ તો બહુ થાય છે પણ એની સાથે સાથે રોહન દુઃખી પણ હોય છે, કેમકે રોહન અને મેઘા લગ્ન પહેલા જ માતા પિતા બની ચૂક્યા હતા. જેને લીધે રોહનને લાગતું હતું કે તેની પત્ની મેઘા અને તેની બાળકીને આ સમાજમાં માન અને સન્માન નહિ મળે તો! હું શું કરીશ? ત્યારે ડોક્ટર કહે છે કે તે રોહનની કોઈપણ હાલતમાં મદદ કરવા માટે તૈયાર છે, એટલે રોહન થોડો ભાવુક થઈને તેમને ગળે લગાવી દે છે. થોડા સમય પછી ડોક્ટર ત્યાંથી ચાલ્યો જાય છે,
થોડા સમય પછી રોહન પોતાની જાતને સંભાળીને પોતાની દીકરી અને તેની પ્રેમિકા મેઘા પાસે જાય છે. રોહન રૂમનો દરવાજો ધીરે ધીરે ખોલે છે અને અંદર જાય છે. રોહન મેઘા તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો હોય છે, તેના ચહેરા ઉપર સ્મિત પોતાની જગ્યા બનાવી રહ્યું હોય છે. રોહનના હાથ તેની દીકરીને હાથમાં ઉઠાવવા માટે તરબતર થઈ રહ્યા હોય છે.
રોહન મેઘાની પાસે પહોંચી જાય છે અને જઈને પહેલા તો મેઘા પાસે બેસી જાય છે. તે મેઘાના માથા ઉપર હાથ ફેરવવા લાગી જાય છે, એટલે મેઘા પોતાની મીંચેલી આંખોને ખોલી દે છે. રોહન સામે જોઈને મેઘા ભાવ વિભોર થઈને રડવા લાગી જાય છે અને રોહનનો હાથ પકડી લે છે, રોહન તેની સામે જ જોઈ રહ્યો હોય છે અને તે મેઘાની આંખોમાં જોઈને સમજી જાય છે કે થોડા સમય પહેલા હું જે વિચારી રહ્યો હતો એજ વિચાર અત્યારે મેઘાના મનમાં ચાલી રહ્યા છે. મેઘા ઘણું બધું વિચારી રહી હોય છે અને રડતા સ્વરમાં રોહનને કહે છે,
"રોહન..... હું અત્યાર સુધી જે માન સન્માન માટે લડી રહી હતી, એ માન સન્માન તો હું પહેલા જ ખોઈ ચૂકી છું, રોહન જે સન્માન માટે લડી રહી હતી એમાં હવે આપડી બાળકી પણ જોડાઈ ચૂકી છે, એને પણ આજીવન પોતાના માન સન્માન ખાતર લડવું પડશે, કેમકે એ રોહન અને એક ગણિકા મેઘાની દીકરી છે, રોહન હું મારી દીકરીનું અપમાન સહન નહિ કરી શકું! રોહન હું તમારી આગળ મારી દીકરીના માન સન્માન ખાતર ભીખ માગુ છું, પ્લીઝ તમે મારી દીકરીના માન સન્માન ખાતર કોઈક સ્ટેપ ઉઠાવો અને તેને આ દુનિયાની સૌથી સ્વમાની દીકરી હોવાનું માન આપવો! રોહન મારી દીકરીને એ દરેક ખુશી મેળવો જોઈએ જેની માટે હું પળપળ તડપી છું, રોહન મારી જેમ આપડી દીકરી ઉપર ક્યારેય પ્રશ્ન ન ઉઠવા જોઈએ નહિ તો હું મારા પ્રાણ આપી દઈશ!" આટલું કહીને મેઘા નોધારા આંસુએ રડી પડે છે.
રોહન મેઘાનું રુદન સહન ન કરી શકતો હતો, એટલે તે પણ રડવા લાગી જાય છે. રોહન અને મેઘા નોધાર થઈને રડી રહ્યા હોય છે, ગહેના તેમનો અવાજ સાંભળીને અંદર ભાગી આવે છે, મેઘા અને રોહનને રડતા જોઈને થોડા સમય માટે તો એ પણ ભાવ વિભોર થઇ જાય છે પણ થોડા સમય પછી તે પોતાની જાતને સાચવી લે છે. પછી તે મેઘા અને રોહનના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી જાય છે અને કહે છે,
"તમે બંને આ બાળકીના ભવિષ્ય માટે વિચારી રહ્યા છો એ એકદમ વ્યાજબી છે પણ તમે બંને આ બાળકીના માતા પિતા છો, એના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરો! અત્યારે એ વિચારવાની જરૂર છે જ નહિ કે તમારી દીકરીને ભવિષ્યમાં માન સન્માન મળશે કે નહિ! એ તો તમારા બંને ઉપર આધાર રાખે છે, તમારી પરવરિશ ઉપર આધાર રાખે છે અને તમારા લગ્ન ઉપર આધાર રાખે છે, રોહન તું મેઘાને વ્યાહીને લઈ જઈ શકે છે કેમકે આ દીકરીનો જન્મ ગુડીયા શેરી માટે એક નવી મિશાલ કાયમ કરશે, જેને યાદ કરીને આ ગણિકા હોવાનો અને જિસ્મના વેપારનો ધંધો બંધ થઈ જશે. રોહન તું તારા પરિવારને મેઘા સાથે લગ્ન માટેની દરખાસ્ત કર અને તેમને આ લગ્ન માટે રાજી કર! ત્યાં સુધી મેઘા અને આ બાળકી અમારી ગુડીયા શેરીમાં જરૂર રહેશે પણ એક માન અને એક સન્માન સાથે! હું ડોક્ટરને મળીને આવી છું અને એ મેઘાને ડિસ્ચાર્જ કરવા માટે તૈયાર છે, હું મેઘા અને બાળકીને ત્યાં લઈને જાવ છું, તું તારા પરિવારને લઈને ત્યાં આવી જજે, કાલે સવારે ખૂબ ધૂમ ધામથી આ બાળકીનું નામ કરણ કરવામાં આવશે તો ત્યાં હાજર રહેજે!"
ગહેના બાનું રોહન અને મેઘાને તેની વાતોથી અચંબિત કરી ચૂકી હતી, એક રીતે જોઈએ તો ગહેના બાનું રોહન અને મેઘાના દરેક પ્રશ્નનો જવાબ આપી ચૂકી હતી. રોહન મેઘાના માથા ઉપર કિસ કરે છે અને તે મેઘા અને ગહેના બાનુંને ગુડિયા શેરી મૂકી આવે છે, જ્યાં મેઘાના હાથમાં બાળકી જોઈને બીજી ગણિકાઓ મેઘા ઉપર રોષે ભરાઈ જાય છે કેમકે તેમના સ્વપ્ન આ ગુડિયા વનું લીધે અત્યાર સુધી અધૂરા હોય છે. તે લોકો પણ પોતાનો ઘર સંસાર વસાવવા માગતા હતા પણ આ ગુડીયા બાનુંના લીધે તેમની આકાંક્ષાઓ ક્યારેય પણ ઇરદોમાં બદલાઈ નોહતી!
ગુડીયા શેરીમાં આવ્યા બાદ ગહેના હવે ગુડિયા બની ચૂકી હતી, પણ એક સમય સુધી જ! ગુડિયા બાનું અંદરથી આરતીની થાળી લઈ આવે છે. પછી તે મેઘા અને તેની બાળકીના કપાળ ઉપર તિલક કરે છે. આ જોઈને પેલી ગણિકાઓ ચોંકી જાય છે અને પછી તે મેઘા અને તેની બાળકીની આરતી કરવા લાગે છે. આ બધું અન્ય ગણિકાઓ સહન ન કરી શકતી હતી, રોહન પણ દૂર ઊભા ઊભા આ પળને મહેસૂસ કરી રહ્યો હતો! રોહન હોસ્પિટલમાં એક કદમ ખાઈ ચૂક્યો હતો જેને લીધે તે હજુ સુધી પોતાની બાળકીને ગોદમાં લઈ નોહતી શક્યો! હા રોહને હજુ સુધી આ બાળકીને ગોદમાં ન લીધી હતી!
(હોસ્પિટલમાં જ્યારે ગુડિયા બાનું આ બાળકીના માન અને સન્માનની વાત કરે છે ત્યારે રોહન એક કસમ ખાય છે, "હું મારી બાળકી અને મારી થનાર પત્નીની કસમ ખાઉ છું કે જ્યાર સુધી મારી પત્ની અને મારી દીકરીને આ સમાજ અને મારા પરિવારમાં માન સન્માન નહિ મળે ત્યાં સુધી હું મારી દીકરીને ગોદમાં પણ નહિ ઉઠાવું! જ્યાં સુધી હું આ કાર્યને અંજામ ન આપું ત્યાં સુધી હું મારી દીકરી જે મને જીવથી પણ વધુ વહાલી છે એનાથી દૂર રહીશ!"
રોહનની કસમ મેઘાને થોડા સમય માટે દુઃખી જરૂર કરે છે પણ તે રોહનની ભાવનાઓને બરાબર સમજી શકતી હોય છે. રોહન મેઘાના કપાળ ઉપર ચુંબન કરીને ત્યાંથી તેમની સાથે ગુડીયા શેરી માટે નીકળી જાય છે.)
ગુડીયા શેરીમાં ગુડીયા બાનું મેઘા અને તેની દીકરીનું સ્વાગત કરી રહી હોય છે, જે જોઈને બીજી ગણિકાઓ મેઘા અને ગુડીયા બાનું ઉપર રોષે ભરાઈ રહી હોય છે. ગુડિયા બાનું મેધાને અંદર આવવાનું કહે છે એટલે રચિલી કહે છે "ત્યાં બાર જ ઊભી રહેજે મેઘા, આ ગુડીયા શેરીમાં કોઈ મા દીકરી માટે જગ્યા નથી?" રચિલીની વાતથી મેઘા અને ગુડિયા બાનું ચોંકી જાય છે.
ક્રમશ.....
શું રોહન અને ગુડિયા બાનું મેઘાને ત્યાં પ્રવેશ અપાવી શકશે? શું ગણિકા રૂપી શ્રાપને મિટાવી આ ગુડીયા શેરી કોઈ ઈજ્જત વાન શેરીમાં પરિવર્તિત થઈ શકશે? શું રોહન પોતાના પરિવારને એક ગણિકા સાથે લગ્ન કરવા મનાવી શકશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં જ્યાં મેઘા પોતાના સન્માન માટે કરશે હર હદ પાર....