ભાગ :- 25 મેઘા રોહનનું મિલન
મેઘા અને રોહન એકબીજાને પોતાના હાથે જમાડી રહ્યા હોય છે, બંને એક બીજાની આંખોમાં જોઈને ભાવુક થઈ રહ્યા હોય છે, ડિનર કર્યા પછી મેઘા કહે છે,
"રોહન ઘણું મોડું થઈ ગયું છે, મારે વૃદ્ધાશ્રમ જવું પડશે!"
મેઘા આટલું કહીને ચાલવા લાગે છે, રોહન તેનો હાથ પકડી લે છે અને મેઘાને રોકવાની કોશિશ કરે છે. મેઘા રોકાતી નથી એટલે રોહનને મસ્તી સૂજે છે અને તે મેઘાને કમરથી પકડી લે છે, રોહન અને મેઘાની રૂમ ગુલાબથી સુવાસિત અને સુશોભિત હોય છે, જે મેઘા અને રોહનને એક બીજા તરફ માદક બનાવી રહ્યો હોય છે. રોહન મેઘાને કમરથી પકડીને તેની તરફ ખેચી લે છે એટલે મેઘા પોતાની આંખો બંધ કરીને રોહનના પ્રેમને મહેસૂસ કરવા લાગે છે, રોહન મેઘાના ખભા ઉપર પોતાનું માથું રાખીને મેઘાના કાનમાં કહે છે,
"મેઘા હવે આપડે બંને એક છીએ, બહારની કોઈપણ ચીજને યાદ કે મહેસૂસ કરવાની કોઈ જરૂર નથી, વૃદ્ધાશ્રમમાં અન્ય લોકો પણ સેવા કરવા માટે છે, મેઘા આ પળ આપણને આપડી મરજી અને ભાગ્યથી મળ્યો છે, જેને જીવંત બનાવી રાખવા માટે આપણે તૈયાર છીએ, મેઘા હું આ પળને તારી સાથે જીવવા માગું છું."
મેઘાને આટલું કહીને રોહન તેના વાળમાં હાથ ફેરવવા લાગી જાય છે, તેના ગાલ ઉપર હળવું ચુંબન કરે છે, મેઘાની આંખો બંધ હોય છે અને પછી મેઘા રોહનની દૂર જવાની કોશિશ કરે છે પણ રોહન મેઘાની બ્લેક સાડીનો પાલવ પકડી લે છે, મેઘા રોકાઈ જાય છે અને રોહન તેની સાડીનો પાલવ પકડીને ધીરે ધીરે તેની તરફ આગળ વધી રહ્યો હોય છે. રોહન મેઘા પાસે આવીને ફરી તેને કમરથી પકડી લે છે અને કહે છે,
"મેઘા આજે તું મારાથી દૂર નહિ જઈ શકે; આ પળ આ સમય આપડા માટે ખૂબ જ મહત્વનો છે, મેઘા આ પળને હું તારી સાથે જીવવા માગું છું, પ્લીઝ મેઘા મારાથી દૂર થવાની કોશિશ ન કર!"
આટલું કહીને રોહન મેઘાના કાન પાછળ પોતાના હાથ ફેરવવા લાગી જાય છે, મેઘાની કમર ઉપર રોહન પ્રેમ ભર્યું ચુંબન કરે છે એટલે મેઘા રોહન તરફ ફરીને તેને બાથ ભરાવી દે છે. રોહન અને મેઘા થોડા સમય સુધી એકબીજાની બાહોમાં પોતાને મહેસૂસ કરી રહ્યા હતા, રોહન અને મેઘા એકબીજાની ધડકન સાફ સાફ સંભાળી રહ્યા હોય છે, રોહન મેઘાનો હાથ પકડીને તેને બેડ તરફ લઈ જાય છે અને મેઘાને ધીરેથી બેડમાં બેસાડી દે છે.
રોહન મેઘાને બાથ ભરાવીને તેને મદહોશ થઈને ચૂમવા લાગી જાય છે, મેઘા પણ હવે પૂરી રીતે તૈયાર હતી એટલે એ પણ રોહનનો સાથ મદહોશ થઈને આપી રહી હતી. મેઘા અને રોહન એકબીજામાં ખોવાઈ રહ્યા હતા, તે બંને એકબીજાના થઈ રહ્યા હતા! મેઘા અને રોહન એકબીજાને પૂરા સમર્પિત કરી ચૂક્યા હતા, મેઘા અને રોહનનું આહ્લાદક મિલન થઈ ચૂક્યું હતું.
સવારની મીઠી પરોઢ ઊઘી નીકળે છે, એની સાથે તડકાની પહેલી કિરણ રોહનના ચહેરા ઉપર આવીને ટકરાઈ રહી હોય છે, રોહનની આંખ ખુલી જાય છે અને તેની નજર તેની બાહોમાં રહેલી મેઘા ઉપર પડે છે, જેને જોઈને રોહન તેના માથા ઉપર ચુંબન કરી દે છે. મેઘા ગહેરી ઊંઘમાં સુઈ રહી હોય છે અને તેના ચહેરા ઉપર રોશની પડી રહી હોય છે. આ રોશની મેઘાની ઊંઘમાં ખલેલ પહોંચાડી રહી હોય છે એટલે રોહન ઊભો થઈને આ રોશનીને રોકવાની કોશિશ કરી રહ્યો હોય છે.
રોહન પોતાના હાથ સૂરજની રોશનીમાં રાખીને મેઘાના ચહેરાને બચાવી રહ્યો હોય છે, થોડા સમય પછી મેઘાની આંખો ખૂલે છે અને રોહનને આ રીતે જોઈને મેઘા ખૂબ ખુશ થઈ રહી હોય છે અને રોહનની આંખમાં જોઈને રોહનની અંદર ખોવાઈ જાય છે. રોહન અને મેઘા એકબીજાની અંદર ખોવાઈ ચૂક્યા હતા.
इस में जो तेरा ख्वाब पिरोया
इस में जो तेरा ख्वाब पिरोया
दिल भरता नहीं आँखें रजती नहीं
दिल भरता नहीं आँखें रजती नहीं
तू थोड़ी देर और ठहर जा सोनेया
तू थोड़ी देर और ठहर जा ज़ालिमा
મેઘા અને રોહન થોડા સમયમાં દરવાજાની નોક સાથે પોતાની ખયાલી દુનિયામાંથી બહાર આવી જાય છે. રોહન દરવાજો ખોલીને ચા નાસ્તો લઈ આવે છે, મેઘા અને રોહન નાસ્તો કર્યા પછી સીધા પોતાની ઓફિસ માટે નીકળી પડે છે. રોહનના મનમાં એક પ્રશ્ન થાય છે એટલે રોહન કહે છે,
"મેઘા હું જાણું છું કે તારી માટે તારું કર્તવ્ય સૌથી પહેલા છે તો તે આજે તારી ગુડીયા શેરી માટેનું કર્તવ્ય ભૂલીને આજે મારી માટે તે કર્તવ્ય નિભાવ્યું છે, જેની મને ખૂબ ખુશી છે પણ કેમ?"
ત્યારે મેઘા ખૂબ શાંતિ પૂર્વક જવાબ આપે છે "રોહન યાદ છે મેં તમને કાલે રાત્રે ફોન કર્યો હતો! (રોહન પોતાનું માથું હા માં હલાવે છે.) તો એ કૉલ મેં તમને મારો જવાબ આપવા કર્યો હતો અને રોહન મારો જવાબ હતો ના! રોહન મેં ગુડીયા શેરી માટે મારું કર્તવ્ય પસંદ કર્યું હતું અને મારા પ્રેમનું બલિદાન આપ્યું હતું પણ એ સમયે ગુડિયા બાનું મારી પાસે આવ્યા અને મને મારી સમસ્યા પૂછી, ત્યારે મેં જે હતું એ એમને સત્ય જાણવી દીધું! એટલે એમને મને કહ્યું કે....
"મેઘા મને પૂર્ણ વિશ્વાસ છે કે તું ક્યારેય પણ તારી કોઈ હદ પાર નહિ કરે; આ બદનામ શેરી માટે તું તારું હરેક કર્તવ્ય નીભાવિશ પણ હું નથી ચાહતી કે મારી જેમ જ તું પણ તારા સપના અને પ્રેમનું બલિદાન આપી દે! મેઘા જે ભૂલ હું વર્ષો પહેલા કરી ચૂકી છું એ હું નથી ચાહતી કે ફરી એજ ભૂલ તું કરે! મેઘા તું આ બદનામ શેરી માટે નહિ પણ તારી અને તારા પ્રેમ માટેનું કર્તવ્ય તું નિભાવે, એવી આશા રાખું છું."
ગહેનાની વાત સાંભળીને કહે છે, " ગહેના જી, આ અધિકાર તો બદનામ ગલીમાં કોઈને પણ નથી, તો આ અધિકાર આપ મને કેમ આપી રહ્યા છો? આ તો શેરીના નિયમની વિરુદ્ધ છે ને! તો આપ મને આ નિયમ તોડવા માટે કેમ કહી રહ્યા છો?"
"હું તને નિયમ તોડવા માટે નથી કહી રહી પણ એક નવો નિયમ બનાવવા માટે કહી રહી છું, અહી તારું ભવિષ્ય નર્કમાં છે, રોહન સાથે તારું ભવિષ્ય ઉજ્જવળ બનશે એને એક નવી દિશા મળશે! મેઘા તું આ બદનામ ગલી માટે બની જ નથી! મેઘા તું આઝાદ છે અને આઝાદ બનીને તારા જીવનની શરૂઆત કર, મેં કોઈ બાળકને જન્મ તો નથી આપ્યો પણ મને વિશ્વાસ છે કે જો મારું કોઈ સંતાન હોત ને તો એ બિલકુલ મારી મેઘા જેવું જ હોત, આદર્શ, સંસ્કારી અને સ્વમાની."
મેઘા ગુડીયા બાનુની વાત સાંભળીને તેને "મા" કહીને ગળે લગાવી દે છે,
ज़िन्दगी ने पहनी है मुस्कान
है आँख नम क्यूँ ना जाने......
વર્તમાન દિવસ
"બસ રોહન પછી મને પ્રેમ કરવાની અને મારી જિંદગી સન્માનથી જીવવાની પરવાનગી ગહેના બાનું આપી ચૂકી છે. બસ પછી મેં હિંમત કરીને તમને પ્રપોઝ કરી દિધો! રોહન આઈ લવ યુ."
રોહન મેઘાના કપાળમાં ચુંબન કરીને "આઈ લવ યુ ટુ." અને પછી મેઘા રોહનના ગાલ ઉપર ચુંબન કરીને વૃદ્ધાશ્રમમાં ચાલી જાય છે.
ક્રમશ......
આગળ કેવી રહેશે મેઘા અને રોહનની જિંદગી? શું મેઘા લડી શકશે પોતાના સન્માનની આ લડાઇ? જાણવા માટે બન્યા રહો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆમાં જ્યાં મેઘા પોતાના સન્માન માટે કરશે હર હદ પાર.