Ganika - Shraap ke sharuaat ? - 23 books and stories free download online pdf in Gujarati

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 23 - મેઘા અને રોહનનું સપ્રાઇઝ

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb

ભાગ :- 23 મેઘાનું સપ્રાઈઝ

સવારનો મીઠો પરોઢ ઉઘી નીકળે છે અને એની સાથે જ મેઘા રોહનને ફોન કરી દે છે. રોહન હજુ સુધી સુયો હોય છે, એટલે પહેલી વખત તો તે મેઘાનો ફોન ઉઠાવતો નથી, થોડા સમય પછી ફરી મેઘા રોહનને કૉલ કરે છે એટલે રોહન કૉલ ઉપાડી લે છે,


"હા મેઘા બોલ..... ગુડ મોર્નિંગ!"


"હજુ તમે સૂતા જ છો! સવારના છ વાગી ચૂક્યા છે અને તમે સુઈ રહ્યા છો!"


"તો સવારના છ જ વાગ્યા છે ફક્ત! ન કે બપોરના બાર! યાર સવાર સવારમાં મારી ઊંઘને લઈને દાટ ન લગાવ; હજુ આપડે મળવામાં પણ ઘણો સમય છે અને મેં આજની બધી મિટિંગ પણ કેન્સલ કરી નાખી છે. આજે તારે ઓફિસ આવવાની પણ જરૂર નથી કેમકે હું બધું સાચવી લઈશ! બાકી મળીએ આપડે સાંજે!"


ત્યારે મેઘા કહે છે "રોહન તમે શાંતિ થી સુવો અને પોતાના કામ ધીરે ધીરે પૂરા કરીને પછી મને મળવા આવજો! મારે કોઈ ઉતાવળ નથી અને હા એક કલાક જેવું તો લેટ આવજો જ, મારે થોડું કામ છે તો મને મોડું થઈ જશે એટલે સાંજે ઠીક પાંચ વાગે મળીએ!"


ત્યારે રોહન કહે છે "હું સમયસર આવી જઈશ! તું ચિંતા ન કર અને તારી માટે એક સપ્રાઈઝ પણ છે તો જલ્દીથી આવી જજે! હું જેમ તને wait કરાવું છું એમ તું મને wait ન કરાવતી કેમકે યાર તને ખબર છે ને કે હું જલ્દી પરેશાન થઈ જાઉં છું, મેઘા સમયસર આવી જજે!"


મેઘા "ઓકે" કહીને ફોન કટ કરી દે છે.


મેઘા મુંજવણમાં મુકાઈ ચૂકી હોય છે કેમકે મેઘા પણ રોહનને સપ્રાઈઝ આપવા માગતી હતી અને રોહન પણ! મેઘા વિચારે છે કે કંઈપણ થાય હું રોહનને સપ્રાઇઝ આપીને જ રહીશ! મેઘા ડેકોરેટરને ફોન કરીને સાંજ માટે એરેન્જમેન્ટ કરવાનું કહી દે છે, સામે રોહન પણ ડેકોરેટરને ફોન કરીને સાંજ માટે એરેન્જમેન્ટ કરવાનું કહે છે. મેઘા અને રોહન એકબીજાને સપ્રાઇઝ આપવા માટે ઉત્સુક હતા.


સાંજનો સમય થવા આવ્યો હતો અને ઘડિયાળમાં પણ સાડા ચાર થઈ ચૂક્યા હતા, મેઘા વૃદ્ધાશ્રમ થી અને રોહન તેની ઓફિસથી કીટલી કેફે જવા માટે રવાના થઈ જાય છે. બંને ઠીક પાંચ વાગે કીટલી કેફે ઉપર પહોંચી જાય છે, બંને એક સાથે પહોંચ્યા હતા એટલે એકબીજાને જોઈને ખુશ થવાની જગ્યાએ પહેલા તે ચોંકી જાય છે. બંને એકબીજા માટે સપ્રાઇઝ પ્લાન કરી ચૂક્યા હતા એટલે એકબીજાની પાસે જઈને કહે છે,


"રોહન તમારી માટે મેં કંઇક ખાસ એરેન્જમેન્ટ કરાવી છે, તો હું તમારી આંખો ઉપર પટ્ટી બાંધી રહી છું."


મેઘા પછી રોહનની આંખો ઉપર પટ્ટી બાંધવા જાય છે એટલે રોહન મેઘાને રોકી લે છે અને કહે છે,


"મેઘા મારી આંખો ઉપર પટ્ટી લાગશે તો તારી આંખો ઉપર પણ લાગશે, કેમકે મેં પણ તારી માટે કંઇક ખાસ એરેન્જમેન્ટ કરાવી છે, એટલે પટ્ટી તો તારી આંખ ઉપર પણ લાગશે!"


રોહનની વાત સાંભળીને મેઘા ચોંકી જાય છે અને કહે છે " રોહન આપડે બંને આંખો ઉપર પટ્ટી લગાવી દઈશું તો એક બીજાના ચહેરા ઉપરની ખુશી કઈ રીતે જોઈ શકીશું અને ત્યાં સુધી આપણને કોણ લઈ જશે?"


રોહન અને મેઘા આગળ એક મોટી સમસ્યા આવી ચૂકી હતી, જેનો સામનો કરવા માટે રોહન અને મેઘાને ખૂબ મોટા બલિદાન આપવા પડે એમ હતા, એટલે રોહન અને મેઘા વિચાર કરવા લાગી જાય છે કે હવે શું કરવું? થોડા સમય પછી રોહનના મનમાં વિચાર આવે છે કે તે ડેકોરેટરને બોલાવી લે, અને તે આવીને રોહન અને મેઘાને તેમના સપ્રાઈઝ સુધી લઈ જશે! પછી રોહન મેઘાને આ વિશે જણાવે છે એટલે મેઘા રોહનની વાત માની જાય છે અને કહે છે,


"રોહન હવે એજ આખરી રસ્તો બચ્યો છે આપડી પાસે, તમે કંઈપણ કરીને આપડી સપ્રાઇઝ ખરાબ ન થાય એ માટેની કોશિશ કરી શકો છો!"


"ઓકે મેઘા હું ધ્યાન રાખીશ કે આપડી સપ્રાઇઝ કોઈપણ હાલતમાં ખરાબ ન થાય."


રોહન મેઘાને વિશ્વાસ અપાવીને ડેકોરેટર ને ફોન કરી દે છે. થોડી જ વારમાં ડેકોરેટર આવી જાય છે અને આવીને તરત જ કહે છે,


"રોહન સર હું પહેલા જ સમજી ગયો હતો કે તમે અને મેધા મેડમ એકબીજા માટે સપ્રાઇઝ પ્લાન કરી રહ્યા છે! એટલે મેં તમારા બંનેના સપ્રાઈઝને મિક્સ કરી દીધા. જેથી તમે બંને એકસાથે સપ્રાઈઝ થઈ શકો! અને એકબીજાના ચહેરા ઉપર આવનાર ખુશીને એક સાથે જોઈ શકો."


ત્યારે રોહન અને મેઘા હસવા લાગી જાય છે, પછી રોહન કહે છે "વાઓ, તમે લોકો ખૂબ સમજદાર થઈ ચૂક્યા છો! તમારા કસ્ટમરના વગર કહે તમે આ બધું સમજી શકો છો! ઇમ્પ્રેસિંગ."


રોહનની વાત સાંભળીને ડેકોરેટરના ચહેરા ઉપર સ્મિત આવી જાય છે. થોડા સમય પછી ડેકોરેટર તેની assistant ને કહે છે,

" તમે મેઘાની આંખ ઉપર પટ્ટી બાંધીને તેને સરપ્રાઇઝ ની દિશા તરફ લઈ જાવ, હું રોહન સરની આંખો પર પટ્ટી બાંધીને તેમને લઈ આવું છું!"

ડેકોરેટર ની વાત સાંભળીને મેઘા કહે છે, "ક્ષમા કરજો પણ હું અને રોહન એકબીજાની આંખો ઉપર પટ્ટી પોતાના હાથે બાંધીને એકબીજાને અમારું પ્રેમ ભર્યું સપ્રાઈઝ આપવા માગીએ છીએ! પછી આપ અમને સપ્રાઇઝ સુધી લઈ જજો, અને પછી ત્યાંથી આપ બહાર ચાલ્યા જજો! જેથી હું અને રોહન આ સરપ્રાઈઝને થોડા સમય માટે એકાંતમાં જીવી શકીએ! હું અને રોહન એકબીજાના ચહેરા ઉપર રહેલ ભાવને એકાંતમાં જીવવા માગીએ છીએ! આઈ હોપ તમે સમજી શકો છો!"

મેઘા આશા ભરી આંખોથી ડેકોરેટર સામે જોવા લાગી જાય છે. એટલે ડેકોરેટર મેઘાને કહે છે " મેડમ આપ ફિકર ન કરો; અમારી જવાબદારી બને છે કે અમે અમારા કસ્ટમરને એકાંત આપી શકીએ એટલે તમારી માટે અમે લોકોએ એક સ્વિટમાં સપ્રાઇઝ આયોજન કર્યું, જ્યાં આપને ડિસ્ટર્બ કરવા માટે કોઈ નહિ હોય! અમે લોકો તમને ત્યાં સુધી મૂકીને પાછા અમારા સ્થળે આવી જઈશું!"

મેધા "ઓકે" કહીને રોહનની આંખો ઉપર પટ્ટી બાંધવા લાગી જાય છે, પછી રોહન પણ મેઘાની આંખો ઉપર પટ્ટી બાંધી દે છે. ડેકોરેટર અને તેની સેક્રેટરી મેઘા અને રોહનને લઈને તેમના સપ્રાઈઝ કક્ષ તરફ ચાલી નીકળે છે. રોહન અને મેઘા એક બીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હોય છે, રૂમ પાસે પહોંચીને ડેકોરેટર અને સેક્રેટરી પેલો કક્ષ ખોલીને મેઘા અને રોહનને કક્ષની અંદર મૂકી આવે છે. મેઘા અને રોહન કક્ષની અંદર એકલા હોય છે અને જતાં જતાં ડેકોરેટર કહે છે,

"એન્જોય સર, એન્જોય મેડમ!"

ડેકોરેટર અને તેની સેક્રેટરી મેઘા અને રોહનને કક્ષમાં મૂકીને ચાલ્યા જાય છે હવે ફક્ત રોહન અને મેઘા કક્ષમાં એકલા હોય છે. એટલે મેઘા કહે છે,

"રોહન હું જ્યાં સુધી ન કહી ત્યાં સુધી આપ પટ્ટી ઉતારશો નહિ, હું ટેન સુધી કાઉન્ટ કરીશ અને પછી આપ આપની પટ્ટી નીકળી શકો છો." રોહન મેઘાની વાત માનીને "ઓકે" કહે છે. મેઘા કાઉન્ટ કરવાનુ શરૂ કરી દે છે, "ટેન, નાઈન,સેવન, સિક્સ.......વન." રોહન અને મેઘા ધીરે ધીરે પોતાની આંખ ઉપર રહેલ પટ્ટી નીકળી દે છે...

ક્રમશ.....

રોહન અને મેઘાએ એકબીજા માટે શું સપ્રાઇઝ પ્લાન કર્યું હતું? ગહેના બાનું એ શું કહ્યું હતું મેઘાને? જાણવા માટે બન્યા રહ્યો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં જ્યાં મેઘા પોતાના સન્માન માટે કરશે હર હદ પાર...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED