જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb
ભાગ :- 22
મેઘા રોહનને પોતાનો જવાબ આપવા માટે બીજા દિવસે ત્યાં જ એ સમયે બોલાવે છે. રોહન આગળ એક શરત પણ મૂકે છે કે જો એ સમયથી ન આવ્યો તો મેઘા તેને જવાબ આપ્યા વગર જ પાછી આવી જશે; એટલે રોહન સામે જવાબ આપે છે કે એ સમયથી પહેલા જ ત્યાં આવી જશે અને ફોન મૂકી સ્મિત કરવા લાગી જાય છે.
રોહન અને મેઘા એક બીજાને મળવા માટે ખૂબ ઉત્સાહિત હતા, એટલે તે એકબીજા વિશે જ વિચારી રહ્યા હોય છે, મેઘા રોહનને યાદ કરીને ખુશ થઈ રહી હોય છે અને થોડા સમય પછી તેનું અમિત ઉદાસીમાં પરિવર્તિત થઈ જાય છે. મેઘા થોડા સમય પહેલા રોહનને મળવા માટે ખૂબ ઉત્સાહિત હતી પણ એને ગુડિયા શેરીના નિયમોનું ભાન થતા જ મેઘાના ખુશ ચહેરા ઉપર ઉદાસી છવાઈ જાય છે. મેઘા શેરીના નિયમ તોડી શકે એમ પણ ન હતી એટલે રોહનને ફોન કરે છે. રોહન મેઘા સાથે જીવવાના સ્વપ્ન જોઈ રહ્યો હોય છે અને એજ વખતે મેઘાનો ફોન આવી જાય છે. રોહન સ્મિત કરવા લાગી જાય છે અને પછી મેઘાનો ફોન ઉપાડીને તેને કહે છે,
"હું કાલે સમયથી આવી જઈશ! બસ ત્યાર સુધી wait કરી લે!"
"રોહન હવે આવવાની કોઈ જરૂર નથી, મેં તમને જવાબ આપવા માટે જ કૉલ કર્યો છે..."
રોહન થોડો ગભરાઈ જાય છે "પણ આપડે કાલે મળી રહ્યા છીએ ને! હું અત્યારે જવાબ નહી સાંભળું, કેમકે હું નથી ઈચ્છતો કે હું તારા ચહેરા ઉપર ભાવ અને લાગણીઓને મિસ કરી દઉં, પ્લીઝ મેઘા તમે મને મળીને જ તમારો જવાબ આપજો! હું ત્યાં સુધી રાહ જોવા માટે તૈયાર છું, પ્લીઝ થોડો સમય મને આ બેસબ્રીને પણ જીવી લેવા દે! હું આ દરેક અહેસાસ માંથી પ્રસાર થવા માગું છું."
"પણ રોહન આ આહેસાસની ધરોહર ઉપર કોઈ ઇમારત બની શકે એમ છે જ નહિ! તમે મને કાલે મળો અને પછી હું મારો જવાબ તમને જણાવી દઈશ; પણ અત્યારે મનમાં કોઈપણ ઉમ્મીદને જન્મ ન આપતા કેમકે એ ઉમ્મીદને હું પાર નહી કરી શકું! રોહન પ્લીઝ જે પણ સ્વપ્ન જોઈ રહ્યો હોય એને લગામ આપીને સૂઈ જજે!" આટલું કહીને મેઘા પોતાનો ફોન કટ કરી દે છે.
મેઘાનો વર્તાવ રોહનને થોડો અજીબ લાગ્યો હતો પણ રોહન એવું વિચારે છે કે મેઘા શાયદ એને પરેશાન કરવા માગે છે એટલા માટે તે અત્યારે રોહનને ડરાવી રહી છે, મને વિશ્વાસ છે કે મેઘાનો જવાબ હા જ હશે! કેમકે હું એને અને એની આદતને બરાબર રીતે જાણું છું; મેઘાની આંખોમાં મારી માટે અનહદ લાગણીઓ મેં જોઈ છે, તો એ તો ખોટી ન જ હોઇ શકે! મેઘાને હું પ્રેમ કરું છું એટલો જ પ્રેમ શાયદ મેઘા પણ મને કરે છે.
(થોડી વાર રોકાઈને) હું ક્યારનો નકારાત્મક થવા લાગ્યો! હું તો હંમેશાથી સકારાત્મક વિચારધારા ધરાવું છું, મને ખ્યાલ જ છે મેઘાનો જવાબ હા જ હશે! હું કાલે પૂરી તૈયારી સાથે જ જઈશ. રોહનના મનમાં સદંતર વિચાર ચાલ્યા કરતા હોય છે અને થોડા જ સમયમાં એની આંખ લાગી જાય છે, પણ મેઘાને આખી રાત ઊંઘ આવતી જ નથી કેમકે મેઘા બસ રોહન વિશે વિચારી રહી હતી. મેઘાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી ગઈ હતી, તે પોતાની જાતને સાંભળવાની કોશિશ કરી રહી હતી પણ તે પોતાની જાતને સંભાળી જ ન શકતી હતી! મેઘા સતત રડે જતી હતી અને તેના મનમાં સતત વિચાર ચાલ્યા કરતા હતા.
મેઘાના રડવાનો અવાજ ગહેના બાનું ઉર્ફ ગુડીયા બાનુંના કાને પડી રહ્યો હતો પણ પહેલા તો એ મેઘાને કંઈપણ કહેતા નથી પણ મેઘા લાંબા સમય સુધી શાંત થતી જ નથી એટલે ગહેના મેઘા પાસે આવીને બેસે છે અને પછી મેઘાનું માથું તેના ખોળામાં લઈને તેના વાળમાં હાથ ફેરવવા લાગી જાય છે. મેઘા તરત જ પોતાના આંસુ લૂછી દે છે. એટલે ગહેના કહે છે,
"તને શું લાગે છે મેઘા, આંસુ લુછવાથી હું તારા દર્દને જોઈ નહિ શકું? મેઘા શું હું આ દર્દને મહેસૂસ ન કરી શકું! તું મને ન જણાવવા માગે તો કોઈ વાત નહિ, પણ દીકરા તું મને ગહેના સમજીને તારો દર્દ જાણવી શકે છે. તે મારી માટે ઘણું કર્યું છે અને હું પણ તારી માટે કંઇક કરવા માગું છું."
ગહેનાની વાત સાંભળીને મેઘા તરત ઊભી થઈને ગહેના બાનું ગળે લાગીને રડવા લાગે છે, ત્યારે ગહેના ફરી પૂછવા લાગી જાય છે,
"મેઘા અત્યારે હું ગુડીયા શેરી ચલાવનારી ગુડીયા બાનું નથી કે જે તારો દર્દ નહિ સમજી શકે, મેઘા શું થયું મને જણાવવાની કોશિશ કરીશ તું? મેઘા મારો જીવ ગભરાય છે, પ્લીઝ મને જણાવ કે તને શું લકલીફ છે?"
મેઘા ડરતાં ડરતાં કહે છે "ગુડીયા શેરીના નિયમ ભંગ કર્યા છે મેં, હું મિસ્ટર રોય ઉર્ફ રોહન અનંતને પ્રેમ કરવા લાગી છું, પણ હું ફેંસલો કરી ચૂકી છું કે હું શેરીના નિયમનું પાલન કરીશ અને રોહનને પણ ના કહી દઈશ કે આજ પછી મને ન મળે! કેમકે મારું કર્તવ્ય સૌથી પહેલા મારી માટે મહત્વનું છે, અને એનું પાલન કરવા માટે આ મેઘા કોઈપણ હદ સુધી જઈ શકે એમ છે. પ્લીઝ ગહેના બાનું મને આ ભૂલ માટે માફ કરશો: આજ પછી ફરી ક્યારેય આવી ભૂલ નહિ થાય! પણ હું રોહનને ખૂબ પ્રેમ કરું છું અને એના સિવાય હું બીજા કોઈ પુરુષને ત્યાં શેરીમાં ખુશી નહિ આપી શકું! આપે મને શેરીથી આઠ મહિના દૂર રાખી છે, તો હું શેરીમાં રહેવા તૈયાર છું પણ આ ધંધો કરવા નથી માગતી હું; ના હું હવે કોઈ બીજાની થઈ શકીશ!"
મેઘાની વાત સાંભળીને ગહેના બાનુની આંખો ભીની થઈ જાય છે કેમકે ગહેનાને મેઘા સાથે વિશેષ લાગણી જોડાઈ ચૂકી હતી, જે મેઘા માટે કંઈપણ કરવા તૈયાર હતી. ગહેના બાનુંને પોતાના દિવસો યાદ આવી જાય છે, તેને પણ આજથી પચીસ વર્ષ પહેલાં એક શિવ નામના વ્યક્તિથી પ્રેમ થયો હતો અને એ પણ શિવ સાથે લગ્ન કરવા માગતી હતી પણ એ વખતની ગુડીયા રાણીએ તેના સ્વપ્ન તોડી પડ્યા હતા, ગહેના તેના પ્રેમી શિવ સાથે ભાગવા માગતી હતી પણ નોહતી ભાગી શકી! ગહેના તેમને ખૂબ મિન્નત કરી રહી હતી પણ એ સમયે તેની એક પણ મિન્નત સાંભળવામાં આવી નોહતી! પોતાનો ભૂતકાળ યાદ કરીને ગહેનાની આંખોમાં આંસુ આવી જાય છે.
ગહેનાના આંસુ મેઘાની પીઠ ઉપર પડી રહ્યા હતા, મેઘા તરત જ ગહેનાની આંખો તરફ જુએ છે અને તેના આંસુ જોઈને, તેને લૂછવા લાગી જાય છે. ગહેના મેઘાને બાથ ભરાવીને રડવા લાગી જાય છે, તેનું રુદન મેઘા જોઈ ન શકતી હતી એટલે એક દીકરી માફક મેઘા તેને શાંત કરાવવામાં લાગી હતી. થોડા સમય પછી ગહેના મેઘાને કંઇક કહીને ચાલી જાય છે અને જઈને સુઈ જાય છે.
ક્રમશ......
શું કહ્યું ગહેના એ મેઘાને? શું મેઘા રોહનને ના પાડી દેશે? આગળ શું થયું જાણવા માટે બન્યા રહો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં જ્યાં મેઘા પોતાના સન્માન માટે કરશે હર હદ પાર!