Adhuri Navalkatha - 17 books and stories free download online pdf in Gujarati

અધૂરી નવલકથા - પાર્ટ 17

મને એમ લાગ્યું કે હું આરતીથી બચી ગઈ. પણ મારી ધારણ ખોટી હતી. આરતીએ મને પાછળથી અવાજ આપ્યો. હું તેના શબ્દ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેનું કહેવું સારું હતું. અમે જ્યાં રહેતા હતા ત્યાં બધા હિન્દૂ રહેતા હતા. આજ સુધી કોઈ પણ બુર્ખા વાળી સ્ત્રીને અમે ક્યારેય અમારા વિસ્તારમાં જોઈ ન હતી. અમારા વિસ્તારમાં કોઈ મુસ્લિમ ઘર પણ ન હતું. આથી આ વિસ્તારના કોઈ પણ વ્યક્તિ અહીં કોઈ બુર્ખા વાળી સ્ત્રીને જોવે એટલે મનમાં સવાલો ઉભા થયા તે સ્વાભાવિક હતું. એમા આરતી પણ બાકાત ન હતી.
આરતીના અવાજથી હું ઉભી રહી ગઈ હતી. મારે તેનો શું જવાબ આપવો તે મને સમજાતું ન હતું. આરતી મારી તરફ જોઈને ફરી વખત તે જ કહ્યું. પણ મેં તેનો કોઈ જવાબ ન આપ્યો. હું કોઈ જવાબ આપું તો આરતી મારો અવાજ ઓળખી જાશે તેનો મને ડર લાગી રહ્યો હતો. આખરે આરતી મારી તરફ આવવા લાગી. હું હજી પણ આરતીની તરફ પીઠ કરીને ઉભી હતી. આરતી મારી બાજુમા આવી ત્યાં મારી ધડકનો વધવા લાગી હતી. મને મનોમન એવું થવા લાગ્યું કે નક્કી હવે હું પકડાય જઈશ. હું અહીંથી ભાગવામાં સફળ નહીં થઈ શકુ. મારે આજ ઘરમાં રહેવું પડશે. આવા કેટલાય નેગેટિવ વિચાર મને આવવા લાગ્યા.
આરતી જેવી મારી બાજુ આવી ત્યાં અચાનક થી કોઈ મુસ્લિમ છોકરો મારી પાસે આવ્યો અને બોલ્યો. "તું અહીં છો. હું તને જ શોધી રહ્યો હતો. ચાલ અમ્મી તને શોધી રહી છે."
હું તે છોકરાને ઓળખાતી ન હતી. પણ તે છોકરાએ મને તેના ફોનમાં નમ્ય નો ફોટો આરતી ન જુવે તે રીતે બતાવ્યો હતો. આથી હું સમજી શુકી હતી કે આ નમ્ય નો દોસ્ત હશે. નમ્ય એ મારી હેલ્પ કરવા મોકલ્યો હશે.
તે મુસ્લિમ છોકરો મને આરતી પાસેથી સીધો આગળ લહી આવ્યો. હું આરતીની નજર સામેથી જતી હતી. તેનું આરતીને થોડુંક પણ ભાન ન હતું. જો તેને થોડીક પણ શંકા થાત તો તે મને ન જવા દેત. તે કોઈ પણ સંજોગોમાં મને રોકવાની કોશિશ કરેત. નમ્ય પણ આરતી સામે કશું કરી ના શકત. નમ્ય હોશિયાર હતો પણ આરતી જેટલો નહીં. આરતીમાં બધા કરતા ચડિયાતી વાત હતી તે હતી કે તે જિદ્દી હતી. તે કોઈ પણ સંજોગોમાં પોતાનું કામ કરાવી શકવાની તાકાત રાખતી હતી.
આગળ જતાં નમ્ય મારી પાસે આવ્યો. મને કશું થયું નથી તેમ પૂછ્યું. મેં પણ સારો એવો જવાબ આપ્યો. જો નમ્ય નો દોસ્ત ન આવ્યો હોત તો આજે આરતી મને પકડી પાડેત. પણ નમ્ય એ પોતાની હોશિયારી બતાવી હતી. તેનાથી આરતી માત ખાય શુકી હતી.
હું નમ્ય ની બાઇકમાં બેસી. નમ્ય નો દોસ્ત તેની બાઈકમા અમારી પાછળ પાછળ આવ્યો. અમે આમારા શહેરથી બહાર નીકળી ચુક્યા હતા. બે કલાક જેવી અમારી બાઈક ચાલી હતી. ત્યાર બાદ એક ફાર્મહાઉસ પાસે નમ્ય એ બાઈક ઉભી રાખી હતી. હું અને નમ્ય ફાર્મહાઉસ માં પ્રવેશ્યા. ફાર્મહાઉસ ખૂબ મોટું હતું. આજુ બાજું ખૂબ લીલોતરી હતી. ચીકુ, જામફળ અને શેરડીનો સારા પ્રમાણ માં અહીં ખેતી થતી હતી તેવું લાગી રહ્યું હતું.
હું ફાર્મહાઉસ માં પ્રવેશી એટલે અંદર એક છોકરી હતી. જે કશુંક તૈયારી કરી રહી હતી. તે છોકરી નમ્ય ને જોતા તેની તરફ દોડી અને તેને ગળે લાગી. આ જોઈને મને આશ્ચર્ય થયું. તે છોકરી નમ્ય ની ગર્લફ્રેંડ હતી. જેનું નામ નૂર હતું. તે દેખાવે મારા કરતાં પણ સુંદર હતી. પ્રમાણસર ઊંચાઈ, જીન્સ અને ટીશર્ટ માં તે વધુ સારી દેખાય રહી હતી. તેના વાળ એકદમ બ્લેક હતા. કામરેથી પાતળી, આંખેથી નસેલી હતી. કોઈ પણ ને તે પહેલી નજરે પસંદ આવી જાય તેવું તેનું દેહલાલીત્ય હતું.
એક મિનિટ તો હું નૂરને જોતી જ રહી. મને વિશ્વાસ આવતો ન હતો કે નમ્ય જેવા છોકરાને આવી છોકરી મળી શકે. નમ્ય દેખાવમાં શ્યામ વર્ણનો હતો. પણ બોડી અને હાઈટમાં સારો એવો હતો. સાત આઠને એકલો હરાવી નાખે તેવું તેનું સુડોળ શરીર હતું.
નમ્ય એ મારો પરિચય નૂર સાથે અને નૂર ના ભાઈ કે જેણે મારી આરતી પાસેથી ભાગવામાં મદદ કરી હતી તે સમીર સાથે કરાવ્યો. નૂર અને સમીર મને જાણતાં હતા. તે વાતની મને નવાઈ લાગી.
સમીર દેખાવમાં સારો હતો. તેની હાઈટ, બોડી, અને પર્સનાલિટી બધી જ પરફેક્ટ હતી. પણ તે મને જે નજરે જોઈ રહ્યો હતો તે મને ન ગમ્યું. નમ્ય મને અહીં લાવ્યો હતો. મારા મનમાં ઘણા બધા સવાલ હતા. નમ્ય મને અહીં તેના દોસ્ત અને ગર્લફ્રેંડ પાસે કેમ લાવ્યો. તે મને ક્યાં લહી જવાનો છે? અને તેની આ ગર્લફ્રેન્ડ નૂરનું તેની સાથે ક્યારથી પ્રેમ પ્રકરણ ચાલુ છે?
"નમ્ય મને તું અહીં શા માટે લાવ્યો. જો કાકાને ખબર પડશે કે મને ભગાડવામાં તારો હાથ છે તો તું પણ મારી જેમ મુશ્કેલી માં પડીશ." મેં કહ્યું.
"એવું નહીં થાય. પપ્પાને એની ખબર નહીં પડે. બીજુ એ કે તને અહીં લાવવાનું એક કારણ હતું." નમ્ય એ કહ્યું. "કારણ એ હતું. મારા ઘરમાં તારી સાથે જે થઈ રહ્યું હતું તે મને પસંદ ન હતું. હું જાણતો હતો તારી સાથે ખોટું થઈ રહ્યું છે છતાં પણ હું કશું કરી શકતો ન હતો. પણ આજે જ્યારે મને તારા અને સંકેત વિશે ખબર પડી ત્યારે મેં વિચાર્યું કે હું પહેલા તારી પાસે નહીં આવું તો તું મારા હાથ માંથી નીકળી જઈશ." નમ્ય બોલતો હતો.
"એક મિનિટ મને તમારી વાત સમજાય નહીં. મેં કહ્યું.
"તું છુપ રહે હું સમજાવું." નમ્ય બોલવા જતો હતો તેને અટકાવીને સમીરે કહ્યું. "તારો ભાઈ નમ્ય મારી બહેન નૂર ને પ્રેમ કરે છે. નૂર પણ નમ્ય ને પ્રેમ કરે છે. નૂરે જ્યારે મને આ વિશે કહ્યું ત્યારે હું ખૂબ ગુસ્સે થયો હતો."
સમીરની વાત અધવચ્ચે થી કાપીને નૂરે કહ્યું. "મારા ભાઈ એ અમને જુદા રહેવાનું કહ્યું. અમારા લગ્ન ભાઈ ને પસંદ ન હતા. અમે બંને જુદા પણ રહી શકીએ એમ ન હતા. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.ભાગીને લગ્ન કરવાનું સાહસ મારામાં ન હતું. આથી નમ્ય એ એક ઉપાય શોધ્યો. નવ્યા ના નિકાહ મારા ભાઈ સાથે કરવાનું વિચાર્યું."
"સમીરે તને પહેલાથી જોઈ હતી. આથી સમીર તારી સાથે નિકાહ કરવા રાજી થઈ ગયો. સાથે સાથે મારા અને નૂરના લગ્ન કરવા રાજી થઈ ગયો." નૂર ની વાત પૂરી થઈ ન હતી ત્યાં નમ્ય બોલી ઉઠ્યો.
મને લાગતું જ હતું કે દાળ માં કશુંક કાળું છે. પણ અહીં આવી ત્યારે જાણ થઈ કે પુરેપુરી દાળ જ કાળી છે. નમ્ય એ આમ અચાનક મારી મદદ કરવી એક બહાનું હતું. આરતિની જેમ નમ્ય ના જીવનસાથી પામવામાં મારી જ બલી ચડવાની હતી.
હું જ્યાં પણ જાવ મુસીબત મારો પીછો છોડતી ન હતી. આરતી રૂપે, મારા કાકા રૂપે કે પછી નમ્ય રૂપે મુસીબત મારી પાસે પહોંચી જ જતી હતી. હું જ્યાં જાવ ત્યાં પહેલેથી મારી મુસીબત મારી પ્રતીક્ષા કરતી ઉભી જ હોય છે.
"સમીર મેં મારું કામ પૂર્ણ કર્યું. હવે તારો વારો છે મારા અને નૂરના લગ્ન કરવાના." નમ્ય એ કહ્યું.
"હા મને યાદ છે. તને એટલી જલ્દી શાની છે. પહેલા મારા અને નવ્યા ના નિકાહ તો થઈ જવા દે. પછી તારા અને નૂર ના લગ્ન કરાવશું." સમીરે કહ્યું.
"એક મિનિટ કોઈ મને તો પૂછો કે હું આ નિકાહ કરવા ઈચ્છું છું કે નહીં." મેં જોરથી કહ્યું.
મારા અવાજથી બધા શાંત થઈ ગયા. બધા મારી સામે જોવા લાગ્યા. મેં બધાની નજરમાં નજર મેળવીને કહ્યું.
"હું અહીં કોઈ પણ સાથે નિકાહ કરવાની નથી."
(વધુ આવતા અંકે)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED