ડોલી આજે મમ્મી સાથે બજારમાં ખરીદી કરવા જાય છે ત્યારે તે એક મોટી પુસ્તકોની દુકાન હોય છે ત્યાં જાય છે. ત્યાં રહેલા પુસ્તકો જોવા લાગે છે. ત્યારે અચાનક તેનું ધ્યાન એક પુસ્તક પર પડે છે. જેનું નામ હોય છે "અલૌકિક દુનિયા"
કાકા મારે આ પુસ્તક ખરીદવું છે...!!! પણ પહેલા એક વખત જોવું છે? શું હું જોઈ શકું છું?
દુકાનદાર હા બેટા કેમ નહીં?
દુકાનદાર ડોલીને એ પુસ્તક આપે છે. એ ધ્યાનથી જુએ છે માત્ર ૫૦ પાનાની જ એ પુસ્તક હોય છે પણ તેમા સરસ મજાના ચિત્રો આપેલા હોય છે એ જોઈ ડોલીને ખૂબ જ ખુશ થઈ જાય છે.
અંકલ આ કેટલાનું પુસ્તક છે?
બેટા આમતો આ પુસ્તક ૧૦૦રૂપિયાનું છે પણ તને હું ૫૦રૂપિયામાં જ આપીશ.
તે તેની મમ્મી પાસે જાય છે અને પુસ્તક માટે પૈસા માંગે છે.
ડોલી અને તેની મમ્મી દુકાન માં જાય છે અને એ પુસ્તક ખરીદે છે.
રાત્રે જમીને ડોલી એ પુસ્તક વાંચવા બેસે છે. પુસ્તકનું પ્રથમ પાનું ખોલે છે. એક સુંદર ચિત્રની નીચે લખ્યું હોય છે "અલૌકિક દુનિયામાં તમારું સ્વાગત છે."
બીજુ પાનું ખોલે છે અને જ જોરથી ઘડાકો થાય છે. અને ડોલી એ પુસ્તકની અંદર જતી રહે છે.
તે જોય છે કે પોતે એક સુંદર અને રમણીય જગ્યાએ આવી ગઈ હોય છે.
ખૂબ જ સરસ જંગલ હોય છે. ત્યાંના વૃક્ષો ખૂબ જ મોટા મોટા હોય છે અને એ વૃક્ષોને આંખ,કાન,નાક, હાથ પણ હોય છે અને એ ચાલતા પણ હોય છે. રંગબેરંગી પક્ષીઓ, પતંગિયાઓ, જાત જાતના પ્રાણીઓ પણ હોય છે. ડોલી તો આ બધું જોયને ખૂબ જ ખુશ થઈ જાય છે.
એ જંગલમાં ચાલવા લાગે છે. ત્યાંજ એ ગુલાબી રંગના હાથીના બચ્ચાઓને રમતા જોય છે. તે હાથીના બચ્ચાઓ પાસે જાય છે. તો તેમાંથી એક હાથી કહે છે તું કોણ છે?
હું ડોલી છું, હું સુરતથી આવી છું.
મારે તમારી સાથે રમવું છે...!!! મને તમારી જોડે રમાડશો?
હાથી હા....!!!! કેમ નહીં....!!!
ડોલી હાથીના બચ્ચાઓ સાથે બોલ રમવા લાગે છે. બધા રમીને થાકી અને બેસી જાય છે.
ડોલી કહે છે મને ખૂબ જ ભુખ લાગી છે?
તો નાનકો હાથી કહે.... હમણા તારા માટે ફળ લઈ આવું છું
કેરી, કેળા, દ્રાક્ષ,જામફળ લાવે છે અને તેને ઉંઘ આવવા લાગે છે તો એ ત્યાંજ સુઈ જાય છે. આંખ ખોલીને જોય છે તો હાથી ચાલ્યા ગયા હોય છે. તે થોડી દુઃખી થઈ આગળ ચાલવા લાગે છે.
ચાલતાં ચાલતા એક મોટી નદી આવે છે.સુંદર મજાની નદી હોય છે. પાણી તો કાચ જેવું એકદમ ચોખ્ખું. નદીમાં રંગબેરંગી માછલીઓ તરતી હોય છે. તે જોઈને ખૂબ જ આનંદ અનુભવે છે કેમકે આવી નદી એને કયારે જોઈ નહોતી. તેને તરસ લાગી હોય છે તો પાણી પીવા જાય છે. તે પાણી પી છે અને અને ત્યાં બેસે છે ત્યાં જ એક મોટી સપ્તરંગી માછલી આવીને તેને પાણીમાં લઈ જાય છે. ત્યાં તો મોટા મોટા મહેલો હોય છે. અને મહેલો અલગ અલગ રંગના હોય છે, મોટા મોટા ડુંગરો પણ હોય છે કોઈ ડુંગર લાલ, કોઈ સફેદ તો કોઈ પીળારંગના હોય છે. ડોલી તો જોઈને વિચાર કરે છે આવી પણ દુનિયા છે? આવું તો બસ મેં ટી.વી માં જ જોયેલું. તે આ વિચાર કરતી હોય ત્યાં જ એક પરી આવે છે.
ડોલી જોરથી બોલે છે પરી......!!!!!
અને ખુશીથી નાચવા લાગે છે. પરી ડોલીને પોતાની બીજી પરી મિત્રો પાસે લઈ જાય છે.
તું કોણ છે? અને અહીં કેવી રીતે આવી?
તે તેની સાથે જે બન્યું એ બધી જ વાત કહે છે.
ડોલી કહે છે મને આ પરીઓ ના દેશમાં ફરવું છે. પરી લોકો તેની એ ઈચ્છા પુરી કરે છે.
ડોલી કહે છે, તમે કેટલા નસીબદાર છો....!!!
ભગવાને તમને પરી બનાવ્યા અને અહીંની દુનિયા પણ કેટલી સરસ છે. આ સાંભળી પરીઓ હસવા લાગે છે.
આ જોઈને ડોલી કહે છે, હા સાચું મને પણ તમારી જેમ ભગવાને પાંખો આપી હોત તો હું ઉડતી જ રહેતે અને મારી મેજીક સ્ટીકથી બધાના દુઃખો દુર કરી દેતે. પણ...???
ડોલી કહે છે તમારા પરીલોક માં કેટલા સરસ વૃક્ષો છે અને કેટલાં બધાં અહીં બધાના ધરે ૧૦ ૧૦ વૃક્ષો છે. અને હવા પણ કેટલી સરસ છે. સવારે એલાર્મની જરૂરની પણ જરૂર નથી પડતી. ચકલી, પોપટ, કોયલ અને મેં નહીં જોયેલા એવા પંખીઓના કલરવથી જ આંખો ખુલી જાય છે. નદી, દરિયો કેટલા ચોખ્ખા છે. હું જયાં રહું છું ત્યા આવું કંઈપણ નથી.
તમને ખબર છે અત્યારે કોરોના વાયરસ પણ આવ્યો છે તેના લીધે કરોડો લોકો મરી ગયા છે... પરી દીદી પ્લીઝ તમારા જાદુ થી આ વાયરસને ભગાવી દો ને.
પરી કહે છે...! એ મારા જાદુની તો કોઈ જ જરુર નથી.
ડોલી પુછે છે કેમ?
પરી કહે છે, તમે વૃક્ષો વાવો જેથી હવા શુધ્ધ રહે. જયારે કોઈનો જન્મ થાય ત્યારે એક છોડ અવશ્ય રોપવો જોઈએ. જયાં તમે સરળતા થી પહોંચી શકતા હોય ત્યાં ચાલીને જ જવું, કચરો ગમેત્યાં ન ફેંકવો, નદીમાં કચરો ન નાખવો આ બધું કરશો એટલે તમારી દુનિયાની ૮૦% રોગો એમ જ સારા થઈ જશે અને રહી વાત કોરોનાની તો એ જેમ અચાનક આવ્યો એમ જ એક દિવસ અચાનક ગાયબ થઈ જશે. પણ તમારી દુનિયાના ભગવાન જે ડોક્ટરો છે એ જે સલાહ આપે એનું પાલન કરજો, અને હા સૈનિકો તો દેશની રક્ષા કરે જ છે પણ પોલીસ, સફાઈકામદારો, આ બધા પણ આપણી રક્ષા કરે છે એટલે એ લોકોને પણ સાથ સહકાર આપજો.
ડોલી કહે છે... હા પરી દીદી તમે કહેલી વાત હું યાદ રાખીશ અને બધાને જ કહીશ.
પરી કહે છે પણ એ માટે તારે તારી દુનિયામાં પણ તો જવું પડશેને?
ત્યાંજ ડોલીના કાને એક અવાજ આવે છે જે અવાજ તેની મમ્મી હોય છે. તે કહે છે ઉઠ બેડા સવાર પડી ગઈ.