Redio books and stories free download online pdf in Gujarati

રેડિયો

રેડિયો



આજે સંગીતની (ગીત) ઘણી બધી એપ આવી ગઈ છે, પરંતુ સંગીત (ગીત) સાંભળવાની જે મજા રેડિયો પર આવતી એ આ બધી એપમાં નથી.

હું ૧૦ ધોરણમાં આવી ત્યારે પપ્પાએ ફોન લીધો હતો. ત્યારે વાંચવા માટે વેકેશન આપ્યું હતું. જરાયે ૩ ૪ કલાક વાંચીને નાનો બ્રેક લેતી ત્યારે હું રેડિયોમાં ગીત સાંભળતી. લોકો ફોન કરીને ગીતની ફરમાઈશ કરતાં અને થોડી વાતો પણ કરતાં. એક પછી એક ફોન આવે છે ફરમાઈશ થાય છે અને ગીત વાગે છે. પણ અચાનક એવો ફોન આવ્યો જેને મારી સમજમાં વધારો કર્યો અને એક શીખ પણ આપી કે સમય સંજોગો માણસને ખરાબ બનાવે છે. એક ભાઈનો ફોન આવે છે જે કહે છે કે મારે "જીંદગી કા સફર હૈ યે કેસા સફર" ગીત સાંભળવું છે. તો R.J પુછે છે કેમ ભાઈ આ ગીત? ત્યારે એ ભાઈ કહે છે કે હું એક ધંધો કરનાર સ્ત્રીને મળ્યો મતલબ હું એની પાસે ગયો હતો. ત્યારે મેં એની જોડે વાત કરી તો ખબર પડી એ સ્ત્રી મારા ગામની જ હતી. તેને એના પિતાએ પોતાની લાલચ સંતોષવા અને મોજશોખ માટે થોડા જ રૂપિયામાં વેંચી દીધી હતી. અને મજબૂરીમાં એ આ કામ કરતી. એક વખત મોકો મળતા તે આ ધંધો છોડીને ભાગી પણ ગઈ હતી. અને બીજા શહેરમાં જઈને એ ઘર કામ કરતી. અને ખુશીથી પોતાનું જીવન ગુજારતી હતી. પણ ભગવાન ને કદાચ બીજુ જ કંઈક મંજૂર હતું. ૬ ૭ મહીના થયા હશે ત્યાં એ માલિકના ઘરે નાનકડો પ્રસંગ રાખ્યો હતો. ત્યારે જ આ પ્રસંગ માં તેનો જે જુનો ગ્રાહક હતો તે પણ આવ્યો હતો. તેને જોતા જ એ તેને ઓળખી જાય છે. જેમ તેમ તે નજર બચાવીને ત્યાંથી દુર ચાલી જાય છે. પરંતુ કમનસીબે પેલો માણસ તેને ઓળખી જાય છે અને તેના માલિકને આ વાત કરે છે. તેના માલિકને આ વાતની જાણ થતા જ તેના અંદર રહેલો શેતાન જાગી જાય છે. અને પછી તો જયારે તક મળે ત્યારે તેનો માલિક અને તેનો જુનો ગ્રાહક તેનું બળજબરીપૂર્વક શારિરીક ષોષણ કરતા. અને જો તે આનાકાની કરે તો તેને બદનામ કરવાની ધમકી આપતા. આમ આ રોજ થતા શોષણથી તે કંટાળીને એ ફરી પાછી આ ધંધામાં આવી હતી.
આ સાંભળીને હું વિચારમાં પડી ગઈ કે કેવો સંસાર છે. એક સ્ત્રી સન્માન સાથે જીવવાં માટે દલદલ માંથી બહાર નિકળી તે છતાંય પણ સમાજ માં સન્માન તો દુર પરંતું માન પણ ના મળ્યુંં.એક સ્ત્રીને તેના પિતા વેંચી દે છે. અને બહાર આવી તે છતાં પણ તેનું શોષણ. આમાં ભૂલ કોની? સ્ત્રીની ? પિતા ( રાક્ષસ) ? ભગવાન? સમાજ ? આ તો આ એક દાખલો છે. સમાજમાં લાખો એવી સ્ત્રીઓ, છોકરીઓ હશે જેને પોતાના જ ઘરના સદસ્યો શારિરીક શોષણ કરતાં હશે. ઘણી વખત તો આવા કિસ્સાઓ બહાર આવે પણ છે એ પણ માત્ર ૨૦% જેટલાં જ બાકીના કિસ્સાઓ બહાર આવતા જ નથી.

સમાજ અને પરીવારમાં ઈજ્જત હેમખેમ રહે એ માટે લાખો માતાપિતા આવા કિસ્સાઓ મા બેન, દિકરીને ચુપ કરાવી દે છે. અને આના કારણે જ અપરાધ કરતા અપરાધીઓને મોકળાશ મળે છે. અને બીજા લોકો સાથે પણ આવું વર્તન કરવાની છૂટ મળે છે. જે લોકો પર અન્યાય કરે છે એ અપરાધી છે જ પરંતુ જે અપરાધીઓને બચાવે છે અને સહન કરે છે એ પણ મોટો અપરાધી છે.

- ઈશા નિમેષકુમાર કંથારીયા "સરવાણી"

બીજા રસપ્રદ વિકલ્પો