Ajnabi samir books and stories free download online pdf in Gujarati

અજનબી સમીર

"આજે આકાશમાં તારા કે ચંદ્ર કંઈ દેખાતું નથી. સઘળું આ કાળા વાદળોની પાછળ સંતાઈ ગયું છે. આ મે મહિના માં પણ આકાશ નિરસ થઈ ગયું છે ગગન આજે ગગન લાગતું જ નથી. આજે મારા જેમ જ આકાશ પોતાની ઓળખ શોધવા મથી રહ્યું હોય એમ લાગે છે." સમીર ખુલ્લા આકાશને નિહાળતા બોલી રહ્યો હતો. ત્યારે જ વરસાદ વરસવા લાગે છે. અને સમીર એ વરસાદમાં દેહ અને મન થી ભીંજાય જાય છે. અને જોર થી પોક મુકી ને રડી પડે છે.

આકાશમાં બેઠેલા ઈશ ને ફરીયાદ કરતો હોય એમ જોર જોર થી રડતા એ બોલે છે. કેમ હું જ? કેમ ભગવાન કેમ? આજે હું એવી રાહ પર ઉભો છું જ્યાં મારુ કોઈ નથી નથી મારી કોઈ ઓળખ. પપ્પા ઈચ્છતા હતા કે હું ડોકટર બનું મેં ના પાડી કે મારે ડાન્સર બનવું છે પણ તેઓ માન્યા નહીં અને આજે હું M.B.B.S માં નાપાસ થયો તો પપ્પાએ ઘરની બહાર કાઢી મુક્યો. મેં તો પુરતી મહેનત કરી હતી પણ તેમ છતાંય હું નાપાસ થયો. પણ આ મારી ભૂલ છે? તે તો સાંભળું જ હશે પપ્પા એ આજે આખા ફળિયાની વચ્ચે મને લાફો માર્યો અને કહ્યું...."તું તો દિકરો કહેવાને લાયક નથી, આજ સુધી બસ બાપના પૈસે લીલા લહેર કરી છે. તને ડોકટર બનાવવા મેં મારી આખી જાત ઘસી નાંખી અને તું નાપાસ થયો. આખો દિવસ બસ નાચવું જ છે. તને ઓળખે છે કોઈ? જા નીકળ આજ પછી તારો ચહેરો ના બતાવતો મને મરી ગયો તું મારા માટે." આટલી બધી નફરત. હું શું કરું? તું જ રસ્તો બતાવ? હું મારી જાત ને કવી રીતે સાબિત કરું? કેવી રીતે ઓળખ ઉભી કરું?

દૂર સરસ મજાનું સંગીત એને સંભળાયું અને એ તરફ નજર કરી તો બે બાળકો દુકાનમાં વાગતા સંગીત સાંભળીને દુકાનની બહાર ડાન્સ કરતા હતા. એ જોઈને એ ખુશ થઈ ગયો અને બોલી ઉઠ્યો..."હા...મારી કલા મારી પુજા મારો ડાન્સ છે અને હું ડાન્સના ક્ષેત્રે જ આગળ વધીશ. ભલેને આ દુનિયા અને મારા પિતાજી મને નાચવાવાળો કહે ભલે પપ્પા મારી વિરુદ્ધ છે અને મને ઘરની બહાર કાઢી નાખ્યો છે પણ એક દિવસ એ મારી આ કળા ને અને મને બંનેને સ્વીકારશે. હું મારી ઓળખ જાતે બનાવીશ અને ડાન્સ ક્ષેત્રે હું ખૂબ જ આગળ વધીશ."

સમીર એક નવી રાહ પર ચાલી નીકળે છે. પહેલા તે પોતાના માટે ભાડાનું મકાન શોધે છે અને પછી એક નોકરી. ઘણા બધા ધક્કાઓ ઘણા બધા રિજેક્શન પછી તેને એક હોટલમાં વેઈટરની નોકરી મળી છે એ પણ ૨૦૦૦ માસિક વેતન. દિવસના એ એક ડાન્સ ક્લાસમાં બાળકોને ડાન્સ શીખવે છે સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી હોટલમાં કામ કરે છે અને રાત્રે બાર થી ત્રણ વાગ્યા સુધી એ જાતે ડાન્સ પ્રેક્ટિસ કરે છે. સમીર માટે આ વસ્તુ ખૂબ જ નવી હતી પણ ધીરે ધીરે આ પરિસ્થિતિમાં એ ઢળવા લાગ્યો હતો અને આગળ વધવા લાગ્યો હતો. સમીર એક ડાન્સ રિયાલિટી શોમાં જાય છે પણ ત્યાં તે સેકન્ડ રાઉન્ડમાં જ રીજેક્ટ થઈ જાય છે. પરંતુ તેના પપ્પાની તને યાદ કરે છે અને નવા જોબ અને જુસ્સા સાથે ફરી આગળ વધે છે.

પાંચ વર્ષની સખત મહેનત પછી સમીર મોટો કોરિયોગ્રાફ બની ગયો હતો. મોટા મોટા સેલિબ્રિટી એની જોડે કામ કરવા માટે તલપાપડ થતા હતા. ટી.વી, ન્યુઝ, પાનના ગલ્લે, ચોક, ચૌટે બસ એક જ નામ કોરિયોગ્રાફ "અજનબી સમીર". સમીર પોતાની આગવી ઓળખ ઊભી કરીને ખુબ ખુશ હતો. અને મનોમન પોતાના પિતાનો આભાર માનતો હતો. કેમકે બે વર્ષ પહેલા એ મૃત્યુ પામ્યાં હતાં.

- ઈશા કંથારીયા "સરવાણી" સુરત.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED