પ્રથમ પ્રત્ર Isha Kantharia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રથમ પ્રત્ર

પ્રથમ પ્રત્ર

( કહેવાયને એક જુઠ્ઠુ સો જુઠ્ઠું બોલાવે છે મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું . મારી જીંદગીની સૌથી હાસ્યાસ્પદ ઘટના)

મારો પહેલો પ્રેમ પત્ર હતો તે જુદા પ્રકારનો હતો. મતલબ કે એ પ્રેમ-પત્ર મેં મારી જાતે લખેલો હતો. અને ઉપરથી આ પ્રેમપત્ર મારા મમ્મી વાંચી ગયા હતા. થોડો માર થોડીક ગાળ બધું જ પડ્યું હતું. મારી લાઈફ માં બનેલ આ એક નાનકડો પ્રસંગ તમારી સાથે શેર કરવા માંગું છું.

હું અગિયારમાં ધોરણમાં ભણતી હતી ત્યારે મારી બધી જ સહેલીઓના ફ્રેન્ડ હતા મતલબ કે બોયફ્રેન્ડ.હવે થયું એવું કે જ્યારે એ લોકો પોતાના બોયફ્રેન્ડની વાત કરતા હોય ત્યારે હું જાવ એટલે તે લોકો વાત બંધ કરી દે તો મને લાગ્યું કે આવું શા માટે કરતા હશે? પછી ધીરે ધીરે મને ખબર પડી એ લોકોના બોયફ્રેન્ડ છે. એક દિવસ વિચાર આવ્યો કે જૂઠું બોલું તો કે મારો પણ બોયફ્રેન્ડ છે પછી ધીરે ધીરે જૂઠું બોલવાનું શરૂ કર્યું.

અરે મેં પાગલ જેવી કેટલીક હદ સુધી જુઠ્ઠું બોલી ને કે તે લોકોને મારી પર શક થવા લાગ્યો હતો. મેં એવું કીધું હતું કે મારો બોયફ્રેન્ડ તમને બહુ જ પ્રેમ કરે છે. અને અમને નો ફોન આવ્યો મારા પપ્પાના ફોન પર અને મને કીધું કે જો તું મને મળવા નહી આવે તો હું મરી જઈશ. પછી કાલે રવિવાર હતો એટલે મારા પપ્પાને કીધું પપ્પા મને કાકાના ઘરે લઈ જાઓ ત્યાં જ જવું છે મારે કાકાને મળવું છે એમ કરી કાકાના ઘરે ગઈ પછી મે અેને મલી. અને પછી એ મને બોજ ખીજવાયો તો મેં ગુસ્સા માં ચાલી આવી. સાંજ સુધી જોયું એ ઘરે ની આવ્યો હતો પછી ખબર પડી કે તેને તેના હાથની નસ કાપી નાંખી છે પછી હું બોજ રડી હમણાં પણ હોસ્પિટલમાં જ છે. એ મને બોજ પ્રેમ કરે છે. એ મારા માટે સોનાની વીંટી પણ લાવેલો છે.

આ સાંભળી મારી ફ્રેન્ટ બોલી તારી લવ સ્ટોરી તો પીચર ચાલતું હોય એવી લાગે છે. જુઠ્ઠી છે તું... બધા મારી પર હસવા લાગ્યા.. જુઠ્ઠી જુઠ્ઠી કહેવા લાગ્યા.... હવે પોતાને સાચા સાબિત કરવા માટે પ્રૂફ કયાંથી લાવું? પછી જાતે જ બોયફ્રેન્ડ બની જાતને જ લખ્યો પત્ર નીચે મુજબ લખેલો હતો.

ઈશુ હું તને બોજ લવ કરું છું. તું બો જ મસ્ત દેખાઈ છે. આપણે મોટા થઈ ને લગન કર હું. હું નોકરી પર જવા તું મારી હારું ખાવાનું બનાવે હે ને? ઉ તારી હારુ ગારી લેવા ઘૂમ બાઈક. સોરી મે નસ કાપી એટલે. આઈ લવ યુ. તું મલવાની આવે તો ની ગમે. મને મે બો જ મસ્ત ફ્રોક, ઘડિયાલ લાવે લો છું હે ને. રયવારે તારા ટુશન પાસે આવા. ટાટા આઈ લવ યુ જેનું.
( પ્રત્ર માં સુરતી ભાષા છે)

લખીને પત્ર મેં મારા કંપાસ મૂકી દીધો અને હું તો મનમાં ને મનમાં બહુ ખૂબ જ ખુશ થવા લાગી કે ચાલ હવે તો પ્રૂફ મારી ફ્રેન્ડ લોકોને મળી જશે કે મારો બોયફ્રેન્ડ છે હું જૂઠું બોલતી. કામ કરીને હું બહાર મારી બહેનપણી સાથે રમવા ચાલી ગઈ. મારી મમ્મી બોલપેન જોઈતી હશે તો એને મારો કંપાસ ખોલીને જોયું તો કાગળ છે પછી મારી મમ્મી એ આખો પત્ર વાંચ્યો અને ચૂપચાપ પર મૂકી દીધો. મમ્મી નું વર્તન બદલાયેલ લાગતું હતું. થોડીવાર પછી મમ્મીએ મને બોલાવી કે અહીં આવ... લાવ તારો કંપાસ હું ખૂબ જ ડરી ગઈ ધ્રુજતા હાથે કંપાસ આપ્યો.. મેં કીધું સોરી મમ્મી સોરી સોરી સોરી કહી રડવા લાગી. પછી કીધું કે આ તો મારી બહેનપણી લોકો છે ને એ લોકોના બધાના બોયફ્રેન્ડ છે અને મારો નથી એટલે લોકો મારી સાથે વાત નહી કરને એટલે મેં ખાલી આવું લખ્યું છે. જો તું જોવા મારા અક્ષર છે ને પછી મારી મમ્મીએ જોઈ છે આ અક્ષર તો આના જ છે. પછી જે માર પડ્યો છે એ આજ સુધી નથી ભુલી.