Valentines week ચાલી રહ્યો છે ઘણા બધા લોકો જેમ કે new couple, કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ઘણા બધા લોકો આ Valentines week સેલિબ્રેટ કરતાં હશે અને કોઈ મારા જેવા પણ હશે જેને આજ સુધી Valentines dayપણ નથી મનાવ્યો.
હું જ્યારે કોલેજ કરતી હતી ત્યારથી જ દિલમાં એક એવી આશા હતી કે હું પણ વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરું. હું મારી ફ્રેન્ડ લોકો સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરતી હતી. પણ અને હંમેશા સપનું હતું કે હું વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરીશ તો હું મારા હસબન્ડ સાથે સેલિબ્રેટ કરીશ. પણ મારું આ સપનું સપનું જ રહી ગયું.
મારા પ્યારા પતિદેવને Valentines day સેલિબ્રેટ કરવો ગમતો જ નથી 😔😔😪. હું સામેથી કહું છું તે છતાં પણ તેમની ના ના ના જ હોય.
તમને થતું હશે કે પ્રેમ માટે આ એક જ દિવસ તો જરૂર નથી કે વેલેન્ટાઇન ડેના દિવસે જ પ્રેમ કરવો, તમે પ્રેમ ક્યારે પણ કરી શકો. તમારા બધાની વાત એકદમ સો ટકા સાચી છે. પણ વેલેન્ટાઈન ડે વિશે મારા વિચારો થોડા અલગ છે.
આપણે જેને ખૂબ જ પ્રેમ કરતા હોય ને એની સાથે આપણે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરીએ. હું મારા વિચારની વાત કરું તો આપણે બધા જ ૩૬૫ દિવસ કોઈને કોઈ કામમાં વ્યસ્ત જ રહીએ છીએ. આપને આપણા ચાહવા વાળા વ્યક્તિઓને સમય આપતા જ નથી. મોટા ભાગના લોકો એવા હોય છે ને કે સામેવાળી વ્યક્તિને પ્રેમ કરતા હોય ને છતાં પણ આ રોજબરોજની જિંદગીમાં એટલા અટવાયેલા હોય એટલા વ્યસ્ત હોય છે ને કે બે મિનિટ માટે પણ પ્રેમથી વાતો કરવાનો સમય નથી હોતો. બસ એને ખબર છે કે "હું એને પ્રેમ કરું છું મને ખબર છે કે એ મને પ્રેમ કરે છે" that's it. શું આટલું કાફી છે? પોતાના પ્રેમને જીવંત રાખવા માટે એક દિવસ પણ ફાળવવો જોઈએ ને અને એમાં થી આ એક વેલેન્ટાઇન ડે છે. જે દિવસ પ્રેમ માટે મનાવવામાં આવે છે તો કેમ બધાને પ્રેમ ના આપી શકાય? આપને બધું જ છોડીને બધું ભૂલીને લડાઈ-ઝઘડા બધું જ ભૂલીને ખાલી એક દિવસ પ્રેમના આપી શકીએ? મેં તો એવા ઘણા બધા લોકોને પણ જોયા છે કે પોતાના બર્થ ડે હોય ને એ દિવસે પણ નોકરી પર હોય એ દિવસે પણ કોઈની સાથે ઝગડો થયો હોઈ અને ચહેરા પર ખોટા હાસ્ય સાથે રાત્રે બર્થ ડે સેલિબ્રેટ કરે એનિવર્સરી હોય કોઇની ત્યારે પણ જોબ પર હોય બંને વચ્ચે લડાઈ ઝઘડા થયા હોય અને દેખાડો કરવા માટે સેલિબ્રેશન કરે.
મારા એક મિત્ર એ પણ કહ્યું હતું કે પ્રેમ કરો છો એટલું જ ખાલી જરૂરી નથી થોડા થોડા સમય ના અંતરે પોતાના પ્રેમ ની અભિવ્યક્તિ કરવી પણ ખૂબ જ જરુરી છે. જેમ લડાઈ ઝઘડો કરવાથી પ્રેમ માં થોડી હૂંફ આવે છે તેવી જ રીતે પ્રસંગો અનુસાર પોતાના ચાહવા વાળા વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ પણ દર્શાવવા થી પ્રેમ માં વધારો થાય છે અને જીવન જીવવાની નવી પ્રેરણા અને ઉત્સાહ પણ મળે છે.
આતો ખાલી મારા વિચાર છે બાકી બધા ના વિચાર તો અલગ અલગ હોય આ લખાણ થકી મેં દિલની વાત કાઢી નાખી અને મારા વિચાર પણ રજૂ કરી નાખ્યા.😂🤣 બાકી અપની અપની સોચ.
મારું સપનું તો સપનું જ રહી ગયું. આશા રાખું છું કે મારા જેવા સપના જો કોઈએ જોયા હોય તો એનાં સપનાં જરૂર પૂરા થાય.
આ વિષય પર તમે શું વિચારો છો એ જરૂર કહેજો. 😍
✒ isha kantharia