મારો કાવ્ય ઝરૂખો ભાગ : 25 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 25

મારો કાવ્ય ઝરૂખો ભાગ 25 માં કોરોના ઉપર નાં અલગ અલગ કાવ્યો પ્રસ્તુત કરું છું....

કાવ્ય 01

આવીએ થોડા કામ....🙏

આવ્યો કેવો કપરો કાળ
ભાગે દૂર માણસ માણસ થી

ગળે મળવા હતા તલપાપડ જેને
એને લંબાવી નથી શકતા મદદ તણો હાથ

આવ્યો છે કપરો કાળ તો શુ થયુ ??
દૂર થી મદદ ના કરી શકીએ એકબીજાં ને??

ડોક્ટર્સ ને નર્સિંગ સ્ટાફ કરે છે તેમનું કામ
સરકાર ને સરકારી સ્ટાફ પણ છે ખડે પગ

આપણે પણ ડર્યા વગર કરવા નું છે એક કામ
આવતા રહીએ એકબીજા ને થોડા થોડા કામ

ખુશી લાવીને કોઈ અજાણ્યા ચહેરા ઉપર
કરીએ માનવતા તણું સૌથી મોટું કામ

ડૂબતા ને તણખું બચાવી જાય
બસ લંબાવીએ આપણે મદદ નો હાથ

એકબીજાને મદદ કરતાં કરતાં
કપાશે બધા નો આ અતી કપરો કાળ

જો પ્રગટાવતા રહીશુ માનવતા તણા દિવડા
તો પથરાશે એક દિવસ આનંદ તણો ઉજાસ

આવશે ફરી ખુશી દરેક ના ચહેરા ઉપર
જો આવતા રહીશુ એકબીજાને થોડાં કામ..

🙏🙏🙏❤️🙏🙏🙏



કાવ્ય 02

પ્રભુ ને અરજી.....

હે પ્રભુ
વિનંતી છે મારી એટલી
સાંભળો મારી નાની એવી અરજી

હે પ્રભુ,
આવે ગમે તેવી આફત
સહન કરવા આપજો શક્તિ

હે પ્રભુ,
તુટી પડે મુશ્કેલી નો પહાડ
તો પણ વિચલિત થાઉં નહી

હે પ્રભુ,
ભાસે ભયંકર અંધકાર
ડગુ નહી, હારું નહી હું મન થી

હે પ્રભુ,
આવે અચાનક ગંભીર પડકાર
ઊભો રહું હિમાલય ની જેમ ટટ્ટાર

હે પ્રભુ,
સુજે નહી કોઈ મારગ
ત્યારે પણ હિંમત ભાંગે નહી

હે પ્રભુ,
આપજો એવું દ્રઢ મનોબળ
પહાડ થઈ ઉભો રહું દરેક આફત સામે

હે પ્રભુ,
આપજો એવું દ્રઢ મનોબળ
હસતા હસતા સામનો કરું દરેક મુશ્કેલીનો..

હે પ્રભુ,
આપજો એવું દ્રઢ મનોબળ
આવેલ આફત ને અવસર માં પલટી નાખું

હે પ્રભુ,
આપજો એવું દ્રઢ મનોબળ
અટલ વિશ્વાસ થી આફત ને વંટોળે ચડાવું

કાવ્ય 03

પ્રાર્થના ... હે ઇશ્વર...

હે ઈશ્વર હવે તો
ખૂટી પડ્યા બેડ ને ખૂટી પડી દવાઑ
ખૂટી પડ્યા ડોક્ટર ને ખૂટી પડી નર્સ

હે ઈશ્વર હવે તો
ખૂટી પડી હોસ્પીટલ માં જગ્યા
ખૂટી પડ્યા પ્રાણ બચાવવા પ્રાણવાયુ

હે ઈશ્વર કરો અમારી સહાય
ખૂટી પડી હવે ધીરજ અમારી

હે શિવ ઉપાડો ત્રિશુલ,
હે રામ ઉપાડો તમારું બાણ
હે બજરંગબલી ઉપાડો તમારી ગદા

હે વિધ્નહર્તા હરો વિઘ્ન અમારા
હે કૃષ્ણ ચલાવો સુદર્શન ચક્ર તમારું
હે માધવ બનો તમે સારથી ને ચલાવું હું બાણ

હે ઈશ્વર,
આ કોરોના રૂપી મહામારી નો કરી ખાત્મો
બચાવો તમારાં બાળ ને...


કાવ્ય 04

Believe in yourself... આત્મ વિશ્વાસ

વિશ્વાસ ના નાના કિરણ થી
પત્થર મા પણ કૂપળ ફુટી નીકળે,

વિશ્વાસ થકી સમુદ્ર નું
પાણી પહાડો ને કોતરી નાખે,

આશા થકી જ મુશ્કેલ લાગતો
જીવનપંથ આશાની થી કપાઈ,

વિશ્વાસ થકી જ મંગળ અને શનિ
ગ્રહ ઉપર પહોંચી શકાય,

વિશ્વાસ થી જ નાની નાની નિષ્ફળતા ઓ
મોટી સફળતા મા પરિણમે,

આત્મ વિશ્વાસ રાખવા થી જ
દિપક રાગ થકી અગ્નિ પ્રગટાવી શકાય,

વિશ્વાસ રાખવા થી જ મલ્હાર રાગ
થકી વરસાદ વરસાવી શકાય,

વિશ્વાસ રાખવા થી જ
અશકય કામો શકય બને,

લાખો નિરાશા કરતા
એક નાની આશા નું કિરણ
લાખ દરજજે સારું..

આત્મ વિશ્વાસ થી જ જીવન માં
નવો દોરી સંચાર થાય....

Believe in yourself in Any critical situation it gives amazing results

કાવ્ય 05

વેક્સિન... રસી લગાવો ... કોરોના ભગાવો

કોરોના રૂપી આવી રાક્ષશી મહામારી
નહોતો જડતો કોઈ તોડ કોરોના નો

નાનામોટા, ગરીબ તવંગર સૌ કોઈ પરેશાન
લોકો એ આખરી મીટ માંડી વૈજ્ઞાનિકો ઉપર

રાતદિવસ એક કરી વૈજ્ઞાનીકો એ
પાત્રતા સાબિત કરી શોધી કાઢી રસી કોરોના ની

રસી છે કોરોના ને માત આપવા નો રામબાણ ઈલાજ
રસીકરણ પછી ઇઝરાયલી ફરે વગર માસ્ક

જો ફરવું હોય માસ્ક વગર
લગવજો રસી ભૂલ્યા વગર

માનજો આપ સૌ મારી વાત
રસીની નથી કોઈ આડઅસર

1લી મે થી રસી લેવાનો આવવા નો વારો તમારો
ત્યારે મુકાવજો રસી તમે પણ ડર્યા વગર

ડર્યા ઘણુ આપણે સૌ કોરોના થી
હવે ડરવા નો વારો આવ્યો છે કોરોના નો...

કાવ્ય 06

સ્મશાન ની વેદના....

ભડ.. ભડ ..ભડ..
અવાજ વગર બળી રહી છે લાશો..
ખામોશી થી ખેલાય રહ્યુ છે મોત નું તાંડવ

ચિતાઓ સળગી રહી છે લાગલગાટ
નથી એક પળ પણ ભઠ્ઠી ને આરામ

ભરખી રહ્યું છે મોત
ઉમર માં નાના કે મોટા નાં ભેદ વગર

કોઇ નાં પિતાની, માં ની, પુત્ર ની, પુત્રી ની
તો કોઈ ની પત્ની ની બળી રહી છે લાશો

લાશ નો મલાજો પાળવા
અર્થી ઓને નથી મળતી ચાર કાંધો

ગંગાજળ હાર ને ઘી તો દૂર રહ્યા
સ્ત્રીઓ ની પણ રાત્રે બળે લાશો

અસ્થિ લેવા નાં ક્યાં રહ્યાં ઠેકાણા
ભયાવહ ડરાવનાં દ્રશ્યો છે સ્મશાનનાં

બળતી લાશ જોડે બળી રહ્યાં છે
પરીવારજનો નાં લાખો અરમાનો

ભડ.. ભડ ..ભડ..
અવાજ વગર બળી રહી છે લાશો..
જાણે ખામોશી થી ખેલાય રહ્યુ છે મોત નું તાંડવ....
😭😭😭😭