મારો કાવ્ય ઝરૂખો ભાગ : 24 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 24

મારો કાવ્ય ઝરૂખો ભાગ 24 માં રામનવમી ઉપર કાવ્ય, બજરંગબલી ઉપર કાવ્ય, મને છે વિશ્વાસ દિવ્ય શક્તિ કરશે કોરોના નો વિશ્વાસ મહાવીર જયંતિ નિમિતે જૈન શાશન ઉપર તેમજ સંયમ ખૂબ જરૂરી રાખો દુરી ઉપર અલગ અલગ કાવ્ય મારો કાવ્ય ઝરૂખો ભાગ 24 માં સામેલ કરેલ છે.... આ મારી 25 મી આવૃત્તિ છે માતૃભારતી..ઉપર... માતૃભારતી નો ખુબ ખુબ આભાર


કાવ્ય 01

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ....

ગણ્યા ગણાય નહીં એટલા ગુણવાન
માતપિતા ના આદર્શ પુત્ર છે મારા રામ

ભાઈજોગુ તારા જેવું કોઈ નહિ
શત્રુઓ પણ દુશ્મન સ્વરૂપે ઈચ્છે મારા રામ

વાણી માં મધુરતા ને આચરણ લાજવાબ
ગુરુજન માં લોકપ્રિય શિષ્ય એવા મારા રામ

ધર્મ માં પ્રવીણતા, શાંતિપ્રિય અને ધૈર્યવાન
શસ્ત્ર ને શાસ્ત્રો માં નિપુણ છે મારા રામ

ચિત્ત માં અતિગંભીર ને ચારિત્ર્યવાન
મિત્ર માં નિકટતા ને રૂપ માં સુંદર છે મારા રામ

મારા ગુરુ મારું અભિમાન મારા રામ
સર્વ ગુણ સંપન્ન, મર્યાદા પુરુષોત્તમ છે રામ

શબ્દો માં સમાય નહી એવા છે મારા રામ
અગણિત ગુણ જોઈ મુંઝાય મારો જીવડો
કઈ કઈ ઉપમા ઓથી સજાવું તને ઓ મારા રામ.

Happy Ram Navami....
જય શ્રી રામ..🙏🙏🙏

કાવ્ય 02

મને છે વિશ્વાસ....

મને છે વિશ્વાસ
સોના ના વિજય રથ ઉપર સવાર થઈ
આશા નુ કિરણ લઈ આવશે એક દેવદૂત

દેવદૂત કોરોના ને હરાવી
વિષાણુ નો કરશે સર્વનાશ
કોરોના શબ્દ બની જશે એક ઇતિહાસ

ફરી ફરીશું કોઈ પાબંધી વગર આપણે બિન્દાસ
માસ્ક હટતા ફરી દેખાશે સુંદર હસતા ચહેરા
જામશે ફરી મોટા મોટાં મેળાવડા

સ્કુલ બસ નાં ફરી વાગશે હોર્ન
સંભળાશે બાળકો ની કિકિયારી
જોવા મળશે વાલીઓની ઉભરાતી ભીડ

બાળકો ફરી ઝુલશે ઝુલે બગીચા માં,
ઉમટી પડશે ભક્તોની ભીડ મંદિર માં,
મોલ થિએટર દુકાનો અને બઝાર માં,
નહી મળે ઊભા રહેવા ખાલી જગ્યા

ઉજવાશે જન્મદિવસ, લગ્ન પ્રસંગ
ખૂબ વાજતે ગાજતે
કમી નહી હોય કોઈ વાતની

મને છે વિશ્વાસ
આપણે બધા ભેગા મળી ઉજવશું
દિવાળી, હોળી, ઈદ, ને નવરાત્ર
ખૂબ હર્ષ ઉલ્લાસ થી... કોરોના જવાથી

કાવ્ય 03

સંયમ.... એજ ઉપાય...

જો મળતા રહેવું હોય
વ્હાલા ઓ ને વારંવાર
રાખો થોડો ખૂદ ઉપર સંયમ હમણાં
રાખો પગ થોડાં સમય માટે ઘર મા..

થોડી હવા હમણાં છે ખફા
કોરોના એ મચવ્યો છે તાંડવ
દવાખાના માં લાંબી છે લાઇન
હોસ્પીટલમાં નથી ઇઝિલી અવેલેબલ બેડ

ડોક્ટર્સ નર્સ બ્રધર્સ સેવા માટે પડયા ઓછા
સગવડતા નાં નામે બધે છે વાંધા
સરકાર ને પણ હવે પડ્યા છે ફાંફાં
ખૂદ ઉપર સંયમ એ જ છે એક ઉપાય

ઓક્સિજન સપ્લાય મા પણ છે ફાંફાં
વેન્ટિલેટર થઈ ગયા છે બધે પૂરા
મૃત્યુ પછી લાશ ને સોંપતા લાગે છે વાર
સ્મશાને અંતીમ ક્રિયા માટે લાગી છે લાંબી લાઈન

નથી આમાં કોઈ અતિસયોકતી ની વાત
આજ છે આજ ની નરી વાસ્તવીકતા
તકલીફો છે દરેક જગ્યા એ ઘણી
ખૂદ ઉપર સંયમ એજ છે હવે અંતિમ ઉપાય

જો ભગાડવો હોય કોરોના ને
તો તોડવી પડશે કોરોના નાં સંક્રમણ ની ચેઈન..
રાખવો પડશે થોડો ખૂદ ઉપર સંયમ
થોડાં સમય માટે રાખો પગ હમણા ઘર મા..

કાવ્ય 04

બાહુબલી...લાવો...સંજીવની...

કોરોના બની ઘર ઘર ની કહાની
બની છે હવે રાષ્ટ્રવ્યાપી વ્યાધી

દરેક ઘર ની છે એક જૂદી કહાની
વાત જાણી નીકળી જાય અરેરાટી

બીજી લહેર છે ઘણી કાતીલ
નાનાં યુવાન ને વૃદ્ધ બન્યાં શિકાર

સંકટમોચન, બાહુબલિ બજરંગબલી
લક્ષ્મણ ને બચાવવા કર્યાં હતા જોજનો પાર

બાહુબલી લાવો હવે અમારી માટે સંજીવની
છુટકારો કરાવો અમારો કોરોના થી...

જય જય બજરંગબલી
તોડ દે કોરોના કી કડી.....

કાવ્ય 05

જીન શાશન નો... જય જયકાર

જય જય જય જયકાર હો
જીન શાસન નો જયકાર હો

જેનો સુરજ તપે મઘ્યાહને
તે જીન શાસન નો જય જયકાર હો

જ્યાં છે ત્યાગ તપ ને આરાધના નો મહિમા
તે જીન શાસન નો જય જયકાર હો

શાંતિ અને અહિંસા ને ગણ્યા પરમોધર્મ
તે જીન શાસન નો જય જયકાર હો

શુક્ષ્મ માં શુક્ષ્મજીવ નુ માર્ગ દર્શન કરાવ્યું
તે જીન શાસન નો જય જયકાર હો

જ્યાં મોક્ષને ગણાય જીવનનો અંતિમ મારગ
તે જીન શાસન નો જય જયકાર હો

પથદર્શક ચોવીસ તીર્થકર ભગવંતો નો
ગણધર જી, આચાર્યજી ઉપાધ્યાય જી
જય જય કાર હો....

જય જય જય જયકાર હો
જૈન શાસન નો જયકાર હો