*પ્લેટોનિક કે પેસેફિક પ્રેમ*
(સાચી ઘટના પર આધારિત છે.)
સમીર અને રુત્વાની જિંદગી ખુશખુશાલ ચાલી રહી હતી. બંનેના લગ્ન થયાની ૧૩મી વર્ષગાંઠ એકાદ મહિના પછી હતી. સમીર એક આઈ.ટી. કંમ્પનીમાં નોકરી કરતો હતો. તો બીજી તરફ રુત્વા ભાવનગરની એક શાળાનું સંચાલન કરતી હતી. અર્થાત પૈસાની કોઈ પણ પ્રકારની તાણ ન હતી.
એક રવિવારની વાત છે રુત્વા અને સમીર બંને ક્રિકેટ મેચ જોઈ રહ્યાં હતાં. ભારતનો દાવ પૂરો થઈ ગયો હતો અને ન્યુઝીલેન્ડનો દાવ આવવાનો હતો. એટલે રુત્વા જલ્દીથી રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગે છે. નાસ્તામાં મેગી અને પાસ્તા બનાવે છે. રુત્વા પછી નાસ્તો બનાવી પાછી આવે આટલી વારમાં મેચ પણ શરૂ થઈ જાય છે. મેચ જોતાજોતા રુત્વા અને સમીર નાસ્તો પણ કરતા જાય છે. લગભગ બે કલાક પછી મેચનું પણ રિઝલ્ટ આવી જાય છે. ભારતની ભવ્ય જીત થાય છે. રુત્વા અને સમીર બંને થોડીઘણી વાતો કરે છે. એવામાં રુત્વા સમીરને કંઈક એવું પૂછે છે કે સમીર એકદમ વિચારમાં પડી જાય છે!
રુત્વાએ સમીરને એમ પૂછ્યું હતું કે
"જીવનમાં પ્રેમ કેટલી વખત થઈ શકે?" આ પ્રશ્ન સાંભળી સમીર વિચારોના વ્યતીત થઈ જાય છે.
સમીર અને રુત્વાની લગ્ન જીવનને તેરવર્ષ થઈ ગયા હતા. રુત્વાએ આ પ્રકારની વાત સમીર જોડે પેલીવાર કરી હતી. પરિવારે કરાવેલ એરેન્જ મેરેજ, લવ મેરેજમાં પરિણમ્યા હતા. એટલે સ્વાભાવિક છે રુત્વાની આ પ્રકારની વાત સાંભળી સમીરનું હૃદય થોડીવાર માટે ધબકતું બંધ થઈ ગયું હોય એવું લાગે છે.
થોડીવાર વિચાર કર્યા બાદ સમીર પ્રત્યુત્તર આપતા કહે છે કે "પ્રેમ શબ્દ સદાય માટે અવ્યાખ્યાયિત છે અને રહેવાનો છે. બધા પ્રેમ શબ્દનો ઉપયોગ યોગ્ય પરિસ્થિતિ જોઈને આપે કરે છે. જુદી જુદી જગ્યા પર પ્રેમ શબ્દ સત્ય પણ સાબિત થયો છે તો કેટલીક જગ્યા અસત્ય પણ સાબિત થયો છે. પ્રેમ અને વ્હાલ વચ્ચે ખૂબ જ નાની પાતળી ભેદરેખા આવેલી હોય છે. ઉપરાંત પ્રેમ કેવી રીતે અને કોની જોડે છે તેના પર આધાર રાખે છે. માનવજીવનમાં પ્રત્યેક સ્થાન પર પ્રેમ જોવા મળે છે. જ્યારે પણ પ્રેમ શબ્દમાં મતભેદ ઉભો થાય
ત્યારે સમજી લેવું કે ચોક્કસએ વિજાતીય પાત્રો વચ્ચે પ્રેમ હોય પણ શકે અને ન પણ હોય શકે."
સમીરની આટલી ઊંડાણ પૂર્વક વાત સાંભળતા રુત્વાને થયું કે મેં ક્યાંક સમીરને મારા પ્રશ્નના કારણે તેના મારા પર કાંઈ વ્હેમ કે પછી અવિશ્વાસ તો નહિ થાય ને?
વાસ્તવિકતા તો એ હતી કે રુત્વાને તેના બાળપણનો મિત્ર આકાશ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો હતો. અને બંને છેલ્લા એકાદ પખવાડિયાથી વાત કરી રહ્યા હતા. બંનેના લગ્ન તો થઈ ગયા હતા. આકાશ અને રુત્વા બંને લગભગ પંદર વર્ષ પછી મળ્યા હતાં. બંને બાળપણથી જ ગાઢ મિત્રો હતા અને શાળા અને કોલેજમાં પણ જોડે જોડે અભ્યાસમાં કર્યો હતો. બંને એકબીજાને નિઃસ્વાર્થ પ્રેમ તો કરતા હતા. પરંતુ મિત્રતા તૂટવાના ડરે કોઈ એકબીજાના પ્રેમની વાત વ્યક્ત કરતા ન હતા. આકાશના પણ લગ્ન થઈ ગયા હતા અને તેના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. પરંતુ હજુ પણ સમીર અને રુત્વાના ઘરે પારણું બંધાનું ન હતું. આકાશ અને રુત્વા વચ્ચે ફરી વખત પણ જૂનો પ્રેમ આજે જાગવા લાગ્યો હતો.
રુત્વા, સમીર અને આકાશ બંને માંથી એકેય ખોવા માગતી ન હતી. જોડે જોડે એ આકાશ કે પછી સમીરને પણ સમય આપી શક્તી ન હતીને આખો દિવસ કંઈક વિચારોમાં જ ગૂંચવાયેલી જોવા મળતી હતી. આ આવી રીતે છેલ્લે દસેક દિવસથી ચાલી રહ્યું હતું.
સમીર પણ રુત્વાના આવા વર્તનથી કેટલાક દિવસથી ચિંતિત હતો. તો બીજી બાજુએ રુત્વાને ખૂબ જ પ્રેમ કરતો હોવાથી રુત્વાના મનની વાત જાણ્યા વગર કઈ પણ ડગલું ભરવા ઈચ્છતો ન હતો. પરંતુ આજે રુત્વાના આવા પ્રશ્ન પરથી આજે સમીરની શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ હતી. સમીર આ વાત પાછળનું સંપૂર્ણ સત્ય જાણવા માગતો હતો.
સમીર વાતને આગળ વધારતા રુત્વાની કહે છે,
"આ વાતએ વાત પર પણ નિર્ભર બને છે કે વિજાતીય સંબંધ ધરાવતા વ્યક્તિ જીવનમાં કેટલી વાર મળે છે અને તે કેટલી વાર તેને પ્રેમ કરવાની દખાવે છે. આ વાતને સમજવા માટે રુત્વા તારે પ્લેટોનિક અથવા તો પેસેફિક પ્રેમ વિશે જાણવું જરૂરી છે. અર્થાત રાધા દ્વારા કૃષ્ણને કરવામાં આવેલો પ્રેમ, મીરા દ્વારા કૃષ્ણને કરવામાં આવેલો પ્રેમ. પેસેફિક પ્રેમ અર્થાત તમે એકબીજાને નિસ્વાર્થ ભાવથી પ્રેમ કરો છો પરંતુ તમારું મિલન થતું નથી. પેસેફિક પ્રેમ એટલે ક્યારેય એકબીજાને મળ્યા ન હોય પરંતુ, એકબીજાને પામવાની ઈચ્છા હોય. આ ઈચ્છા માત્ર તનથી જ નહી પરંતુ મનથી અતૂટ બંધન અને આત્મીયતા કેટવાયેલી હોવી જોઈએ. જો સબંધ રાખવા માગતા હોય તો એકદમ વફાદાર રહેવું અને ખોટાની આડથી દુર રહેવું. તથા સાચા પ્રેમની પ્રથમ ફરજએ છે કે રૂકમણીને કૃષ્ણના તમામ પ્રેમની ખબર હોવા છતાં તે કૃષ્ણ પર ક્યારેય અવિશ્વાસ દેખાડતા ન હતા, કેમ કે અમને કૃષ્ણ પર વિશ્વાસ હતો. આમ રૂકમણી કૃષ્ણનો કાયમનો સાથ નિભાવી ગયા.
સમીરની આ વાતને સાંભળીને રુત્વાના જીવમાં જીવ આવે છે અને સમીરને એક આલિંગન આપે છે. રુત્વા વગર કોઈ પણ સંકોચ વગર આકાશ સાથેના પ્રેમની વાત જણાવે છે.
સમીર, રુત્વાની બધી વાત ધ્યાન પૂર્વક સાંભળે છે અને અંતે સમીર રુત્વાને આલિંગન આપીને પોતાના રૂમમાં જાય છે અને રુત્વાનો ફોન લઈને આવે છે અને આકાશને બધું સત્ય જણાવાનું કહે છે.
એટલું કહ્યા બાદ સમીર ઘર માટે શાકભાજી લેવા માટે માર્કેટમાં જાય છે અને રુતવા પોતાના કામમાં લાગી જાય છે.
✍🏻~દુશ્મન