મારી એક વ્યથા mayur rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી એક વ્યથા

આવતી કાલે હું ૧૫ વર્ષની પુરી થવાની હતી. અને હું અને પપ્પા બંને મારા જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવી એની થોડી ચર્ચા વિચારણા કરતા હતા. રાતનો સમય થોડો વધી ગયો હતો એટલે પપ્પાએ કહ્યું " શ્રેયુ હવે સુઈ જા પછી કાલે તારા જન્મદિવસની એક બવ મસ્ત સરપ્રાઈઝ આપવાની છે એટલે જલ્દી સુઈ જા અને પછી કાલે વહેલા જાગવાનું પણ છે. ગુડ નાઈટ માય બેબી....." હું પણ પપ્પાને ગુડ નાઈટ કહીને મારા રૂમ માં આવી ગઈ છે.
જેવી જ હું સુતી છું એમ જાણીને પપ્પા જલ્દીથી એક કેક બનાવવા લાગી જાય છે. અને કેક બનાવીને સુઈ જાય છે. વહેલી સવારે ૫ વાગ્યે આલાર્મ વાગે છે અને પપ્પા જાગી જાય છે અને ફ્રેશ થઈને મને જન્મદિવસની શુભકામના પઢવવા મારા રૂમનો દરવાજો ખખડાવે છે અને બોલો છે "ગુડ મોર્નિંગ બચ્ચા, many many returns of the day my champ".

થોડીજ વારમાં હું જાગીને પપ્પા નો આભાર માને છે. હું ફ્રેશ થાવ ત્યાં સુધીમાં પપ્પા મારા માટે બોર્નવિટા બનાવી તૈયાર રાખે છે. પછી થોડી ઘણી વાતો કરીએ છીએ અને ત્યાર બાદ હું પપ્પાને "પપ્પા તમે ક્યારેય મારા માટે ઓફીસ પરથી રજા રાખતા જ નથી ક્યારેક તો તમે મારા માટે સમય કાઢો પ્લીઝ.....પપ્પા..પ્લીઝ... એમ કરી એના પપ્પાને માનવી લવ છું. પણ પપ્પા એક કન્ડિશન મૂકે છે અને કહે છે "તું શાળા પરથી પછી આવ ત્યાં સુધીમાં હું પણ પાછો આવી જઈશ અને પછી આપણે બંને ફરવા માટે જઈશું". મેં પપ્પાને હા પડી. અને પછી મેં કેક કટીંગ કર્યું અને પપ્પાને કેકની એક બાઈટ ખવરાવી અને પપ્પાએ કેકની એક બાઈટ મને ખવરાવી. સાચે પપ્પાએ બવ જ ટેસ્ટી કેક બનાવી હતી. પછી હું શાળા પર જાવા નીકળી જાવ છું અને પપ્પા ઓફીસ જાવા નીકળી જાય છે.

શાળા પર હજુ હું પહોંચીને મારા બધા મિત્રોએ મને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ત્યાર બાદ થોડા જ સમયમાં મારી તબિયતમાં ફેરફાર થવા લાગે છે અને મને અતિશય પેટનો દુખાવો થાવ લાગે છે. થોડીવાર થઈ ત્યાં મારે વોશરૂમમાં જવું પડ્યું. આ ઘટના જોઈને હું ખુબજ ગભરાઈ ગઈ હતી અને એટલું બધું વહેતું લોહીમેં કદી નતું જોયું. આથી હું બવ ડરી ગઈ અને મારી એક દીદી મિત્ર પાસે ગઈ પરંતુ હું એમના પાસે મારુ દુઃખ વર્ણવી શકી નહીં. પરંતુ એ મારા કપડાં પરના લાલ રંગના ડાઘ જોઈને સમજી ગયા. પરંતુ પેલા તો એ દીદી મને ખિજાના અને કેવા લાગ્યા " આ શું છે શ્રેયા? તને ખબર નથી પડતી કે તું માસિકમાં છે તો આપણે તૈયારી માં આવીએ" દીદી શું બોલતા હતા એ મારા સમજની બહારની વાત હતી. હું દીદીને ભેટીને રડવા લાગી. થોડી વાર પછી દીદીએ મને શાંત કરીને સમજાવ્યું અને કીધુંકે આમ ડરવાની જરૂર નથી. પણ હું ક્યાં સમજવાની હતી!
દીદી એમના કલાસરૂમ ગયા અને એક સુતરાવ કાપડ જેવું કંઈ લઈને આવ્યા અને મને કીધુ " ચાલ જલ્દીથી તું વોશરૂમ માં જઈ ફ્રેશ થઈ જા". અને હું રડતી રડતી દીદી જોડે જાવ છું. ફ્રેશ થાય બાદ દીદીએ મને ઘરે જઈને આરામ કરવાનું કહ્યું. દીદી મને અમારા ટીચર પાસે આવી કાંઈ વાત કરે છે પણ મને કંઈ સમજાતું નથી. થોડી વાર માં મારા ટીચર મારા પાસે આવીને મને માથે હાથ ફેરવીને કહે છે. " શ્રેયું તું ઘરે જઈ આરામ કર, અને જો કાઈ વધારે પ્રોબ્લેમ પડે તો મને કેજે મને ખબર છે તું આ સમયમાં તારા મમ્મીને બવ યાદ કરે છે પણ એ પણ તને ઉપરથી જોઈને કેતા હશે રડવાનું બંધ કરીદે બેટા" એમ મને આશ્વાસન આપે છે. મને બાજુમાં બેસાડે છે.

મારા ટીચર મને માથા પર હાથ ફેરવીને કહે છે " તને ખબર છે આપડે વિજ્ઞાનમાં ભણ્યા હતા કે જ્યારે નાની છોકરીઓ મોટી થઈ જાય ત્યારે તેને માસિકધર્મ શરૂ થાય છે?" મેં મારૂં મોઢું હલાવીને અમને હા માં જવાબ આપ્યો. અને ટીચર અને દીદી બંને મને હાથ પકડીને કહ્યું કે " હવે અમારી શ્રેયા મોટી થઈ ગઈ છે". પછી ટીચર ઘરે જઈને મને આરામ કરવાનું કહે છે. હું ઘરે આવીને ફરી વાર મમ્મીને યાદ કરીને રડવા લાગુ છું. રડતાં રડતાં ક્યારે મને નીંદર આવી જાય છે મને કાઈ ખબર જ નથી રહતી. સાંજના ૫ વાગ્યાને ઘરમાં કોઈ આવ્યું એવું લાગ્યું એટલે હું જલ્દીથી જાગી ગઈ જોયું ત્યાં પપ્પા હતા. પણ પપ્પા મને સૂતી જોઈને ચિંતિત થઈ ગયા.
મારી બાજુમાં બેસીને મારા કપાળે હાથ ફેરવીને પૂછ્યું " શું થાય મારા દીકરાને કેમ સૂતો છે અને શાળા પરથી પણ મારે ફોન આવ્યો તો કે શ્રેયાને તબિયત સારી ન હોવાથી રજા આપીએ છીએ. પપ્પા ખુબજ ચિંતિત દેખાતા હતા. હું એમને ભેટીને રડવા લાગી. પપ્પાને મારું મૌનમાં કાંઈ સમજાતું ન હતું. મને શાંત કરીને પૂછ્યું કે શું થયું? મેં જવાબમાં કાઈ ઉત્તર આપ્યો નહી થોડી જ વારમાં ફરી વાર પૂછ્યું તો હું પપ્પા પાસે ખોટું બોલી અને કહ્યું કે મને તાવ અને માથું દુઃખે છે. પપ્પા પણ મારા જ હતા ને મારુ ખોટું તરત પકડી પડ્યું પણ કાઈ બોલ્યા નહિ.

પપ્પા મારા માથા પર હાથ ફેરવીને મારા રૂમ માંથી બહાર નીકળી જાય છે. અને તે ખૂબ ચિંતિત હોય છે. મને પેલા દીદીએ કિધેલી વાત યાદ આવી જાય છે અને હું મારા બચત કરેલા પૈસામાંથી એક મેડિકલ પાસે જાવ છું. પણ મારા બોલવા નો અવાજ ના ઉઠ્યો કે મને સેનેટરી પેડ્સ આપો. હું મનમાં જ રડીને ઘરે પાછી આવતી રહી. માસિકનો પ્રવાહ ખૂબ જ વધુ હતો તેથી બેડશીટ પણ ખરાબ થઈ ગઈ હતી. મેં જલ્દી થી એને દૂર કરી અને ધોવામાં નાખી દીધી અને એક ખૂણામાં બેસી હું રડવા લાગી. આ બધું પપ્પા જોઈ ગયેલા.

પપ્પાને ખબર પડી ગઈ હતીકે મને પીરિયડ્સ છે પણ એ પણ માન મર્યાદામાં અટવાયેલા હતા. મેં જોયું હતું આજે પપ્પા પેલીવાર મમ્મીના ફોટા સામે ઘણીબધી વાર ઊભા રહ્યા હતા. પપ્પા થોડીવાર માટે બહાર ગયા અને હું વોશરૂમ માં જઈને ખુબ વ્યાકુળ હતી આવું ક્યાં સુધી રહેશે. બસ હું બહાર આવી ત્યાં પપ્પા મારા રૂમમાં આવીને મારી પાસે બેઠા. આજે મને પેલી વાર આવું લાગતું હતું કે આજે મારી બાજુમાં પપ્પા નહિ પરંતુ મમ્મી બેઠા હોય એવું. પપ્પા મારા માથા પર હાથ ફેરવીને કહે છે " ઓય ચેમ્પ આજે ક્યાં જમવા જાવનું છે એ તો કે મને તો આજે મારા હાથનું જમવાનો જરાય વિચાર નથી હો". આ વાત સાંભળી હું થોડી હસવા લાગી.

અત્યારે પપ્પા બહાર ગયા ત્યારે કઈ લાવ્યા હતા અને આ બાજુમાં પડેલી થેલીમાં હતું. પપ્પા એ થેલી હાથમાં લીધી અને એ થેલી મને આપવા માટે હાથ લાંબો કર્યો સાચે અમને હાથ ખૂબ જ ધ્રૂજતો હતો. મેં થેલી ખોલી તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ! થોડી વાર માટે આખા રૂમમાં અમારું મૌન છવાઈ ગયું. પપ્પાનું મોં નીચે તરફ નમેલું હતું. મેં થોડી હિંમત કરીને પૂછ્યું " પપ્પા આ શું છે? તમે કહો તો ખરા." મને ખબર હોવા છતાં હું ડરતી ડરતી બોલી. આજે પપ્પા પણ મમ્મીનું અવતાર લઈને આવ્યા હતાને અને ઉપર વાળા એટલે હિંમત આપી કે પપ્પા બોલ્યા " દીકરા મને ખબર છે તારે આજે પીરિયડ્સ શરૂ થાય છે એ મને ખબર પડી એટલે તારા માટે હું સેનેટરી પેડ્સ લાવ્યો છું.

આજે પેલી વાર મને પપ્પા જોડે બોલવામાં ડર લાગતો ન હતો. પણ પપ્પા મને ખબર જ નથી કે આનો યુજ કેમ કરાય અને એમાં જુદા જુદા રંગના છે તો હું શું કરું? તો પપ્પાએ સમજાવ્યું કે "જો વધુ માસિકનો વધુ પ્રવાહ હોય તો આ નારંગી રંગનું, થોડું લીલાશ પડતું છે એ સામાન્ય માસિક પ્રવાહ હોય તો અને જો સાવ નહિવત માસિક પ્રવાહ હોય તો ગુલાબી રંગનું પેડ્સ." પછી યુઝ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ દેખાડ્યું.
હું ફ્રેશ થઈને આવી ત્યાં પાપા બહાર ગયા હતા અને મને પણ હવે ઘણું કંફોટેબલ લાગતું હતું. થોડીજ વારમાં પપ્પા આવ્યા ને હોટવોટર બોટર લાવ્યા અને કહ્યું " ચેમ્પ આને પેટ પર રાખીને સુઈ જા એટલે આરામ મળશે" હું થોડી વાર માટે વિચાર કરતી કરતી સુઈ ગઈ.

સાંજે ૯ વાગે જાગી અને હું પપ્પાના રૂમમાં પહોંચી અને પપ્પાને ભેટીને કહ્યું " તમે મારા માટે સર્વસ છો" અને પપ્પાએ પૂછ્યું "કેમ છે મારા ચેમ્પને?" મેં કહ્યું "ફીલિંગ ગુડ પા" પછી અમે બંને બહાર હોટેલમાં જમવા માટે ગયા અને ખૂબ એન્જોય કર્યું........


✍🏻~દુશ્મન