માહીનું મિલન mayur rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

માહીનું મિલન

માહી એક અમીર પરિવારની દીકરી હતી. પિતા એક મોટા બિઝનેસમેન હતા અને માતા એક સારી એવી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. માહી સ્વભાવે થોડી ગુસ્સેલ હતી પણ હા એ થોડી વાર માજ બધા જોડે મનથી એટેચ થઈ જતી હતી. માહી હાલમાં સીએની પરીક્ષાની તૈયારી કરતી હતી અને એ સ્કૂલ અને કોલેજમાં પણ સારા માર્કસ સાથે સારા નંબર લાવતી હતી. તે ૨૪માં વર્ષમાં પ્રવેશી ગઈ હતી. પિતાને તેના લગ્નની જરા પણ ઉતાવળના હતી કારણ કે તે એક ની એક દીકરી હોવાથી ખુબજ લાડ પ્રેમ મળ્યો હતો અને તેના પિતા પણ તેને પોતાનાથી દૂર મોકલવા માટે ઈચ્છતા ન હતા. હા પણ માહીના સગપણ માટે ઘણા ખરા માંગા આવતા હતા. પણ તેના પિતા પણ એજ વિચારતા હતા કે જ્યાં સુધી ભણે ત્યાં સુધી મારી લાડકીને ભણવા દેવી છે. માહી પાછળ સ્કૂલ સમયથી કેટલાય છોકરાઓ પ્રોપોઝ કરવા માટે આવતા હતા. ત્યાં બાદ કોલેજમાં પણ ઘણાબધાએ માહીને પ્રોપોઝ કર્યું પણ માહીએ કોઈને ભાવ આપ્યો નહિ.

એક દિવસ માહી કઈ વિચાર કરતી હોય છે અને એના મન શું થયું કોને ખબર? એને મનમાં એવું ચાલી રહ્યું હતું કે હું ક્યાં સુધી પપ્પાના માથે બોઝો બની ને રહીશ! હવે મારે જ સમજવું પડે મારા લગ્ન માટે. અમે કરીને માહી તેના પિતાના રૂમમાં જઈને તેના પિતાની બાજુમાં જઈને બેસી જાય છે. એને થોડું મૌન રાખ્યા પછી બોલે છે કે પપ્પા તમને યોગ્ય લાગે ત્યાં મારા લગ્ન કરવી શકો છો. હવે મારે પણ કાંઈ સમજવું જોઈએ એમ કરીને પોતાના રૂમમાં ચાલી જાય છે. પિતા રણછોડદાસ આ વાત પર ઘણો વિચાર કરે છે કે મારી દીકરીના મનમાં એવું કેમ આવ્યું હશે! થોડી જ ક્ષણોમાં માહીના મમ્મી રસોડાનું કામ પતાવીને રૂમમાં આવે છે અને રણછોડદાસ પાસે જઈને બેસે છે. શોભાબેન માહીના મમ્મી રણછોડદાસને પૂછે છે
"કેમ એટલા બધા ચિંતિત છો તમે?"
"માહી એ કઈ કહ્યું?"
"તમે કાઈ તો બોલો!"

રણછોડદાસ બધી વાત કરે છે અને બંને પતિ-પત્ની થોડી ચર્ચા વિચારણા કરે છે અને પછી સુઈ જાય છે. આજે તો રવિવાર હતો એટલે બંને માણસ થોડા મોડા જગીને નાસ્તો કરે છે ત્યાં સુધીમાં તો માહી પણ નીચે આવી જાય છે. રણછોડદાસ તેમના ફોનમાં વિવિધ છોકરાંના ફોટા અને એમની માહિતી જોવે છે. ત્યાં બાદ એક સાત્વિક કરીને એક છોકરો ત્રણેયને પસંદ આવે છે. પેલા સુમિત પટેલને ફોન કરીને કહે છે કે "તે જે મહિના માંગાની વાત કરી હતીને પેલા સાત્વિક જોડે એ અમને પસંદ છે તો શું તું અમને આજે સાંજના સમયે અમારા ઘરે લઈને આવીશ?"
"હા કેમ નય રણછોડભાઈ એ મારા ભાઈ જ થાય છે તો હું એમને અત્યારે જ કહું છું " અમે કરી ને ફોન કાપે છે. ત્યાં સુમિતભાઈ તને મોટાભાઈને બધી વાત કરે છે અને સાંજે મળવા માટેની વાત નક્કી કરે છે.

સાત્વિક બસ એના નામ જેવો જ સાત્વિક હતો અને તે પોતાની એક કુરિયર કંપની ચલાવતો હતો. તેણે ભળતરમાં એમ.બી.એ કર્યું હતું.સાત્વિકના પિતા એક બિલ્ડર હતા અને તેમનો સ્વભાવ થોડો તીખાશ ભર્યો હતો. સાંજના ૪વાગ્યા હશે ત્યાં સુમિતભાઈ પોતાના મોટાભાઈ- ભાભી અને સાત્વિકને લઇને રણછોડદાસના ઘરે પહોચે છે. વાત બંને પરિવાર તરફથી થાય છે અને માહીને સાત્વિક અને સાત્વિકને માહી ગમે છે. થોડાક જ સમયમાં જ બંનેના લગ્નની તારીખ લેવામાં આવે છે. પૈસાની તાણ કે તંગી તો એકેય ઘરે ન હોવાથી વાગજતે ગાજતે માહી અને સાત્વિકમાં લગ્ન થાય છે.

માહી સાસરે ગયા પછી ખૂબ સુખી હતી. અને તે પોતે હવે તેના પિતા એટલે કે સાસરાના અને સાત્વિકના બધા એકાઉન્ટમાં ધ્યાન આપતી હતી. માહી સાસરે ગઈ હતી પરંતુ ત્યાં એક વધુ તરીકે નહિ પરંતુ એક દીકરી તરીકે ત્યાં રહેતી હતી. માહી સાસરે ગયા પછી તો સાત્વિકનું પણ હવે માન ઘટી ગયું હતું. માહીને એટલી સાચવવામાં આવતી હતી કે તેણે પોતાના ઘર જરાય યાદના આવે. ઘરમાં સારી એવી આવક હોવાથી સાત્વિક જલ્દીથી એક નવું ઘર બનાવે છે. ઘર બની જતાની સાથે જ વાસ્તુદોષ કરીને બધા ત્યાં રહેવા માટે જતા રહે છે. નવા ઘરમાં એટલા બધા નોકર હતા તો માહી અને તેના મમ્મી એટલે કે સાસુમાં બન્ને માત્ર રસોઈ બનાવવા માટે કામ કરવું પડતું હતું.આ બધું જોઈને તો રણછોડદાસ નો હરખ નોતો સમાતો ને એ રાજીના રેડ હતા.

માહી માટે કોઈ પણ વસ્તુની ઘરમાં ઘટ પડવામાં આવતી નહોતી. માહી અને સાત્વિક એકબીજા અતૂટ પ્રેમ બંધનમાં બંધાઈ ગયા હતા. સાત્વિક દર અઠવાડિએ માહી માટે કપડાં અને દાગીના લાવતો અને સાત્વિક કેટલા પણ ફંકશનમાં જાય ત્યાં માહી જોડે જ હોય. બંને એકમેક હવે અતૂટ રીતે બંધાઈ ગયા હતા. જ્યારે જ્યારે માહી અને સાત્વિક બહાર નીકળે ત્યારે બંને એક બીજાના મેચિંગ જ કપડાં પહેરતા હતા. આવી રીતે થોડા દિવસો પસાર થઈ ગયા. એક દિવસ સાત્વિકનો ઓફીસ પરથી માહીને ફોન કરીને કહ્યું કે "આજે આપણે પેલા ભાવેશના ઘરે પાર્ટીમાં જવાનું છે તો તું માહી આજે થોડી વેલા તૈયાર થઈ જાજે. હું રાત્રે આવું એટલે તરત નીકળવાનું છે."
"હા હું પણ આજે પપ્પાની ઓફીસ પરથી જલ્દી આવી ગઈ છું તો કોઈ વાંધો નથી. જયારે તમે કહો ત્યારે નીકળી જઇશું."
થોડીવાર પછી સાત્વિક ઑફિસમાં અને માહી ઘરના કામ માં વ્યસ્ત થઈ જાય છે. સાત્વિક પોતાનું કામ પતાવીને ઘરે આવવા નીકળે છે. માહી બસ લેપટોપમાં કાઈ કામ કરતી હોય છે ત્યાં તેને મૈત્રીનો કોલ આવે છે. આ કોલ જોઈને માહી ખૂબ જ ખુશ થઈ ગઈ કેમ કે મૈત્રી માહીની બાળપણની બેનપણી હતી. અને બંને બે શરીર એક આત્મા હતા. મૈત્રી હાલ યુ.એસ.એ માં તેના પતિ જોડે રહેતી હતી. માહી કોલ ઉપાડે છે
"ઓય તને ખબર છે કેટલા દિવસે યાદ કરી હે કાબરી?"
ત્યાંથી
" બસ શાંતી છે , તારા જેવું થોડીને હોય બેન! "

" હા યાર! એ પણ છે મારે તો પિતા સમાન સસરા અને માતા સમાન સાસુમા મળ્યા છે."

"ઓય તને એ વાત કેવા ફોન કર્યો હતો કે પેલો આશિષ હતોને જે તને પ્રપોઝ કર્યું હતું એ પોતે આત્મહત્યા કરીને મરી ગયો!"

" અરે સાચે! હું ના માનું, એ હરમી એતો કેટલી બધી મારા જેવી છોકરીઓની લાઈફ બરબાદ કરી નાખી હતી. સારું થયું નપાવટ મરી ગયો!"

"સાલો પોતાની હવસ પુરી પાડવા કેટલી બધી છોકરીઓની ઈજ્જત વેચી નાખી એને તો.."

મૈત્રી બોલે છે "સારું હું તને પછી ફોન કરું રોહન જાગી ગયો અને હા તું મને માસી ક્યારે બનાવે છે બોલ તો સાલી, પોતે તો હજી ના બની પણ પોતે માસી બની કાઈ હો હવે જલ્દી કર મારે પણ માસી બનવું છે હો..."

અમે કરીને મૈત્રી ફોન કાપી નાખે છે.

થોડીવાર માહીએ કામ કર્યું પછી પાછું એ મૂકીને કાઈ વિચારવા લાગે છે આજે પેલી વાર માહીને પોતાનો ભૂતકાળ યાદ આવે છે અને બેડ પર સુઈ જાય છે. જે વાતને માહી ભૂલી ગઈ હતી એ વાતને વારંવાર યાદ કર્યા કરે છે. આજે માહીની નઝર સમક્ષ તેનો ભૂતકાળ ગરબા રમવા આવ્યો હતો. તને તે ભૂલકાળમાં ડૂબીને એકાદી જગ્યા પર ગૂંચવાઈ ગઈ હતી.

આશિષ નડિયાદનો હતો અને તે સુરતમાં મામાના ઘરેથી ભણતો હતો. માહી અને આશિષ બંને કલાસમેટ હતા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે પણ કોઈ માહીને પ્રપોઝ અથવા તો ફ્લર્ટ કરવા આવે તો માહીનો એક જ જવાબ હતો " હું આશિષની જ છું અને કાયમ એની જ રેવાની છું. આશિષ પણ માહીનો એટલો જ વધારે ખ્યાલ રાખતો હતો જેટલો સાત્વિક માહીને ચાહતો હતો. માહી ઘરેથી નીકળ્યા પછી બસસ્ટેન્ડ પર આશિષની રાહ જોતી અને બંને સાથે સાથે કોલેજ જતા. ઘણી વાર તો બંને કોલેજ પરથી બંક મારીને દાંડી, ઓલપાડ, કે પછી ડુમસ પણ જઈ આવતાં હતાં. માહી અને આશિષ બંને એકબીજા વગર રહી શકતા ન હતા.

બસ હજી દિવાળી ગઈ જ હોય છે અને કારતક મહિનો શરૂ થાય છે. માહી કષ્ટભંજનદાદા ને બવ જ માનતી હોવાથી એ આશીષને કહે છે "ચાલ આપણે સારંગપુર હનુમાનજી મહારાજના દર્શન માટે જઈએ અમસ્થા પણ મમ્મી પપ્પા બહાર ગયા છે તો કોઈને નય ખબર પડે..!"
"ચાલ જઈએ પણ એક શરત છે મારી બોલ મંજુર છે ? "
"મને તો તારી એક નય એક હજાર શરત મંજુર છે બેબી."
" મારી કાર લઈને આવું એમાં જવાનું બોલ છે મંજુર? "
"હા મંજુર છે પણ એ કારમાં ડીઝલ હું પુરાવીસ તને એ વાત મંજુર છે?"
થોડીવાર આનાકાની પછી બંનેએ નક્કી કર્યું કે બંને સરખે ભાગે ખર્ચો વહેંચી દેશે.બીજા દિવસે સવારે વહેલા બંને સારંગપુર કષ્ટભંજનદાદાના દર્શન કરવા માટે નીકળી જાય છે. રસ્તામાં થોડીઘણી વાતો કરે છે અને પછી આશિષ માહીને પૂછે છે " ઓય પાગલ તું મને કેટલો પ્રેમ કરે છે મને એ તો કે.."
"સાવ સાચું કવને તો મારા ધબકારા તારા નામે જ ચાલે છે પાગલ તને ખબર! "
" જો કોઈ પ્રોબ્લેમ પડે તો તું મને મૂકીને ચાલી નય જાયને?.."
" શું તું ગાંડો થઈ ગયો છે હે... હું કોઈ પણ ભોગે તારાથી અલગ નથી થવાની અને જો તું થયોને તો જોઈ લેજે હો...."
" હા તો હું પણ તારા માટે ગમે એ કરવા માટે તૈયાર છું બોલ શું કરું?.."
" મારા માટે તારે કઈ કરવું હોયને તો તું કાયમ ખુશ રહેવો જોઈએ બસ હું એજ માંગુ.. બોલ રહીશ!!"

બંને એકબીજાના મનને પ્રેમ કરતા હતા. બંને ઘણાબધા સમજુ પણ હતા. બંને ને કેટકેટલાય મોકા મળ્યા હતા પણ બંને માંથી એકેય પ્રેમ શબ્દનો દુરુપયોગ નતો કર્યો. હા બંને હસી મજાકમાં થોડા ઓપન હતા. બન્ને પોતાના પર એટલો ભરોસો હતો કે અમે ક્યારેય અમારી હદને પાર નહિ કરીએ. માહી અને આશિષ કષ્ટભંજનદાદાના દર્શન કરીને પાછા આવતા રહે છે. બંન્ને ઘણી વાર તો ફોન પર પણ કલાકો સુધી વાતો કરતા હતા. પણ બંને સાચા પ્રેમમાં સાક્ષી પણ હતા. જ્યારે પણ માહી અને આશિષ ભેગા થાય ત્યારે મૈત્રી બોલતી "તમે બંને ખુબજ ભાગ્યશાળી છો હો. "

કહેવાય છે ને કે દરેક સુખ સદાય નથી ચાલતું. તે દિવસમાં કૈક પ્રોગ્રામ હતો મૈત્રી અને માહી સમયસર આવી ગયા પણ આશિષ આવ્યો નહોતો. માહી આશિષને ઘણા કોલ કાર્ય પણ આશિષે એકેય કોલ ઉપાડ્યો નહિ. થોડીવાર પછી માહી નારાજ થઈને બેસે છે ત્યાં આશીષનો મિત્ર આવી પહોંચે છે. માહી તરત જ એના મિત્ર ને પૂછે છે " આશિષ ક્યાં છે બોલ જલ્દી તું.?"
"હશે એની કોઈ બીજી મિત્ર જોડે..!"
"તું બોલવામાં થોડી લિમિટ રાખ તને કહી દવ છું."
"ઓય(ગુસ્સો કરીને) લે જોઈ લે"
અમે કરીને આશીષનો મિત્ર આશિષના કોઈ અન્ય છોકરી સાથેના ફોટા દેખાડે છે.
માહી બોલે છે " મને મારા આશિષ પર ભરોસો છે એ આવું કયારેય કરેજ નહિ.."
"તને ખબરના હોય તો કહી દવ આશિષની બધી વાતની મને ખબર છે."
"મને ખબર હતી એટલેજ હું તારા માટે પ્રુફ લેતો આવ્યો"
આ બધું જોઈને માહીના પગ નીચેથી જમીન સરકી જાય છે. જયારે આપણને આપણા જ ગદો દેને ત્યારે ખૂબ જ વધુ આઘાત લાગે છે એવી પરિસ્થિતિ આજે માહીની હતી. આજે માહી સાવ અંદરથી વિખેરાઈ ગઈ હતી. એકાદ બે દિવસ પછી આશિષ કોલેજ પર આવે છે. આશિષ માહી સાથે વાત કરવા જાય છે પણ માહી કઈ બોલતી નથી અને કહી દે છે કે પૂછ તારા મિત્રને.

આશિષ તરત જ પેલા પાસે જાય છે અને પૂછે છે " તે માહીને શું કહ્યું બોલ....એ આટલી બધી નારાજ કેમ છે?"
"મને શું ખબર કે માહી તને બીજી છોકરી જોઈને છોડી દેશે!"
"મેં તને મારી બધી ખુશી તારા જોડે વહેંચી , વખત આવતા તારા માટે કેટલાય જોડે લડ્યો અને તે એ બધાનું આ ફળ આપ્યુ !!! સાલા લગાડીયાબાઝ"
મિત્ર સાથે ઝગડો કર્યા બાદ તરત જ આશિષ માહીને મનાવવા માટે જાય છે. માહી બોલે છે "તું તો સાવ હરામી નીકળ્યો... આજ પછી મને તું ભૂલી જાજે. હવે પછી મને મનાવવા ના આવતો નય તો મારા હાથનો માર ખાઈશ..."
થું....... કરીને માહી ચાલતી થઈ જાય છે. માહીની આંખો માંથી આંસુની નદી વહેતી બંધજ નથી થતી જતી વખતે બસ એટલું બોલો છે " આજ પછી મને બોલાવી તો મારું મારેલું મોઢું જોઇશ.."
આશિષ બોલે છે " ભૂલ તારી છે મારા પર વિશ્વાસના કર્યો હવે જો તું સામી આવીને તો હું તને મારી પોતેજ મરી જઈશ..."

મૈત્રી અને માહી બંને રિક્ષામાં બેસી ઘરે જવા નીકળી જાય છે પરંતુ માહીનું રડવાનું બંધ નથી થતું. મૈત્રી માહીને કેટલી કોશિશ પછી માંડ ચૂપ કરાવે છે. માહી ઘરે પહોંચતાની સાથે જ આશિષનો ફોન નંબર બ્લોક કરી દે છે. અને આશીષે આપેલી વસ્તુ પણ જ્યાં ત્યાં ફેંકવા લાગે છે. મૈત્રી બધી વસ્તુને પાછી મૂકીને માહીને શાંત કરે છે. મૈત્રી માહી માટે પાણી લેવા જાય છે અને તેને પાણી પીવડાવે છે. ત્યાં બાદ મૈત્રી પોતાના ઘરે પાછી જાય છે.

માહી તેને વીતી ગયેલા ભુતકાળમાં મશગુલ હતી. થોડી જ વારમાં દરવાજાની ડોરબેલ વાગે છે. ટ્રીન......ટ્રીન.....માહી પોતાના જુના સદમાં માંથી બહાર આવી જોયું ત્યાં ગેટની બહાર તો સાત્વિક ઉભેલો હોય છે. ભાગીને જલ્દીથી ડોર ખોલે છે અને સાત્વિકને ભેટી પડે છે. સાત્વિક બોલે છે " બેબી હજી તું તૈયાય નથી થઈ...!"
"અરે હું તો કામમાં ભૂલી જ ગઈ સોરી...સોરી.. બસ બે જ મિનિટમાં આવી તમે અહીં બેસો."
"હું રાહ જોવું છું જલ્દીથી તૈયાર થઈ જા."

માહી તૈયાર થવા જાય છે.એ જલ્દી જલ્દી તૈયાર થાય છે અને પછી બહાર આવીને બોલે છે " હું તૈયાર છું ચાલો આપણે જઈએ."
માહી ખૂબ જ ખુશ હતી આશિષના આત્મહત્યાના સમાચાર સાંભળીને. એના મનમાં એવું ચાલતું હતું કે હાસ....હવે ક્યારેય એનો સામનો નહિ કરવો પડે. સાત્વિક માહીને લઈને પેલા કાંકરિયા લેક લઈને જાય છે. ત્યાંથી પછી સાત્વિક તેના મિત્રને ત્યાં પાર્ટીમાં જાય છે માહીને લઈને. બન્ને પતિ-પત્ની પાર્ટીમાં પહોંચીને જોવે છે તો એક મોટું ગાર્ડન હોય છે ત્યાં પ્રોફેશનલ રીતે ડાઇનિંગ ટેબલ ગોઠવેલા હોય છે અને બધા ઉપર બેસીને ડિનર કરતા હોય છે. દૂર એક ટેબલ પર માહીને આશિષનો ખાસ મિત્ર દેખાય છે તો એ સાત્વિકને કહે છે હું આવું મારી કોલેજમાં મારી સાથે પેલો અભ્યાસ કરતો હતો એને મળતી આવું.

આજે માહીને બ્લેક કલરની સાડીમાં કયામત લાગતી હતી. તે પેલા આશિષના મિત્ર પાસે જાય છે અને આશિષનો મિત્ર માહીને સારો એવો આવકારો આપે છે. તે માહીને બેસવા માટે આમંત્રણ આપે છે અને માહી તેની બાજુની ખુરશીમાં બેસી જાય છે. આશિષનો મિત્ર બોલે છે " કેમ છે માહી મજામાં? "
" હા હો બસ શાંતિ છે તું બોલ તારે કેમ છે. "
" બસ આપની કૃપા કે અમને તમે હજી પણ ઓળખો છો. "
માહી થોડું જમણી બાજુ જોઈને બોલે છે " શું નામ છે આ ક્યૂટ બેબીનું..?"
" આસૃતી, અને તેની મમ્મી માયા , બોલ બીજું શું ચાલે..?"
માહીને જોઈતું હતુંને જડી ગયુંને બોલી "શું કરે પેલા તારો મિત્ર..?!"
આ વાત સાંભળીને આશિષનો મિત્ર જમતો બંધ થઈ જાય છે. અને તેની પત્નીને કહે છે કે " હું આવું તમે અહીં બેસો."
" બસ હવે એ વાતને ભૂલી જા ને એ ભૂત કાળ બની ગઈ છે ખાલીખોટું શું જૂનું વિચારે છે.." આશિષના મિત્રને ખબર હતી કે આશિષ હવે દુનિયામાં નથી રહ્યો.
માહી બોલે છે " કેમ ચૂપ થઈ ગયો કૈક તો બોલ!"
" શું બોલું યાર.."
"તને સાવ સાચું કવને તો આશિષ તો ધરાઈ ધરાઈને હેરાન થવા જોઈએ.."
"તને આવું બોલતા સરમ નથી આવતી માહી હે... કેટલી હદે તું નીચે પડીસ હે...."
માહી ચૂપ થઈ જાય છે અને મોં નીચે નમાવી દે છે.
" હવે એક પણ શબ્દના બોલતી મારા મિત્ર વિસે નહિતો અહીં બેસવા માટે નહીં પરંતુ ઉભા રેવા માટે જગ્યા નહિ મળે. "
આશિષના મિત્રની પત્ની રોકે છે અને બોલે છે " બસ કરો હવે તમેં બંને બીજાની પાર્ટીમાં આવ્યા છો.."

તારે સાંભળવું જ છે ને તો સાંભળ તમે ગમે એટલું છાનું છુપીને પ્રેમ કર્યો પણ બધાને ખબર તો પડી જ ગઈ હતી. કેમ કે સાચો પ્રેમ કદી છુપાઈને નથી રહેતો. તારી અને આશિષની વાતો આખા ગામમાં થવા લાગી હતી તને ખબર છે!! આ વાતની જાણ તારા અને આશિષના પિતા બન્ને પણ થઈ ગઈ હતી. ત્યાર બાદ આશિષ ઘરે ગયો ત્યારે આશિષના પિતાએ આશીષને હદ વગરનો માર્યો હતો. ૩ ૪ દિવસ સુધી જમવા પણ નતુ આપ્યું અને ચાલી પણ નતો શકતો.
તેનો મોબાઇલ પણ તેના પિતાએ લઈ લીધો હતો. એટલે એને તારા કોલના જવાબના આપ્યા. અને તું પેલા સાગરની વાતોમાં આવી ગઈ..

તારે સાંભળવું જ છે ને તો સાંભળ તમે ગમે એટલું છાનું છુપીને પ્રેમ કર્યો પણ બધાને ખબર તો પડી જ ગઈ હતી. કેમ કે સાચો પ્રેમ કદી છુપાઈને નથી રહેતો. તારી અને આશિષની વાતો આખા ગામમાં થવા લાગી હતી તને ખબર છે!! આ વાતની જાણ તારા અને આશિષના પિતા બન્ને પણ થઈ ગઈ હતી. ત્યાર બાદ આશિષ ઘરે ગયો ત્યારે આશિષના પિતાએ આશીષને હદ વગરનો માર્યો હતો. ૩ ૪ દિવસ સુધી જમવા પણ નતુ આપ્યું અને ચાલી પણ નતો શકતો.
તેનો મોબાઇલ પણ તેના પિતાએ લઈ લીધો હતો. એટલે એને તારા કોલના જવાબના આપ્યા. એટલે તને એમ થઈ ગયું કે એ કોઈ બીજા જોડે હશે.
આશિષનો મિત્ર બોલે છે " હા મારી જ ભૂલ હતી કે હું આશિષની વાતમાં આવીને તારા પાસે આવીને ખોટું બોલવાનું નાટક કર્યું. "
જયારે આશિષ ૩-૪ દિવસ કોલેજ પરના આવ્યો એટલે હું તેના મામાના ઘરે ગયો. એના મામા કહ્યું કે આશિષના પ્રેમસંબંધોની ખબર પડી એટલે આશિષના પિતા આવ્યા અને તેને ગામડે તેડી ગયા છે. મેં તેના મામા પાસેથી આશિષના ગામનું અડ્રેસ લીધું અને ત્યાં ગયો ત્યારે મને બધી હકીકતની ખબર પડી.
આશિષે મને અમારી મિત્રતાની સોગંદ આપીને ખોટું બોલવા માટે કહે છે અને પછી હું આશિષને મારા જોડે પાછો સુરત લાવ્યો. એને મને કીધું " યાર માહીને આ વાત કરીશું તો એ સહન નહિ કરી શકે એટલે પ્લીઝ એને ના કેતો. બસ તારે મારું એક કામ કરવું પડશે. "
" બોલને ભાઈ શું કામ કરવા નું છે..?"
"માહી ક્યારેય મારા પ્રેમને છેડવા માટે નહી માને એટલે આપણે એના પાસે ખોટું બોલવું પડશે."
" હા પણ ખોટું તો શું બોલવાનું એ તો કે....? "બસ તું તારી મિત્ર જોડે માર ફોટા પાડીને માહીને દેખાડ એટલે એ મને નફરત કરવા લાગશે.."
"ભાઈ...પણ આવું કરવું જરૂરી છે.?"
"હા ભાઈ મારા ઘરે માહીને કોઈ નહિ સ્વીકારે એટલે હું માહીની લાઈફ બરબાદ કરવા નથી માગતો."
પછી મેં આશિષના કેવાથી હું તારા પાસે ખોટું બોલ્યો.

આ બધું સાંભળીને માહીની આંખમાંથી આંસુની ધારા વહેતી બંધ થતી નથી. માહી આશિષના મિત્રને પૂછે છે " તો.....તો.....પછી એને આત્મહત્યા કેમ કરી..?"
" તને ખબર છે કે અમુક ઉંમર પછી લગ્ન માટે સારુંના લાગે.! "
" હા તો આશિષ કાંઈ એટલો બધો પણ તો સહનશક્તિ વગરનો તો નતો જ."
" હા તું સાવ સાચું બોલે છે અને તે તારા સિવાય કોઈનો થવા માગતો ન હતો અને ઘરેથી લગ્નના દબાણના કારણે તેને આત્મહત્યા પસંદ કરી. જે દિવસે આત્મહત્યા કરી તે દિવસે મને ફોન કર્યો હતોને કીધું હતું કે માહીનું ધ્યાન રાખજે અને મારી એક મેસેજ માહી સુધી પહોંચાડી દેજે ભાઈ..."
અને પછી ફોન કટ કરી નાખે છે. પછી મેં એને ફોન કર્યા પણ તેનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો. હું જલ્દીથી એના ઘરે ગયો ત્યાં મારે મોડું થઈ ગયું હતું. આશિષ આ દુનિયામાં રહ્યો ન હતો.
આ વાત કરતા કરતા આશિષના મિત્રની આખો પણ નમ થઈ ગઈ હતી. માહીનું રડવાનું બંધ થતું ન હતું. આશિષનો મિત્ર માહિના મોબાઈલમાં એક મેસેજ મોકલે છે. આ મેસેજ આશિષનો હતો અને તે એક ઓડીઓ ક્લિપ હતી. માહી આ ઓડીઓ ક્લિપ શરૂ કરે છે.

" હાય મારા પાગલ મને માફ કરજે હો, હું તારા પાસે ખોટું બોલ્યો. મારા પાસે બીજો એકેય વિકલ્પ જ નતો એટલે મેં આવું પગલું ભર્યું. હું સદાય માટે તને જ પ્રેમ કરતો હતો ને સદાય માટે તને જ પ્રેમ કરતો રઈશ. મારા ઘરવાળા તને સ્વીકારવા માંગતા ન હતા એટલે મેં જ અનિલને કહ્યું હતું કે તું માહીને મારા એડિટ કરેલા ફોટા દેખાડીને માહીના મનમાં આવું ભરી દે કે મારી કોઈ બીજી છોકરી જોડે અફેર(આડસંબંધ) છે એટલે તું મને નફરત કરવા લાગીશ અને તને મારાથી ખૂબ જ નફરત થઈ જશે. બસ મારે એજ જોતવું હતું. અને એજ થયું. પાગલ હું ક્યારેય સપનામાં પણ બીજી કોઈ છોકરીને નથી વિચારી શકતો. હું તને હદ વગરનો પ્રેમ કરું છું. આઈ લવ યુ.. આઈ મિસ યુ..."
ઓડિયો ક્લિપ બંધ થઈ જાય છે........

થોડી જ વારમાં સાત્વિક આવે છે અને માહીને ઘરે જવા માટે કહે છે અને પૂછે છે " ઑ મેડમ શું થયું કેમ રડો છો? "
" કાઈ નહિ બસ ઘણા સમય પછી મળ્યાને એટલે જૂની યાદો મનમાં આવી ગઈ બસ ."
" ચાલ હવે લેટ થાય છે"
સાત્વિક અને માહી બન્ને ઘરે જવા નીકળી જાય છે ઘરે પહોંચી તો સાત્વિક થાકેલો હોવાથી માહીની બાજુમાં તરત સુઈ જાય છે. પરંતુ આજે માહીને નીંદર નથી આવતી. આખી રાત જાગે છે. સવારે વહેલા ઉઠી સાત્વિક આઉટ ઓફ સ્ટેશન જાય છે. માહી હજી પણ આશિષના સદમાં હતી. સાત્વિકના ગયા પછી તરત માહી અનિલને કોલ કરે છે અને કહે છે " તું આજે ફ્રી હોય તો આજે અને અત્યારે જ મારે આશિષના ઘરે જવું છે."
"પણ....."
" હું કંઈ નથી જાણતી તારે આવવાનું છે જ મારા સાથે.."
"હા ચાલ હું તને લેવા આવું છું.."

અનિલ માહીને લઈને આશીષમાં ઘરે જાય છે અને આશીષના ફોટાને ભેટીને બેહદ રડે છે. આ જોઈને આશીષના માતાપિતા પણ રડવા લાગે સાથે સાથે અનિલ પણ રડવા લાગે છે.

આ દ્રશ્ય જોઈ એવું લાગી રહ્યું હતું કે જાણે આશીષ અને માહી બન્ને એકમેકમાં પરોવાઈ ગયા હોય.

થોડીવાર પછી અનિલ અને માહી ઘરે પાછા આવવા નીકળી જાય છે. આજે એવું લાગતું હતું કે આશીષ પોતે નિચે આવીને માહીને ભેટીને રડતો હોય.

બસ એ દિવસથી આજ સુધી માહી ઘરે પહોંચી ગઈ હતી પણ મનતો હવે આશીષ પાસે હતું. થોડાક મહિના પછી માહીને ઘરે પારણું બંધાય છે અને ઘરે દીકરાનો જન્મ થાય છે. માહી અને સાત્વિક બંને દીકરાનું નામ આશિષ રાખે છે.

આજે માહી ફરીવાર જૂની માહી બનીને આશિષને પ્રેમ કરવા લાગી હતી......

✍🏻~દુશ્મન

રેટ કરો અને રિવ્યુ આપો

Khyati Soni ladu

Khyati Soni ladu 1 વર્ષ પહેલા

Patidaar Milan patel

Patidaar Milan patel 1 વર્ષ પહેલા

ketuk patel

ketuk patel 1 વર્ષ પહેલા

Vishwa

Vishwa 1 વર્ષ પહેલા

Neeta

Neeta 1 વર્ષ પહેલા