NOTHING IS IMPOSSIBLE books and stories free download online pdf in Gujarati

NOTHING IS IMPOSSIBLE

*# NOTHING IS IMPOSSIBLE*

*"Nothing is impossible"* અર્થાત કશું પણ અશક્ય નથી. માત્ર એકવાર હું મારી જાત પર કાબુ મેળવી લઇશ એટલે *impossible* નું પણ હું *I'm possible* કરવામાં હું સમર્થ છું. બસ એટલી જ વિચારધારા કેળવીશ એટલે *NOTHING IS IMPOSSIBLE*.

એકવાતથી આપણે આ ઘટનાને સમજીયે.
કોઈ અન્ય વ્યક્તિ એમ કહે કે આ કામ કે પછી વસ્તુ ખુબ જ મુશ્કેલ છે અને આપણે એનું માનીને આપણે એ કામ કરવામાં જરા પણ પ્રયાસ નથી કરતા અને વગર પ્રયત્ન હરેરી જઈએ છીએ.
અને એ કામ તો શું પછી તો આપણે વિચારતા પણ નથી કે હું આ કામ કરી શકીશ. આ કામમાં હું પ્રયત્ન કરીશ તો હું પાર ઉતરી જઈશ એવું પણ નથી વિચાર કરતા.

બસ મનમાં એકજ વિચાર આવી જાય હું આ કામ નહીં કરી શકું. *IT'S IMPOSSIBLE* મારાથી હવે નહિ થાય...!

બસ સામાન્ય ઉદાહરણ મારુ જ લઈને વાત કરું તો મને સાહિત્ય જગતની જરા પણ માહિતી નતી અને એક પ્રયત્ન કરીને તેમ પા..પા..પગલી ભરતા શીખ્યો અને અત્યારે ચાલતા શીખું છું. જો મેં એમ માની લીધું હોત કે હું નહિ કરી શકું તો અત્યારે મને કોઈ ના ઓળખાતું હોત. જો આપણે ચાલવાનો જ પ્રયત્ન નહિ કરીએ તો શું આપને દોડતા આવડશે?
આ જગતમાં એવું એકેય કામ જ નથી જે અશક્ય હોય *IMPOSSIBLE* હોય. બસ અશક્યને શક્યમાં પરિવતીત કરવાની જરૂર છે તો એના માટે આપણે હિંમત, જુસ્સો અને મહેનત કરવી પડશે.

માનવી જો ધારે તો એ બધુંજ એક ક્ષણમાં પામવાની શક્તિ રાખે છે. પરંતુ એ લાગણી, ભાવના અને નિરાશાથી ડરીને પાછીપાની કરી બેસે છે. માત્ર માનવીને એકજ વાત યાદ રાખવાની જરૂર છે. *I CAN DO IT* . સફળતા અને સિદ્ધિ આપો આપ આપણને મળવા દોડી આવશે.

યાદ એટલું રાખવાનું છે કે *IMPOSSIBLE* પણ એમ કહે છે *I'M POSSIBLE* એટલે મારા માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. હું મારા માટે અને મારા સ્નેહીજનો માટે કઈ પણ કરવા તૈયાર છું.

' *છે ભરોસો મને મારા પર એ મારી તાકાત બનશે,*
*આપશે અજાણ્યા સૌ સાથ અંતે તો બધા મારી સોગાત બનશે.* '

દરેક સફળ વ્યકિત પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ વાત ને હું માનું છું. કેમ કે હું પણ એમજ માનતો હતો કે સાહિત્ય જગત ખૂબ જ અઘરું છે અને હું ક્ષણિક પણ નહીં ટકી શકું પરંતુ મારી બે મનની માનેલી બહેનોના કારણેજ અહીં પહોચ્યો છું. દરરોજ સવારે પડતાની સાથે જ મને લખવું માટે પ્રોત્સાહિત અને આશ્વાસન આપતા અને જરૂર પડે ત્યાં મને ગુસ્સે થઈ ખીજાય પણ લેતા. આજે હું જે કાંઈ છું બધું એમના લીધે જ છું. મારી બંને બહેનો મને હાલ પણ પ્રોત્સાહન આપે છે અને આપતા પણ રહશે અને હું એમની આશા પર ખરો ઉતરીશ. હું આભાર માનું છું મારી બંને બહેનો કે મારા સુખ-દુઃખમાં બધેજ મારો સહારો બની સાથે છે.

છેલ્લે આપણે *Nothing Is Impossible* નું એવું ઉદાહરણ આપણી સમક્ષ છે જે આજે નાના બાળકથી માંડી ને વૃદ્ધ દાદા-દાદી સુધી બધાને એ *inspire* કરે છે. ખબર છે કોણ?.... હા.. નવાઝુદ્દીન સિદ્દીકી.

હાલ તો આ કલાકાર સાહેબ ખૂબ જ લોકપ્રિય છે અને તેમને ૨૯ વર્ષે ફિલ્મી જગતમાં સ્થાન મળ્યું હતું અને ૩૦ વર્ષે માત્ર ભારત જ નહિ પરંતુ આખા દુનિયામાં પ્રસિદ્ધિ મેળવી લીધી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે "તમે આટલા વર્ષો સુધી ઇન્ટરવ્યૂ-ઓડિશન આપ્યા પરંતુ સિલેક્ટ ના થયા તો પણ તમે હાર કેમ ના માની.."
જવાબમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ બવ સરસ મજાનો જવાબ આપ્યો "જો મેં *Give Up* કર્યું હોત તો મારા જેવા હજારો લાખો બીજા નવાઝુદ્દીન સિદ્દીકી આ દુનિયા માંથી ખોવાઈ જાત એટલા માટે મેં *Give Up* ના કર્યું અને પ્રયાસો શરૂ રાખ્યા અને આજે તમારી સમક્ષ હું અહીં ઉભો છું. "

*સારાંશ:-*
આપણે કોઈ વસ્તુ કે કામમાં પ્રયત્ન કર્યા વગર હાર ના માનવી જોઈએ અર્થાત હું નહિ કરી શકું મારાથી આ નહિ થાય.
આ દુનિયામાં *EVERYTHING IS POSSIBLE* અને *NOTHING IS IMPOSSIBLE* છે.
*કર તું પ્રયાસ તો તું પાર ઉતરી જઈશ,*
*લાગે જો ડર, કર દાદાને યાદ સફળ બની જઈશ.*




✍🏻~દુશ્મન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED