ડોશીમા mayur rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોશીમા

*ડોશીમા*

રતનપર નામનું એક ગામ હતું. એ ગામમાં અંદાજે સો એક ખોરડા હશે! આખું ગામ એકબીજા જોડે હળીમળીને રહે. ગામના સીમાડે એક વૃદ્ધ વિધવા ડોશીમા રહેતા હતાં. તેમને એક દીકરી હતી. જેને લગ્ન બાજુનાં જ ગામમાં કર્યા હતા.

બંને ગામ વચ્ચે એક મંથરા નામનું જંગલ હતું. આ જંગલમાં જાતજાતના અને ભાતભાતના પશુ-પક્ષી અને વૃક્ષો હતા. આ જંગલમાં ખાસ કરીને વાઘ અને દીપડાનો ખૂબ જ ત્રાસ હતો. અવારનવાર તે ગામ લોકોને મારી ખાતા હતા. આથી ગામ લોકો જંગલમાં જતા ખૂબ જ ડરતા હતા.

એક દિવસ બન્યું એવું કે ડોશીમાની દીકરી કંઈક સંજોગો વસતા માંદી પડે છે તો તે તાર લખીને ડોસીમાને મોકલે છે. ડોશીમા તો બિચારા અભણ તેંથી વાંચતા તો આવડે નહિ. આથી તે ગામના માસ્તર પાસે તાર વંચાવા માટે જાય છે.

માસ્તર ડોસીમાને તાર વાંચીને સંભળાવે છે. ડોસીમા દીકરી માંદી છે એમ સાંભળતા જ હાફળા-ફાફળા થઈ જાય છે. છેવટે ડોશીમા માસ્તરને પૂછે છે, ' માસ્તર તું તો અમરાપરનો જ છે તો હું તારા સંઘાત આવું?'

' કેમ નય માડી ચોક્કસ આવજો અમથા પણ તમારે મંથરા માંથી એકલા નો નીકળાય.'

' તો કાલે માસ્તર તું મને ઘરે જાય એટલે લઇ જાજે હો! '

' ચોક્કસ માડી. '

બીજા દિવસે ખૂબ વરસાદ પડે છે તો માસ્તર અને ડોશીમા સાંજના સમયે અમરાપર જવા નીકળે છે. જંગલમાં અનરાધાર વરસાદના લીધે ચાલે એવું નથી હોતું અને બીજી તરફ મંથરામાં નદી પણ આવી જાય છે તો માસ્તર અને માડી પાછા ગામમાં પણ નથી જઈ શકતા. માસ્તરે ડોશીમાને કીધું,

' માડી આજે આપણે અહીં જ રોકાવું પડશે હવે. '

'હા માસ્તર, ઓલા વડલાની ઓથે રોકાઈ જાવી.'

માસ્તર અને ડોશીમા વડલાની ઓથે બેસે છે. રાત પડી ગઈ હોવાથી માસ્તરને વાઘ-દીપડો આવવાનો ખૂબ જ ડર લાગે છે. તો માસ્તર માડીને સુવાનું કહીને પોતે જાગે છે. ડોશીમા તો બસ ઘડીકમાં ઘોર ઊંઘમાં જતા રહે છે. જેમજેમ રાત આવતી જાય છે એમએમ માસ્તરનો ડર વધતો જાય છે. મોડી રાતના બે દીપડા શિકાર માટે નીકળેલા જોઈ માસ્તરનો પરસેવો છૂટી જાય છે.

માસ્તર તો બૂમાં-બૂમ કરવા લાગે છે. ભાગો ડોસી ભાગો ડોસી દીપડા આવ્યાં! ડોશીમા તો જાગવાનું નામ નથી લેતા. માસ્તર તો વડલાની ઉંચી ડાળીએ ચડીને બેસી જાય છે.

એવામાં ડોશીમા બોલવા લાગ્યા, 'મને નથી કોઈનો ડર, આવી જા સામે દમ હોય તો! હિંમત હોય તો જ સામે આવજે નહિ તો આજે તને ફાડી ખાઈશ.'

આવું સાંભળતા બંને દીપડા ડરી જાય છે અને બોલે છે, ' અલા, મુનિયા આ દોશી તો હિંમત વાળી લાગે છે. આ આપણને નહિ બક્ષે હો. ચાલ અહીંથી જતા રહીએ.' બંને દીપડા ભાગી જાય છે.

આ જોઈ માસ્તરના જીવમાં જીવ આવે છે અને મનમાં વિચારે છે કે ડોશીમા તો બવ હિંમત વાળા લાગે છે હો!. સવારમાં માસ્તર વડલાની ડાળીએથી નીચે ઉતરીને ડોશીમાને જગાડે છે. અને ડોશીમા જાગીને માસ્તરને કહે છે, ' ઉંઘ તો બવ સારી આવી હો માસ્તર. '

' માડી તમેં તો બવ હિંમત વાળા હો ઓલા બંને દીપડાઓને ભગાડી મુક્યા! '

' શું બોલો છો માસ્તર ? મને તો જનાવરાથી તો બવ ડર લાગે છે. '

' લે માડી તમે તો બોલતા હતાને કે બંનેને ફાડી ખાવ! '

' અરે માસ્તર એ તો મારો ઊંઘમાં બબડવાની ટેવ છે! '

આવું સાંભળતાં બિચારા માસ્તર ત્યાંને ત્યાં જ બેસુદ થઈને ઢળી પડે છે.