સળગતી સમસ્યા: ગ્લોબલ વોર્મિંગ joshi jigna s. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સળગતી સમસ્યા: ગ્લોબલ વોર્મિંગ

સળગતી સમસ્યા: ગ્લોબલ વોર્મિંગ
ગ્લોબલ વોર્મિંગ એટલે સામાન્ય ભાષામાં ભૂમિમંડલમાં વૈષ્વિક તાપમાનમાં વધારો થવો. પ્રુથ્વી પરા ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવુ જોઈએ જે ધટતું જાય છે જે આખા વિશ્વ માટે જોખમી સાબિત થઈ રહ્યુ છે. ઓક્સિજનનું સતત ધટતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું સૌથી મોટું કારણ છે અને તેના માટે મુખ્ય કારણભૂત જો કોઈ હોય તો તે છે મનુષ્ય. ગ્લોબલ વોર્મિંગ ફક્ત ભારતનીજ નહિં પરંતુ આખી દુનિયાની સમસ્યા છે. આ ખુબજ ગંભીર સમસ્યા છે પરંતુ તેના પર વિશેષ ધ્યાન આપવામાં નથી આવી રહ્યુ. આ ગંભીર સમસ્યા થી છૂટકારો મેળવવા આખા વિશ્વને સાથે મળીને લડવું પડશે.
ગ્લોબલ વોર્મિંગની મોટામાં મોટી ગંભીર અસર વિશ્વભરનાં બરફ આચ્છાદિત પર્વતો ઘટી રહયા છે. ગ્રીનલેંડનાં પીગળતા બરફને લઈને વૈજ્ઞાનિકો ખુબજ ચિંતિત છે જો ગ્રીનલેંડ્નો બરફ પીગળી ગયો તો દુનિયાભરના સમુદ્રોનું જલસ્તર 20 ફૂટ જેટલું વધી જશે. દુનિયાનાં સૌથી મોટા ગણાતા ગ્રીનલેંડ્માં હજારો વર્ષોથી સેંકડો કિલોમીટર સુધી બરફ્ની મોટી ચાદર પથરાયેલી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્રીનલેંડ્માં ખુબજ ગરમી પડી રહી છે જેના કારણે બહુ મોટી માત્રામાં બરફ પીગળી રહ્યુ છે. આ સદીનાં અંતા સુધીમાં માત્ર ગ્રીનલેંડ્માં પીગળતા બરફનાં કારણેજ સમુદ્રોની સપાટી ત્રણ થી ચાર ફૂટ જેટલી વધી જશે. ઉતર એશિયા, મધ્ય યુરોપ જેવા દેશોમાં રહેલા 80% ગ્લેશિયર વર્ષ 2100 સુધીમાં પીગળી જશે. ગ્રીન હાઉસગેસોનાં ઉત્સર્જન પર કાબુ મેળવવામાં ન આવ્યો તો આલ્પ્સપર્વતોમાં રહેલા 90% ગ્લેશિયર આ સદીનાં અંત સુધીમાં પીગળી જશે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે સમુદ્ર્ની જળસપાટી વધી રહી છે એ જોતા આ સદીનાં મધ્યભાગ સુધીમાં સમુદ્ર્ના વધતા જળસ્તરને કારણે ભારતને પણ અસર થશે. નાશાનાં રીપોર્ટ મુજબ સમુદ્રોની વધી રહેલી સપાટીના પરિણામે ભારતનાં નીચાણમાં રહેલા અનેક પ્રદેશો પાણીમાં ડૂબી જાય તેવું જોખમ ઉભુ છે.
નાશાના એક અન્ય રીપોર્ટ મુજબ વર્ષ 2050 સુધીમાં દરિયાની સપાટી એટલી વધી જશે કે ભારતનાં મુંબઈ, કોલકતા જેવાં મહાનગરો કાયમ માટે જળમગ્ન થઈ શકે છે. પશ્ચિમ બંગાળ,કેરળ,ઓડિશા કે મહારાષ્ટ્ર જેવા રાજયોજ નહિં પરંતુ ગુજરાત પણ આ દરિયાની વધી રહેલી જળસપાટીનો ભોગ બની શકે છે. સમુદ્રોનીવધી રહેલી સપાટીનાકારણે દુનિયાભરનાં ઓછામાં ઓછા 30 કરોડ લોકો અસર પામશે. વીસમી સદીમાં જળસ્તરમાં 11 થી 16 સે.મી.નો વધારો થયો હતો. જયારે આ સદીમાં 50 સે.મી.એ પહોચી ગયો છે. વૈજ્ઞાનિકોનાં મત મુજબ જો હાલનાં દરે કાર્બન ઉત્સર્જ્ન ચાલુ રહ્યુ તો આ સદીનાં અંત સુધીમાં આ જળસ્તર 2 મીટર જેટલું વધી જશે.આફ્રિકાનાં વિખ્યાત કિલિમાંજારો પહાડોનો બરફ વર્ષ 1912 બાદ 80% થી વધારે પીગળી ગયો છે. યુ.એન.નાં રીપોર્ટ મુજબ છેલ્લાં એક દાયકામાં ગ્રીનલેંડ અને એંટાર્કટિકા માં પથરાયેલી બરફ્ની ચાદરમાં દર વર્ષે 400 અબજ ટનનો ઘટાડો થાય છે જેના કારણે મહાસાગરોની સપાટી દરવર્ષે આશરે 1.2 મિલિમીટર વધી છે.
ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન ઉત્સર્જનનાં કારણે પેટ્રોલિયમ અને કોલસા જેવા બળતણોના ઉત્પાદન અને વપરાશનો પ્રમાણ નક્કી કરવો જોઈએ આવા બળતણનાં દહનથીજ પ્રુથ્વીનું તાપમાન વધારતા કાર્બનડાયોકસાઈડ જેવા વાયુઓનું ઉત્સર્જન થાય છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે ગ્લેશિયર પીગળેતો છે જ પણ સાથે સાથે દરિયાકાંઠાનું ક્ષરણ પણ થાય છે. સમુદ્રોનું તાપમાન વધતા સમુદ્રી વાવાઝોડાનું પ્રમાણ વધે છે અને જેના કારણે દુનિયાભરનું ઋતુચક્ર બદલાઈ રહ્યુ છે.જો ગ્રીન હાઉસ ગેસોનો ઉપયોગ આજે જ બંધ કરી દેવામાં આવે તો પણ પરિસ્થિતિ સામન્ય થતા 200 વર્ષ લાગી જાય તેમ છે.
થોડા વર્ષો પછી ગ્લોબલ વોર્મિંગ એટલું વધી જશે કે પ્રુથ્વી પર શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ જશે. વાતાવરણમાં પ્રદૂષણની મોટી અસર પડે છે, જેના કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટવાનું શરૂ થયું છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે ઘણી જાતીઓ લુપ્ત થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગથી છૂટકારો મેળવવા માટે પર્યાવરણને પહેલા બચાવવું પડશે. વધુને વધુ વ્રુક્ષો વાવવા જોઈ. દરેક માનવી એક વ્રુક્ષ રોપે તો પણ 125 કરોડ થાય જેની મદદથી ધીમે ધીમે પ્રુથ્વી પરથી ઓક્સિજનનો અભાવ દૂર કરી શકાય.
પોટ્સડેમ ઈંસ્ટિટયુટ ઓફ કલાઈમેટ ઈમ્પેકટ રિસર્ચના સાયંટિસ્ટ પ્રો. એન્ડર્સ લીવરમેને ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતમાં વરસાદ પર થનારી અસરોનો અભ્યાસ કર્યો છે. તેમના કહેવા મુજબ ગ્લોબલ વોર્મિંગના કારણે જ્યારે ધરતીનું તાપમાન 1 ડિગ્રી વધી જશે ત્યારે ભારતમાં ચોમાસામાં 5% વધુ વરસાદ થશે.ચોમાસું દર વર્ષે ખરાબ થતો જશે અને તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની જશે. ગ્લોબલ વોર્મિંગનાકારણે આ સદીનાં અંત સુધી દર વર્ષે તાપમાન ઉતરોતર વધશે અને ભારતમાં ચોમાસુ વરસાદ વધુ તબાહી મચાવશે, જેના કારણે વધુ પુર આવશે અને લાખો એકરમાં પાકને નુકશાન થશે. હાલમાં ઉતરાખંડમાં તબાહી મચાવનાર પૂર આવ્યુ જેનુ કારણ પણ ગલેશિયરનું પીગળવુંજ હતુ જેના કારણે કેટલીયે નદીઓનાં જળસ્તર ઉચાં આવી ગ્યા હતા અને જાનમાલને ખુબજ નુકસાન પહોચ્યું.