કોણ હતી એ? Patel Kanu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોણ હતી એ?


આકાશે અષાઢી વાદળોની પરિષદ ભરાયેલી હતી. દક્ષિણ દિશામાંથી ફૂંકાતાં પવનમાં ક્યાંક વરસાદે ધરતીને ભેટયાની ભીની ભીની માદક ફોર્મ આવી રહી હતી. કાળા ડિબાંગ વાદળો થી સ્વચ્છ અને દુધમલ આકાશ મેલું ભાસતું હતું . હજુ પક્ષીઓનો મંદ મંદ કોલાહલ ગુંજી રહ્યો હતો. વૃક્ષોની ડાળીઓ પવન ને ભેટવા માટે અધિરી થઈ રહી હતી. સૂર્ય તો ક્યારનો ક્ષિતિજના ખોળે બેસી ગયો હતો. રસ્તાની બાજુ ની ઝાડીમાંથી તમરાનો તમ તમ સવાજ સંભળાઈ રહ્યો હતો. રસ્તા પર સૂકાં પાંદડા વેર વિખેર પડ્યાં હતાં. દિશાઓ સુમસાન હતી. દૂર દૂર સુધી કોઈ જીવનો અણસાર દેખાતો હતો.

" તને લ્યા કહ્યું હતું કે રસ્તે નથી જવું પણ માને કોણ?"

" ગઈ તિથિ બ્રાહ્મણ પણ નથી વાંચતો. તું ચાલ્યા કર છાની માની."

અને ઝરમર ઝરમર વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો. ઘડી પહેલા ફૂંકાઈ રહેલો પવન જાણે કે વૃક્ષોની ડાળીઓમાં ભરાઈ રહ્યો. સ્મશાનવત શાંતિ વાતાવરણને ભયાનક બનાવી રહી. નિર્જન રસ્તાઓ પર અંધકાર આસન જમાવીને બેઠો હતો. આસપાસ, ક્યાંય પણ કોઈ જીવ હોવાના એંધાણ દેખાતા હતાં.

" ઓય મૃગલા અહીં આવ, ઝાડ નીચે ઉભા રહી જઈએ."

" લ્યા ડોબા, ઘર ભેગા થવાનું કરને."

" પણ વરસાદ તો જો."

" સારું ચાલ થોડી વાર ઉભા રહીએ."

મૃગેશ અને કપિલ શહેરથી થોડે દુર આવેલી હવેલી જોવા ગયાં હતાં. લોકો અવાર નવાર અહીં આવતા. અહીં આવીને વાતો ના વડા પકવતા. ત્યાંના શાંત અને મનોહર વાતાવરણમાં એવા ખોવાઈ ગયા કે સાંજ ક્યારે થઈ ગઈ એની ખબર પડી. જ્યારે સમયનું ભણ થયું તો બહુ મોડું થઈ ગયું હતું. પગપાળા સંઘ હતો. એમાં આછો વરસાદ વિઘન. બંને યુવાનો પોતાની મસ્તીમાં રસ્તે ચાલી રહ્યાં હતાં.

અવહોર અંધકાર અને સ્મશાનની શાંતિમાં ઝાડીમાંથી કંઈક અવાજ આવી રહ્યો હતો. કોઈના પગરવનો આભાસ થયો.

" કપિલ, ત્યાં કોઈના પગલાંનો અવાજ સંભળાય રહ્યો છે."

" કોઈના હોય લ્યા, કોઈ કુતરું હશે કે કોઈ જાનવર હશે."

ફરી પાછી શાંતિ છવાઈ ગઈ. બંને ભાઈબંધ વાતોમાં ખોવાઈ ગયાં. વરસાદ અવિરત ચાલુ હતો. અટકવાનું નામ લે એવું લાગતું હતું.

" ચાલને કપિલ હવે ઘરે જઈએ, પલળી જશું, બીજું શું ? પણ જો રાત કેટલી થવા આવી?"

" જવાય છે લ્યા ઘરે શું દાટયું છે?"

વળી પાછો કોઈનો સળવળાટ. કોઈ દોડીને ગયું હોય એવો અવાજ આવ્યો. મૃગેશનું ધ્યાન તરફ ગયું. પરંતુ કપિલના કાનમાં એનો અણસાર સુધા પહોંચ્યો હોય એવું લાગ્યું.

" કપિલ, કોઈ દોડ્યું હોય એવું લાગ્યું?"

" નારે.."

" તું સાલા બહેરો છે. કાને ચશ્મા પહેરવાનું શરૂ કરી દે."

" મને લાગે છે કે તું ડરે છે. એટલે તને આવા અવાજ સંભળાય છે."

" લ્યા ડરતો કોઈ બાપોય નથી. તો મને અવાજ સાંભળ્યો એટલે મેં કહ્યું."

થોડી વાર માટે બંનેના હોઠો પર મૌન છવાઈ ગયું. અવિરત પડતી વરસાદની બૂંદોને હથેળીમાં બંને ધારણ કરી રહ્યાં અને એના છાંટા એકબીજા પર ઉડાવી રહ્યાં. ક્યારેક ક્યારેક ઝબુકતી વીજળી વરસાદની બુંદમાં એની છાપ છોડી જતી અને વરસાદની બુંદો થોડી વાર માટે રત્નનો ખિતાબ ધારણ કરી લેતા. વાતાવરણમાં મદિરાની માદકતા હતી. અને ફોરમ તો નસ નસમાં સમાઈ જાય એવી.

" કપિલ, તને સંભળાયું ? કોઈ હસી રહ્યું છે."

" ભાઈ મૃગેશ, તું ભાઈ ઉભો થા ચાલ ઘરે જઈએ."

" ના યાર, હું સાચું કહું છું. સામે ઝાડી રહી એની પાછળ છે."

" કોણ છે? કોનો અવાજ છે?"

" કોણ છે શું ખબર. પણ છોકરીનો અવાજ છે?"

" ડોબા બે ચાર પેગ માર્યા છે કે શું?"

" મારા ખાનદાનમાં કોઈએ હાથ પણ નથી લગાવ્યો સમજ્યો તું ?"

" તો શું આવી પાગલ જેવી વાત કરે છે."

" હું પાગલ નથી. સાચું કહું છું."

વરસાદની ઝડપ કંઇક વધી રહી હતી. હવે તો પવન પણ વરસાદને સાથ આપી રહ્યોં હતો. વાદળો પણ આકાશમાં રહ્યા રહ્યા ધરતીને ડરાવી રહ્યાં હતાં. પરિષદમાં જાણે કોઈ બાબતની રકઝક થઈ હોય એવું લાગ્યું. વાતાવરણ જોર પકડી રહ્યું હતું. ભયાનક અંધકાર વધુ ભયાનક થઈ રહ્યો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ભીની માટીની મહેક વાતાવરણને માદક બનાવી રહી હતી. કડાકા અને ભડાકા દિશાઓને ગભરાવી રહ્યા હતાં.

કપિલના મનમાં કોઈ ભય હતો. પરંતુ મૃગેશના મનમાં કોઈ અજીબ દર હતો. એણે કોઈની હાજરી મહેસુસ કરી હતી. વાત કપિલ માનવા તૈયાર હતો. કોઈ હતું જે અહીં આસપાસ હતું. પરંતુ કોણ હતું? મૃગેશને શંકાનું સમાધાન કરવું હતું પરંતુ કપિલ માને તો ને !

વાદળના વિનાશી અવાજની સાથે વીજળીનો કડાકો થયો. જાણે નજર સામે વીજળી હાસ્ય કરી રહી. ભય અને ભયાનકતા ચારે તરફ પ્રસરી ગઈ. મૃગેશે રસ્તા પર નજર કરી. ક્યાંય કોઈ બાજુ કોઈનો અણસાર હતો. પરંતુ એની નજર રસ્તાની પડખે બેસેલી એક છોકરી પર પડી.

વરસાદમાં એનું આખું શરીર ભીંજાઈ ગયું હતું. ઠંડીના લીધે શરીરને સંકોરીને બેઠી હતી. ભય એના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. ઘડી ઘડીમાં ઝબકી જતી. વીજળી એના હાલ વર્ણવી રહી હતી. એના ગોરા ગોરા વદન પર બે મોટી આંખો એના સૌંદર્યને દીપાવી રહી હતી. બે ભમ્મર ની વચ્ચે ચોડેલી લાલ બિંદી એના ચહેરાની સુંદરતાને શોભાવી રહી હતી. ભાલ પર પડેલી કરચલિયો એના ભયને સ્પષ્ટ પણે દર્શાવી રહી હતી. કાને લટકતા ઝૂમખાં વાળની લટ સાથે મૈત્રી કરી બેઠા હતાં. પગના પગરખાને ગાદી બનાવીને એની કાયાને બને એટલી ઠંડા પવનથી બચાવી રહી હતી. એના આંગ પર ઓઢેલી ઓઢણી એના શરીરને મર્યાદાની રેખામાં બાંધી રહ્યું હતું. કુણા, મુલાયમ ગાલ પર પડેલા વર્ષા બુંદ કોઈ ગુલાબની પાંખડી પર બાઝેલા ઝાંકળ બુંદની જેમ ગુલાબી વદનની શોભા વધારી રહ્યાં હતાં.

થોડો ડર અને શરમ સાથે એકલી છોકરી કોઈ આશા અને મદદની આશમાં બેઠી હોય એવું લાગ્યું. એના ચહેરા પર રહેલું આછું સ્મિત લાચારી છતી કરી રહ્યું. પરંતુ ભયાનક રાત્રીમાં અહીં એકલા એક છોકરીનું હોવું મૃગેશને કંઈક આશ્ચર્ય લાગ્યું.

" કપિલ... કપિલ...જો તો...પેલી છોકરી."

" ક્યાં છે ? તું બેસને નીચે."

" રહી જો સામે રસ્તાની સાઈડમાં."

" જો બકા, વરસાદ જાય અને આપણે ઘરે જઈએ એટલે પહેલા આપણે તારી આંખો ચેક કરાવા હોસ્પિટલ જઈશું."

" લ્યા બેઠી જો ને લાલ ડ્રેસમાં."

" કોઈ બાપોય નથી લુખ્ખા, કહ્યું તો ખરા."

મૃગેશ આખી પરિસ્થિતિ સમજી ગયો. પરંતુ એનું વર્ણન શબ્દોમાં કરી શકે એટલી હિંમત એનામાં હતી. એની આંખો એના હદયના હાલ દર્શાવી રહી હતી. એને એવું લાગી રહ્યું હતું કે છોકરી એની નજીક આવી ગઈ. સ્પષ્ટ પણે એને નિહાળી શકતો હતો.

છોકરીના ચહેરા પર સ્મિત હતું. નિર્દોસ ચહેરો મૃગેશના મનમાં કેટલાય સવાલ પેદા કરી રહ્યો હતો. છોકરીની આંખોની ચમક મૃગેશની આંખોમાં અંધકારની પ્રતીતિ કરાવી રહી હતી. એની મખમલી કાયા મૃગેશને રોમ રોમ ડરથી કંપાવી રહી હતી.

છોકરી સંગે મરમરની કાયા ધીમા પગલે મૃગેશ તરફ આવી રહી. એની ચાલમાં નજાકત હતી. એના હર એક અંગનો મરોડ પ્રણય ઉતપન્ન કરે એવો હતો. એની નજરમાં સાગરની ગહેરાઈ હતી. આવીને મૃગેશની આંખોમાં આંખ પરોવી પોતાના બે હાથ વડે મૃગેશને પોતાની તરફ....

" ટ્રીન...ટ્રીન....ટ્રીન...ગુડ મોર્નિંગ...."

અને આલાર્મની સાથે મૃગેશ સફાળો પથારીમાંથી બેઠો થયો. એના કપાળ પર પ્રસ્વેદની બુંદો બાઝી ગઈ હતી. ધડકનોની રફતાર કઈક સમજાય રીતે વધી ગઈ હતી. સવારના વાગ્યાના આલાર્મની સાથે મૃગેશના સપનાનો અંત આવ્યો. એણે હદય પર હાથ રાખ્યો અને ભગવાનનો આભાર માન્યો. પરંતુ એના મનમાં એક સવાલ હતો:

" કોણ હતી ....?"

* * *