સામી સાંજે શહેરના મધ્યમાં આવેલ વૈભવી બંગલામાંથી મરણના ચિર રુદનનો કર્કશ અવાજ આવી રહ્યો. ભૌતિક સુખ ની કોઈ કમી ના હતી. ગાડીઓની લાંબી લાંબી કતારો હતી. ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂકમા લાખો કરોડો ફોલોઅર્સ હતાં. દેશ દુનિયામાં કરોડો ચાહકો હતાં. ફિલ્મ જગતનો એક સિતારો હજુ આસમાન માં ઉગવાની તૈયારી કરી રહ્યો હતો. અને ખબર નહિ કેમ આથમી ગયો
ફા નું જગત એના અંતર મનને ના ભૂંજવી શક્યું. થોડી ઘણી જ ફિલ્મો માં કામ કરવાનો મોકો મળ્યો. પરંતુ જે ફિલ્મ માં કામ કરવાનો મોકો મળ્યો એમાં દિલ થી કામ કર્યું. ફોલ્મો પણ હિટ ગઈ. બહુ જ સારો પ્રેક્ષક વર્ગ મળ્યો. વૈભવની સાથે પ્રસિદ્ધિ પણ મળી.
જીવનના દિવસો બહુ જ ખુશી અને શાંતિ પૂર્વક પસાર થઈ રહ્યા હતાં. એના હાસ્યની આખી દુનિયા દીવાની હતી. ભવિષ્યમાં પ્રસિદ્ધિ ના શિખરને સર કરવાની પ્રેક્ષકો દુવા કરી રહ્યા હતાં. આગળ વધવાની એની ગતિ પણ દર્શાવી રહી હતી કે ચોક્ક્સ એ પ્રેક્ષકોની દુવાને અંજામ આપશે.
ચહેરા ઉપરના હાસ્ય પાછળના દર્દને કોઈ સમજી ન શક્યું. એના મનમાં ચાલતા દ્વંદ્વને કોઈ પણ પ્રેક્ષક ગણ નિહાળી ના શક્યું. અંદરથી કોઈ છૂપું દર્દ એના હદયની ઇમારતને કોરી ખાતું હશે. એ દર્દ કદાચ એના ભૌતિક સુખની શીતળતા કરતા ઓન વધારે દાહ આપનારું હશે. ક્યારેક કાર્યમાં વ્યસ્ત રહીને તો ક્યારેક શરાબના નશા સાથે મિત્રતા કરીને એના ગમને ભુલાવાની કોશિશ તો કરી હશે જ. ઝનૂન અને અથાગ મહેનતથી મેળવેલી સફળતાને ધૂળમાં ભેળવવાનો અમસ્થો કઈ શોખ તો નહીં થયો હોય!
ક્યારેક રાત્રીની સ્મશાનવત શાંતિમાં પણ એની આંખમાંથી આંસુ વહ્યા હશે. એના હદયનું રુદન એના આખા અસ્તિત્વને હચમચાવી દીધું હશે. પોતાના જીવનની કરુણતા ને વાચા ના આપી શક્યો કદાચ એના હોઠ કંપતા હશે. જીવનની સફરમાં ક્યારેય ન ધ્રુજતા કદમ આત્મહત્યાના પ્રયાસમાં તો ધ્રુજયાં જ હશે.
પોતાની પ્રસિદ્ધિ ની ચિંતા એક વાર તો એ થઈ હશે. જીવ થી પણ વધારે પ્રેમ કરનારી પત્નિ કે હજુ તો ઉંમરના કોડ પુરા કર્યા જ નહોતા એનો વિચાર એક વાર તો આવ્યો જ હશે. જીવનમાં દુઃખ દર્દ અને નિરાશાની પ્રત્યેક પળમાં હિંમત આપતા માં બાપની દશાની ઝાંખી એક વાર તો થઈ હશે. પરંતુ હદયનો દાવાનળ એના મનમાં અને આંખોના ફલક પર ઉદ્દભવતા આ બધા પ્રસંગોને પળમાં બાળી દેતો હશે. મરણ સમયે પણ એ જ હાસ્ય એના હોઠો પર રાખવાનું થોડું કઠિન તો લાગ્યું હશે.
કેમ? શું કામ? શું કારણ? કયું દુઃખ હતું, શું દર્દ હતું, સેની કમી હતી. કોનું દબાણ હતું. કોની હેરાન ગતિ હતી. સાવજની છાતી માં કાયરતા તો ના જ કેવાય કેમ કે આત્મહત્યા કરવા માટે પણ અપાર હિંમત ભેગી કરવી પડે છે.
આ સાંજે એના શ્વાસ તો થંભી ગયા. પરંતુ કેટલાયના મનના ચક્રો ગતિમાન થઈ ગયા. એનું, એના જીવનનું, એના મરણ પાછળનું કારણ - રહસ્ય- એના બંધ થયેલા શ્વાસમાં પાછળ જ બંધ થઈ ગયું. અટકણો તો ઘણી વહી પરંતુ કોઈ પણ હવા એના હૃદયના રહસ્યને ના પામી શકી. લોકો ના મૌન પાછળ એના દર્દને સાચી વાચા ના મળી.
ધરતીનો સિતારો આસમાનના સિતારામાં એવો વિલીન થઈ ગયો કે કોઈ એમાં ભેદ પાડી ના શક્યું. રાત્રીના અંધકારમાં એની કીર્તિ એવી જ ચમકી રહી હતી જેવી લોકોના મનના ફલક પર આકાર લઈ રહી હતી. એના કિરદારની ઝલક કદાચ ચમકતા ચાંદની રોશનીમાં પણ ઝગમગી રહી હતી. રહસ્ય રહસ્ય બનીને વિસ્તરી રહ્યો.
* * *