ઓટલા પરિષદ Patel Kanu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓટલા પરિષદ




" કેમ અલી આ ગીતાળી ઘરની બહાર નથી નીકળી? કુંભ કરણ નો અવતાર લાગે છે."

બરાબર ૪ ના ટકોરે સુશીલાબેન ઘરની બહાર ખાટલો ઢાળતા બોલ્યા. કૃષ્ણકુંજ સોસાયટીની પહેલી ગલીમાં આઠ ઘર હતાં. બધા ઘર વચ્ચે સગાં ભાઈ જેવો સંબંધ હતો. એક ઘરનો પ્રસંગ હોય તો બધાં ઘર હાથો હાથ એ પ્રસંગ ને પાર પાડી દેતા. કોઈ ધનિક ન હતું કે ધનિક હોવાનો ડોળ પણ ન કરતું. કોઈ માન નું ભૂખ્યું ન હતું. આવકાર , સત્કાર જેવા શબ્દો આ સોસાયટીના કોઈપણ સભ્યના મનમાં હતાં જ નહીં. સામાન્ય પણ ઉત્તમ કક્ષાનું જીવન હતું.

પુરુષો આખો દિવસ કામધંધા અન્વયે બહાર જ રહે. બપોરે જમવા આવે અને જમીને પાછા પોતાના રસ્તે. એમાં પણ બે ચાર તો ટિફિન લઈને જ જતાં એટલે બપોરે પાછા આવાની માથાકૂટ નહિ. બે શિક્ષક હતાં એટલે બપોરે દસ વાગે જ પેટ ની બરાબર પૂજા કરીને જ જાય. બધાના બૈરાં જાણે સુખમાં મહાલતા હતાં.

" અલી આ ગીતાની તો આંખ જ નથી ખુલતી કે.."
" આવશે પણ. તારે એની શુ પંચાયત. આવી જશે એની રીતે."

સ્ત્રીઓમાં સૌથી વડીલ એવા જોશનાબેન સુશીલાબેન ને વચ્ચેથી જ બોલતા અટકાવતા બોલ્યાં. જોશનાબેન એટલે, સોસાયટીના તમામ છોકરાઓના જોસૂબા. ઉંમર ખાલી બેતાલીસ આજુ બાજુ હશે પરંતુ બાળકો એમને જોસૂબા કહી ને જ બોલાવે. ક્યારેક તો સોસાયટીના મોટા લોકો પણ એમને બા કહીને બોલાવતા. પરંતુ ખોટું જરાય ન લાગે. આમ જોવા જઈએ તો ગીતાબેન સૌના બોસ. સૌથી ઉંમર માં મોટા પણ એ જ. તો યે જોસૂબા વડીલમાં આવતાં.

" આ જ્યોતિ ના જોઈ હોય તો મોટી પતિ વાળી, આખો દિવસ ફોનમાં જ ચોંટી હોય."
" અરે શોભનાબેન તમને થોડી ખબર છે કે એ એના પતિ સાથે જ ચોંટી છે કે બીજા જોડે."
"પણ દક્ષાબેન આપડે જોયું નથી એવું કંઈ તો બીજું તો કઇ કેવાય નહિ ને."
" લો બોલો એવું હોય તો કઈ કોઈ ઢોલ વગાડીને આખા ગામમાં ઢંઢેરો થોડો પીટવાનો હોય."
" ના...ના...પણ ક્યારેક કઈ એવી થોડી ઘણી શંકા તો થવી જોઈને."
" હવે શંકા કે બંકા... એનો ઘણી સ્કૂલમાં છોકરા ભણાવે કે ફોનમાં ચોટયો રે?"
" હા, એ પણ ખરું. પણ આપણે શું?"
" અરે મુકોને માથાકૂટ. આપણા બાપાનું શું જાય છે?"

ઘરમાંથી નીકળતા નીકળતા ગીતાબેન બોલ્યાં. અને બધાંનું ધ્યાન એ તરફ ગયું. થોડી વારમાટે તો બધા ચુપ થઈ ગયા. બગાસું ખાતા ખાતા ગીતાબેન એક હાથમાં ગવાર ભરેલી થાળી અને એક હાથમાં ચપ્પુ અને ખાલી ડિસ લઈને ડાયરામાં ભળી ગયાં.

રોજ ચાર વાગે ગીતાબેન ના ઘર પાસે સ્ત્રીઓ ભેગી થઈને બેસતી અને અલક મલકની વાતો કરતી. અહીંથી અને તહીંથી પવન વેગે વાતો એમની પાસે પહોંચી જતી અને પછી ત્યાં દરેક વાતનું ઝીણવટથી વિવેચન થતું. બધા પોતપોતાના મંતવ્યો આપતા. ગમત ગુલાલ થતો.

"અલી ગીતા, દિવસે પણ ઘણીના સપનામાં ખોવાયેલી રહે છે કે શું?"
" ના રે બોન, અહીં રાત્રે પણ એવો ટાઈમ નથી હોતો."
"આટલો સમય કેમ લાગ્યો?"
"લાગે હવે. તમે બધા નવરા છો. મારે ચા બનાવાની ના હોય!"

આટલું બોલતા બધા ખડખડાટ હસી રહ્યાં. જોસૂબા લસણ ફોલતા હતાં. ગીતાબેન તો ગવાર લઈને જ આવ્યા હતા. જ્યોતિબેનના હાથમાં બટેકાની છાબડી હતી. દક્ષાબેન દાડમના દાણા કાઢી રહ્યા હતાં. સુશીલાબેન પણ ગવાર લઈને બેઠા હતાં. શોભનાબેન કારેલાની છાલ ઉતારી રહ્યા હતાં.

દક્ષાબેન : શોભલી તું કાયમ તારા ધણીને કરેલા ખવડાવે છે એટલે જ એનો સ્વભાવ કલવો કરેલા જેવો છે.
શોભાનાબેન : તો તો કાળ થી હું ખાંડની ચાસણી ખવડાવું જો એ ગળયા થઈ જાય તો.
જ્યોતિ : ના શું થાય. પતિ તો આપડા હાથમાં જ હોવો જોઈએ.
સુશીલા : પતિ કે...
જોસૂબા : ચૂપ થા તો. મુઈ શરમ રાખ જરા.

સ્ત્રી વૃંદમાં હાસ્ય ફરી વળ્યું. આ છ સાત સ્ત્રીઓ કાયમ આમ હસી મજાકમાં જ હોય. ક્યારેક સત્સંગ થાય તો ક્યારેક હસી મજાક. તો ક્યારેક કોઈ જાણે એવા વિચારો રજૂ કરે કે એ ખુદ ત્રિકાળ જ્ઞાની હોય.

સુશીલા : એ તમને ખબર છે?
જ્યોતિ : સેની તમે કહો તો ખબર પડે ને.
સુશીલા : કહું છું હવે ધીરજ તો લે.
જ્યોતિ : હા...હા...બોલો.
સુશીલા : કાલ પાછળ ની સોસાયટીમાં એક બઈ પકડાઈ.
દક્ષા : ચોરી કરતા?
સુશીલા : ના હવે. લફરું હતું.
ગીતા : ના હોય.
સુશીલા : શું ના હોય.
શોભના : હોય હવે કળિયુગ છે.
જોસૂબા : દુનિયા બહુ ખરાબ થઈ ગઈ છે.
સુશીલા : પણ જીસૂબા બે છોકરા છે ઘરે. શરમ આવવી જોઈ શરમ.
દક્ષા : જેને આવા આડા ધંધા કરવા જ છે એને શરમ શું અને ઉંમર શું.

બધાં એકબીજાની સામે જોતા વાતો નો દોર આગળ ચલાવ્યો. અહીં દેશ વિદેશની વાતો થતી. મારી મસાલા ભેળવીને વાત ને એવી રીતે રજૂ કરવામાં અતિ કે કોઈના પણ ગળે પાણી વગર ઉતારી જાય. એવું કહો કે ખબર ખાધની પણ ન પડતી હોય ને સપના ફાઈવ સ્ટાર હોટલનો ટેસ્ટ કરવાના રાખે.

હાસ્યના કુંવારા સાથે એક બીજા ને તાળીઓ આપતા જાય. ક્યાંક ક્યાંક ચૂંટલા આવતા તો ક્યાંક કોઈને લાડ થી એક થપ્પડ પણ પડી જતી. અને એમાં જો કોઈએ વાત કરતા કરતા આંખ મારી એટલે તો પતિ જ ગયું. પછી તો જ્યા સુધી આ વૃંદ બેસે ત્યાં સુધી એ બોલી ના શકે. કોઈને પેરા કપડે નિર્વસ્ત્ર કરી દે એવું ચાતુર્ય હતું.

ઘરના ઓટલાની બહાર આ પરિષદ રોજ ભરાતી. રોજ આવી જ રીતે બધી વાતો થતી. એમ કહો કે કાપા કાપી થતી.

દક્ષા : લે જો ટેરો ધરવાળો સુધીર આવ્યો.
શોભના : લે આજ વહેલા?
સુધીર : શું બધા ટોળું વળીને બેઠા છો? કઈ કામધંધો નથી?
જોસૂબા : જુવો કોઈ નવર છે? હાથ હાથનું કામ કરે અને જીભ જીભનું. આ અમારી ઓટલા પરિષદ છે. અહીં બધો ન્યાય થાય. તમે સાચવજો નહિ તો તમારા ઉપર પણ ફિલ્મ બની જશે.

અને બધા ખડખડાટ હસી રહ્યાં


* * *