વિશ્વ ધરતી દિન Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

વિશ્વ ધરતી દિન

વિશ્વ ધરતી દિન:.
આજે એક જૂનું ગીત યાદ આવે છે: ' ધરતી.. મેરી માં્. ધરતીમાતા દયા કરો.." ત્યારે વિચાર આવે કે હા આપણા પર અગણિત ઉપકાર કરનાર ધરતી ખરેખર માતા કહેવાને લાયક છે. સજીવ માત્ર મનુષ્ય કે વનસ્પતિને રહેવા માટે જેમની કોખ મળી છે, એવી ધરતી માતા આજે આક્રંદ પોકારે છે:"ઓ સ્વાર્થી મનુષ્ય, તે મારી શી હાલત કરી છે! તું હવે તો દયા કર!"કુદરતી સંપતિ એવી ધરતી માતા પ્રત્યે આપણી ફરજ યાદ કરાવવા માટે 22 એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ ધરતી દિન તરીકે ઉજવાય છે.
પ્રકૃતિની ગોદમાં જોઈએ, આસપાસ નજર કરતાં ધરતી પર પર્વતો, ખીણો, જંગલો, નદી, સમુદ્ર મનને અપાર આનંદથી ભરી દેશે. કેટલી બધી કુદરતી સંપત્તિ વેરાયેલી છે જાણે સ્વર્ગ અહી જ છે એવું લાગે છે! પણ આજનો માનવી એ માતાના અનેક ઋણ સ્વીકારવા ને બદલે તેને નરકમાં ફેરવા લાગ્યો છે જે પ્રત્યે જાગૃતિ ખુબ જરૂરી છે. આપણા સાદને પ્રતિસાદ આપતાં પર્વતો પર જઈએ કે સુંદર મજાના ઝરણાં, નદીને, સમુદ્ર કિનારે જઈ શીતલ જળ માં પગ ડુબાડીએ કે આખેઆખા જંગલોમાં ફરી ફરીને હરિયાળી વનરાજીને જોઈએ ફળ,ફૂલથી લચી પડેલા ઝાડ પાન પર કુદરતી સંગીત રેલાવતાં ભ્રમરો અને પતંગિયાઓને જોઈ મન કેવુ આનંદિત થઈ જાય છે! પૃથ્વીના પેટાળમાં તો અનેક રત્નો- ખનીજ ના ભંડાર ભરેલા છે. ધરતી માતાના ગર્ભમાં કુદરતી ગીઝર એટલે જેને ભૂતાપીય ઊર્જા કહીએ છીએ તેનો ભંડાર છે, જે સમગ્ર વર્ષ દરમિયાન 24 કલાક ઉપયોગમાં લઇ શકાય છે. અને તેનાથી ઉત્પન્ન થતી વીજળીનો ખર્ચ અન્ય રૈવાજિક સ્ત્રોત કરતા લગભગ અડધો છે, આટલી સધ્ધર સંપત્તિ ધરાવતી જમીન -ભૂમિ- ધરતીનો જે ઝડપે આપણે નાશ કરી રહ્યા છીએ તે જોતા લાગે છે કે આગામી થોડા વર્ષોમાં માનવજાતને રહેવા માટે ધરતી નવી શોધવી પડશે!!
કુદરતી અમુલ્ય સંપતિઓમાની એક -ધરતી -કે જેને આપણે માતા કહીએ છીએ,તેની પ્રત્યેની આપણી ફરજ યાદ કરાવવા આ દિવસ ઉજવાય છે.
૧૯૬૦ના શરૂઆતના દાયકામાં ૧૬% જમીન વન આચ્છાદિત હતી જે હવે ઘટીને માત્ર ૪%થઇ ગઈ છે જેની પાછળનું એક માત્ર કારણ માનવીની સ્વાર્થવૃત્તિ...પોતાની જરૂરિયાતો માટે વનોનું નિકંદન કાઢતા મનુષ્યને એ ખ્યાલ નથી કે પોતે પોતાના હાથે ભવિષ્યનું નિકંદન કાઢી રહ્યો છે.આ ઉપરાંત કુદરતી આપતિ જેવી કે અતિવૃષ્ટિ, આગ વગેરેને કારણે પણ ફળદ્રુપ જમીનનું ધોવાણ થાય છે. યુદ્ધોને કારણે ખેતી બગડે છે રણ વિસ્તાર વધે છે. ઉદ્યોગોનું નકામું પાણી કે જેમાં ક્ષારો અને રસાયણો રહેલા હોય છે, તે સીધો જમીનમાં છોડતા જમીનને નુકસાન થાય છે. જમીન પર ફેકાતો કચરો પ્લાસ્ટિક, જંતુનાશકો વગેરે જમીન નું પ્રદૂષણ ફેલાવે છે.આ પ્રદૂષકો માં જૈવવિઘટનીય અને જૈવ અવિઘટનીય ઘટકો હોય છે. ખાસ કરીને એલ્યુમિનિયમ, આર્સેનિક જેવા પ્રદૂષકો પર્યાવરણના જ રહી આહાર શૃંખલા અને જૈવ ભૂ રસાયણ ચક્રો મારફતે સજીવોમાં પ્રવેશી નુકસાન કરે છે. વધતી જતી વસ્તીથી પણ આડકતરી રીતે જમીન ને નુકસાન થાય છે. પાણી અને ખનીજનો વધુને વધુ વપરાશ થવાને કારણે જમીનના ગર્ભ ને વધુને વધુ ઊંડાઇ સુધી ખોદવામાં આવે છે. જેના પરિણામે જમીનનું ધોવાણ થાય છે. પરિણામે પર્યાવરણમાં અસમતુલા ઉત્પન્ન થાય છે.
એક સર્વે પ્રમાણે દર છ માસે જમીનની ઉપર સપાટીનું એટલું બધું ધોવાણ થાય છે કે તેનાથી ધોવાતી માટીથી આખા દેશના મકાનોની તો તૈયાર થઈ શકે!!!
અધધધ કહેવાય એટલી સંપતિ અને સંત જેવા પરોપકારી જંગલોનો બચાવ કરવો એ આપણા સહુની અગત્યની ફરજ છે.નંદનવન સમી પૃથ્વીને બચાવવા આપને આટલું જરૂર કરીએ:

-પ્રદુષણમુક્ત ઉર્જાનો વધુ વપરાશ કરીએ.

-કારખાનાના અશુદ્ધ પાણીને જમીનમાં છોડતા પહેલા શુદ્ધ કરીએ.

-પ્લાસ્ટિક થેલીનો વપરાશ બંધ કરીએ..અને કરાવીએ.

-ખેતીમાં જંતુનાશકો અને ખાતરોનો વપરાશ વિવેકપૂર્વક કરીએ.

-વૃક્ષ છેદન પ્રવૃત્તિ બંધ કરાવવાના કાયદાનો ચુસ્તપણે અમલ કરાવીએ.

વધુ ને વધુ વૃક્ષારોપણ કરીએ વનમહોત્સવ ઉજવીએ અને જેટલા વૃક્ષો વવાય, તે બધાનું ખાસ જતન કરી ઉછેરીએ... આપણી નંદનવન સમી પૃથ્વીને બચાવીશું નહીં તો આપણા અસ્તિત્વ માટેનો પ્રાણપ્રશ્ન બની જશે. પ્રદૂષણનું જગત સમગ્ર પૃથ્વીને ભરડો લઈ રહ્યો છે ત્યારે 'વસુધૈવ કુટુંબકમ્' ની ભાવના સાકાર કરવા ધરતીમાતાને બચાવવા એક કદમ ઉઠાવીએ.