Adarsh Manushytv no Janmdivas books and stories free download online pdf in Gujarati

આદર્શ મનુષ્યત્વ નો જન્મદિવસ

આદર્શ મનુષ્યત્વ નો જન્મદિન
રામનવમી
મહાન વ્યક્તિઓના જન્મદિન ઉજવવા પાછળ નો મૂળ હેતુ એ જ છે કે તેમના જીવન, તેમના ગુણોને યાદ કરીએ અને તે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. ક્યાંક સાચા રસ્તે જતા વચ્ચેથી ફંટાઈ જતા હોઈએ તો તેમના જીવન માં થી પ્રેરણા મેળવી, આપણા સાચા ધ્યેય તરફ પાછા વળવાના યોગ્ય રસ્તાનું નિર્માણ કરીએ..

રાામનવમી અંગેની એક દંતકથા મુજબ જ્યારે લંકા પતિ રાવણ ના અતિ ત્રાસથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને દેવતાઓ પણ તેનાથી ત્રાસી ગયા હતા કેમ કે રાવણે બ્રહ્માજી પાસે અમર રહેવાનું વરદાન લીધું હતું. ત્યારે આ અત્યાચારથી ત્રાસીને દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરવા ગયા કે તેઓ રાવણના ત્રાસથી સૌને બચાવે. પરિણામે પ્રતાપી રાજા દશરથની પત્ની કૌશલ્યાના કોખમાં ભગવાન વિષ્ણુએ રામ સ્વરૂપે જન્મ લીધો હતો. ત્યારથી ચૈત્ર સુદ નોમના રામ નવમી મનાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામે જન્મ લીધો હતો.દરેક હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર માસની નવમી તિથિ શ્રીરામ ભગવાનનો જન્મ દિવસ મનાવવામાં આવે છે.આમ તો ચૈત્ર માસની પ્રતિપદા એટલે કે ગુડી પડવાથી નવમી સુધી નવરાત્રી મનાવવામાં આવે છે.
રામનવમીના દિવસે હિન્દુ મોટાભાગે ઉપવાસ વ્રત કરે છે. આખા દેશમાં ધાર્મિક રીતેેે આ તહેવાર શ્રદ્ધા સાથેે ઉજવાય છે. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં આ તહેવાર વિશેષ રીતે ઉજવવાયઆ છે.. ધાર્મિક ઉજવણીમાં રામનવમીના દિવસેે લોકો રામાયણનો પાઠ કરે છે, રામ રક્ષા સ્ત્રોત નો પાઠ પણ કરે છે. ઘણા ધાર્મિક સ્થળોએ અને સંસ્થાઓ દ્વારાા મંદિરોમાં ભજન, કીર્તન, ધૂન નું આયોજન કરી શ્રીરામને યાદ કરી તેમને પૂજા કરે છે. રામ મંદિરમાંંંં ખૂબ મોટા ઉત્સવનું આયોજન થાય છેેેેે. ભગવાન શ્રીરામની મૂર્તિની ફૂલ માળા વગેરે વિવિધ શણગાર સજાવી પૂજા કરાય છે. ઘણાા રામભક્ત પોતાનાા ઘરે પારણામાં રામ લાલાનીી નાની મૂર્તિ પધરાવી રામ જન્મની ઉજવણી પણ ધામધૂમથી કરે છે.આમ,દેશ માં રામનવમીનો તહેવાર આનંદ અને ઉલ્લાસપૂર્વક હજુ પણ ઉજવાય છે.
સુદ નોમના રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતર્યા આ પાછળ ની મહત્વની વાત સમજીએ તો ૯ એક વિશિષ્ટ છે, સ્થિર છે, જેમકે ૯ના અંક માં ગમે તે આંકડાથી ગુણ્યા પછી જે જવાબ આવે, તેનો સરવાળો કરતાં જવાબ ૯ જ આવે! આમ નવના જેવી સ્થિરતા જીવનમાં લાવવાનું સમજાવવાના હેતુથી ભગવાન શ્રી રામ નોમ ના અવતર્યા, આથી આપણી આ દિવસ ને રામનવમી કહીએ છીએ.
તો બીજી એક દંતકથા મુજબ, સ્વામી તુલસીદાસે ચૈત્ર સુદ નવમીએ રામચરિતમાનસ ની રચના કરવાની શરૂઆત કરી હતી.
એક આદર્શ મનુષ્ય સ્વરૂપ કેવું હોવું જોઈએ એ સમજાવવા માટે જ ભગવાને મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો. શ્રીરામ એ રાક્ષસોનો સંહાર કરવા જન્મ લીધો હોવા છતાં મનુષ્ય તરીકેની બધી જ મર્યાદાઓ ધ્યાનમાં રાખી ધર્મનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ, સત્યનિષ્ઠ જીવન વ્યવહાર લોકોને પોતાના આચરણ દ્વારા શીખવ્યો છે.
રામ શબ્દમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એ ત્રણેય મૂર્તિઓ 'ર'કારમાં છે. ત્થા ઉત્પતિ, પાલન, સંહારની ત્રિવિધ શક્તિઓ 'મ'કારના રૂપમાં છે. ઉપરાંત રામ શબ્દનો પર્યાય જ આદર્શ અને આદર્શ શબ્દનો પર્યાય રામ બની જાય તેટલી હદે ભગવાન શ્રીરામ આદર્શ જીવન જીવ્યા હતા. પવિત્ર મર્યાદા પુરુષોતમ રામ એ આદર્શ ભાઈ, આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ રાજાના વિવિધ સ્વરૂપો અતિવંદનીય અને જીવનમાં આચરણમાં ઉત્તારવા જેવા છે.
કોઈપણ જાતના લોભ વગર નિ: સ્પૃહ જીવન જીવી ગયેલ રામ આદર્શ મિત્ર પણ હતા જેનું ઉદાહરણ તેમણે પિતાની આરીથી રાજ્ય છોડયા બાદ સુગ્રીવને વાલીનું રાજ્ય સોંપ્યું અને સમાજ ને આદર્શ મિત્ર નું ઉતમ ઉદાહરણ આપ્યું.
આમ, રામ જન્મ ની યથાર્થતા સાર્થક કરવા તેમના સદગુણો જીવનમાં અપનાવી આપણે
સાચા અર્થમાં મનુષ્ય જન્મ સાર્થક કરીએ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED