રચીલી પેલા બંધ રૂમમાં થઈ રહેલી વાત કાન લગાવીને સાંભળી રહી હોય છે. પાછળ થી ગુડિયા બાનું આવી જાય છે અને રચીલીને પાયલના દરવાજા ઉપર કાન રાખીને કંઇક સાંભળી રહી છે આ જોઈને ગુડિયા બાનું તેના ખભા ઉપર હાથ મૂકી દે છે. રચીલી પહેલા તો ખૂબ ડરી જાય છે અને પાછળ ફરીને જુએ છે તો એના હોશ ઉડી જાય છે કેમકે એની પાછળ આ શેરીની માલકીન ગુદિયા બાનું ઉભી હોય છે. જેને જોઈને રચીલી થરથર કંપે છે. ગુડિયા બાનું તેનો હાથ મરોડીને પૂછે છે "યેહ સબ ક્યા ચલ રહા હૈ? તુજે પતા હૈ ના કી કિસિકે કમરેકે બહાર ઊભા રહેના ગુના હૈ, તુઝે ઈશ બાત કી સજા જરૂર મીલેગી; ક્યાં સમજ રખા હૈ ઇસ બદનામ ગલી કો તુમ લોગોને અભી ગુડિયા બાનું જિંદા હૈ." રચીલીના હાથમાં ખુબજ દર્દ થવા લાગે છે એટલે તે પોતાનો હાથ ગુડિયા બાનુ પાસેથી છોડાવી લે છે. "બડી આઇ બદનામ ગલીકી માલકીન બનને વાલી, તુજે પતા ભી હૈ તેરે પીઠ પીછે યહાં કયા હો રહા હૈ? નહિ પતા ના તો સુન ગુડિયા તેરી યહ પાયલ ઉસ લડકે કે સાથ ભાગનેકે ખ્વાબ દેખ રહી હૈ ઔર સબસે બડી બાત કી વો મા બનને વાલી હૈ. ક્યા પતા હૈ તુઝે એ સબ? આઈ બડી ઇસ શેરી કી માલકીન બનને વાલી; તેરી પીઠ પીછે ક્યા હો રહા હૈ વો ભી તુઝે પગ નહિ! ચલ સાઈડ મેં હો જા ઔર આજ તો યહ હરકત કર લી હૈ પણ આજકે બાદ કરને કી સોચના ભી મત નહિ તો રચીલી ભી કમજોર નહિ હૈ; ઉસ અચ્છી તરહ સે જવાબ દેના આતા હૈ. સમજી બદનામ ગલી કી બદનામ ગુડિયા બાનું યહાં તેરા કીસિકો અબ ખોફ નહિ રહા!" રચીલી આટલું કહીને ગુડિયા બાનુંને ખભે ટક્કર મારીને ચાલી નીકળે છે.
ગુડિયા બાનું રચીલીની વાત સાંભળીને દંગ રહી જાય છે, પહેલા તો એને સમજ નથી આવતું કે એ શું કરે અને શું ન કરે! થોડા સમય પછી એને વિચાર આવે છે કે મેધા અને મિસ્ટર રોય ચાલ્યા જાય એ પછી તે પાયલને સબક શીખવશે! બરાબર સવારે પાંચ વાગે મિસ્ટર રોય નીકળી જાય છે અને ગુડિયા મેધા પાસે જઈને તેને કહે છે કે "મેધા તું પણ નિકળ અને આપડા વૃધ્ધાશ્રમ અને અનાથાશ્રમની મુલાકાત લીધા પછી જ તારી નોકરી ઉપર જજે! અને થોડા દિવસ માટે તું પણ વૃધ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં જ રોકાજે કેમકે મારે અહી ખૂબ કામ છે તો હું ત્યાં આવી શકું એમ નથી પણ હું જ્યાં સુધી તને પછી ન બોલવું ત્યાં સુધી તારે આ શેરીમાં આવવાની જરૂર નથી. બસ ત્યાં રહીને જરૂરિયાત મંદ લોકોની સેવા કર." ત્યારે મેધા હામી ભરી દે છે કેમકે એ પણ ઈચ્છતી હતી કે પેલા માજી શારદા મા ને ત્યાં જઈને મળે, એટલે મેધા ફટાફટ તૈયાર થઈને નીકળી જાય છે.
સવારના છ વાગી ચૂક્યા હોય છે અને હજુ બજાર ખૂલવામાં એક કલાકનો સમય બાકી હોય છે એટલે ગુડિયા બાનું પાયલના રૂમ આગળ પહોંચી જાય છે અને પાયલના રૂમની બહાર તેના દરવાજા ઉપર કાન લગાવી દે છે. અમિત રૂમમાંથી બહાર નીકળી રહ્યો હોય છે ત્યારે પાયલ કહે છે "હું ઠીક અળધા કલાક પછી તમને મળી રહી છું, પછી આપડે આ બદનામ ગલીથી ખૂબ દૂર ચાલ્યા જઈશું! જ્યાં જઈને આપડે આપડા આવનાર બાળકને જન્મ આપીશું અને તેની એક સારા મા બાપ તરીકે પરવરિશ કરીશું, એને એક ઉજ્જવળ ભવિષ્ય આપીને તેને દુનિયાનો શ્રેષ્ઠ માણસ બનાવીશું." ત્યારે અમિત કહે છે "હા આપડે તેને દુનિયાનો શ્રેષ્ઠ માણસ બનાવીશું અને એક સારા માબાપ બનીને તેને ઉચ્ચ પરવરિશ પણ પ્રદાન કરીશું; તું જલ્દી આવી જા, હું ત્યાં તને તારી રાહ જોતો માલિશ." એટલે પાગલ તેના ગળે લાગી જાય છે અને કહે છે "બસ અમિત હવે થોડો જ સમય પછી આપડે આ બદનામ ગલીથી હંમેશા માટે દૂર હશું!" પાયલ અને અમિતની બધી વાત ગુડિયા બાનું સાંભળી ચૂકી હોય છે પણ નોર્મન બનીને આ બંને આગળ પોતાનો વ્યવહાર કરવા માટે દરવાજો ખટખટાવી દે છે "પાયલ રાની જલ્દી કરો બજાર ખુલને વાલા હૈ, ફિર બહુત તકલીફ હો જાયેગી, તમે કામ પર ભી તો જાના હૈ." પહેલા તો પાયલ અને અમિત ગભરાઈ જાય છે કે ક્યાંક ગુડિયા બાનુંએ તે બંનેની વાત સાંભળી લીધી હશે તો આફત આવી જશે, પણ થોડો સમય e શાંતિથી વિચારે છે અને એમને ગુડિયા બાનુંનુ વર્તન એકદમ સામાન્ય લાગ્યું હતું એટલે તે કંઈપણ વિચાર્યા વગર પોતાનું કામ હળવેથી લેવાની કોશિશ કરે છે.
થોડા સમય પછી અમિત ચાલ્યો જાય છે અને પાયલ પોતાનો સમાન પેક કરવા લાગી જાય છે. પાયલ ન જાણતી હતી કે તેના અને અમિત વિરુદ્ધ ગુડિયા બાનું પહેલેથી જ એક મોટું છડિયંત્ર ઘડી ચૂકી છે. પાયલ પોતાનો સામના પેક કરી રહી હોય છે અને પાછળ થી ગુડિયા બાનું જઈને તેને રંગે હાથ પકડી લે છે " મેરી પાયલ રાની કહાં જાને કે લિએ આપના સામાન સંજો રહી હૈ? કહી તેરા યહાં સે ભાગને કા તો ઇરાદા નહિ હૈ ના? કયુંકી ગુડિયા બાનું યહાં કી રાની હૈ ઔર તુમ સબ એક પિંજરે મેં બંધ પંછી. મેરી ઈજાજત કે બગેર કોઈ ના યહાં આ શકતા હૈ ના જા શકતા હૈ; ઔર તું સોચ રહી હૈ કિ તું મેરી બાજ નજર સે બચ પાયેગી તો તું ગલત હૈ મેરી જાન." ગુડિયા બાનુંના આટલું કહેતા તો પાયલ તેમના પગમાં બેસીને રડવા લાગી જાય છે. તે ક્ષમા માગવાનું પણ શરૂ કરી દે છે પણ ગુડિયા બાનું તેને ક્ષમા કરવા માટે તૈયાર જ ન હતી " મને માફ કરી દો, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ચુકી છે પણ હું અમિતને ખૂબ પ્રેમ કરું છું. એની સાથે જીવવા મારવાના મેં કોડ લીધા છે. પ્લીઝ મને અમિત પાસે જવા દો! હું તમારી આગળ રહેમ માટે ભીખ માગું છું. પ્લીઝ મને બક્ષી દો."
પાયલ ગુડિયા બાનુંના પગમાં પડીને પોતાના જીવન માટે આજીજી કરી રહી હતી પણ ગુડિયા બાનું તેની એક સાંભળવા તૈયાર ન હતી. તે પાયલના વાળ મજબૂત રીતે પકડી લે છે અને તેને ખીચતાં ખિચતાં હોલ તરફ લઈ જઈ રહી હોય છે. પાયલને અસહ્ય વેદના થઈ રહી હોય છે અને તે વેદનાને લીધે તે ખૂબ જોરથી ચીસો પાડી રહી હોય છે પણ ગુડિયા બાનુંના દિલમાં રહેમ નામની કોઈ ચીજ હોતી જ નથી! ગુડિયા પાયલને લઈને ઠીક હોલ વચ્ચે પહોંચી જાય છે જ્યાં પાયલની ચીખ સાંભળીને બીજી બધી ગણિકાઓ ત્યાં હાજર થઈ જાય છે. પાયલની હાલત જોઈને બધી ગણિકાઓના જીવ દુભાઈ રહ્યા હોય છે પણ કોઈની હિંમત ન હતી કે ગુડિયા બાનુંને કંઈપણ કહી શકે! આજે બધા ગુડિયા બાનુંનું રોદ્ર રૂપ જોઈને બધી ગણિકાઓ ડરી રહી હોય છે. પાયલ સાથે ગુડિયા બાનું ખૂબ ખોટું કરી રહી હતી પણ કોઈ કંઈ કહી શકે એમ હતું જ નહિ, ન કોઈ પાયલની હાલત જોઈ શકતું હતું ન કોઈ પાયલને બચાવી શકતું હતું! બસ પાયલ સાથે થઈ રહેલ અત્યાચારને બધા લોકો જોઈ રહ્યા હોય છે.
ગુડિયા બાનું પાયલ સાથે આગળ શું કરશે? શું કોઈ ગણિકા પાયલની મદદ કરવા માટે આગળ આવશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં.