ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 18 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 18

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb

ભાગ :- 18

મેધા અને ગહેના બાનું ફરી વાર એ બદનામ ગલી તરફ ચાલી નીકળ્યા હોય છે. તે બંને ગલીમાં પહોચ્યા પછી પોતાનો બાહરી દેખાવ ઠીક કરીને ગુડિયા શેરીમાં રહેનારી ગુડિયા બાનું અને મિલ્લિ (મેધા) બની જાય છે. મેધા તેના રૂમમાં જઈને બેસી જાય છે કેમકે એ ખુબજ ડરેલી હોય છે, કેમકે આજે તેના હાથે કોઈકનું ખૂબ થઈ ચૂક્યું હોય છે. મેધા પોતાને ખુની માનવા લાગી જાય છે. રાતના થીક દશ વાગી જાય છે અને હજુ સુધી રોહન આવ્યો હોતો નથી એટલે મેધા એના માટે પણ પરવાહ કરવા લાગે છે. અત્યારે મેધાની હાલત એવી થઈ ચૂકી હતી કે તે ના કંઈ કરી શકતી હતી કે ન જ કંઈ ભૂલી; બસ એના દિલ અને મન ઉપર એક જ બોજ હતો કે તે કોઈકની ખુની છે. મેધા એક ખૂણામાં બેઠી હોય છે અને પોતાને દોશી પણ માની રહી હોય છે.


ઠીક અગિયાર વાગવાની તૈયારીમાં હોય છે અને ઘડિયાળ ટક ટકના ટકોરા સાથે રણકી ઊઠે છે. એજ વખતે મેઘાના બંધ દરવાજા ઉપર કોઈક ખટખાટાવવા લાગી જાય છે. મેધા ખૂબ રડી હતી જેના લીધે તેની આંખ તો પહેલા જ મીંચાઈ ચૂકી હોય છે પણ આ દરવાજાના અવાજને લીધે મેધા ઝબકીને જગી જાય છે. તે ડરતાં ડરતાં પૂછે છે "કોણ છે દરવાજાની બહાર?" ત્યારે સામેથી અવાજ આવે છે "હું મિસ્ટર રોય, જલ્દી થી દરવાજો ખોલી દે." બહાર થી રોહનનો અવાજ સાંભળી મેધા જલ્દીથી ઉભી થઈને દરવાજા તરફ ભાગે છે. હળબળીમાં દરવાજો ખોલી રોહનને અંદર ખેંચી લે છે અને દરવાજો લોક કરી દે છે. મેધા રોહનને પોતાના બેડ તરફ લઈ જઈ બેસાડી દે છે અને પછી તેને ગળે લાગીને નોધર આંસુએ રડવા લાગી જાય છે. મેઘાને આમ રડતાં રોહન જોઈ નથી શકતો એટલે તે મેઘાના માથામાં હાથ ફેરવવા લાગી જાય છે અને તેને પૂછી દે છે કે શું થયું મેધા કેમ આમ રડી રહી છે? મારાથી કોઈ ભૂલ થઈ હોય તો કહે હું તેનું ભુગતાન કરવા માટે તૈયાર છું પણ પ્લીઝ યાર મહેરબાની કરીને આમ રડવાનું બંધ કર! તારી આ હરકતના લીધે મને ખૂબ તકલીફ થઈ રહી છે. જે થયું હોય એ મને કહી દે હું કોઈક મદદ કરી શકું એમાં તારી?" મેઘાને આમ નોધાર આંસુએ રડતાં જોઈને રોહનનો જીવ ખૂબ ગભરાઈ રહ્યો હોય છે. મેધા ખૂબ રડી રહી હોય છે, તે રોહનની એક વાત સાંભળવા માટે તૈયાર જ નોહતી.


રોહન મેઘાના માથામાં પોતાના હાથ ફેરવી રહ્યો હતો અને એ જાણવાની કોશિશ કરતો હતો કે મેધા સાથે એવું તો શું થયું છે કે જેના લીધે તે આમ નોંધારા આંસુએ રડી રહી છે. ક્યાંક મેં તો કોઈ ભૂલ નથી કરીને? રોહનનું મન પણ વિચાર કરી કરીને પરેશાન થઈ રહ્યું હોય છે. મેધા એક કલાકથી રોહનની બાહોમાં રડી રહી હતી એટલે હવે રોહન પાસે એક જ રસ્તો બચ્યો હતો અને એ રસ્તો હતો મેધા સાથે સબંધ બનાવી તેને શાંત કરવાનો; પણ રોહન મેઘાની રજા વગર તેની સાથે કંઈપણ કરવા માગતો ન હતો એટલે તે થોડી વધુ કોશિશ કરે છે કે જેથી મેધા તેના મનમાં રહેલી વાત રોહનને કહી દે! રોહનના વારંવાર પૂછવાથી મેધા તેને કહેવાની કોશિશ કરે છે અને એક પછી એક બધુજ રોહનને કહી દે છે. મેઘાની વાત સાંભળીને રોહનને જટકો લાગે છે એટલે તે પહેલા મેઘાને પોતાનાથી દૂર કરી દે છે અને મેધાના માસૂમ ચહેરા ઉપર પોતાના બંને હાથ મૂકીને તેને સમજવાની કોશિશ કરી રહ્યો હોય છે. રોહન પછી મેઘાને કહે છે "મેધા મને નથી લાગતું કે જે થયું એમાં તારો કોઈ દોષ છે, પણ હું તો તારી સાથે છું કે તે આ કદમ ઉઠાવ્યો અને તે એક રાક્ષસનો વધ કરી તેને મોતને ઘાટ ઉતાર્યો. મેધા તું દોશી નથી બા આ બધું તો કુદરત દ્વારા કરવવામાં આવ્યું છે. મેધા તું કોઈની ખુની નથી અને તારે જરાય પણ ડરવાની જરૂર નથી કેમકે તું લોકો માટે જીવી રહી છે અને લોકોની મદદ કરવા માટે તું કોઈપણ હદ સુધી જઈ શકે છે એટલે મારી નજરમાં આજે તારી માટે સન્માન વધી ચૂક્યું છે."


રોહનની વાત સાંભળીને મેધા થોડી શાંત થાય છે એટલે રોહન તેની દાઢી નીચે હાથ મૂકી તેનું મોં ઉપર તરફ કરે છે. મેધા અને રોહન એક બીજાની આંખોમાં જોવા લાગી જાય છે અને એક બીજામાં એવા ખોવાઈ જાય છે કે તે બંને ક્યારે એક બીજા તરફ આકર્ષિત થઇ જાય છે એ પણ એમને ભાન રહેતું નથી! બસ મેધા અને રોહન એક બીજા તરફ ખેંચાઇ રહ્યો હતા, તેમના હોઠ એક બીજાને તરફ આગળ વધી રહ્યા હતા, તે એકબીજાની અંદર ખોવાઈ રહ્યા હતા! મેધા અને રોહન એક દમ મદહોશ થઈને એકબીજાને ચૂમવા લાગી જાય છે, એજ વખતે એક રોહનનો મોબાઈલ નીચે પડી જાય છે અન તેમાંથી એક ગીત વાગવા લાગી જાય છે જે રોહન અને મેઘાને એકબીજાની અંદર મદહોશ કરી રહ્યું હોય છે.


दो दिल मिल रहे हैं मगर चुपके चुपके


सबको हो रही है, खबर चुपके चुपके


साँसों में बड़ी बेक़रारी, आँखों में कई रत जगे


कभी कहीं लग जये दिल तो, कहीं फिर दिल न लगे


अपन दिल मैं ज़रा थम लूँ


जादु का मैं इसे नाम दूँ


जादु कर रहा है, असर चुपके चुपके


दो दिल मिल रहे हैं.....


હકીકતમાં આ ગીતમાં શબ્દોની જેમ મેધા અને રોહન પણ બે દિલ અને એક જીવ હતા. તેમની વચ્ચે એક સબંધ બની ચૂક્યો હતો. મેધા અને રોહન એક બીજાની બાહોમાં જ સૂઈ જાય છે. સવારની મીઠી પરોઢ ઉગી નીકળે છે એની સાથે જ રચીલી બહાર ફરવા લાગી જાય છે. રાચિલી ફરતાં ફરતાં એક રૂમ આગળ પહોંચી જાય છે જ્યાં બે લોકો વાત ચિત કરી રહ્યા હોય છે. કોઈ અંગત વાત કાને પડતાં જ રચીલી તે દરવાજા આગળ રોકાઈ જાય છે. " હું તમારી સાથે લગ્ન કરવા માગું છું, આપડા પ્રેમ પ્રકરણને બે વર્ષ થઈ ચૂક્યા છે અને છ મહિના પછી આપડું સંતાન પણ આ દુનિયામાં આવી જશે! અત્યાર સુધી તો મે છુપાવી લીધું છે પણ આગળ મારું પેટ વધશે જેથી આખી શેરીને મારી ઉપર શક જશે; અને આપડા આવનાર બાળકને મારવાના પણ અનહદ પ્રયાસ થશે એની કરતાં મને લાગે છે કે આપડે અહીંથી ભાગી જઈએ અને જિંદગીની એક નવી શરૂઆત કરીએ કેમકે હું ના તમારા વગર જીવી શકીશ ન જ મારા સંતાન વગર! પ્લીઝ તમે કંઈપણ કરીને મને અને આપડા આવનાર સંતાનને બચાવી લો! નહીતો આ લોકો મને અને મારા સંતાનને મિટાવી દેશે." રચીલી પોતાના કાન લગાવીને બંધ કક્ષમાં થઈ રહેલી વાત સંભાળી રહી હોય છે. તેના હાવભાવ પણ વાત સાથે બદલાઈ રહ્યા હોય છે. પાછળ થી ગહેના બાનું આવી રહી હોય છે અને રચીલીને આ રીતે કોઈકના કક્ષની બહાર જોઈને તે રચીલી ખભા ઉપર હાથ મૂકી દે છે અને રચીલી ચોંકી જાય છે.

કોણ હતા પેલા બંને કે જે અહીંથી ભાગવાના સપના જોઈ રહ્યા હતા? શું રચીલી ગુડિયા બાનુંને જણાવી દેશે? જાણવા માટે બન્યા રહ્યો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં.