The Next Chapter Of Joker - Part - 12 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Next Chapter Of Joker - Part - 12

Written By Mer Mehul

રમણિક શેઠ બેચેન હતાં. થોડીવાર પહેલાં જ શાંતા બાઈનો ફોન આવ્યો હતો અને બે દિવસમાં છોકરી તેની પાસે પહોંચી જશે એવું જણાવ્યું હતું. રમણિક શેઠે અંકિતાને પોતાની બનાવવા પચીસ લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યા હતો. અત્યારે અંકિતાનાં જ વિચારોમાં તેની આંખોમાં હવસ તરવરવા લાગી હતી. રમણિક શેઠે આંખો બંધ કરી અને પોતાની છાતીમાં હાથ ફેરવતાં ફેરવતાં તેઓ બીજો હાથ બે પગ વચ્ચે લઈ ગયાં.

“ઉફ…આ વાસના…!!!, એક દિવસ મને મારી નાખશે….” શેઠ ઉત્તેજનાવશ થઈને બોલ્યાં. થોડી પળ તેઓ એ જ અવસ્થામાં રહ્યાં ત્યારબાદ ઉભા થઈને તેઓ ટેલિફોન પાસે પહોંચ્યા. રીસીવર હાથમાં લઈને તેણે ફરી શાંતા બાઈને ફોન જોડ્યો.

“શાંતા બાઈ….” બે રિંગ વાગી પછી ફોન રિસીવ થયો એટલે રમણિક શેઠે લાંબો લહેકો લઈને કહ્યું, “રહેવાતું નથી હવે….”

“એક દિવસ રાહ જોઇ લો…કાલે રાત્રે એ તમારા બેડ પર હશે….”

“તમે સમજતાં નથી બાઈ… મળ્યાં પહેલાંની બેચેની કંઈક જુદી જ હોય છે…માણસ રહી પણ નથી શકતો અને સહી પણ નથી શકતો….”

“કાલ સુધી તો રાહ જોવી જ પડશે શેઠ….તમે કહો તો એનાં જેવી જ એક કળીને મોકલી આપું….” શાંતા બાઈએ કહ્યું. રમણિક શેઠે વિચારવા માટે એક મિનિટ જેટલો સમય લીધો.

“મારી અંદર જે આગ લાગી છે એ એનાં સિવાય બીજું કોઇ બુઝાવી નહિ શકે પણ તમે મોકલી આપો…અને હા મેઘાણીનગરવાળા બંગલે મોકલજો…હું રાહ જોઉં છું.”   રમણિક શેઠે રિસીવર રાખ્યું, બધા નોકરોને ઘરે જવાની સૂચના આપીને શેઠ પોતાની તૈયારીઓ માટે રૂમ તરફ ચાલ્યાં.

*

આકાશ શ્યામ શિખર નીચે પાનની દુકાન પાસે ઉભો હતો. રાતનાં સવા અગિયાર પર પાંચ મિનિટ થઈ હતી. સાંજે પંક્તિ સાથે તેણે વાત કરી હતી અને પંક્તિ તેની મદદ કરશે એવું જણાવવામાં આવ્યું હતું પણ હજી સુધી પંક્તિનો કૉલ ફોન નહોતો આવ્યો.પોતાની નાની બહેન છેલ્લા ચાર દિવસથી લાપતા હતી અને પોલીસ કોઈ જવાબ નહોતી આપતી. પોતાની બહેનની હાલત કેવી હશે એ વિચારીને  અક્ષયનાં મગજમાં અમંગળ વિચારો આવી રહ્યા હતાં.

આકાશને સસ્પેન્સ અને ક્રાઈમ વિષયની નવલકથાઓ વાંચવાનો શોખ હતો જેનાં કારણે અત્યારે એ વધુ વિચારો કરી રહ્યો હતો અને પોતાની બહેનને શોધવા માટે ઉપાયો શોધી રહ્યો હતો, પણ બંધ ઓરડાની માફક તેનાં મગજમાં કોઈ વિચાર પ્રકાશિત નહોતો થતો.

આકાશે પાનનાં ગલ્લેથી એક સિગરેટ સળગાવી અને ફૂટપાથ પર આવીને વાહનોની ગતિવિધિઓ પર નજર ફેરવતો ઉભો રહ્યો.

*

“તું અહીંથી ચાલ્યો જા…પ્લીઝ.” અંકિતાએ અવિનાશ તરફ ચહેરો ઘુમાવીને કહ્યું. બંનેની આંખો ચાર થઈ. અવિનાશનું મગજ ચક્કર ખાય ગયું. આ એ જ આંખો હતી જેને જોઈને એ સાન ભૂલી ગયો હતો. અંકિતા જ મુસ્કાન હતી એ વાતની અવિનાશને ખાતરી થઈ ગઈ હતી.

“તું જ મુસ્કાન છે ને…!” અવિનાશે પૂછ્યું.

“હા…હું એ જ છોકરી છું જેને તું બસ સ્ટોપ પર મળતો હતો અને મારું નામ મુસ્કાન નથી, અંકિતા છે.  લોકો મને ઓળખી ના જાય એટલે હું બુરખો પહેરું છું અને પોતાની ઓળખાણ છુપાવું છું. તું બે દિવસ મને બસ સ્ટોપે મળ્યો ત્યારે હું મને જણાવવામાં આવેલા કસ્ટમર પાસે ગઈ હતી. હું એ લોકોને ખુશ કરું છું, તેઓની હવસ પુરી કરું છું અને બદલામાં તેઓ મારી પારકી માંને રૂપિયા આપે છે.”

અવિનાશ સ્તબ્ધ બનીને અંકિતાની વાતો સાંભળી રહ્યો હતો. અંકિતાની વાતો પરથી એ પોતાની મરજીથી આ કામ નથી કરતી એવું પ્રતિત થતું હતું. અવિનાશને પણ અંકિતાની આ મજબુરી પાછળનું કારણ જાણવાની ઈચ્છા થઈ.

“મુસ્કાન…સૉરી..અંકિતા, તું તારી મરજીથી આ કામ નથી કરતી એટલું હું જાણું છું…તારી આ મજબૂરી પાછળનું કારણ હું જાણી શકું ?”

અંકિતા થોડીવાર મૌન બેસી રહી ત્યારબાદ થોડું વિચારીને તેણે કહ્યું,

“મારો નાનોભાઈ પાર્થ, તેનાં માટે જ હું મારી મરજી વિરુદ્ધ આ કામ કરૂં છું.”

અવિનાશે અંકિતાનાં હાથ પર હાથ રાખ્યો. અંકિતાની આંખોમાંથી આંસુ સરી ગયાં.

“હું તને આ કાદવમાંથી બહાર કાઢવા ઈચ્છું છું અંકિતા…મારી સાથે આવીશ ?” અવિનાશે કહ્યું.

“ના…મારી કિસ્મતમાં આ જ લખ્યું છે.. જ્યાં સુધી મારો ભાઈ અઢાર વર્ષનો નહિ થાય ત્યાં સુધી હું કંઈ પણ નથી કરી શકવાની…અને હવે ઘણું મોડું થઈ ગયું છે અવિનાશ…મારી માંએ મને એક શેઠ પાસે વેચી દીધી છે. ઇચ્છવા છતાં હું તારી સાથે નહિ આવી શકું.” અંકિતાએ રડતાં રડતાં કહ્યું.

“કોણ છે એ શેઠ, હું તેની સાથે વાત કરીશ…હું તને પ્રેમ કરું છું અંકિતા…હું શેઠને વિનંતી કરીશ…તને છોડવાનાં બદલામાં જો મારે એને રૂપિયા આપવા પડે તો પણ હું તૈયાર છું.” અવિનાશે કહ્યું.

“રમણિક શેઠ.” અંકિતાએ કહ્યું, “જો તારે મને બચાવવી જ હોય તો કાલ સુધીમાં એ હવસખોરને મનાવી લે જે…નહીંતર કાલે સાંજે એ મને અહીંથી લઈ જશે.”

“રમણિક અંકલ…!!!” અવિનાશને આશ્ચર્ય થયું, “મેઘાણીનગર તરફ જતાં જેનો બંગલો આવે છે એ જ ને..!”

“હા.. એ જ હરામી છે. દુનિયાની નજરમાં શરીફ બનાવનું નાટક કરે છે અને એ જ શરીફ ચહેરા પાછળ રાત્રે હવસી ચહેરો લઈને બીજાની જિંદગી બરબાદ કરે છે.” અંકિતાએ કહ્યું, “બે દિવસ પહેલાં એ અહીં આવ્યો હતો. હું તેને પસંદ આવી ગઈ એટલે તેણે મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મેં કોઈ જવાબ ન આપ્યો એટલે એ મારી સાથે…….” અંકિતા અટકી ગઈ, બે ક્ષણ પછી તેણે વાત આગળ ધપાવી, “એ ચૂપચાપ અહીંથી જતો રહ્યો, તેણે આ વાત મારી માં સાથે કરી હશે. રૂપિયાની લાલચુ મારી માં એ મોટી રકમ લઈને મને વેચી દીધી.” કહેતાં અંકિતા ફરી રડવા લાગી. રડતાં રડતાં તેણે પોતાનો ડ્રેસ ઉતારીને પીઠ બતાવી, “એ મને જાનવરની જેમ મારે પણ છે.”

અવિનાશે અંકિતાની પીઠ પર નજર ફેરવી. અંકિતાની પીઠ પર જે ઉજરડાં પડી ગયાં હતાં એ અવિનાશ જોઈ શકતો હતો. અવિનાશે મુઠ્ઠી વાળી લીધી. મહામહેનતે એ ગુસ્સા પર કાબુ મેળવી રહ્યો હતો. એ ઉભો થઇ ગયો.

“રમણિક અંકલ એવો કમજાત હશે એની મને ખબર નહોતી, અમારી શોપની બાજુમાં જ તેની જ્વેલરીની શોપ છે. મને દીકરા જેમ રાખે છે.. તું ચિંતા ના કર…હું અંકલને મનાવી લઈશ અને જો એ ન માન્યા તો એને નર્કવાસી બનાવવામાં હું અચકાઈશ નહિ….” અવિનાશે ગુસ્સામાં દાંત ભીંસીને કહ્યું.

“ના….” અંકિતા ગભરાઈને બોલી, “તું એવું કશું નહીં કરે અંકિત….”

સહસા રૂમનો દરવાજો ખખડ્યો.

“એક કલાક થઈ ગઈ છોકરા.” બહારથી ઉષા બોલી, “એક બીજી કલાકનાં બીજા બે હજાર થશે.”

“અવિનાશ.. તને મારી કસમ છે…તું એવું કશું નહીં કરે.” અંકિતાએ અવિનાશનો હાથ પોતાનાં હાથમાં લઈને કહ્યું.

“હું એક દિવસ તને આ કાદવમાંથી જરૂર બહાર કાઢીશ.” અવિનાશે કહ્યું અને દરવાજા તરફ આગળ વધ્યો. દરવાજો ખોલીને એ બહાર નીકળી ગયો. અંકિતાએ કુર્તુ પહેર્યું. આજે અવિનાશનું મળવું તેનાં જીવનમાં કોઈ સંકેત આપી રહ્યું હોય એવું તેને લાગતું હતું.

(ક્રમશઃ)