મીરાંનું મોરપંખ - ૧૬ શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીરાંનું મોરપંખ - ૧૬

આપણે આગળ જોયું એ મુજબ રાજુભાઈની વાત નરેશના પપ્પા(શામજીભાઈ)ની સાથે થાય છે. વૃદ્ધે અમેરીકામાં લગ્ન ગોઠવાય તો પોતે ત્યાં જવાની ના પાડી છે. ભારતમાં ગોઠવાય તો પોતે રાજી છે. આવી વાતથી બધા ચોંકી જાય છે.

રાજુભાઈ થોડીઘણી વાતો કરી પછી ફોન મૂકે છે. નરેશના હાથમાં ફોન આપતી વેળાએ એનો મગજ થોડો ગુસ્સે હોય એવું લાગ્યું. ત્યાં નરેશ જ કહે છે, " કાકા ! તમે ચિંતા ન કરો. મમ્મીના ડેથથી એ સાવ તૂટી ગયા છે. આમ પણ એમની ઉંમર છે. એ કદાચ અહીં આવશે તો દવા જ લેવી પડશે અને ત્યાં પણ દવા પર જ એનું જીવન ટકેલું છે. એના અવાજમાં વેદના હતી. આ જ સમયે રાહુલભાઈ કહે છે કે "દીકરા, એને આ સગપણથી કશો વાંધો તો નહીં હોય ને ! મારી મીરાં કોઈનું દુઃખ જોઈ શકે એવી નથી અને અમે એનું દુઃખ નહીં જોઈ શકી." ( આમ બોલતા બોલતા મીરાંનો હાથ પકડે છે.)

આટલી વાતો પછી હવે ક્રિશ બોલે છે કે'"અંકલ, મીરાં હવે અમારી પણ જવાબદારી છે. તમને મારા પર તો વિશ્વાસ છે જ ને ! હા, મીરાંને ગાડીનું સુખ મળશે પણ આવડો બંગલો નથી. નરેશ હજી એકલો છે એટલે રેન્ટ પર રહે છે. એના પપ્પા એના લગ્ન પછી મકાન લેવાનું કહેતા હતા રૂહીને. અત્યારે જે છે એ આ 'રાણો' જ છે. ( પીઠ પર હળવો ધબ્બો મારતા)

કુમુદ હવે શાની ચૂપ રહે? એ પણ બોલી કે "આ રાણો છે તો અમારી મીરાં પણ રાણી જ છે અમારા ઘરની.." આમ કહી વટ કરે છે. બધા એકસાથે હસે છે ને હવે બધા નરેશને રાણાજી કહીને સંબોધે છે. નરેશને મીરાં માટે બધું મંજુર હતું.

રાજુભાઈને આજ આખી રાત એ વૃદ્ધ (શામજીભાઈ)ના તોછડા શબ્દો જ યાદ આવે છે. એ સતત પડખા ઘસે છે. રીટા તો ઘસઘસાટ સૂતી છે. એ બ્લેન્કેટ હટાવીને પોતાના રૂમની પોર્ચમાં જઈ સિગરેટ સળગાવે છે. આરામખુરશીમાં બેસી મીરાંના ભવિષ્યનો વિચાર કરે છે. ઘડીભર તો નક્કી જ કરી લે છે કે આ સગપણ કરવું જ નથી. સિગરેટ પર સિગરેટ ફૂંકતા ફૂંકતા સવાર પાડી જ દે છે. એ બગીચા તરફ નજર નાંખે છે તો મીરાં ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલી રહી છે. એ ફટાફટ ત્યાં જાય છે.

મીરાંને ઝૂલા પાસે બોલાવી એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એક બાપ-દીકરી વચ્ચે જે વાત થતી હૈયાને ખોલીને એ જ વાત આ જ કાકા- ભત્રીજી વચ્ચે પણ થાય છે. રાજુભાઈના ચહેરા પર હવે ઊજાગરાની અસર વર્તાઈ રહી હતી. એણે બગાસાં ખાતા ખાતા જ કહ્યું , " મીરાં, તે જોયુંને કે નરેશ સાવ એકલો જ છે અહીં... તું તો એકલી કંટાળી જઈશ. તને બિલકુલ ટેવ નથી એકલા રહેવાની. તું કેમ સેટલ થઈશ?"

" અંકલ, હું તો નરેશને ભારત રહેવાનું જ સમજાવીશ. એમના ડેડીની હાલત તો તમે જોઈ. એમને એકલા રાખીને અહીં મોજ કરી એ થોડું સારું લાગે."

"મીરાં, નરેશને જ ભારત ન જવું હોય તો ?"

" અંકલ, મીરાંની વાત હજી કોઈએ નકારી નથી. હું તો એના પપ્પાની ભલાઈ જ ઈચ્છું છું ને !"

" મીરાં , બધાના સ્વભાવ સરખાં ન હોય દીકુડી, ત્યાં કંઈ તકલીફ પડશે તો તું ક્યાં જઈશ?"

" અંકલ, તમે તો છો જ બધા મારી સાથે.."(આમ કહી મીરાં એના અંકલને ગળે વળગી જાય છે."

નરેશભાઈ થોડીવાર મૌન રહે છે અને પછી સમજી જાય છે કે 'હવે મીરાંના ભાગ્ય જોર કરે છે આ પરિવારને છોડવા માટે.'

એ કાકા-ભત્રીજી ઝુલતા ઝુલતા ગીત ગાય છે...

કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી...
ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી...

હવે આગળ જોવાનું રહ્યું કે મીરાંના લગ્ન ભારતમાં ગોઠવાય છે કે અમેરીકામાં...

------------ ( ક્રમશઃ) --------------

લેખક : શિતલ માલાણી
17/11/2020
જામનગર