મીરાંનું મોરપંખ - ૭ શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીરાંનું મોરપંખ - ૭

મીરાંને હવે એના પપ્પાની બહુ ચિંતા થાય છે. એ ક્રિશે કરેલી મદદને પણ ભૂલતી નથી. એ વિચારી લે છે કે એ જેવો સપનાનો રાજકુમાર ઈચ્છતી હતી એ કદાચ ક્રિશ જ હશે. એ મોરપંખને હાથમાં ફેરવતા એના પપ્પાને જલ્દી જલ્દી મળી શકે એવું વિચારી રહી હતી.

આ બાજુ રાજુભાઈ મુંબઈ પહોંચે છે. ક્રિશ એને લેવા એરપોર્ટ પર પહોંચે છે. રાજુભાઈ અને ક્રિશની આ પહેલી જ મુલાકાત હોય છે. એ પોતાના મોટાભાઈની તબિયતની જાણકારી મેળવી રાહતના શ્વાસ લે છે. બન્ને ઘરે પહોંચે છે.

રાજુભાઈ : " ભાઈ, કેમ છે તમને હવે?"( ગળગળા સ્વરે)

" હવે મને સારું છે. ચિંતા જેવું નથી કાંઈ." ( રાજુની પીઠ પર હાથ ફેરવતા)

" તમને ખબર છે મોટાભાઈ, કેવી ચિંતામાં હતા અમે ?"

" વધુ ન પૂછીશ કંઈ , મારાથી પણ રડાઈ જશે..!"

આમ ,બે ભાઈઓનું મિલન હ્રદયસ્પર્શી હતું.

અમદાવાદમાં રહેતી મીરાંની ફોઈ પણ એમને ત્યાં રોકાવા વારંવાર ફોન કરે છે. કોઈ હેરાન ન થાય એટલે બેય ભાઈઓ ગાડી ભાડે કરી ભાવનગર જવા નીકળે છે. ક્રિશને પણ હવે રાહત થઈ. રાજુભાઈએ ક્રિશને ન્યુયોર્કમાં ઘરે મળવા આવે એવું આમંત્રણ આપ્યું છે.

હવે ભાઈ બહેન આજ એકલા પડે છે. ક્રિશની મોટી બહેન આ વાતથી ખુશ છે કે એનો નાનો ભાઈ કેટલો સમજદાર થઈ ગયો છે ! એ એના ભાઈને આજ બહાર કોઈને મળવા માટે લઈ જવાની છે એવી બેયની વાતચીત થાય છે. સાંજે ક્રિશ અને એની બહેનનો પરિવાર સિદ્ધિ વિનાયક મંદિરે જાય છે. ત્યાં પહેલેથી જ એમની રાહ એક બીજો પરિવાર પણ હાજર હોય છે.

આ બાજુ ભાવનગર પહોંચીને બન્ને ભાઈઓ પોતાના સઘળા કામો પતાવે છે. એમની શાખ બહુ સારી હોવાથી એમને બહુ માન પાન મળે છે. ત્રણ દિવસ રોકાયા પછી ફરી ન્યુયોર્ક જવાની વાત નીકળે છે કે રાહુલભાઈ કહે છે કે

" રાજુ, ક્રિશને પણ ફોન કરી લે જે કદાચ એને પણ નીકળવાનું થતું હોય તો સાથે જ જઈએ. એ છોકરાએ બહુ મારી સેવા કરી છે."

"હાં, ભાઈ ! મને પણ આ વિચાર આવ્યો હતો."

" તો ઢીલ ન કર અને જલ્દી વાત કર."

" હમમમ..."

રાજુભાઈ ફોન કરવા જાય છે જ કે રાહુલભાઈના ફોનની રીંગ વાગે છે..........

'એસી લાગી લગન.. મીરાં હો ગઈ મગન..' ફોનના ઊંચકવા સાથે જ ' કેમ છો... પપ્પા ! ' મધુરા અવાજે મીરાં બોલે છે.

"હું તો બહુ મજામાં છું.. તું બોલ .."

" શું પપ્પા, કેવી બેદરકારી તમારી ! આપને કાંઈ થયું હોત તો-"

" કાંઈ જ નથી થયું પાગલ છોકરી, તે ક્રિશને મને સાચવવાનું કહ્યું હતું ને ! જો એણે જ મને સાચવી લીધો."

" હા, પપ્પા, હવે એકલા જવાનું જ નહીં ક્યાંય..."

" તું કહે એમ ! બસ ને હવે ... શું કરે છે તારૂં મોરપંખ ?? "

" પપ્પા, મેં મારા કાનુડાને એ મોરપંખના જેટલી પાંખો છે એટલું જ તમારું જીવન વધે એવી પ્રાર્થના કરી છે. "

" હા......હા......હા....( હસતા હસતા) મારી દીકરી, આટલું જીવીને હું શું કરીશ ?"

" તમારા સિવાય મારું કોણ ધ્યાન રાખશે ? "

" સારું, ચાલ હવે ફોન રાખ. મારે હજી એક જરૂરી કામ છે. પછી વાત કરીએ."

આમ વાત પતાવ્યા પછી ફોન મૂકાય છે. ત્યાં જ રાજુભાઈ આવીને સમાચાર આપે છે કે ' ક્રિશને હજી એકાદ મહિનો રોકાવાનું થશે. કદાચ વધારે પણ રોકાવું પડે.'

દસ દિવસ પછી બન્ને ભાઈઓ ન્યુયોર્ક પહોંચે છે. બધા રાહુલભાઈને સહીસલામત જોઈ હરખાય છે. બધા સાથે ભોજન લે છે. એ દરમિયાનની વાતચીતમાં ક્રિશ અને એની બહેનનો સતત ઉલ્લેખ થાય છે. બધા વિચારે છે કે અજાણી વ્યક્તિ થોડી મુલાકાતમાં જ આટલી મદદ કરે એ ભારતીય વ્યક્તિના જ ગુણ હોય.

કુમુદ : "ભાઈ, તે કોઈનો ફોન ન ઊંચક્યો એટલે મને એવું જ લાગ્યું કે -"

મીરાં -" બસ, ફઈબા ! બધા શબ્દો બોલવાના ન હોય." ( ગુસ્સે થઈને)

કુમુદ : " તે હું એમ કહું છું કે મેં કેટલી પ્રાર્થના કરી તમારા માટે એમ ભાઈ.. હું કાંઈ આ ઉંદરડીની જેમ મોરના પીંછા લઈને જ્યાં ત્યાં આંટા નહોતી મારતી."

મીરાં : " ફઈ, એ મોરનું પીંછું જ નથી. મારો જીવ છે એ..તમે એની સાથે મજાક ન કરો તો સારું.."

બધા માટે કુમુદ સાથેની આવી રકઝક કાયમી હતી. એની વિકલાંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કોઈ એને ઠપકો ન આપતા.

હવે આગળના ભાગમાં જોઈએ કે વાર્તા ક્યાં વળાંક લેશે નવી રાહ પર...

---------------- (ક્રમશઃ) -----------------

લેખક : શિતલ માલાણી
૨૭-૧૦-૨૦૨૦
મંગળવાર