An untoward incident Annya - 20 books and stories free download online pdf in Gujarati

An untoward incident અનન્યા - ૨૦

આગળના ભાગમા રાકેશના સવાલનો અનન્યા પાસે કોઈ જવાબ હોતો નથી. તે પોતાનું કેરિયર બનાવવા માંગતી હતી, તેથી તેને રાકેશથી દૂરી બનાવી રાખી હતી, એક બાજુ અમિતની ઉત્સુકતા વધી રહી હતી કે અનન્યા તેણે કેવી રીતે ઓળખે છે.!? તેની સાથે વાતોમાં આખી રાત વીતી ગઈ, સવારે સાડા દસ વાગે ઝંખના અમિતને ઉઠાડવા આવે છે, તેના રૂમમાં જતા જ સુગંધથી તેણે ખબર પડી જાય છે કે તેના રૂમમાં કોઈ આત્મા છે. પણ સોહમના બોલવાથી તે કિચનમાં જાય છે. સોહમને મોડું થતું હોવાથી અમિતને ઝંખનાને સ્કૂલે મુકવા કહે છે. આથી ગુંજન આરાધ્યાને ફોન કરી તેની સાથે આવવા કહે છે.. ઝંખના પોતાનું કામ પૂરું કરી, તૈયાર થવા જાય છે, પણ અમિતનો અવાજ સાંભળતા તે હોલ તરફ પાછી વળે છે.. હવે આગળ


*****


અનોખું બંધન ઋણસંબંધનું કોઈ,
અમસ્તા જ એક અજનબી હમસફર થયો..
છાના પગે દિલનાં આવરણે દસ્તક દઈ,
અજાણી સફરમાં જાણીતો સંગ ભર્યો..


ઊભી રે.! બોલતાં બોલતાં ઝંખના ઝડપથી હોલ તરફ વધી રહી હતી. ત્યાં તો, "અમિતને એક જોરદાર તમાચો પડ્યો.."


તે તો મજાક કરવાની પણ હદ વટાવી દીધી છે. આ તો ગુંજને મને ફોન કર્યો હતો, એટલે હું અહીં આવી.. પણ તારું પાગલપણ વધ્યે જાય છે.. ગઇકાલે પણ તે મારી બેન વિશે મજાક કર્યો.. અને આજે તો તે..


તે ચમકીને બોલ્યો, આરાધ્યા તું.!!


હા, હું જ ને.! જાણે તે કોઈ ભૂત જોયું હોય તેમ, (આટલું આશ્ચર્યથી કેમ બોલે છે.!)


ઝંખના બોલી: આમ, "તે મારા દીકરાને તમાચો કેમ માર્યો.?" કેમ શું થયું.!?


આ તમારા પાગલ દીકરાનો ઈલાજ કરાવો.? તેણે મારી બેન અનન્યા દેખાઈ રહી છે.. કાલકાલનો એનું નામ દઈ, મારી સાથે મજાક કરે છે.. "અમારા પર શું વીતે છે.?" એની અમને જ ખબર હોય, અને આજે તો મને રાતે મળવા કહે છે.. -


પાગલ તું, પાગલ તારી બેન.. બંને બહેનોમાં કેટલું કન્ફ્યુઝન છે.?! આરાધ્યા કોણ.!? અને અનન્યા કોણ.!? સાલું, ખબર જ નથી પડતી.! ના જાન ના પહેચાન અમારી પાછળ જ પડી ગઈ છે.


અમિત, "તુ શું બોલી રહ્યો છે.!"


મોમ, હું તો મસ્તી કરી રહ્યો હતો..! પણ મેડમ તો મને પાગલ સમજે છે..


આવી મસ્તી, "આજ પછી તુ આવી મસ્તી ક્યારે નહિ કરશે.!" સોરી કહી દે..


સોરી, માય ફૂટ.. નહિ કહુ, ક્યારે નહિ કહુ..! તમે તૈયાર થઈ જાવ..એટલે હું તમને સ્કૂલે મૂકી દઉં.. (એમ કહી અમિત પોતાના બેડ રૂમમાં ગયો..)


અરે, "આરાધ્યા તું આવી ગઈ.. "


હા, છેલ્લીવાર માટે.. હવે પછી ક્યારે અહીં આવીશ નહિ.. તું મને બોલાવતી પણ નહિ..


"શું થયું.!?" કંઈ કહેશે.! કે આમ જ આંસુ સારશે.?


આરાધ્યાને શું થયું માસી.!?


ગુંજન, "તું આવી ગઈ, તો તું જ પૂછી લે.. મને મોડું થઈ રહ્યું છે.!" અને હા, આરાધ્યા, અમિત વતી હું માફી માગું છું.. તેને માફ કરી દે.. એ દિલનો ખુબ જ ભોળો છે, બસ થોડો મસ્તીખોર છે.


શું થયું હવે, "તું મને કેશે .!?"


તારો ભાઈ પાગલ છે.. મને અનન્યા સમજી વાતો કરી..


એક વાત કહું.. અમિત પાગલ નથી.. હું કહું કે તેણે અનન્યા સાથે વાત કરી છે, "તો શું તું વિશ્વાસ કરી શકાશે.!?"


તો, "મારી દી ક્યાં છે.!?"


મારી દીને જોઉં તો હું વિશ્વાસ કરું.. જો આવી રીતે જ વાતો કરશે, તો મારી બહેનના કીડનેપિંગમાં તેને જેલનાં સળીયા ગણતો કરીશ.. તું મારી ફ્રેન્ડ છે.. એ વાત પણ ભૂલી જઈશ..


ક્યારેક ગુસ્સો પોતાનાં માટે નુકશાન દાયક સાબિત થાય છે. તને હજુ ખબર નથી કે-


કે શું.? ચાલ તને ઋચાનાં ઘરે મૂકી દઉં.. મારે આ વિશે હવે કોઈ વાત કરવી નથી..!


અમિતે કહ્યું: "એ જ યોગ્ય ગણાશે. મોમ, ઉતાવળ કરો.. મને કોલેજ જવાનું મોડું થાય છે.. "


પ્લીઝ વેઇટ ઈન જસ્ટ મિનિટ.. બેટા, "આઈ એમ કમિંગ.."


રસ્તામાં ઝંખના બોલી, "શું તને સાચે અનન્યા દેખાય છે.!?", "શું વાત છે.!?" "કાલનો તુ ચુપ ચુપ રહે.?" ગઇકાલે તે મને તારી દિનચર્યા પણ જણાવી નહિ.!? કે પછી, "તને કોઈ તકલીફ છે.!?"


મોમ, "આ વિશે મારે કોઈ વાત કરવી નથી.!" પ્લીઝ...


તેની મોમને સ્કૂલે મૂકી તે કોલેજ રવાના થયો. પણ તેનું ધ્યાન સાંજ પાડવામાં હતું.. આજે સમય પણ ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો.. તેના ચહેરા સમક્ષ અનન્યાનો ચહેરો રમી રહ્યો હતો.. જાણે તેણે પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો હતો.. કોલેજ પત્યા પછી તરત જ તે પોતાના ઘરે આવી ગયો.. ફ્રેશ થઈ સીધો પોતાના બેડ રૂમમાં ગયો.. અને અનન્યાની રાહ જોવા લાગ્યો.. પણ તે આવી નહિ..


તેના મોમ, ડેડ અને ગુંજનના આવતા.. તે બેડ રૂમમાંથી હોલમાં આવ્યો.. પણ તેનું મન તો અનન્યાને જ શોધતું હતું.. રાતના દસ વાગ્યા, હજુ પણ તે ના આવી.. તેની બેકરારી વધી રહી હતી.. તેણે આંખો બંધ કરી, તેનું નામ લઈ ઊંડો શ્વાસ ભર્યો.. આંખો ખુલી તો બાલ્કનીમાં કોઈ પડછાયો જોયો.. એક સેકંડ માટે તો તે ચોંકી ગયો.. અને જેવો દરવાજો ખોલ્યો.. જાણે તેની ચારે બાજુ સુગંધ ફેલાઈ ગઈ..


તે બોલ્યો: અનન્યા, "તું ક્યાં છે.!?" ક્યારનો હું તારી રાહ જોઉં છું..! "હું તને કેવી રીતે ઓળખું છું..!?" હવાની એક હળવી લહેરખી તેની બાજુમાંથી પસાર થઈ.. તેના રૂંવાટા ઉભા થઇ ગયા.. તેને ઠંડી લાગવા માંડી.. અને અચાનક ધુમ્મસ છવાયું, ને અનન્યા તેણે દેખાઈ..


હું તારા ઘરમાં આવી શકતી નથી..! કેમ કે આંટીએ બાલ્કનીમા તારા માટે સુરક્ષા કવચ બાંધ્યું છે.. તુ એ દૂર કર, તો જ હું તારા રૂમમાં આવી શકીશ..


મને નથી ખબર.! "ક્યાં છે કવચ.!?"


બારી પર પડદાની પાછળ જે દોરો બાંધ્યો છે. તે દોરો તુ છોડી દે.. તેથી હું અંદર આવી શકું.!


મોમે દોરો બાંધ્યો.!?" ક્યારે!?" કંઈ સમજાતું નથી..! મતલબ કે મમ્મી જાણે છે, "મારી આસપાસ કોઈ આત્મા છે.!"


"શું વિચારે છે..!?" મારી પાસે સમય નથી.! "તુ જ મને મદદ કરી શકે છે.!" આમ વિચારવામાં સમયનો દુરુપયોગ નહીં કર.. મેં તને કીધું હતું ને આંટી પાસે શકિત છે..


તેણે કઈ સૂઝ ન પાડતા, "એક પળ પણ વિચાર્યા વગર દોરો છોડી નાખ્યો.."


જેવો દોરો છૂટ્યો, તરત જ અનન્યા તેના બેડ રૂમમાં આવી ગઈ..


હું સવારથી તારી રાહ જોઉં છું, તારી બેનને તું સમજીને વાત કરી, મને લાગે છે, આ બધી ગરબડ ત્યારે જ થઇ હશે..


હવે મને કહીશ, "તું મને કેવી રીતે ઓળખે છે.!?"


રાકેશના પ્રેમ આગળ મારી જીદની હાર થઈ.. એક દિવસ મને કોલેજમાં પ્રોજેક્ટ માટે અમારું ગૃપ રોકાયું હતું. મને ઘરે જતાં લેટ થયું. વળી, મારી ટ્રેન પણ લેટ હતી.. આમ તો ટ્રેનમાં રોજનું જવાનું હતું.. પણ, ગૃપમાં હોવું અને એકલાં હોવામાં ફરક પડે છે.. ત્યાં મારી નજર રાકેશ પર પડી.. અને મારી બીક જાણે ગાયબ થઈ જાય છે. હું તેની પાસે જઈ ઊભી રહી..


મેં કહ્યું: "તુ હજુ ઘરે નથી ગયો.. !?"


ના, "તારી વાર જોતો હતો.!"


એમ..


હા, "પણ તને કોઈ ફરક નથી પડતો ને.!?" કદાચ તું એ જ સમજશે કે હું તારી સાથે ફલર્ટ કરું છું..


અને એમ કહું કે મને ફરક પડે છે, તો.! તારા હસવાથી, તારા બોલવાથી, તારા મનાવાથી મને ફરક પડે છે..મને લાગે છે કે, આઇ લવ વિથ યુ.. પણ.!!


પણ, "શું..!?"


મને થોડો સમય આપ.. ત્રણ વરસનો સમય.. આ સમયમાં આપણે પોતાનું કેરિયર બનાવી દઈએ.. તારું પણ લાસ્ટ યર છે, પછી તું પણ સેટ થઇ જાય..


જા, આપ્યો સમય.. પણ આ સમયમાં તું મને મળશે તો ખરીને.!? મારી સાથે વિકેન્ડમાં મારા ઘરે તો આવશે ને.!? મારાથી અજાણતાં તને જો ટચ થાય તો મને તમાચો મારશે ને.!? લિફ્ટ માંગીને મારી બાઈક પર આવશે ને.!? મારી પર જૂઠો ગુસ્સો કરી મારી પર બળતરા રાખશે ને.!?


ના, આમાંથી હું કંઈ જ નથી કરવાની, આ તો તું ભૂલી જજે, હસીને મેં પણ નજર નીચી કરી..


ચહેરાની શરમ મારું મન મોહી ગઈ,
તારી આ અદા મારા દિલમાં પગરવ કરી ગઈ..
ના, ના.. કરતાં પણ તું હા કહી ગઈ,
પછી, નીચી નજર મારું દિલ ધડકાવી ગઈ..


(ક્રમશઃ)


******


"રાકેશ અને અનન્યાની પ્રેમ કહાનીમાં ક્યો વળાંક આવશે.!?"
"ઝંખનાને ખબર પડશે તો શું થશે..!?"
"અમિતને અનન્યા કેવી રીતે ઓળખે છે.!?"


*****


આતુરતાના અંત સાથે... વધુ આવતા અંકે.. દર મંગળવારે વાંચતા રહો.. An untoward incident (અનન્યા).. આપ વાંચક મિત્રોનો ઘણો જ સપોર્ટ મળે છે. અને મળતો રહેશે, એવી આશા સાથે દર્શના જરીવાળાના 🙏જય શ્રી કૃષ્ણ🙏🌺🌺રાધે રાધે🌺🌺


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED