આગળના ભાગમાં ઝંખના માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે. તે સોહમને તેના મનની વાત કહી મદદ કરવા કહે છે. ત્યારે તે ડૉ. વ્યાસની સાથે કાઉન્સીલીંગ દ્વારા સપનું ભૂલવામાં સફળ થાય છે. એક મહિનામાં આ વાત વિસરાઈ જાય છે. અમિતના કૉલેજથી ઘરે આવતા તેનું બાઈક પંચર થાય છે. ત્યાં એક અજનબી છોકરી તેની મદદ કરવા માંગે છે. હેલ્મેટને કારણે તે કોણ છે તે ઓળખી શકતો નથી.. અને તેની સાથે ગુસ્સાથી વાત કરે છે, તેમ છતાં તે અજનબી જબરજસ્તી મદદ કરવા તૈયાર છે. હવે આગળ...
**********
અમસ્તાં નથી, મળતા અહીં કોઈ અંજાન અજનબી.!
મળ્યા છે, તો જરૂર હશે!! ઋણ સંબંધ કોઈ કુદરતી..
જો તું ગુસ્સો કરશે તો શું હું ડરી જઈશ.! (અજનબી છોકરીએ કહ્યું..)
પાગલ છે કે તું.?, છોકરી થઇ અજનબી સાથે વાતો કરતા શરમ નથી આવતી.!
ઓ..હો.. મિસ્ટર અજનબી.! પાગલ તો તું થશે, "હું તો પાગલ બનાવું છું.!" તે ફરીથી બોલી..
જા.. જા.. મર્યાદામાં રહીને વાત કર. તું કોઈ મિસ વર્લ્ડ નથી કે હું તારી પાછળ પાગલ થાવ..
તો લાગી જાય શરત.! કોફીની.. તારે મને કોફી પીવડાવી પડશે.!
હું અજનબી સાથે શરત નથી લગાવતો.! સમજી..
તો તું નહિ માનશે.! લાગે છે મારે હેલ્મેટ ઉતારવું જ પડશે.! એમ કહી તેણે હેલ્મેટ ઉતાર્યું..
તે તેણે જોઈ જોતો જ રહ્યો. ગુંજન તું.! સરપ્રાઈઝ.!! તું આમ અચાનક, બરોડાથી ક્યારે આવી.! હેલ્મેટ પહેર્યું હતું છતાં પણ તારી નજર મારા પર પડી.!
બસ, બસ હવે કેટલા સવાલો.!? બેન છું તારી..! પણ, ભાઈ તું સહેજ પણ નથી બદલાયો .! અને જો છોકરી પર આ રીતે ગુસ્સો કરશે તો કોઈ પણ છોકરી તારી પાસે નહિ આવશે.!
મારે કોઈ પણ છોકરીની શું જરૂર.! મારા માટે તો કોઈ સ્પેશિયલ હશે.! કરોડોમાં એક.! જે ને જોઈ ત્યાં જ રોકાઈ જવાનું મન થાય. બાય ધ વે.. માસી શું કરે છે.?! મજામાં તો છે ને.!
મજામાં છે. પણ, હવે તો કોફી પીવા લઈ જઈશ ને.!
તું પણ કેવી રીતે સરપ્રાઇઝ કરે છે.! ચાલ, તારું હેલ્મેટ આપ, ને પાછળ બેસી જા.. કોફી શોપ પર જઈએ..
અરે, મારી ગાડી પર જબરજસ્તી કબજો કરે છે.. હું અને મારી ફ્રેન્ડ કોફી કેફેમાં આવ્યા છે. મારી નજર તારા પર પડી. પણ તું જ છે.. એ શ્યોર નહોતી. તેથી શ્યોર કરવા માટે અહીં આવી.
કોફી કેફે.! એટલે રોડ ક્રોસ કરતા સામે તરફ... વળી, સુરતમાં તે તારી કંઈ ફ્રેન્ડ છે.!?
કેમ ના હોય શકે.!? બરોડામાં તારા ફ્રેન્ડ હોય તો, કેમ સુરતમાં મારી ફ્રેન્ડ ના હોય.!?
હોય શકે..., કેમ નહિ, મારી મા.. હવે ચાલ જઈએ..!
તું તારી ફ્રેન્ડ સાથે આવી છે.. હું તારી સાથે આવીશ તો, "તારી ફ્રેન્ડને કોઈ પ્રોબલમ તો નહિ થાય.?" હું કેવી રીતે આવી શકુ.! નેકસ્ટ ટાઈમ હું જરૂર આવીશ.!
ના, તું ચાલ તો ખરા.. આમે તારું બાઈક પંચર છે. અહીં ઉભો જ રહેશે એના કરતાં મારી સાથે કોફી પીવા આવ..
બંને કેફેમાં આવ્યા.. તેને આરાધ્યાને શોધી પણ દેખાય નહીં... તેથી તેણે ફોન કર્યો.. પણ તેનો ફોન પણ આઉટ ઓફ નેટવર્ક આવી રહ્યો હતો.
"શું તારી ફ્રેન્ડ મિસ્ટર ઈન્ડિયા થઇ ગઈ..!"
ઓહો.. ભાઈ, "તું પણ શું મજાક કરે છે..!" તું કોફી ઓર્ડર કર, તે આવી જશે.!
ઓર્ડર કરતા અમિતની નજર વિરુધ્ધ દિશામાં બેઠેલી છોકરી પર તેની નજર પડી. તે થોડી ચિંતિત દેખાઈ રહી હતી, વારે વારે ઘડિયાળમાં નજર કરી રહી હતી, જાણે એવું લાગી રહ્યું હતું કે તે કોઈની રાહ જોઈ રહી હતી.! વ્હાઈટ ડ્રેસ તેના વ્યક્તિત્વને આકર્ષી રહ્યો હતો.અને તેના એરિંગના રણકારથી ના ચાહતા પણ તેની નજર તેની પર પડી રહી હતી.
તે ઉભો થઈ તેની પાસે જઈ બોલ્યો : "કેમ છો.?" કંઈ ઓળખાણ પડી.!
તેણે પણ કહ્યું: હા, "કેમ નહિ.. બે વખત જે મદદ કરે તેને થોડી આસાનીથી ભૂલી જવાય.!"
તો હું યાદ છું.? (સ્ટ્રેંજ.!) આજે ફરી આપણે કેફેમાં જ મળ્યા..! (વોટ અ કો ઇન્સીડેંટ)
હું મારી ફ્રેન્ડ સાથે આવી છું, તે ક્યારની ગઈ છે, પણ હજુ આવી નથી..! તેથી હું તેની રાહ જોઉં છું.. ખબર નહિ તે ક્યાં ગઈ છે.? મારી ગાડી લઈ ગઈ છે. વળી, અહીં મોબાઈલમાં કવરેજ પણ આવતું નથી.!
ઓહ.. ચિંતા નહી કરો. મારા મોબાઇલ પરથી કોલ કરી દો..
થેંક યુ.. તમે તો મને ભગવાનની જેમ જ મળો છો.! "જ્યારે પણ મળો છો, ત્યારે મારી મુશ્કેલી દૂર કરો છો.!"
હું સામાન્ય માણસ છું, મને માણસ જ રહેવા દો. હું તો બસ ભગવાને મોકલેલ એક મદદગાર છું. ! બસ તમને જોઈ મદદ કરવી ગમે છે. ખબર નહિ કેમ તમારા પ્રત્યે એક અજબ ખેંચાણ થાય છે, અને હું તમારો મદદગાર સાબિત થાઉ છું..
(ગુંજનની નજર ઓચિંતાની આરાધ્યા પર પડી..) તું અહીં બેઠી છે.! હું તને ક્યારની ફોન કરું છું. પણ તારો ફોન બંધ આવે છે.
તો તારી હમણાં હવે થઇ.! ક્યાં હતી.? ફોન નહિ લાગવાનું એક કારણ છે કે નેટવર્ક નથી આવતું.. હું તારી જ રાહ જોતી હતી.! ગુંજન..
ભાઈ તું અહીં કેમ આવ્યો.? "શું તું આને ઓળખે છે.!?"
હા ઓળખું છું, "આ એકટીવા ગર્લ છે." વળી, મારી સોસાયટીમાં જ રહે છે..
"એકટીવા ગર્લ.!" મતલબ, "તમે બંને એકબીજાને ઓળખો છો.!" ગંજન બોલી..
ના, ઓળખતા નથી.! ફકત બે વખત મળ્યા છે. હજુ સુધી અમને એકબીજાના નામ પણ ખબર નથી.. આરાધ્યાએ કહ્યું..
ગૂંજને બંનેની ઓળખાણ કરાવી કહ્યું: "આ મારા માસીનો દીકરો (અમિત..) અને "અમિત આ મારી ફ્રેન્ડ (આરાધ્યા..)
ત્યાં તો કોફી આવી.. બે વખત મળ્યા પણ એકબીજાના નામની આજે ખબર પડી..
પણ, "આ રીતે ફરી ક્યારે મળીશું એ ખબર નહોતી..!" અમિત બોલ્યો..
એક વાત પૂછું, "જો તમને ખોટું ના લાગે તો.!" આરાધ્યા બોલી...
એક ની બે વાત પૂછો.. તમારે શું પૂછવું છે.!? અમિતે કહ્યું..
કંઈ નહિ પણ તે રાત્રે તમારી મમ્મીને શું થયું હતું.? ત્યાં લોકો બધા વાત કરતા હતા કે વોશરૂમ તેમણે કોઈ ભૂત જોયું.! લોકો એવું પણ કહે છે, તેઓ માનસિક બીમાર છે..
"વોટ.?" તમને શું મારી મોમ પાગલ લાગે છે.? લોકોનું તો કામ જ અફવા ફેલાવાનું છે. પણ તમે પણ આવું વિચારો છો?..
સોરી, "હું તો જસ્ટ પૂછું છું.." મારો વિચાર તમને ઠેસ પહોંચાવાનો નહતો.
તમારો વિચાર હું સારી રીતે જાણી ગયો છું.. "મારે આ વિશે કોઈ ચર્ચા નથી કરવી.?" ગુંજન તું ઘરે આવી જજે..(તે ત્યાંથી ગુસ્સામાં જતો રહે છે..)
ભાઈ.. ભાઈ.. પણ તે સાંભળતો નથી.!
સોરી (ગુંજન..) મને એવી ખબર નહોતી કે, "મારી વાતથી તારો ભાઈ ગુસ્સે થઈ જશે!" અને કોફી પીધા વગર જ જતો રહેશે. મારા લીધે તારું પણ મૂડ ઓફ થયું.
ડોન્ટ વરી! તું સોરી ના કહે.. ભાઈ માસી વિશે કંઈ જ સાંભળી ન શકે.. તેનો ગુસ્સો ફકત હાલ પૂરતો જ રહેશે.. વળી, માસીને જ્યારથી સપના આવે છે, ત્યારથી તે માસીની ખુબ જ કાળજી છે. ચાલ, આપણે જલ્દીથી કોફી પૂરી કરીએ, ઘરે જવાનું મોડું થાય છે..બાય ધ વે, તારી બેન કેમ છે.? કેટલા સમયથી હું તેને નથી મળી..
દી તો અહીં હોસ્ટેલમાં જ રહે છે. આ મહિનેથી જ તે અમારી સાથે રહેશે.! તેની એક્ઝામ છે, તે પૂરતો સમય સ્ટડીમાં આપવા ઈચ્છે છે. તેને ઘર કરતા હોસ્ટેલ વધુ પસંદ છે.!
હું તેને કોલ કરું છું, પણ ફોન લાગતો નથી. તારી પાસે બીજો કોઈ નંબર છે.? હોય તો મને તેનો મોબાઈલ નંબર આપજે, તેથી હું તેની સાથે વાત કરી શકું.. અને હમણાં તો તે સોશીયલ મીડીયા પર પણ એક્ટિવ નથી રહેતી.
તેણે વાત કાપતા કહ્યું: "ગુંજુ, તારી કોફી પૂરી હોય તો આપણે જઈએ.!"
હા, જરૂર પણ.. આરું, "મને તેનો મોબાઈલ નંબર તો આપ...!"
હું ઘરે જઈને આપીશ.. મારા મોબાઈલમાંથી દીનો નંબર નીકળી ગયો છે. આટલું કહેતા તો જાણે તેના મોંઢાના હાવ ભાવ જ બદલાઈ ગયા..!
ગુંજને : "કેમ શું થયું..?" એવરી થિંગ ઇઝ ઓલ રાઇટ..! આમ, "અચાનક તને શું થયું.??" તારી દી તો મજામાં છે ને.!?
લાગે છે તું મારાથી કંઈક છૂપાવી રહી છે.! મને નહિ કહેશે..
ગુંજન, મને સારું નથી લાગતું.. આપણે જઈએ.. આટલું કહેતા તે ત્યાંથી કેફે માંથી બહાર નીકળી ગઈ..
"કેમ શું થયું.!" મારી કોઈ વાતનું ખોટું લાગ્યું તને.!? કે પછી... "તારી દી વિશે પૂછ્યું એટલે તારા ચહેરાનો રંગ ઉતરી ગયો.!?"
(આ સાંભળતા જ તેની આંખોમાં પાણી આવ્યું.) આંગળી વડે પાંપણની કોર લૂછી. હવે જઈએ.!
તારે કહેવું હોય તો કહી દે, આમ, મનમાં ને મનમાં ઘૂટાઈશ નહિ..
બીજી વાર ક્યારે કહીશ.. અત્યારે જઈએ..
(ક્રમશ:)
************
ગુંજને આરાધ્યાની બહેન વિશે પૂછ્યું, તો તેના ચહેરાના હાવભાવ કેમ ઉડી ગયા..?
તેણે ફોન નંબર કેમ બદલ્યો હતો.?
આરાધ્યા ગુંજનથી શું છૂપાવી રહી હતી.!?
શું તેની બહેનનો ઝંખનાના સપના સાથે કોઈ સંબંધ હશે.?
વાંચતા રહો, An untoward incident (અનન્યા)
🙏જય શ્રી કૃષ્ણ 🙏
🌺🌺 રાધે રાધે 🌺🌺