આગળના ભાગમાં અમિત આરાધ્યાને અનન્યા સમજી વાત કરી, માટે આરાધ્યા અમિત પર ગુસ્સે થઈ જાય છે, ફરી જો તે આવી વાત કરશે, કિડનેપિંગના કેસમાં જેલના સળિયા ગણતો કરી દેશે.. અમિત તેની મોમને સ્કૂલે મૂકી, કોલેજ જાય છે, છતાં તેનું મન અનન્યાના વિચારોમાં જ હોય છે, કોલેજથી છૂટી અનન્યાને મળવાની આતુરતા સાથે તરત જ પોતાના ઘર તરફ રવાના થાય છે. પણ સુરક્ષા કવચને કારણે તે તેની પાસે આવી શકતી ન હતી. આ વાતની ખબર પડતાની સાથે વિચાર્યા વગર અમિત કવચ છોડી દે છે, અને કવચ દૂર થતાં તે બેડરૂમમાં આવી જાય છે, અને તેની અધૂરી રહેલી પ્રેમ કહાની આગળ વધારે છે.. હવે આગળ..
*****
શું સંબંધ હશે તારી સાથે એ તો મને ખબર નથી..!
તને જોતા એવું લાગે છે, જાણે વર્ષોની ઓળખ છે..
કેવો નામ વિનાનો છતાં જાણીતો આ સંબંધ છે.!
હશે કોઈ જન્મનું ઋણ તો જ મુલાકાત શક્ય છે..
તે રાત્રે તેની સાથે હું પોતાની જાતને એકદમ સલામત માનતી હતી.. અને સાથે સાથે મારી અંદરની મિત્રતા પણ પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ.. કારણકે રાકેશમા મને મિત્ર સાથે મારા પ્રેમની છબી પણ દેખાઈ રહી હતી, આ ઉપરાંત, "હું તેને હવે વધુ દુઃખી કરવા માંગતી નહોતી.." જોતજોતામાં બરોડા ક્યારે આવ્યું તેની ખબર પડી નહીં.. પણ આ દિવસથી મારી જિંદગી બદલાઈ ગઈ.. હવે, "મારી જિંદગીમાં રાકેશનુ સ્થાન ખૂબ જ મહત્વનુ હતુ.. પ્રેમનો સ્વીકાર કર્યા પછી, "મારી જિંદગી જાણે સાત રંગોથી પુરાઈ ગઈ..!"
એક દિવસ મારો હાથ પકડીને રાકેશ એ કહ્યું: "હું તને ખૂબ જ પ્રેમ કરું છું.." (આઇ લવ યુ, અનુ..)
આ વાતનો મેં કોઈ જવાબ આપ્યો નહીં,
તેથી તેણે મારી આંગળીઓ દબાવી કહ્યું: "કોઈ જવાબ નથી મળ્યો..!"
મે કહ્યુ: "શાનો.!?"
"મારા આઈ લવ યુનો"
ફરીથી મેં નીચે નજર કરી અને કહ્યું: આઈ થીંક (આઇ લવ વિથ યુ,) વારેવારે કહેવાનું ના હોય, "આ વાત તને સમજાતી નથી..!"
ના, નથી સમજાતી.. કારણકે હું આ બાબતે બિલકુલ નાસમજ છુ, "તું સમજદાર જો મળી ગઈ છે.!" હવે મારી ધીરજ ખૂટી રહી છે.. પ્લીઝ, "મારી આંખોમાં જોઈ પ્રેમનો એકરાર કરી લે." આવતી કાલે મળીએ, "ત્યાં સુધી આટલું ઇનફ છે..!"
જા, "નહિ કહું.."
"તો હું શું સમજુ.?"
"કંઈ નહિ.."
મતલબ.!!
મેં તેનો હાથ પકડીને કહ્યું: "કંઈ નહિ.." બુધ્ધુ.! મતલબ એ જ છે કે ("આઇ લવ યુ ટુ..")
"એક હગ મળશે.!?"
"અત્યારે લેટ થઈ રહ્યું છે.." (આપણે કાલે મળીએ..)
બીજે દિવસે ફરી મળ્યા, "ત્યારે તેને મને હગ કરવા માટે કોશિશ કરી.."
મે તેને સાફ કરી દીધું, "કે હમણાં મારે ભણવા પર ધ્યાન આપવું છે. આ બધું કરવા માટે આપણી પાસે આખી જિંદગી પડી છે, મારે મારું કેરિયર બનાવું છે. બે ત્રણ વરસ તો જોત જોતા વીતી જશે.."
"બે-ત્રણ વર્ષ શું.!?" હું તો આખી જિંદગી તારી વાટ જોઈ શકું છું.! પણ મને સમય પર ભરોસો નથી. "તને નથી લાગતું કે ત્રણ વર્ષનો સમય ઘણો વધુ છે.?"
મેં કહ્યું: "તું મારી સાથે ટાઈમ પાસ તો નહિ કરશે ને.!?" મને બીક છે કે તુ ફક્ત કોલેજના વર્ષો સુધી મારી સાથે રહશે. મારી સાથે હરશે ફરશે પછી.. -
ના, અનુ.. તને લાગે છે કે હું એવું કરી શકું..! આ ભવ તો શું, "હું આવતા ભવ સુધી તારો સાથ માંગું છું.."
આ બધું બોલવું અને કહેવું સહેલું છે.. પણ રિયાલિટીમાં કઈ જુદું જ હોય છે.?
અનુ, "તું ક્યાની વાત ક્યાં લઈ જાય છે.!?" તને મારા પર વિશ્વાસ નથી, તારે રિલેશનમાં બંધાવું ના હોય તો આપણે અત્યારે છૂટા થઈ જઈએ. કારણ કે પ્રેમમાં જબરજસ્તી મને આવડતી નથી. આપણી વચ્ચે દોસ્તીનો સંબંધ કાયમ રાખીએ.. હું સમજીશ એક દોસ્તે બીજા દોસ્તને આઈ લવ યુ કહ્યું.. પણ, "મારી ફીલિંગ્સ તારા માટે ક્યારે પણ નહીં બદલાશે.!" હું તારી રાહ જોઇશ, અને હંમેશા જોતો રહીશ..
બધી શરમ છોડીને કંઈ પણ સમજ્યા વિના મેં તેણે હગ કરી કહ્યું, "મારો ઈરાદો તને હર્ટ કરવાનો નહોતો.." બસ, "તુ મને થોડો સમય આપ.." હું ઈચ્છું છું કે આપણો પ્રેમ સમાજમાં એક મસ્ત ઉદાહરણ પૂરું પાડે, લોકો આપણું નામ માન ભેર લે.."
તેણે મને કપાળે ચૂમીને કહ્યું: "ઘરે જવાનું મોડું થાય છે.. આવતી કાલે સવારે બાલ્કનીમાં મળીશું.!"
હમમ...
ગુડ નાઈટ કહી, "અમે બંને છુટા પડ્યા.."
મનની વાત કહી દીધી તો જાણે હૃદય પરથી બોજો હળવો થયો, "એ રાતે અમે બંને ચેટ કરતા ક્યારે સૂઈ ગયા, અમને ખબર પડી નહિ.."
બીજા દિવસે સવારે જાણે મારી દુનિયામાં નવો સૂર્યોદય થયો.. મારી આખી દુનિયા બદલાઈ ગઈ.. હું રાકેશ સાથે ઘણી જ ખુશ હતી. "ક્યાંય પણ જવું હોય, અમે બંને સાથે જ જતા. એક દિવસ રાકેશના ઘરે અમે ગયા. ત્યાં રાકેશે મને હગ કરી કિસ કરી.. તેના આ સ્પર્શથી મારા રોમે રોમમાં ઝણઝણાટી વ્યાપી ગઈ, અમે બંને બેકાબૂ બની ગયા.. અચાનક મેં મારી જાતને સંભાળી લીધી.. અને ત્યાં રડી પડી.. "
સોરી, "હું મારી જાતને કંટ્રોલ ના કરી શક્યો, મને માફ કરી દે.. હું બીજીવાર આ વાતનું ધ્યાન રાખીશ.."
આ માટે આપણે બંને જવાબદાર છીએ. તુ ગિલ્ટી ફીલ ના કર.. મારે પણ તને રોકવો જોઈતો હતો..
મારા માથે હાથ ફેરવી, "તેણે મારા આંસુ લૂછતાં કપાળે ચૂમી ફરીથી હગ કર્યું.."
મોડું થશે તો ટ્રેન ચૂકી જવાશે.. હવે, "હું ટ્રેન ચૂકવા નથી માંગતી..!" વળી, "આપણે માથેરાન પણ જવાનું છે.. તેનું પેકિંગ બાકી છે..
હમમ.. "માથેરાન જવા માટે આટલું બધું એક્સાઇટમેન્ટ છે.!" તે મને ચીડવતા બોલ્યો..
હા, "કેમ નહિ.!" કુદરતી વાતાવરણને તારો સાથ જો હશે, "ત્યાં આપણે એકબીજાને વધુ ઓળખવાનો મોકો મળશે.. ઓકે..
હું પણ તને હંમેશા ખુશ જોવા માંગુ છું.. બસ, "તું ખુશ રહે.!"
પણ, તુ ઉતાવળ કર.. "કાલે વહેલા સુરત જવાનું છે..!" (તારે પેકિંગ નથી કરવાનું..!?)
"તું છે ને..!" પછી, "ચિંતા શેની.!?" (તું મને પેકિંગ કરી આપ.!)
બાય ધ વે... "પોતાનુ કામ જાતે જ કરવું જોઈએ." (તુ જાતે જ કરી લે..!) "બીજા પર ડીપેન્ડ શા માટે બને છે.!?"
મારે માટે તું કોઈ બીજી નથી, "ફ્કત આજના દિવસે જ નહિ," પણ, "આખી જિંદગી હું તારા પર ડીપેન્ડ થવા માંગુ છું.!" સ્વીટ હાર્ટ, "આ તને ક્યાં ખબર પડે છે.!"
હા..હા.. "બધી ખબર તને જ પડે છે.!" ચાલ.. હવે, "પેકિંગ કરી આપું.." અને "સવારે વહેલો ઊઠીને મને સ્ટેશન પર મળજે.!"
ઓકે... (સ્વીટ હાર્ટ..) ગુડ નાઈટ કહી.. અમે છૂટા પડયા..
વહેલી સવારે સાડા ચાર વાગ્યાની ટ્રેન લેટ હતી. "સાડા પાંચ વાગ્યે અમારે કોલેજ પહોંચવાનું હતું.. પણ ટ્રેન એક કલાક લેટ હતી.." કંઈ ના સૂઝતા, રાકેશે સર સાથે વાત કરી..
તો સર પાસે જાણવા મળ્યું, "કે તુ તારી કારમાં માથેરાન આવવાનો છે." અમે પણ તારી સાથે જ આવી જઈએ," તેમણે કહ્યું..
સરે કોન્ટેક્ટ નંબર આપ્યો..આથી, "રાકેશે તને ફોન કર્યો હતો..."
અને તે અમને સુરત સ્ટેશન આવી ફોન કરવા કહ્યું.. ત્યારે આપણે પહેલી વાર મળ્યા..
ઓહ, તો તે દિવસે ઓઢણીનાં નકાબમાં તું હતી.. સુરતથી માથેરાન સુધી મેં તને જોઈ જ નથી.. મને વિશ્વાસ નથી આવતો," કે તું તે દિવસે અમારી સાથે કારમાં હતી..!"
હા, "હું જ હતી.." મારું અને રાકેશનુ રિલેશન કોઈ જાણી ના જાય, "આથી મેં ઓઢણી બાંધી હતી.." બોલ... હવે, "તુ મને મદદ કરશે કે નહિ.!?"
પણ, "તારે કેવી મદદ જોઈએ.?" "હું શું મદદ કરી શકું.!?"
(ક્રમશ:)
*****
અમિત, "અનન્યાને કેવી રીતે મદદ કરશે.!?"
"અમિતની શકિત જાણીને ઝંખના શું કરશે.!?"
"અનન્યા સાથે કંઈ ઘટના બની હતી.!?"
*****
મસ્ત રહો, સ્વસ્થ રહો અને વાંચતા રહો, ધારાવાહિક An untoward incident (અનન્યા) દર મંગળવારે માતૃભારતી પર.. તમારા અભિપ્રાય જરૂરથી આપશોજી..
🙏જય શ્રી કૃષ્ણ🙏
🌺🌺રાધે રાધે🌺🌺