An untoward incident અનન્યા - ૮ Darshana Hitesh jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

An untoward incident અનન્યા - ૮

આગળના ભાગમાં બહેનો દેખાવે એક જેવી, પણ અનન્યાનો અવાજ રાણી મુખર્જી જેવો છે,અને વળી, અનન્યાના ઇન્સ્ટા પર એક ફોટામાં અમિત પણ હતો, આ જોઇ તેણે વઘારે નવાઈ લાગે છે, પીકનીક ગૃપમાં રાકેશ પણ હતો, તેથી તેણે ફોન કરે છે,પણ ફોન સ્વીચ ઓફ આવે છે, રાત્રે બાર વાગ્યા હોવાને કારણે સોહમ દરેકને સુઈ જવા કહે છે, ઘણી કોશિશો પછી અમિતને ઉંઘ આવે છે, સપનુ આવતાં તે જાગી જાય છે.. અને લોબિમાં તેણે પડછાયો દેખાતાં બૂમો પાડે છે, પણ ત્યાં વોચમેન કાકા જ હોય છે, આરાઘ્યાની ફ્રેન્ડ રિકવેસ્ટ એકસેપ્ટ કરી સુઈ જાય છે, ઝંખાનાને ફ્લાવર વાસ તૂટવાનો અવાજ આવતા બાલ્કનીમાં જાય છે, સ્ટ્રીટ લાઈટ નીચે અનન્યાને જોઈ છે, તે બચાવો કરી વિકરાળ રૂપ ધરે છે, આ જોઇ તે બહોશ થઈ જાય છે, આંખ ખૂલતાં તે પથારીમાં જ હોય છે. હવે આગળ...

**********

છાને પગલે હદયે દસ્તક ભરી, દિલને ધડકાવી જાય છે,

રહસ્યમય આ પહેલી કેવી.? ઉલ્જાનમાં ઉલજતી જાય છે..

તે ઝબકીને ઉઠી.. સીધી બાલ્કનીમાં ગઈ. ફ્લાવરવાઝ તેની જગ્યાએ બરાબર હતું, પછી સ્ટ્રીટ લાઈટ નીચે જોયું, વરસાદને કારણે રસ્તા ભીનાં હતાં, વાતાવરણમાં શાંતિ હતી, તે બેડરૂમમાં આવી, પથારીમાં બેઠી, ઘડિયાળમાં જોયું તો પોણા ત્રણ થયા હતાં.. આવનાર સપનાનું શુ રહ્સ્ય છે?, તે જાણવા માટે વર્ષો પછી તે ગાયત્રી માતાની સાધના કરવા વિચાર્યુ, આમ પણ તેણે ઊંઘ આવતી નહોતી, અને એકાંતમાં માતાની ભક્તિ કરવા તે લાયબ્રેરીમાં ગઇ, આસાન પાથરી ગાયત્રી માતાનો ફોટો મુક્યો, માળા અને ૐ કાર કરી, ગાયાત્રી મંત્ર જપતા ઘ્યાનમાં બેઠી..

સોહમની આંખ ખૂલતા ઝંખના પથરીમાં ના મળી.. તેણે થયુ કે તે વોસરૂમ ગઈ હશે.! દસ મિનિટ થયા પછી પણ તેં ન આવી, તેથી તે બૂમ પાડતા પાડતા બેડ રૂમ માથી બહાર નિકળ્યો, ત્યાં લાયબ્રેરી માથી ગાયત્રી મંત્રનો જાપ સંભળાઇ છે, તે ઝડપ ભેર લાઇબ્રેરી તરફ ગયો.. અને જોયું તો તે છક થઈ ગયો, આટલા વર્ષો પછી શા માટે જપમાં બેઠી .!? સહેજ મોટા અવાજે બોલ્યો: અરે, "ઝંખના અડધી રાતે તું શુ કરે છે.?"

તેણે કોઈ જવાબ આપ્યો નહીં.! તેથી તે તેની પાસે આવ્યો અને તેનાં ખભા પર હાથ મૂક્યો, તેથી તેનું ઘ્યાન તૂટયું..

આ શું કરી રહી છે.! તને મેં કસમ આપ્યાં છે, "તુ આ સાધના જાપ કદી પણ એકાંતમાં નહીં કરશે,!" ઝંખુ, "તું કસમ તોડી રહી છે.!" તું એકાંતમાં માતાની સાધના કરી રહી છે. ! આ બધુ ફરીથી શા માટે.!?

તેણે કહ્યું: "મારા વહેમનો અંત લાવવા આ કરી રહી છું.."

તને કોઈ વહેમ નથી, "ફ્કત સપનું છે.!" કોઇ ફાલતું સપનાને તું સાચું સાબિત કરવા માંગે છે,? (તે આંખો કાઢતા બોલ્યો..)

"આ તમે બોલો છો.!?" બધુ ખબર હોવા છતાં પણ..

ખબર છે મને, જ્યાં સુધી આત્માનાં સાક્ષાત્કાર નહીં થાય, ત્યાં સુધી તું અા સાધના કરશે, આ પાગલપન તને નહિ કરવા દઉં.. હું તને પાગલ થતાં નહીં જોઇ શકું.!

સોહમ તમે જાણો છો કે, "કોઇ એક વ્યકિતનું આમ વારંવાર સપનામાં દેખાવું અકારણ ના હોય શકે.!" સપનામાં આવે એ વાત તો બરાબર, પણ આજે સાંજે સંધ્યાકાળે તેણે મારી સાથે વાત કરી, પણ ગુંજન અને તેની બહેન આવતાં, તે ત્યાંથી જતી રહી, આનો મતલબ એ છે કે તે પવિત્ર આત્મા છે.. મને એવું લાગી રહ્યું છે કે તે મુશ્કેલીમાં છે.. તેને મારી જરૂરત છે.. માટે મારે તેની મદદ કરવી જોઈએ..

"તારું પાગલપણું બંધ કર." આવતી કાલે હું ડો, વ્યાસની અપોઇમેંટ લઈને તેમની સાથે કાઉન્સિલીંગ કરી લઇશું.. તે ગુસ્સામાં બોલ્યો..

હકીકત તો તમે જાણો છો , હું માં કાળી અને ગાયત્રી માંની ભગત છું..("ક્યાં સુધી છુપાવશો.?") અમિતથી..

મમ્મી પપ્પા અને તમને ત્રણેયને ખબર જ છે, "કે હું આત્મા સાથે વાત કરી શકું છું.." તો, "જાણી જોઈને અંજાન શા માટે બનો છો.?" અને "ક્યાં સુધી ડોક્ટર વ્યાસ સાથે કાઉન્સિલિંગ કરાવશો.?"તમને ખબર જ છે કે કોઈ દવા મને અસર કરવાની નથી, કોઈ ડોક્ટર વ્યાસ મારી બીમારી ઠીક કરી શકશે નહીં..હું કોઈ પાગલ નથી.! અને આત્મા મને ત્યારે જ દેખાય છે, "જ્યારે આપણા નજીકના કોઈનું અહિત થવાનું હોય છે.!" તે મને કોઈ સંદેશ આપવાની કોશિશ કરી રહી છે.! મારે એ જાણવું છે કે "અનન્યાની આત્મા મને સપનાં થકી શું કહેવા માંગે છે.?!" મારે તેની આપવિતી સાંભળવી છે.. તેની આત્માને સાચો ન્યાય અપાવવા માંગુ છું..

હું કોઈ આત્મા બાત્મને જાણતો નથી,! પ્લીઝ, "આ સાધના નહીં કર, જીદ છોડી દે.." મેં આજ સુધી તારી પાસે કંઈ જ નથી માગ્યું, "આજે તું જીદ છોડી દે.." રાતના સવા ત્રણ થવા આવ્યા, ચાલ તું હવે પૂરતી ઊંઘ લઈ લે. હું તને હંમેશા ખુશ જોવા માંગુ છું.!

હું તો જીદ છોડી દઈશ, "પણ શું તમે ભગવાનમાં પણ નથી માનતા.!?" દુનિયામાં જો ભગવાન હોય છે, (તો આત્મા પણ હોય છે.. ) તમે તો બ્રાહ્મણ છો, તો મને કહો, "પિંડદાન શા માટે કરીએ છીએ.!?"

મારે તારી સાથે કોઈ ડિસ્કસ કરવી નથી.! તું તારો પેટાળો બંધ કર.. અને સુઈ જા.. હું તને દુઃખી થતા નહિ જોઈ શકું.!, પ્લીઝ, મારી વાત માની લે.. તને તો ખબર જ છે, પ્રેગ્નેન્સી દરમિયાન જયારે તારા શરીરમાં એક અજાણી આત્માએ પ્રવેશ કર્યો હતો, ત્યારે શાશ્વત ગુરૂ પરમ પૂજ્ય શ્રી ધરમસિંહ મહારાજના સાનિધ્યમાં જઈ શાંતિ કરાવી હતી, ત્યારથી તે ગુરૂજીને પણ વચન આપ્યું હતું.. અમિત માટે થઈ અને સંસારમાં રહેવાનું તે મને વચન આપ્યુ છે, આપણે પાછા ગુરૂજી પાસે જઇશું, (આઈ લવ યૂ સો મચ) ઝંખુ, હું તને મારાથી દુર જતા નહીં જોઈ શકું.!

હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું.. પણ આ જે કંઈ પણ થઈ રહ્યું છે, તે અકથિત છે, મને કોઈ અપ્રિય ઘટનાનાં એધાણ લાગે છે. પછી કોઈ પસ્તાવો ના થાય.! આ કોઈ કુદરતનો ઇશારો થઈ રહયો છે, માટે હું સાધના કરવા માંગુ છું.!

તે ઝંખનાને ભેટી પડ્યો, "આ સાધના તને અને મને દુર કરી દેશે.!" હું તને મારાથી દુર જતા નહીં જોઈ શકું.!

મારા ખ્યાલ મુજબ આપણે ગુરૂજી પાસે જવાનો સમય હવે આવી ગયો છે.. મારે ગુરૂજીને મળવું છે..! એમના સાનિધ્યમાં જ હું સાધના કરીશ..

મારે તને કોઈ સાધના કરવા દેવી નથી, એક્વાર કીધુ તો સમજમાં નથી આવતુ.!

તેની જીદ સામે ઝંખના કંઈ જ નહિ બોલી, અને કહયું આવતી કાલે તમે અપોઈન્ટમેન્ટ લઈ લેજો. આપણે ડો. વ્યાસના કલીનિક પર જઇશું.. અને બંને જણા બેડરૂમમાં જતાં રહ્યા, સોહમ તેણે નાના બાળકની જેમ વળગી સુઈ જાય છે.. અને ઝંખના પણ તેની જીદને નમી જાય છે..

પાણી પીને પોતાના બેડરૂમ તરફ જતા આ વાત ગુંજનને ખબર પડી જાય છે. શું માસી આત્મા સાથે વાત કરી શકે છે.! આ વાત અમિતને પણ ખબર નથી. મતલબ, માસીએ સાચે જ અનન્યા સાથે વાત કરી.! "શું અનન્યા મરી ગઈ છે.!" તેમણે તેણી આત્મા સાથે વાત કરી.! માટે જ તેમણે કહ્યું કે તેનો આવાજ રાણી મુખર્જી જેવો છે. તેનું મગજ વિચારોના ચકડોળે ચડ્યું. આંખ બંધ કરી સુવાની કોશિશ કરી, પણ તેની ઊંઘ આવી નહીં, તેનું માથું દુખવા લાગ્યું.. માથે બામ લગાવી, માથે તકીયો મૂકી, ચાદર ઓઢી સુઈ ગઈ.

અંધકાર ઘણો રાત્રીનાં સમયનો
ભલા જાણી શક્યું આજે,?
કોઈના પ્રેમના બંધનમાં બંધાઈને,
ફરીથી મનને મનાવી ગયું આજે.!
હોની અનહોની માત્ર સંજોગ માની ને,
કોઈ કુદરતને બરાબર જાણી ગયું આજે..

***********

ઝંખના આત્મા સાથે વાતો કરી શકે છે, આ વાત તેઓએ અમિતથી કેમ છૂપાવી.!?

અનન્યા સાથે એવું તે શું થયું છે.!? (જે અકથીત છે..)

શું ઝંખના વર્ષો જુની કસમ તોડશે.!?

ગુંજન શું અમિતને માસીનું રહસ્ય કહી દેશે.!?

વધુ આવતા અંકે...વાંચતા રહો માતૃભારતી પર દર મંગળવારે, An untoward incident (અનન્યા)ખુશ રહો, હસતા અને હસાવતા રહો🙏

જય શ્રી કૃષ્ણ🙏🌺

🌺રાધે રાધે🌺🌺