An untoward incident અનન્યા - ૧૯ Darshana Hitesh jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

An untoward incident અનન્યા - ૧૯

આગળના ભાગમા રાકેશની ખામોશી અનન્યાને ગૂંગળાવી રહી હતી, તેથી તેણે પહેલા વાત કરવાની શરૂઆત કરી, પણ તે ઘરે બાઈક મૂકી બરોડા જવાનો હોવાથી અનન્યાને જવા કહે છે, પરંતુ અનન્યા તેનું ઘર જોઈ, તેની સાથે જ બરોડા જવા ઈચ્છે છે, અહીંથી તેઓને મિત્રતાની શરૂઆત થાય છે, રાકેશ તેને હગ કરીને પોતાના પ્રેમનો એકરાર કરે છે, અનન્યાને કંઈ સમજ ના પડતા તે રાકેશ સાથે બોલવાનું બંધ કરી દે છે.. અનન્યાને મનાવાનાં રાકેશના દરેક પ્રયત્ન નિષ્ફળ જાય છે, આથી ગુસ્સે થઈ, બીજે દિવસથી તેને ઈગ્નોર કરી, મારીયા સાથે બોલવાનું શરૂ કરે છે. આ સહન ન થતાં ફરીથી અનન્યા જાહેરમાં તેણે તમાચો મારે છે. આથી રાકેશ ખુબ જ ગુસ્સે થઈ જાય છે, હવે આગળ..


**********


છે સવાલ વ્યાજબી પણ જવાબ કોઈ નથી,
તારા મારા સંબંધનું કોઈ નામ પણ તો નથી.!
અકારણ થતી ગૂંચવણનો કોઈ ઉકેલ પણ નથી,
તો આ શક કેમ કરું છું.? એ મારો હક પણ નથી.!


રાકેશ, "તારા આ સવાલોનો મારી પાસે કોઈ જવાબ નથી.!?" પણ, "જ્યારે તું કોઈ બીજાની સાથે વાત કરે, એ મારાથી બિલકુલ સહન થતું નથી.!"


હું કોઇની પણ સાથે વાત કરું.. ભીડમાં બધાની સામે મને તમચો ક્યા હકથી મારે છે.!? તું છોકરી છે.. એટલે તને જવા દઉં છું.. અને હા, "તારાથી સહન કેમ નથી થતું.?" "શા માટે.?" તને શું.? હું જે કરું એ.!


જા.. "તો કર .." ગો ટુ હેલ.!


ગો ટુ હેલ..! ઓકે , તો કરીશ જ... "તું કોણ છે મારી લાઇફમાં ઇન્ટરફેર કરવાવાળી.?"


"આઈ એમ ધ બિગ ફૂલ ઈન ધ વર્લ્ડ.!" "આઈ હેટ યૂ.." ઇડિયત.. કહી રડતા રડતા હું ત્યાંથી ઘરે જતી રહી.. હું એ દિવસે કોલેજ પણ નહિ ગઈ..


આઈ હેટ યૂ ટુ.! ડિયર..


શરૂઆત હતી પ્રેમની, હૈયે બેચેની થવી સહજ હતી..
ના સમજાતી વાતોમાં, પણ પ્રશ્નોની ઝડીઓ ખુબ હતી..


હું ઘરે પહોચું તે પહેલાં તો રાકેશ ઘરે પહોંચી ગયો.. તેણે જોઈ મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો.. "મન તો થતું હતું કે ફરી એક તમાચો મારી દઉં.."


મને જોઈને તે ઘરમાં જતો રહ્યો.. મે તેની સાથે ઝગડો કર્યો, "તેનો જાણે તેણે કોઈ ફરક નથી પડતો.. તેની આંખમાં બિલકુલ શરમ નહતી."


"એ સમજે શું.?" એક તો પોતે ભૂલ કરી છે, અને મને નજર અંદાજ કરે છે.. માટે હું પણ ગુસ્સામાં ઘરમાં જતી રહી..


બાલ્કની આવી તેણે આરાધ્યાને કહ્યું : "તારી બહેનને કોઇ માનસિક બીમારી છે.!?"


"નહિ તો..!? પણ એક વાત કહું.. આરાધ્યા બોલી..


"
અરે, મેડમ એક નહિ, "બે ત્રણ પૂછી શકો છો..!"


અમે બંને જુડવા છીએ.. (અમને કોઈ આટલી આસાનીથી ઓળખી નથી શકતા..) "તમે કંઈ રીતે ઓળખો છો.?" આરાધ્યા બોલી..


સિમ્પલ, "અત્યારે તો તારી બહેન કોલેજ ગઈ હશે ને..!"


ઓહ, એમ વાત છે.! સો સ્માર્ટ..


થેંક યૂ, "આજે શું કરે છે.!?" (હું આજે ફ્રી છું, તો મૂવી જોવા જઈએ..) "તારી સાથે મૂવી જોવું ગમશે મને.."


ઓહ, "તો તુ હવે મારી બેન સાથે ફ્લર્ટ કરે છે." હું મારી બહેનને તારી વાતોમાં નહિ આવવા દઈશ.. અનન્યાએ કહ્યું..


એવું હોય તો તમે પણ આવી શકો છો..! (એકથી ભલા બે, અને બેથી ભલા ત્રણ...)


દીદી, "તું પણ શું.!?" આને ફ્લર્ટ ના કહેવાય.! આને તો સીધી વાત કહેવાય..


"તું ચુપ રહે." ચાલ અંદર.. તે આરાઘ્યાનો હાથ પકડી ઘરમાં જતી રહી.. (તને પણ ફ્લર્ટ કરતા શરમ નથી આવતી.?)


થોડી વાત શું કરી દીધી.! તું તો ફ્લર્ટ સમજી બેઠી.! "તારા મગજમાં શું ચાલી રહ્યું છે.?" (શું અમે ફ્રેન્ડ ન હોય શકીએ.!) "તને આજે શું થયું છે..!?"


આરુ, "તને નથી ખબર કે તે કેવો છે.!?" છોકરીઓને પોતાની વાતોમાં ફસાવી ને.. -


દી, મને બધી જ ખબર છે, "કે રાકેશ તને પ્રેમ કરે છે.." અને આ હકીકતથી તું દૂર ભાગે છે.. તે બીજી કોઈ છોકરી સાથે વાત કરે, તો તને બળતરા થાય છે.! પ્રેમ છે તો વિશ્વાસ કરતા શીખ .. રાકેશ સારો છોકરો છે..


મને કોઈ બળતરાં નથી થતી.! "મારે શું.?" તેને કોઈની પણ સાથે વાત કરવી હોય તો કરે, (કોઈ ફરક પડતો નથી.!) મને ફરક તારા વાત કરવાથી પડે છે.


દી, "તારો આ ગુસ્સો અને ચહેરાના હાવભાવ જરાક પણ મેચ થતા નથી, દિલમાં કંઇક.. અને હોંઠો પર કંઈ..! પ્રેમ છે તો કહી દે.!"


મને કોઈ પ્રેમ નથી, હું પ્રેમમાં માનતી નથી, સારું, આ વિષય પર હવે ચર્ચા બંધ કરીએ, મારુ ટોટલ ફોકસ ભણવામાં છે, મારી પાસે કેટલા બધા કામ છે.! ("મારી પાસે સમય જ ક્યાં છે કે હું આ બધા ચક્કરોમાં પડું..")


ફક્ત ભણવું છે, "એટલા માટે તું તારા પ્રેમનો સ્વીકાર નહિ કરશે.? આ તો યોગ્ય નથી ને.!" દી..


તારે જે માનવું હોય તે માન, પણ અત્યારે આ ટોપિક બંધ કરીએ, "આ વિષે ચર્ચા કરવાની મને કોઈ ઈચ્છા નથી.."


આ વાતને બે મહિના વીતી ગયાં, રાકેશે હાર ન માની, અને હું ટસથી મસ ન થઈ..


કોલેજમાં ફેરવેલ નજીક હતું, અને એક્ઝામ પણ નજીક હતી, "આ વરસને યાદગાર બનાવવા માટે કોલેજમાંથી બે દિવસ માથેરાન લઈ જવાના હતા.."


અમિતે આશ્ચર્યથી કહ્યું: પણ, "તું મને કંઈ રીતે ઓળખે છે.. ?" અનન્યા..


ત્યાં તો દરવાજો થોકતા ઝંખના બોલી, (અમિત ઓ અમિત) "દરવાજો ખોલ કેટલું સૂવાનો છે..!?" દસ વાગ્યા.. "આજે કોલેજમાં રજા છે કે શું.?"


વોટ.. દસ વાગ્યા.! ઓહ નો ..! "આઈ એમ ગેટિંગ વેરી લેટ..!" યસ, "મોમ આઈ એમ કમીંગ...


હજુ અમિત વાક્ય પૂરું કરે, "તે પહેલાં તો ઝંખના દરવાજો ખોલી અંદર આવે છે. અજાણી સુગંધ જે તેના માટે જાણીતી હતી, અંદર આવતાની સાથે તેણે પોતાની આસપાસ આત્માનો અનુભવ થયો.." પણ તે ચુપ રહી.." તુ તૈયાર થઈ જા. હું ચા નાસ્તો ટેબલ પર પીરસું છું.."


બેફિકર થઈ અમિત નાહવા જાય છે, તેણે ખબર નહોતી કે મમ્મીને પણ આત્માં દેખાઈ છે. અનન્યા આ વાત જાણતી હતી, "તેથી તે રૂમમાંથી બાલ્કનીમાં આવી જાય છે.. ઝંખના એ સુગંધને અનુભવી .. તેથી બારીનો પડદો ખોલવાની કોશિશ કરે છે..


ત્યાં તો સોહમએ બૂમ પાડતા કહ્યું: "ઝંખુ ક્યાં છે.?" ચાલ, "મને મોડું થાય છે.."


"એ આવી..!"


અરે, "કેટલી વાર..?"


બસ, બે મિનિટ..


તું આજે અમિત સાથે જતી રહેજે.. "આજે મને મોડું થાય છે.." ફટાફટ નાસ્તો કરી લઈએ.. થોડી ઉતાવળ રાખ..


"સારું.."


અમિત અને ગુંજન બંને સાથે રેડી થઇ આવ્યા.. ભાઈ, "આજે તું મને રુચિને ત્યાં મૂકી દેશે.!" મારે આવતાં અઠવાડિયે બરોડા જવું છે.. જો નહિ મળાશે, "તો એક્ઝામ પૂરી થયાની રાહ જોવી પડશે.!"


"તું કાલે જતી રહેજે." અમિત, "મને આજે મોડું થઈ રહ્યું છે, "તો તું ઝંખુને સ્કૂલે મૂકી દેજે.. "


ડોન્ટ વરી, માસા, "આઇ વિલ મેનેજ.."


તેણે આરાધ્યાને મેસેજ કરી ઘરે બોલાવી.. (પહેલા તો તેણે ના પાડી..) પણ ગુંજનએ આજીજી કરી, આથી તે માની ગઈ..


ઝંખુ રેડી થવા રૂમમાં જઈ રહી હતી.. તેને અમિતનો અવાજ સાંભળ્યો, તેણે પાછું ફરી જોયું, "તો તેની આંખો પહોળી થઈ ગઈ.."


અમિત બોલ્યો, અનન્યા, "તું અહીં.!" "અત્યારે કેમ આવી.?" હું સાંજે ઘરે આવ પછી આવજે.. હું રાતે તારી વાર જોઈશ.. અને હા, "તું મને કેવી રીતે ઓળખે છે.?" એ જાણવાની મને પણ આતુરતા છે. "તારી અધૂરી આપવીતી સાંભળવા હું પણ ઉત્સુક છું.."


ઝંખુને હોલ પાસે આવતાં જોઈ અમિત બોલ્યો, જા હવે.. પ્લીઝ.. મામ્માં આવી ગઈ છે.. તું જા..


"કોણ છે તું.?" જરા ઊભી રહે..


(ક્રમશ:)


******


અનન્યા અમિતને કેવી રીતે ઓળખે છે.!?
શું ઝંખનાનો વહેમ સાચો પડશે.!?
અમિતની શકિત જાણીને ઝંખના શું કરશે..!?


******


દર મંગળવારે માતૃભારતી પર વાંચતા રહો, An untoward incident અનન્યા..


🌺🌺રાધે રાધે🌺🌺
🙏જય શ્રી કૃષ્ણ 🙏