માર્સ નીલકંઠ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માર્સ

મંગળ ગ્રહ(માર્સ) કોણે શોધ્યો એ તો કહી ના શકાય કારણ કે તે નરી આંખે દેખી શકાય છે અને આ 'કાટ' જેવા અથવા લાલ રંગના ગ્રહને હજારો વર્ષોથી પૃથ્વી પર રહેતા માનવો જોતા આવ્યા છે. માર્સનો આ લાલ રંગ તેની જમીનમાં આયર્નનું પ્રમાણ વધુ હોવાને કારણે જોવા મળે છે! મંગળ ગ્રહને 'માર્સ' કહેવામાં આવે છે અને આ માર્સ નામ રોમનો ધ્વારા રાખવામાં આવ્યું હતું. રોમનો ધ્વારા તેમના યુધ્ધના દેવતા 'માર્સ' ઉપરથી તેનું નામ માર્સ રાખવામાં આવ્યું હતું. કારણ કે તેનો લાલાશ પડતો રંગ યુધ્ધના મેદાનમાં વહેતાં લોહીને પણ મળતો આવે છે! ૧૬૧૦માં 'ગૅલિલિયો ગૅલિલિ' ધ્વારા પ્રથમ વખત ટેલિસ્કોપ ધ્વારા ખૂબ જ નજીકથી મંગળને જોવામાં આવ્યો હતો.

આજે પણ જ્યારે માર્સને જોઈએ ત્યારે આપણને તે એક નિર્જીવ ગ્રહ જેવો જ દેખાય છે માર્સ પૃથ્વી સાથે ઘણો મળતો આવે છે. તે કદમાં પૃથ્વીથી નાનો છે. તે સૂર્યથી એક ચોક્કસ દૂરી પર છે તેથી ત્યાં જીવન શકય હોઈ શકે. નાસાના ઓર્બિટર ધ્વારા લેવાયેલી ઈમેજીસમાં માર્સ પર સુકાયેલી નદીઓ, પૃથ્વી જેવા પર્વતો અને પૃથ્વી જેવી જ જમીન જોવા મળે છે, આ ગ્રહના ધ્રુવો પર બરફ જોવા મળે છે, તેથી આ ગ્રહ આપણા માટે બીજી પૃથ્વી હોઈ શકે છે. પરંતુ આજે પણ માર્સ માનવો માટે રહેવા લાયક નથી કારણ કે ત્યાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ખૂબ જ વધુ પ્રમાણમાં છે જ્યારે ત્યાંની હવા ખૂબ જ પાતળી છે. ત્યાં તાપમાન ક્યારેક ૨૦૦ ડિગ્રીએ પણ પહોંચી જાય છે અને ક્યારેક ૦ થી પણ ઓછું એટલે કે માઈનસમાં પણ જોવા મળે છે. જેથી આપણે ત્યાં જીવી શકીએ તેના ચાન્સીસ નથી. નાસાના ક્યુરિયોસિટી રોવરે માર્સ પર સતત સાત વર્ષો સુધી કામ કર્યું હતું અને ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ તેની ટાઈમ લાઈન પૂરી થઈ ગઈ હતી તેમ છતા એપ્રિલ ૨૦૨૦સુધી ક્યુરિયોસિટી રોવર કાર્યરત હતું. ક્યુરિયોસિટી રોવરને એક લેબ પણ ક્હી શકાય આ રોવરને પૃથ્વી ઉપરથી ઓપરેટ કરવામાં આવતું હતું. આ સાત વર્ષો દરમિયાન ક્યુરિયોસિટી રોવર ધ્વારા માર્સની સપાટીની ચકાસણી કરવામાં આવી હતી અને આ દરમિયાન માર્સની માટી માં ઓર્ગેનિક મિથેનની હાજરી હોવાનું જાણવા મળ્યું હતું અને એ સિવાય પણ કેટલાંક ઓર્ગેનિક કંપાઉન્ડ્સ મળી આવ્યા હતાં જે જીવન માટે ખૂબ જ જરૂરી હોય છે! આ શોધ પરથી અનુમાન લગાવવામાં આવે છે કે માર્સ પર આજ થી લગભગ ૩.૭ અબજ વર્ષો પહેલાં પૃથ્વીની જેમ જ પાણી હતું અને માર્સને પોતાનું વાતાવરણ હતું!
નાસા દ્વારા ૩૦ જુલાઈ ૨૦૨૦માં યાન રવાના કરવામાં આવ્યું હતું અને આ યાનમાં પર્સિવરન્સ રોવર મોકલવામાં આવ્યું હતું પર્સિવરન્સ અન્ય રોવર્સ કરતાં વધુ એડવાન્સ બનાવવામાં આવ્યુ છે. આ પર્સિવરન્સ રોવર ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પર્સિવરન્સ મંગળ ગ્રહ ઉપર લેન્ડ થયું હતું. આ રોવરનો મુખ્ય ઉદ્દેશ મંગળ ગ્રહ ઉપર ભૂતકાળમાં જીવન હોવાનાં સંકેત શોધવાનું છે આ રોવરને એસ્ટ્રોબાયોલોજીકલ રોવર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોવર પોતાની સાથે 'ઈન્જિન્યૂટી' હેલિકોપ્ટર પણ કેરી કરીને લઈ ગયું છે આ હેલિકોપ્ટરનું વજન માત્ર બે કિલોગ્રામ છે! આ પ્રથમ હેલિકોપ્ટર છે જે કોઈ અન્ય ગ્રહ ઉપર ઉડાણ ભરશે!

આપણા સૌરમંળડમાં માનવોને રહેવા લાયક કોઈ ગ્રહ હોય તો તે માર્સ છે! તે હાલ તો એક નિર્જીવ ગ્રહ છે પરંતુ જો આપણે તેને રહેવા લાયક બનાવવો હોય તો આપણને સૌ પ્રથમ એક ચોક્કસ વાતાવરણ અને પાણીની જરૂર પડે છે. આપણે એ બધું જ ત્યાં ફરીથી ડેવલપ કરવું પડશે અને તે કરવા માટે આપણે સક્ષમ પણ છીએ પરંતુ આ બધી જ પ્રક્રિયામાં ઘણાં વર્ષો લાગી જશે.

હવે જો આપણે માર્સને હેબિટેબલ એટલે કે રહેવા લાયક બનાવવો હોય તો આપણે ત્યાં જઈને શું કરવું પડે?
આ પ્રક્રિયાને આપણે બે ચરણોમાં જોઈએ.

પ્રથમ ચરણ માર્સ ઉપર વાતાવરણ વિકસાવવુ

આપણે સૌ પ્રથમ માર્સના ધ્રુવો પર રહેલાં બરફને કોઈ ને કોઈ રીતે ઓગાળવો પડશે આમ થવાથી જ તેમાં રહેલું પાણી અને તેની સાથે ફ્રોઝન કાર્બન ડાયોકસાઈડ પણ છૂટો પડશે! આ માટે આપણે હાઈડ્રોજન બોમ્બને માર્સના ધ્રુવો પર ફેંકી શકીએ કે જેથી એ બરફ પીગળી જાય પરંતુ આ જોઈએ એટલું સફળ ના થઈ શકે અને ત્યાંના વાતાવરણ માટે નુકશાન કારક પણ નિવડી શકે તેથી આપણે આ વિચાર અહીં પડતો મૂકીએ. તો હવે અન્ય એક સરળ ઉપાય પણ છે જે આપણે પૃથ્વી ઉપર કેટલાંય વર્ષોથી કરતાં આવ્યા છે અને પૃથ્વી પર આજે ક્લાઈમેટ ચેન્જ જેવી સ્થિતિ સર્જાઈ છે એટલે કે પૃથ્વી ઉપર દિવસે ને દિવસે તાપમાન વધી રહ્યુ છે અને પૃથ્વી ઉપર રહેલો બરફ પીગળી રહ્યો છે આ બધા માટે જવાબદાર આપણે જ છીએ આપણા ધ્વારા ગ્રીન હાઉસ ગેસોનું સતત ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે જેથી આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને તે લાંબા ગાળે આપણા માટે ઘાતક સાબિત થશે.
હવે જો આપણે માર્સની વાત કરીએ તો આ ગ્રીન હાઉસ ગેસો આપણા માટે વરદાન સમાન છે! હવે આ માટે સૌ પ્રથમ આપણે માનવોને માર્સ ઉપર મોકલવા પડશે પરંતુ આપણે કંઈ માર્સ ઉપર ફરવા માટે અથવા આરામથી રહેવા માટે નથી જવાનું ત્યાં જઈને ઘણું કામ કરવું પડશે! સૌ પ્રથમ તો આપણે કામ ચલાઉ પાણી બનાવવું પડશે જે આપણે રોકેટ ઈંધણ તરીકે વપરાતા હાઈડ્રેજીનનો ઉપયોગ કરી રાસાયણિક પ્રક્રિયા ધ્વારા તેમાંથી પાણી બનાવી શકીએ છીએ. હવે આપણા રહેવા માટેના જે ઘરો હોય તેને 'માર્શા' કહેવામાં આવે છે! ત્યાં આપણે આર્ટિફિશિયલ ગાર્ડન બનાવી શકીએ છીએ અને તેમાં આપણે શાકભાજી ઉગાડી શકીએ છીએ! હવે પાણી બાદ બીજી અને મહત્ત્વની જરૂરિયાત ઓક્સિજન છે હવે ઓક્સિજનને પણ ત્યાં આપણે બનાવવો પડશે જે માટે આપણે એક જે ઓક્સિજન પ્રોડ્યુસ કરશે જેને 'મોકસી' કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરવો પડશે. આ મોકસી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોકસાઈડનો ઉપયોગ કરી ઓક્સિજન બનાવી શકે છે! માર્સ ઉપર આપણે પૃથ્વીની જેમ સ્પેશ શ્યુટ પહેર્યા વગર ૧૦૦ અથવા તેના થી પણ વધુ વર્ષો સુધી ફરી નહી શકીએ! ત્યાં સ્પેશ શ્યુટ પહેરવો ફરજિયાત રહેશે. હવે માર્સ પર માનવોની ઊંચાઈ પણ વધશે કારણ કે ત્યાં પૃથ્વી કરતાં ગુરુત્વાકર્ષણ ઓછું છે અને આ ગુરુત્વાકર્ષણ ઓછું હોવાને કારણે કરોડરજ્જુ વચ્ચે રહેલાં પ્રવાહીનો ફેલાવો થશે અને ધીમે ધીમે ઊંચાઈમાં વધારો થતો જોવા મળશે!
હવે ત્યાં આપણે ફેક્ટરીઓ ઉભી કરવી પડશે જે માત્ર ગ્રીન હાઉસ ગેસો પ્રોડ્યુસ કરતી હોય! આ માટે ઉર્જાની પણ જરૂર પડશે જે આપણે સોલર પેનલ્સ ધ્વારા મેળવી શકીએ છીએ! હવે જો આપણે આ ફેક્ટરીઓમાં વપરાતું રો મટીરીયલ પૃથ્વી ઉપરથી માર્સ ઉપર લઈ જઈશું તો આ ઘણું ખર્ચાળ હશે અને તેમાં ઘણો સમય પણ લાગી શકે છે. તો હવે માર્સ પર સલ્ફર અને ફલોરિન મળી રહે છે જેનો ગ્રીન હાઉસ ગેસમાં સમાવેશ થાય છે.આપણે હાલના પૃથ્વીના તાપમાન કરતાં પણ માર્સના તાપમાનમાં દસ ગણો વધારો કરવો પડશે તેથી સલ્ફર અને ફલોરિન વધુ ઉપયોગી સાબિત થશે કારણ કે તેની ગ્રીન હાઉસ અસર કાર્બન કરતાં હજારો ઘણી વધુ વાતાવરણ ઉપર થાય છે! તો આપણે તેનો ઉપયોગ આ ફેક્ટરીમાં કરી શકીએ છીએ અને આ ફેક્ટરીઓ ગ્રીન હાઉસ ગેસોનું વધુ ને વધુ ઉત્પાદન કરશે તેમ તેમ માર્સનુ વાતાવરણ ગરમ થતું જશે અને આ વાતાવરણ ગરમ થવાથી ઘ્રુવોમાં રહેલો બરફ પીગળતો જશે અને પાણી અને કાર્બન છૂટો પડશે અને છૂટો પડતો કાર્બન વાતાવરણમાં ભળશે અને વાતાવરણ વધુ ગરમ થશે. નાસાનું લેન્ડર ફિનિકસે માર્સની જમીનમાં કાર્બોનેટ મિનરલ્સને શોધ્યા હતાં અને આ સલ્ફયુરિક એસિડમાં રૂપાંતર પામેલા જોવા મળ્યા હતા! હવે જો આપણે આવા જ એક મિશ્રણમાં પાણી ઉમેરીએ તો આપણે જોઇશું કે તેમાંથી કાર્બન છુટો પડે છે. તો મંગળ પર પણ આ જ પ્રક્રિયા થશે બરફના પીગળવાથી છુટુ પડતું પાણી જમીન માં ભળશે અને વધુ પ્રમાણમાં કાર્બન છુટો પડીને વાતાવરણમાં ભળશે અને આ પ્રક્રિયા જો સો વર્ષો સુધી ચાલતી રહેશે તો આપણને મંગળનું વાતાવરણ પણ પૃથ્વી જેવું વાદળી રંગનું જોવા મળશે જે સૂર્ય પ્રકાશને વેર વિખેર કરશે જેથી અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન પણ ઓછું થશે! આ પ્રક્રિયા બાદ વાતાવરણના વધુ ને વધુ ગરમ થવાથી છુટું પડતું પાણી બાષ્પીભવન થશે અને વાદળો બંધાશે અને આ રીતે આપણને વરસાદ ધ્વારા પાણી મળી રહેશે! હવે જો આપણે પૃથ્વી પરથી માર્સને જોઈશું તો તે પૃથ્વી જેવો જ લાગશે! પરંતુ આ તો હજું પહેલું જ ચરણ છે. આ પહેલું ચરણ પૂરું થવામાં ૧૦૦થી ૨૦૦ જેટલાં વર્ષો લાગી જશે!

હવે બીજું ચરણ મંગળ પર વૃક્ષો ઉગાડવા જેને 'ગ્રીન માર્સ' નામ આપીએ!

હવે ૧૦૦થી ૨૦૦ વર્ષો બાદ માર્સ ઉપર આપણને નદીઓમાં પાણી જોવા મળશે પરંતુ અહીં થી તો હજું આપણી જર્ની શરૂ થાય છે. આપણે શુધ્ધ હવા અને ઓક્સિજન મેળવવા માટે હવે માર્સ ઉપર વૃક્ષો ઉગાડવા પડશે પરંતુ તે સહેલું નથી કારણ કે માર્સની જમીન માં ૧૦૦ વર્ષ બાદ પણ એક નાના છોડને સર્વાઈવ કરવા માટે જરૂરી પોષક તત્વોનો હજુ પણ અભાવ જોવા મળે છે. પરંતુ નાના છોડ માટે સૌથી જરૂરી હોય છે નાઇટ્રોજન,
છોડ દ્વારા સૂર્યપ્રકાશનો ઉપયોગ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ (એટલે ​​કે પ્રકાશસંશ્લેષણ) માંથી શર્કરા બનાવવા માટે કરે છે અને આ માટે એમિનો એસિડ ખૂબ જ જરૂરી છે! આ એમિનો એસિડનો મુખ્ય ઘટક નાઇટ્રોજન છે. એમિનો એસિડ એ પ્રોટીનના બંધારણનો મુખ્ય ઘટક છે તેને પ્રોટીનના બિલ્ડિંગ બ્લોક્સ તરીકે પણ ઓળખાય છે અને પ્રોટીન નાના છોડ અને મોટા વૃક્ષો માટે ખૂબ જ જરૂરી છે પ્રોટીન ન હોય તો કોઈ પણ નાનો છોડ મૃત્યુ પામે છે!
નાસાના ફિનિકસ લેન્ડર ધ્વારા માર્સની જમીન માંથી નાઇટ્રોજન શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નહોતી કારણ કે બીજા કેમિકલ કંપાઉન્ડસ સાથે નાઇટ્રોજન સ્ટ્રોંગ બોન્ડ સાથે જોડાયેલો જોવા મળ્યો હતો અને આ કેમિકલ કંપાઉન્ડસ નાઇટ્રોજનના સિગ્નલ્સને બ્લોક કરી રહ્યા હતાં! નાઇટ્રોજનને આપણે લાઈફ માટેની કિ પણ કહી શકીએ કારણ કે આપણે જોયું તેમ નાઇટ્રોજન નાના છોડ માટે ખૂબ જ ઉપયોગી છે!
પરંતુ જો હવે ત્યાં આપણને સાયનો બેક્ટેરિયા જેવા માઈક્રોઓર્ગેનિઝમ્સ મળી રહે તો આ સાયનો બેક્ટેરિયા એ કેમિકલ કંપાઉન્ડસને તોડશે અને નાઇટ્રોજન સર્કયુલેશનમાં આવે અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થશે અને નાના છોડ કાર્બન લેશે અને ઓક્સિજનને વાતાવરણમાં છૂટો કરશે! પરંતુ આ પ્રક્રિયામાં પણ ઘણાં વર્ષો લાગશે! હવે સૌ પ્રથમ જો કોઈ વનસ્પતિ માર્સ ઉપર જોવા મળશે તો તે હશે લીલ! આ લીલને કોઈ મૂળ હોતા નથી તે પથ્થર ઉપર પણ ઉગી શકે છે અને જ્વાળામુખી પર્વતોની આસપાસ પણ જોવા મળે છે! હવે ૧૦૦ વર્ષો બાદ માર્સ ઉપર પ્રથમ આ લીલ નદીના કિનારે અને ઉંચા પર્વતો ઉપર પણ જોવા મળશે! આ લીલ અને સાયનો બેક્ટેરિયા વચ્ચે પ્રક્રિયા થવાથી ત્યાંની જમીન મુલાયમ અને ફળદ્રુપ બનશે ! હવે આ જમીન ઉપર આપણે કોઈ પણ છોડને ઉગાડી શકીએ છીએ કારણ કે લીલ અને સાયનો બેક્ટેરિયાને કારણે એ જમીનમાં છોડ માટે જરૂરી પોષક તત્વો મળી રહેશે! આમ જેમ જેમ લીલનો ફેલાવો વધતો જશે તેમ તેમ માર્સની જમીન પોચી અને ફળદ્રુપ બનાવશે અને ત્યાં આપણે વૃક્ષો ઉગાડી શકીશું! અને આ રીતે આપણને ગ્રીન માર્સ મળી રહેશે અને આપણે માર્સને હેબિટેબલ બનાવી શકીશું પરંતુ આ બધી જ પ્રક્રિયામાં ૧૦૦૦ થી ૧૦૦૦૦૦ વર્ષો જેટલો સમય પણ લાગી શકે છે!

આપણે છેલ્લાં ઘણાં વર્ષોથી સાંભળી રહ્યા છીએ કે આપણે માર્સ અને ચંદ્ર ઉપર કોલોનીસ બનાવીને ત્યાં રહેવા જઈશું પરંતુ આ બધુ કંઈ આસાન નથી આ માટે આપણે ઘણા સમય સુધી રાહ જોવી પડશે! આ બધું આપણાં માટે પોસિબલ નથી એવું પણ નથી આપણે બધું જ કરી શકીએ છીએ! હાલ આપણાં માટે અન્ય કોઈ ગ્રહ જે પૃથ્વી બની શકે અને માનવોને રહેવા લાયક બની શકે એવો હોય તો તે માર્સ છે! માર્સ ઉપર આપણે ફરીથી વાતાવરણ ઉભું કરી શકીએ છીએ કારણ કે આજ થી ૩.૭ અબજ વર્ષો પહેલાં માર્સને પોતાનું વાતાવરણ હતું અને તેની નદીઓમાં પાણી પણ હતું! પરંતુ હવે ફરીથી માર્સને હેબિટેબલ અથવા તો વસવાટ યોગ્ય બનાવવા માટે ઘણાં વર્ષો અને ટ્રિલિયન્સ રૂપિયા લાગી જશે!