Origin of the universe books and stories free download online pdf in Gujarati

બ્રહ્માંડની ઉત્પત્તિ

સૌપ્રથમ તો બ્રહ્માંડ શું છે?!
બ્રહ્માંડ એટલે કે દરેક વસ્તુ અને પદાર્થનું એક ચોક્કસ સરનામું! આ બ્રહ્માંડ છે તો આપણે છીએ! ગ્રહો છે! તારાઓ છે!

જો આપણે આપણું પોતાનું બ્રહ્માંડ બનાવવું હોય તો આપણને ત્રણ વસ્તુઓની જરૂર પડે છે! સૌપ્રથમ સ્પેસ(ખાલી જગ્યા) ત્યારબાદ પદાર્થ (મેટર) અને ઉર્જા (એનર્જી) જો આ ત્રણ વસ્તુઓ આપણી પાસે હોય તો આપણે પોતાનું બ્રહ્માંડ બનાવી શકીએ છીએ!
એટલે કે બ્રહ્માંડના અસ્તિત્વમાં મૂળ યોગદાન મેટર એટલે પદાર્થ અને એનર્જી એટલે કે ઉર્જાનુ છે. આ પદાર્થ અને ઉર્જા ધ્વારા સ્પેસ એટલે કે ખાલી જગ્યામાં બનેલી રચનાને આજે આપણે બ્રહ્માંડ તરીકે ઓળખીએ છીએ!

વેલ!, બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે હજું પણ ઘણી અસમંજસ છે. બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સમજાવવા માટે મૂળ ત્રણ થિયરીસ આજે આપણી પાસે છે!

૧)બિગ બેંગ થિયરી
૨)સ્ટેડી સ્ટેટ થિયરી
૩)પલ્સેટિંગ થિયરી/ઓસિલેટિંગ થિયરી

૧)બિગ બેંગ થિયરી
૧૯૨૭માં, જ્યોર્જ લેમાંટ્રે નામના ખગોળશાસ્ત્રીએ બિગ બેંગ થિયરી આપી હતી! આ બિગ બેંગ થિયરીમાં તેઓએ વર્ણવ્યું હતું કે, આજથી લગભગ ૧૩.૮ અબજ વર્ષો પહેલાં બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હતી! બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તે પહેલાં આખું બ્રહ્માંડ એક અનંત ઘનતા અને તીવ્ર તાપમાન જે માપવુ અશક્ય છે તેવા બિંદુમાં સમાયેલું હતું! ત્યારે સમયનું કોઈ અસ્તિત્વ નહતું, કોઈ પણ પ્રકારના બળોનું, ફિઝિક્સના નિયમોનું પણ અસ્તિત્વ નહતું! પરંતુ અચાનક તે નાના બિંદુમાં વિસ્ફોટ થયો અને આ વિસ્ફોટ ધ્વારા મોટી માત્રામાં પ્રકાશ અને ઉર્જા સાથે સાથે નાના પાર્ટિકલ્સ વિસ્તરવા લાગ્યા. આ પાર્ટિકલ્સ ધ્વારા અણુની રચના થઈ ત્યારબાદ આ અણુઓ ધ્વારા પરમાણુઓની રચના થઈ આ પરમાણુઓ એકબીજા સાથે જોડાયા ત્યારબાદ પદાર્થ(Matter)ની રચના થઈ અને આ પદાર્થો એકબીજા સાથે જોડાયા અને તારાઓ, ગેલેક્સીસની રચના થઈ અને જેમ જેમ તારાઓનો જન્મ થયો તેમ તેમ નવી ગેલેક્સીસ બનતી ગઈ અને તેની સાથે સાથે આખું બ્રહ્માંડ વિસ્તરી રહ્યુ હતું! બ્રહ્માંડનું પ્રારંભિક તાપમાન અમાપ હતું પરંતુ બ્રહ્માંડના વિસ્તરવાને કારણે બ્રહ્માંડનું તાપમાન પણ ઘટી રહ્યું હતું આ આખી ઘટનાની સૈદ્ધાંતિક સમજૂતીને 'બિગ બેંગ થિયરી' તરીકે ઓળખવામાં આવે છે!

આ થિયરી આપ્યાના બે વર્ષના સમયગાળા બાદ ખગોળશાસ્ત્રી એડવિન હબલે (કે જેઓની યાદમાં NASA અને ESA(European Space Agency) ના સંયુક્ત સ્પેસ ટેલિસ્કોપને 'હબલ સ્પેસ ટેલિસ્કોપ' નામ આપવામાં આવ્યું છે!) નોંધ્યું કે આપણી ગેલેક્સીની આસપાસ રહેલી ગેલેક્સીસ દૂર જઈ રહી હતી! તેનો અર્થ એ કે બ્રહ્માંડ હજું પણ વિસ્તરી રહ્યું છે! જો આ બ્રહ્માંડ હજું પણ વિસ્તરી રહ્યું હોય તો બિગ બેંગ થિયરી મુજબ આ આખું બ્રહ્માંડ ક્યારેક એક બિંદુમાં સમાયેલું હોવું જોઈએ અને એડવિન હબલે પણ બિગ બેંગ થિયરીને સમર્થન આપ્યું.

૨)સ્ટેડી સ્ટેટ થિયરી
૧૯૪૮માં, બ્રિટિશ વૈજ્ઞાનિકો હર્મન બોંડી, થોમસ ગોલ્ડ અને ફ્રેડ હોયલ ધ્વારા સંયુક્ત રીતે સ્ટેડી સ્ટેટ થિયરી આપવામાં આવી હતી.
તેઓએ દર્શાવ્યું કે બ્રહ્માંડનો કોઈ આરંભ નથી અને કોઈ અંત નથી! આ બ્રહ્માંડ હંમેશા વિસ્તરતું રહે છે. પરંતુ બ્રહ્માંડ વિસ્તરવાની સાથે સાથે સરેરાશ ઘનતા જડવાઈ રહે છે આ બ્રહ્માંડમાં દરેક અણુ, પરમાણુ અને પદાર્થોનું આપોઆપ જ સતત, અવિરત રીતે નિર્માણ થતું રહે છે અને નવા તારાઓ અને ગેલેક્સીસ અસ્તિત્વમાં આવતી રહે છે! એટલે કે તેથી બ્રહ્માંડ આપોઆપ જ સ્ટેબલ રહે છે! આમ, આ થિયરી મુજબ બ્રહ્માંડનો ક્યારેય અંત થતો નથી અને તે અનંત સુધી વિસ્તરતું રહે છે!
પરંતુ આ થિયરીમાં ઘણાં વિરોધાભાસ રહેલાં છે તેથી આ થિયરીને વૈજ્ઞાનિકો ધ્વારા સમર્થન મળ્યું નહતું!

૩)પલ્સેટિંગ થિયરી અથવા ઓસિલેટિંગ થિયરી
ડો. એલન સંડેર્ઝ ધ્વારા ૧૯૪૧માં પલ્સેટિંગ થિયરી/ઓસિલેટિંગ થિયરી આપવામાં આવી હતી! આ થિયરી બિગ બેંગને મળતી આવે છે! તેઓએ દર્શાવ્યું કે આપણું બ્રહ્માંડ કોઈ અન્ય બ્રહ્માંડના અવશેષો ધ્વારા બનેલું હોવું જોઈએ! તેઓએ દર્શાવ્યું કે આપણું બ્રહ્માંડ જે રીતે વિસ્તરી રહ્યું છે તે એક સમયે વિસ્તરવાનું બંધ થઈ જશે અને ત્યારે ગુરુત્વાકર્ષણ પૂલ એટલે કે દરેક ભૌતિક વસ્તુઓ જેવી કે તારાઓ, ગેલેક્સીસ દરેક એકબીજા તરફ પ્રબળ ગુરુત્વાકર્ષણ ધ્વારા આકર્ષણ અનુભવશે અને એકબીજામાં સમાવવા લાગશે આ ઘટનાને 'બિગ ક્રંચ' કહે છે અને આ દરેક ભૌતિક વસ્તુઓ ફરીથી એક નાના છિદ્રમાં સમાઈ જશે અને તે બિંદુ અનંત ઘનતા ધરાવતું હશે, ટાઈમનુ કોઈ અસ્તિત્વ નહીં હોય, કોઈ પણ પ્રકારના બળો નહી હોય, ફિઝિક્સના નિયમો નહી હોય તેવી સ્થિતિ નિર્માણ પામશે એટલે કે આ પ્રક્રિયાને બિગબેંગની રિવર્સ પ્રક્રિયા પણ કહી શકીએ! અને ત્યાર બાદ ફરીથી બિગ બેંગ ધ્વારા એક નવા બ્રહ્માંડની શરૂઆત થશે!
આ સાયકલ અનંત કાળ સુધી ચાલ્યા કરશે!
એટલે કે જ્યારે એક બ્રહ્માંડનો અંત થશે ત્યારે જ નવા બ્રહ્માંડનો જન્મ થશે!
તેથી કહી શકાય કે આપણે બિગ બેંગ અને બિગ ક્રંચ વચ્ચે હાલ રહી રહ્યાં છીએ!
આપણે હાલ જે બ્રહ્માંડમાં રહીએ છીએ અને જે બ્રહ્માંડને જોઈએ છીએ તેના અસ્તિત્વ માટે કોઈ અન્ય બ્રહ્માંડનો અંત જવાબદાર છે!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED