Telescope - our time machine books and stories free download online pdf in Gujarati

ટેલિસ્કોપ - આપણું ટાઈમ મશીન

આપણે ઘણાં વર્ષોથી ટાઈમ મશીન શબ્દ સાંભળતા આવ્યા છીએ! આ ટાઈમ મશીનને ઘણી બધી નોવેલ્સમાં અને ઘણી બધી સાયન્સ ફિક્શન મૂવીમાં આપણે વાંચતાં અને જોતાં આવ્યા છીએ! સોશિયલ મિડિયાના આ યુગમાં ઘણી અફવાઓ રોજે રોજ વહેતી થતી હોય છે, જેમ કે, "આ સાયન્ટિસ્ટે વર્ષો પહેલાં ટાઈમ મશીનની શોધ કરી હતી", આવું ઘણું રોજે રોજ જોવા અને સાંભળવા મળે છે! પરંતુ આજ સુધી ટાઈમ મશીન બનાવવામાં સફળતા મળી નથી! આપણે ટાઈમ મશીન ધ્વારા ભૂતકાળમાં કે પછી ભવિષ્યમાં ટ્રાવેલ કરી શકીએ એ વાત આપણને ખબર છે અને ટાઈમ મશીનનો કોન્સેપ્ટ પણ એ જ છે! ટાઈમ ટ્રાવેલ કરવા માટે ફિઝિક્સ આપણને પરમીશન આપે છે પરંતુ પ્રોબ્લેમ એન્જિનિયરિંગનો છે! જેને આપણે ઇમ્પૉસિબલ કહીએ છીએ તે માત્ર એન્જિનિયરિંગ પ્રોબ્લેમ છે ફિઝિક્સમાં કશું ઇમ્પૉસિબલ નથી! ટાઈમ મશીનની શોધ તો અજાણતાં જ માનવી ધ્વારા કરી લેવામાં આવી હતી! પરંતુ આ ટાઈમ મશીન ધ્વારા આપણે માત્ર ભૂતકાળ જ જોઈ શકીએ છીએ!

૧૬૦૮માં સૌપ્રથમ વખત 'હેન્સ લેપ્રસી' જેઓ ડચ હતાં અને કાંચ બનાવતા તેમના ધ્વારા ટેલિસ્કોપ બનાવવામાં આવ્યું હતું જેમાંથી દૂર સુધી જોઈ શકાતું હતું! ત્યારબાદ ૧૬૦૯માં 'ગેલિલિઓ ગેલેલી' ધ્વારા ટેલિસ્કોપ બનાવવામાં આવ્યું અને આ ટેલિસ્કોપ ધ્વારા સૌપ્રથમ વખત તેઓએ અવકાશમાં નજર નાખી! ટેલિસ્કોપની શોધ કરવામાં આવી ત્યાર બાદ માનવો બ્રહ્માંડને ખૂબ જ નજીકથી જોતા અને જાણતા થયા. આ ટેલિસ્કોપ સમય વીતતા વધુને વધુ એડવાન્સ બનતા ગયા જેના ધ્વારા આપણે આપણી ગેલેક્સીમાં રહેલાં તારાઓ અને તેની ઓર્બિટ(કક્ષા)માં ફરતાં ગ્રહોનો અભ્યાસ કરતાં થયાં અને એટલું જ નહી આપણે દૂર દૂર સુધી રહેલી ગેલેક્સીસને જાણતા અને અભ્યાસ કરતાં થયા! નાસા ધ્વારા ૧૯૯૦માં 'હબલ સ્પેસ ટેલિસ્કોપ' ને પૃથ્વીની ઓર્બિટમાં મૂકવામાં આવ્યું જેનું કામ બ્રહ્માંડમાં રહેલી ગેલેક્સીસ અને આપણી ગેલેક્સીમાં રહેલાં ગ્રહો અને તારાઓનો અભ્યાસ કરવાનું છે! હબલ સ્પેસ ટેલિસ્કોપ ૩૨ વર્ષોથી બ્રહ્માંડનો અભ્યાસ કરવાનું કામ કરી રહ્યુ છે! હબલ ૧૦ અબજ પ્રકાશ વર્ષ દૂર સુધી જોઈ શકે છે જેને 'હબલ અલ્ટ્રા ડીપ ફિલ્ડ' (Hubble ultra deep field) તરીકે ઓળખવામાં આવે છે.

હબલ બાદ નાસા દ્વારા અન્ય એક ટેલિસ્કોપ 'જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ' (James Webb SpaceTelescope )ને ૨૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું! આ ટેલિસ્કોપને પૃથ્વીની કક્ષામાં નહીં પરંતુ પૃથ્વી અને સૂર્યની વચ્ચે જેને "લેગ્રેન્જ પોઈન્ટ" કહે છે ત્યાં મૂકવામાં આવ્યું છે! જો કોઈ પણ વસ્તુ સૂર્યની નજીક મૂકવામાં આવે તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ તેને પોતાની તરફ ખેંચે છે જ્યારે કોઈ વસ્તુને પૃથ્વીની નજીક મૂકવામાં આવે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેને પૃથ્વી તરફ ખેંચે છે પરંતુ લેગ્રેન્જ પોઈન્ટ એવી એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવેલ એવી જગ્યા છે જ્યાં પૃથ્વી અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ તે વસ્તુ ઉપર સમાન અસર કરે છે તેથી જે તે વસ્તુ તે જગ્યા પર સ્થિર થઈ જાય છે અને ગુરુત્વાકર્ષણથી મુક્ત રીતે ગતિ કરે છે! આ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ૧૩ અબજ પ્રકાશ વર્ષ દૂર સુધી જોઈ શકે છે એટલે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તેનો અભ્યાસ કરવા માટે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ખૂબ જ ઉપયોગી છે!

હવે જ્યારે પણ આપણે રાત્રે આકાશમાં જોઈએ છીએ ત્યારે આપણે વર્તમાન નહીં પરંતુ ભૂતકાળ જોઈએ છીએ! હવે જો આપણે હબલ ટેલિસ્કોપ ધ્વારા પૃથ્વીથી એક લાખ પ્રકાશ વર્ષ દૂર આવેલા કોઈ તારાનો અભ્યાસ કરી રહ્યા હોઈએ ત્યારે તે તારો વર્તમાનમાં ત્યાં હોય જ નહી તેવું બની શકે તે તારો વર્તમાનમાં મૃત્યુ પામ્યો હોય એટલે કે સુપરનોવામાં (જ્યારે કોઈ તારામાં થતી રાસાયણિક પ્રક્રિયા બંધ થઈ જાય એટલે કે જ્યારે તારો પોતાના અંતિમ સમયમાં હોય ત્યારે તેમાં એક જોરદાર વિસ્ફોટ થાય છે જેના કારણે મોટા પ્રમાણમાં ઊર્જા અને ગેસ છૂટા પડે છે જેને સુપરનોવા કહે છે.) પરિણમ્યો હોય એવું પણ બની શકે એટલે એવું કહી શકાય કે આપણે જે તારો હબલ ધ્વારા જોઈ રહ્યા છીએ તે તારાનો આપણે વર્તમાન નહી પરંતુ ભૂતકાળ જોઈ રહ્યા છીએ! હવે જો તે તારો હાલમાં જ સુપરનોવામાં પરિણમે તો તે આપણને એક લાખ વર્ષો પછી ખબર પડશે! કારણ કે તે તારામાંથી આવતાં પ્રકાશને આપણા સુધી પહોંચતાં એક લાખ વર્ષ લાગશે!
આપણે નરી આંખે રાત્રે આકાશમાં જો 'Sirius' તારાને જે આપણાથી ૮.૪ પ્રકાશ વર્ષ દૂર આવેલો છે તેને જોઈ રહ્યા હોઈએ ત્યારે આપણે ૮.૪ વર્ષ પહેલાંના 'Sirius'ને જોઈ રહ્યા હોઈએ છીએ!

અત્યાર સુધી જેટલી પણ ઈમેજીસ હબલ ધ્વારા લેવામાં આવી છે એ બધી જ ઈમેજીસ તે વસ્તુનો ભૂતકાળ દર્શાવે છે!

હવે જ્યારે આપણે ચંદ્રને જોઈએ છીએ ત્યારે આપણે ૧.૨૨૫ સેકન્ડ પહેલાંના ચંદ્રને જોઈએ છીએ! હવે જ્યારે આપણે સૂર્યને જોઈએ છીએ ત્યારે 8 મિનિટ ૨૦ સેકન્ડ પહેલાંના સૂર્યને જોઈએ છીએ! હવે જો સૂર્ય અચાનક સુપરનોવામાં પરિણમે તો આપણને 8મિનિટ ૨૦ સેકન્ડ પછી ખબર પડશે! કારણ કે સૂર્ય માંથી નીકળતા પ્રકાશને આપણાં સુધી પહોંચવામાં એટલો ટાઈમ લાગે છે!

બ્રહ્માંડમાં રહેલ દરેક તારાઓ અને ગેલેક્સીસની પ્રબળ ગ્રેવિટિ બ્રહ્માંડને વત્તા ઓછા પ્રમાણમાં કર્વ કરે છે એટલે કે વાળે છે જેના કરણે તે તારા અને ગેલેક્સીસની પાછળ રહેલ તારા અને ગેલેક્સીસ માંથી આવતો પ્રકાશ પણ કર્વ થાય છે અને એક ગોળાકાર રીંગ જેવી રચના બને છે! આ પ્રક્રિયાને 'ગ્રેવિટેશનલ લેન્સિંગ' કહે છે! હવે આપણો સૂર્ય પણ એક તારો છે તો આપણો સૂર્ય પણ તેના ગુરુત્વાકર્ષણને કારણે તેની આસપાસ રહેલ બ્રહ્માંડને વાળે છે!
હવે સૂર્યની પાછળ રહેલ તારાઓ અને ગેલેક્સીસ માંથી આવતો પ્રકાશ પણ સૂર્યની નજીક પહોંચતાં કર્વ થાય છે! તો હવે અહીંયા પણ ગ્રેવિટેશનલ લેન્સિંગની પ્રક્રિયા જોવા મળે છે! હવે સૂર્યની આસપાસ બનેલ પ્રકાશની ગોળાકાર રીંગ એક બિલોરી કાચ જેવું કામ કરે છે જો આપણે આ રીંગ માંથી અન્ય કોઈ તારાની કક્ષામાં આવેલ ગ્રહને પાવરફૂલ ટેલિસ્કોપ ધ્વારા જોઈએ તો આપણે તે ગ્રહને વધુ ડિટેઇલમાં જોઈ શકીએ છીએ!

હવે જો કોઈ ૫૦૦૦ પ્રકાશ વર્ષ દૂરથી હબલ અને જેમ્સ વેબ કરતાં પણ પાવરફુલ ટેલિસ્કોપ ધ્વારા આપણી પૃથ્વીને જુએ તો પૃથ્વી ઉપર પિરામિડ બંધાતા અથવા પાંચ હજાર વર્ષો પહેલાં પૃથ્વી ઉપર શું થતું હતું તે જોઈ શકે છે! આમ, ટેલિસ્કોપ જ આપણું ટાઈમ મશીન છે!

આપણી પૃથ્વી પણ એક ટાઈમ મશીન છે જ્યાં આપણે ભૂતકાળથી વર્તમાન અને વર્તમાનથી ભવિષ્ય તરફ ટાઈમ ટ્રાવેલ કરી રહ્યા છીએ!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED