એકઝોપ્લેનેટ નીલકંઠ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

એકઝોપ્લેનેટ

જ્યારે રાત્રીના આકાશમાં આપણે નજર નાખીએ ત્યારે આપણે ઝળહળતાં તારાઓ જોઈએ છીએ આ બધા જ તારાઓ નાના સૂર્યો છે! વેલ, આપણને નાના દેખાય છે પરંતુ તે સૂર્ય કરતાં અનેક ગણા મોટા છે! આ દરેક સૂર્યો(તારાઓ)ને પોતાનું સૌરમંડળ છે! આપણી મિલ્કિ વે ગેલેક્સીમાં આવાં અબજો સૌરમંડળો આવેલા છે! આ સૌરમંડળોમાં અબજો ગ્રહો આવેલાં છે! આપણી પૃથ્વી પણ આ અબજો સૌરમંડળોમાંના એક સૌરમંડળનો હિસ્સો છે!
આપણાં સૌરમંડળમાં ૮ ગ્રહો છે અને પ્લુટો સાથે કુલ ૯ ગ્રહો છે પરંતુ પ્લુટોને ગ્રહ માનવામાં નથી આવતો તેથી ૮! અહીં એક સવાલ ઉદભવે કે, પ્લુટોને ગ્રહનો દરજ્જો કેમ નથી આપવામાં આવ્યો?!
તો, ૨૦૦૬ સુધી પ્લુટોને ગ્રહ માનવામાં આવતો હતો પરંતુ ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમીકલ યુનિયન (International Astronomical Union(IAU)) ધ્વારા ત્રણ નિયમો બનાવવામાં આવ્યા આ નિયમો જે ગ્રહો અનુસરે તેને જ સત્તાવાર રીતે ગ્રહ જાહેર કરવામાં આવે!
નિયમ-૧: તે ગ્રહ સૂર્યની ભ્રમણકક્ષામાં હોવો જોઈએ
નિયમ-૨: તે ગ્રહ કદમાં એટલો મોટો જરૂર હોવો જોઈએ કે તેનો આકાર તેના ગુરુત્વાકર્ષણ બળને કારણે ગોળાકાર હોવો જોઈએ
નિયમ-૩ : તે ગ્રહને અન્ય ગ્રહોથી સૂર્ય ફરતે અલગ પોતાની ભ્રમણકક્ષા હોવી જોઈએ
પ્લુટો ઉપરના બે નિયમોને અનુસરે છે પરંતુ તે ત્રીજા નિયમને અનુસરતો નથી પ્લુટોની ભ્રમણકક્ષા નેપ્ચ્યુનની ભ્રમણકક્ષા સાથે ટકરાય છે તેથી તેને ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો નથી! જો પ્લુટોને ગ્રહ માનવામાં આવે તો અન્ય ૧૦૦ જેટલાં પિંડો આપણા સૌરમંડળમાં છે જે પ્લુટોના કદના છે જે ઉપરના બે નિયમોને અનુસરે છે પરંતુ ત્રીજા નિયમને અનુસરતા નથી અને તેમને પણ ગ્રહનો દરજ્જો આપવો પડે તેથી પ્લુટોને ગ્રહ માનવામાં આવતો નથી!
એકઝોપ્લેનેટ્સ અથવા એકઝોસોલરપ્લેનેટ્સ એટલે કે એવા ગ્રહો કે જે ગ્રહો આપણાં સૌરમંડળનો હિસ્સો ન હોય જે અન્ય સૌરમંડળમાં આવેલાં હોય એટલે કે આવા ગ્રહો અન્ય કોઈ તારાની ભ્રમણકક્ષામાં હોય.
સૌ પ્રથમ એકઝોપ્લેનેટ ૧૯૯૫માં શોધવામાં આવ્યો હતો જે 51 Pegasi b હતો જેને "Dimidium" તરીકે પણ ઓળખવામાં આવે છે! જે એક સૂર્ય જેવા જ તારાની ભ્રમણકક્ષામાં છે!
જ્યારે પણ કોઈ ગ્રહને જે આપણા સૌરમંડળની બહાર આવેલો હોય અને તેને શોધવો હોય તો ટેલિસ્કોપની જરૂર પડે છે પરંતુ આપણે ડાયરેક્ટ તેને ન જોઈ શકીએ કારણ કે તે પિતૃ તારાના પ્રકાશને કારણે ડાયરેક્ટ જોઈ શકાતો નથી અને કોઈ પણ ગ્રહને પોતાનો પ્રકાશ હોતો નથી!
હવે જયારે કોઈ પણ ગ્રહને ટેલિસ્કોપ ધ્વારા શોધવો હોય તો તે આપણને ત્યારે જ ખબર પડે કે જ્યારે તે ગ્રહ તારામાંથી આવતાં પ્રકાશને બ્લોક કરે! કોઈ પણ ગ્રહ કેટલી માત્રામાં તે તારામાંથી આવતાં પ્રકાશને બ્લોક કરી શકે છે તેના અભ્યાસ ધ્વારા તે ગ્રહનું કદ પણ માપવામાં આવે છે!
આ એકઝોપ્લેનેટ્સ શોધવા માટે નાસા દ્વારા પૃથ્વીની ભ્રમણ કક્ષામાં કેપ્લર સ્પેસ ટેલિસ્કોપને ૨૦૦૯માં મૂકવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ એકઝોપ્લેનેટ્સને શોધવાનો છે!
કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ ધ્વારા ૪૦૦૦ જેટલાં એકઝોપ્લેનેટ્સ અત્યાર સુધી શોધી કાઢવામાં આવ્યા છે! જેમાંથી કેટલાંક ચંદ્રના કદના છે, કેટલાંક પૃથ્વીના કદનાં છે તો કેટલાંક જ્યુપિટરના કદના છે!
કેટલાંક ગ્રહો એવા પણ છે કે તે ગ્રહો ઉપર એક વર્ષ માત્ર ૩ દિવસનું છે કારણ કે તે ગ્રહ તેના પિતૃ તારાની એટલો નજીક છે કે તે તેના પિતૃ તારાની આસપાસ એક ઓર્બિટ માત્ર ૩ દિવસમાં પૂરી કરે છે તો કેટલાંક ગ્રહો તેના પિતૃ તારાથી એટલાં દૂર છે કે એક ઓર્બિટ પૂર્ણ કરવા માટે તેમને ૧૦૦૦ વર્ષો લાગી જાય છે!
એકઝોપ્લેનેટ્સના નામ પણ થોડા અટપટા હોય છે અને આ એકઝોપ્લેનેટ્સના નામ પણ IAU ધ્વારા જ રાખવામાં છે! તેની પણ એક પધ્ધતિ છે!
જેમકે ઉદાહરણ તરીકે "Kepler 22 b" આ એકઝોપ્લેનેટને કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ ધ્વારા શોધવામાં આવ્યો હતો! તેથી તેના નામની આગળ Kepler લખવામાં આવ્યું છે ત્યાર બાદ તે ટેલિસ્કોપ ધ્વારા જ શોધાયેલા તારાઓની એક યાદી બનાવવામાં આવી છે અને તારાઓને નંબર્સ આપવામાં આવ્યા છે! તો Kepler 22 b માં 22એ તારાનો નંબર છે ત્યારબાદ b એ તે તારાની આસપાસ ભ્રમણકક્ષામાં આવેલ એકઝોપ્લેનેટ છે! હવે જો તે તારાની આસપાસ એકથી વધુ ગ્રહો આવેલાં હોય તો તેને a, b, c, d તરીકે દર્શાવવામાં આવે છે!
જ્યારે કેટલાંક તારાઓને નામ પણ આપવામાં આવ્યા છે તો આવા તારાઓની આસપાસ કોઈ ગ્રહ હોય તો તેની આગળ ટેલિસ્કોપનું નામ લખવામાં આવતું નથી અને સીધું તે તારાનું નામ આગળ લખવામાં આવે છે અને ત્યારબાદ a, b, c લખવામાં આવે છે!
તો તેનું ઉદાહરણ "Proxima Centauri b" છે!
આ પૃથ્વીની સૌથી નજીક આવેલો એકઝોપ્લેનેટ
છે જે પૃથ્વીથી માત્ર ૪.૨૪ પ્રકાશ વર્ષ દૂર આવેલો છે!

હવે અહીં એક પ્રશ્ન ઉદભવે છે કે, "Proxima Centauri b" એ સૌરમંડળમાં આવેલો એક માત્ર એકઝોપ્લેનેટ છે છતાં પણ તેના માટે "b" કેમ લખવામાં આવે છે "a" કેમ નહી?!
તો આનો જવાબ પણ રસપ્રદ છે! આ "Proxima Centauri b(એકઝોપ્લેનેટ)" એ "Proxima Centauri(તારાનું નામ)" તારાની ભ્રમણકક્ષામાં આવેલો છે! અને આ "Proxima Centauri" તારો એ અન્ય ટ્વીન્સ તારા કે જેને "Alpha Centauri AB(ટ્વીન્સ તારાઓનું નામ)" નામ આપવામાં આવ્યું છે તેની ભ્રમણ કક્ષામાં આવેલો છે! તેથી "Proxima Centauri" તારો આ સૌરમંડળનો પ્રથમ સભ્ય ગણવામાં આવે છે અને એકઝોપ્લેનેટ "Proxima Centauri b" આ સૌરમંડળોનો બીજો સભ્ય ગણવામાં આવે છે!
હવે આ એકઝોપ્લેનેટ ઉપર આપણે ઉભા હોઈએ અને તેના આકાશમાં નજર નાખીએ ત્યારે આપણને એક રોમાંચક દ્રશ્ય જોવા મળે છે તેના આકાશમાં આપણનૈ ત્રણ સૂર્યો જોવા મળે છે!