વસંતપંચમી થી હોળી ૪૦ દિવસ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસંતપંચમી થી હોળી ૪૦ દિવસ

વસંતપંચમી થી હોળીના ૪૦ દિવસ વ્રજમાં

દિપક ચીટણીસ (dchitnis3@gmail.com)

-----------------------------------------------------------------------------------------------

પુષ્ટિમાર્ગમાં હોળીની શરૂઆત મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીથી થાય છે. હોળી એટલે વ્રજવાસીઓ ગોપગોપીઓ ભેગા થઈ નંદરાયજી ને ત્યાં જઈ જશોદાજી પાસેથી કાનુડાને લઈ આવે અને પછી બધા જ વ્રજવાસીઓ આ બાળકને અબીલ ગુલાલ અને કેશુંડાથી રંગે અને આનંદ મનાવે. આ રીતે વસંતપંચમીથી હોળી સુધી વ્રજના ગોપગોપીઓ રાધા અને કૃષ્ણ સૌ ભેગા થઈ એકબીજા ઉપર રંગ છાટીને જે આનંદ માણે તેનું નામ હોળી.

મહા સુદ ચોથના દિવસે કાશીવાળા શ્રી મુકુન્દરાયજીનો પાટોત્સવ અને પ. ભ. શ્રી દામોદરદાસ હરસાનીજીનો જન્મદિવસ આ દિવસે એક ગોપિકા સાંજના સમયે શ્યામસુંદરને મળવા માટે પોતાના ઘરની બહાર નીકળી. આ વખતે શ્રીકૃષ્ણ પ્રભુ ગાયો ચરાવીને વૃંદાવનથી ગોકુળ પરત પધારી રહ્યા હતા. પેલી ગોપીકાએ પ્રેમપૂર્વક પ્રભુને નીરખીને દર્શન કર્યા. તે ખૂબ જ પ્રસન્ન થઈ. તરત જ તે શ્યામસુંદર પાસે પહોંચી ગઈ, પરંતુ નટખટ કનૈયાએ તેને ચીડવવા માટે રસ્તો બદલી નાખ્યો. ગોપી તે રસ્તા ઉપર કનૈયાને પકડવા માટે મળવા માટે દોડી પણ, પકડાય તો તે કનૈયો શાનો. આ રીતે થોડો સમય શ્યામસુંદર અને ગોપિકા વચ્ચે સંતાકુકડી ની રમત ચાલી. અંતે ગોપી થાકી ગઈ એટલે શ્યામસુંદર તેને કહેવા લાગ્યા, અરે બાવરી ગોપી આમ દોડવાથી તને કાંઈ મળશે નહીં. મને મળવા માટે તું વારંવાર રડી છે તે તને યાદ છે ?”

ચીરહરણના પ્રસંગમાં મેં તને તારા વસ્ત્રો નહોતા આપ્યા ત્યારે તે મને રડીને કહ્યું હતું કે, મારો અંબર દેતો મુરારી, તુમ જીતે હમ હારી દાનના દિવસોમાં તારે ને મારે કેટલી બધી રકઝક થઈ હતી તેમાં પણ તારું કશું જ ચાલ્યું નહોતું . રાસલીલામાં પણ છેવટે તમારે રુદન કરવું પડ્યું હતું. આ રીતે અત્યાર સુધીના દરેક પ્રસંગમાં તમારી હાર થઈ છે. તેમાં તમારે રુદન કરવું પડ્યું હતું. તો હવે આ વખતે પણ આજે આખી રાત રડયા કરો અમે સવારે થાકો ત્યારે મારા શરણે આવજો.

શ્યામસુંદરના આ શબ્દો સાંભળીને ગોપી તો ગર્વથી બોલવા લાગી, હે શ્યામસુંદર, કાન ખોલીને સાંભળો, આ વખતે હું તમને નમવાની નથી. ચીરહરણ લીલા, દાનલીલા અને રાસલીલામાં આપની જીત થઇ હતી અને અમારી હાર થઇ હતી.

તમે ગોકુલ ગામના ઠાકોર છો, તો અમે જાણીએ છીએ. હવે આવતીકાલે તમારી આ ઠકુરાઈ ન કાઢી નાખું તો ગોકુલગામ છોડીને બીજે ચાલી જઈશ.નંદદાસ પ્રભુ અબ બનેગી નિક્સ જાય ઠકુરાઈઆવતીકાલે વસંતપંચમી છે. વસંતપંચમીથી હોળી સુધીના ૪૦ દિવસો અમારા છે. આ દિવસોમાં અમે વ્રજના સૌ ગોપગોપીઓ, વ્રજવાસીઓ તમારા ઘેર આવીને હોળી રમવા માટે તમને ખેંચી જઈશું.

ત્યારબાદ વ્રજભક્તોની વચમાં તમને ઊભા રાખીને તમારું પિતાંબર અને બંસી છીનવી લઈશું ત્યારબાદ તમને સુંદર મજાના ચોળી ચણિયો અને ચુંદડી પહેરાવીશું. તમારા નેત્રોમાં અંજન આંજીશું અને લલાટમા બિંદી લગાડીશું એટલે તમને ગોપી બનાવી દઈશું. પછી જશોદા માતા આગળ તમને નચાવીશું.

આ રીતે આપને નવલી નાર બનાવીને તમારી ઠકુરાઈ ઉતારી દઇશું. આવતીકાલથી અમારો દાવ છે. આ બધી વાત મહા સુદ ચોથની તે દિવસની રાત પૂરી થઈ ગઈ અને બીજા દિવસે વસંતપંચમીનું પ્રભાત બોલી ઉઠ્યું.

એમ પણ કહેવાય છે કે, વસંતપંચમીના દિવસે વ્રજમાં કામદેવનો જન્મ થયો. આથી વસંતઋતુ અને કામદેવ બંને એકબીજાના ખાસ મિત્રો છે. વસંત વિના કામદેવની વૃદ્ધિ થાય નહી. આથી જ્યારે વસંતપંચમીનો ઉત્સવ આવે ત્યારે મંદિરમાં વસંતના કળશ તૈયાર કરવામાં આવે છે. તેમાં આંબાનો મોર, ખજૂરીની ડાળમાં બોડલગાડી કળશમાં મૂકવામાં આવે છે. આ કળશ લાલ રંગના કપડાથી વીટેલા હોય છે. રીતે તૈયાર કરેલો કળશ લઈ શ્રી સ્વામિનીજી પ્રભુની સન્મુખ પધારે છે.

વસંતપંચમીના દિવસે રાજભોગના દર્શન વખતે આ કળશનું અધિવાસન કરવામાં આવે છે.

કળશ સ્થાપના અલૌકિક કામનું સ્થાપન પૂજનનો ભાવ રહેલો છે. કળશમાં રહેલું જળ કુંજરૂપ છે. તેમાં રહેલી ખજૂરની ડાળી હસ્તરૂપ છે. તેમાં ભરાવેલા બોર આભૂષણરૂપ છે. ફૂલો ભક્તિરૂપ છે. કળશને વીટેલું પીળું વસ્ત્ર પાલવ છે છેક ઉપર વિટવામાં આવેલ લાલ વસ્ત્ર સાડીનો ભાવ રહેલો છે.

રાજભોગના દર્શન વખતે કળશનું અધિવાશન થયા બાદ પ્રભુને ચંદન યુવા તથા અબીલ ગુલાલથી ખેલાવવામાં આવે છે. ત્યારબાદ પિછવાઈ-બિછાના કળશને ખેલવવામાં આવે છે.

ગોલોક ગોપી વૈકુંઠમાં ચાર જૂથો છે, દરેક જૂથ દસ દિવસ સુધી શ્યામસુંદર સાથે હોળી ખેલે છે.

(૧) શ્રી સ્વામિનીજી( રાધિકાજીનું) જૂથ : આ જૂથનિત્ય શ્રદ્ધાનું જૂથ કહેવામાં આવે છે. તેમાં દસ દિવસ સાત્વિક ભક્તોના ભાવનો મનોરથ જોવા મળે છે.

(૨) શ્રી ચંદ્રાવલીનું જુથ : જુથશ્રુતિરૂપાતરીકે ઓળખાય છે. બીજા દસ દિવસ રાજશ ભક્તો નો ભાવ સૂચવે છે.

(૩) રાધાસહચરીનું જુ : આ જૂથઅગ્નિ કુમારિકા” (ઋષિરૂપા) તરીકે ઓળખાય છે. ત્રીજા દસ દિવસ તામસ ભક્તોનો ભાવ સૂચવે છે.

(૪) શ્રી યમુનાજીનું જુથ : આ જુથનિર્ગુણ ભક્તોનું જુથકહેવાય છે. ચોથા દસ દિવસ નિર્ગુણ ભક્તોનાનો સૂચવે જોઈએ છે.

રીતે શ્યામસુંદર શ્રીકૃષ્ણપ્રભુ દરેક જૂથ સાથે દસ દસ દિવસ હોળી ખેલે છે. એટલે ચાર જૂથ સાથે હોળી ખેલવાના ૪૦ દિવસ થાય છે. દરેક જૂથ સાથે દસ દસ દિવસ હોળી ખેલવા પાછળ નું પણ મહાત્મ છે. તો નવધાભક્તિના નવ અને દસમી પ્રેમલક્ષણા ભક્તિ મળી એમ કુલ ૧૦ ભક્તિના ભાવથી પ્રભુવ્રજજનો સાથે ગોપીજનો સાથે હોળી ખેલે છે.

હોળીમાં મુખ્ય ચાર અંગો વાપરવામાં આવે છે. કેસુડો, અબીલ, ગુલાલ અને યુવા આ રંગો પણ ચાર જૂથોના ભાવથી જ આવે છે.

(૧) કેસુડાનો રંગ : (શ્રી સ્વામીનીજીના ભાવથી) આ રંગમાં ચંદન અને કેસર નાખી પ્રભુને ખેલવવામાં આવે છે. આ રંગ શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે. કારણ કે તેમનો વર્ણ ચિત્ત-પીળો એટલે કે સુવર્ણ સમાન છે.

(૨) અબીલ (શ્રી ચંદ્રાવલીજીના ભાવથી) : અબીલ સફેદ હોય છે. તે ચંદ્રાવલીજીના ભાવથી આવે છે. કારણ તેમનો વર્ણ પણ સફેદ છે.

(૩) ગુલાબ ( રાધાસહચરીજીનના ભાવથી) : ગુલાલનો રંગ લાલ હોય છે. તેમાં રાધાસહચરીજી (અગ્નિ કુમારિકા) ના જૂથનો ભાવ સમાયેલો છે. કારણ અગ્નિનો રંગ લાલ હોય છે. રાધાસહચરીજી અને તે જૂથનો રંગ પણ લાલ છે.

( ) યુવાનો રંગ ( શ્રી યમુનાજીના ભાવથી) : યુવાનો રંગ શ્યામ હોય છે. તે શ્રી યમુનાજીના ભાવથી આવે છે. કારણ શ્રી યમુનાજીનો વર્ણ શ્યામ છે.

રીતે નંદનંદન શ્રીકૃષ્ણપ્રભુ પોતાના ભક્તજનો સાથે ગોપીજનો સાથે ૪૦ દિવસ સુધી ચાર પ્રકારના રંગોથી હોળી ખેલે છે.

હોળી તો કેવલ રસાત્મક શ્રૃંગાર રસ છે.

-------------------------------------------------