Good luck books and stories free download online pdf in Gujarati

સૌભાગ્યવતી

બંગલો એવો સુંદર મજાનો બનાવવામાં આવેલ અને તેની અંદરના શયનખંડમાં પલંગની ગોઠણ પણ એવી સુંદર મજાની કરેલ હતી કે, પલંગમાં સૂતા સૂતા કાચની બારીઓમાંથી કુદરતી વાતાવરણની સાથે આંગણામાં થયેલ મોટા લીમડાની ડાળીઓ હવાના ઝોકા સાથે ઉડતી અને જાણે બારીના કાચ સાથે મિલન કરવા મથતી હોય એવો નજારો લાગતો હતો. સુંદર મજાનો આકાશનો નજારો પણ એટલો સુંદર દેખાતો હતો. ઝાડ પરના પંખીઓ પણ ઉડાઉડ અને કિલ્લોલ કરતા દેખાતા હતાં.

આજે ઘરમાં પણ કોલાહલ નો દિવસ હતો, બધા ચાતક નજરે આજે બપોરના સમયવિદેશથી આવનાર સૌથી નાનો દીકરો અને અને તેની વિદેશી પત્ની નેન્સી અને નરેન્દ્ર ની રાહ જોઈ રહ્યા હતા લગભગ પાંચ-છ વરસ અગાઉ નરેન્દ્ર અમેરિકા ગયો હતો અને ત્યાં વિદેશી સ્ત્રી નેન્સી સાથે લગ્ન કરેલ હતું. અવારનવાર જણાવતો તેને લઈને આવું છે-વું છે, પરંતુ તેના સંજોગોને કારણે આવી શકેલ નહિ હોય તે આજે અમેરિકન પત્ની સાથે તે આવી રહેલો હતો અમેરિકન પત્ની કેવી હશે ને કેવી નહીં ?

અને સૌંદર્ય માણવામાં જીવન પસાર થયેલ હતું. જીવન જીવવા અને માણવા જેવું લાગ્યું હતું અને હવેની પેઢીની તો વાત જ ન્યારી છે મોટો દીકરો નરેશ અને તેની પત્ની ગૌરી, વચ્ચેનો દીકરો મહેશ અને તેની પત્ની માધવી એક જ ઘરમાં બધા સાથે રહેતા હતા ઘરના કબાટમાં નામી-અનામી લેખકોના હસ્તે લખાયેલ પુસ્તકોનો ભંડાર હતો. પરંતુ આજની આ પેઢીને બધા પુસ્તકો વાંચવામાં રસ હોય ? વહુઓએ એ કબાટમાં રહેલ પુસ્તકોને વાંચવામાં ક્યારેય હાથ પણલગાડેલ નહીં હોય કે પૃચ્છા પણ નહીં કરેલ કે આ બધા શેના પુસ્તકો છે. તેઓને રસ હતો, પરંતુ અંગ્રેજી લેખકો જેમ્સ હેડલી, એલિસ્ટર મેકલિન્સ, વગેરેના પુસ્તકોમાં રસ હતો. તેઓની વાતોમાંથી સદાય કંટાળાજનક ઉદ્દગાર નીકળતા હતા. પોતાના જીવનમાં તો આવો અનુભવ કર્યો જ નહોતો. મહેન્દ્રની સાથે સૌંદર્ય પ્રદર્શિત સ્થળોની મુલાકાત લીધી હતી. સાપુતારા અમારુ હોટ ફેવરિટ હતું.ત્યાં ભારતમાં વર્ષાઋતુમાં કાયમ જવાનું થતું વર્ષાઋતુમાં સાપુતારા ની ધરતી ચારેય કોરથી ખીલી ઊઠેલી હોય અને અનેક ધોધ જોવા મળે સવારનો ઉગોતો સૂર્ય અને જુઓ અને ધુમ્મસભર્યુવાતાવરણ હોય અને તેનાં કુદરતી દ્રશ્યો નિહાળવા એક મોટો લહાવો કહેવાય. આ એવું એક રમણીય સ્થળ હતું કે અહીંયાનો ઉદય અને અસ્ત બંનેનું સૌદર્ય જોવા મળે એટલે ઘણું બધું.મહારાષ્ટ્રની સરહદ નજીકમાં હતી એટલે ગુજરાતી મહારાષ્ટ્રની સંયુક્ત વસ્તીના જુદા જુદા ધંધાર્થીઓ પણ તેમની વાક્છટા સારી રીતે અને પર્યટકોને આવકારવામાં કયાંય પાછીપાની ન કરે.

સૌંદર્યની આવી નાની-મોટી સેંકડો અનુભૂતિ અનુભવવાથી પોતાનું જીવન રચાયેલું. કોઈ સાંજ એવી પણ હોય ત્યારે બહાર લીમડાની નીચે ખુરશીમાં બેસીને ટાગોરની કવિતા વાંચવાનો આનંદ લેવામાં મજા આવતી. વ્યક્તિ ઘણી વખત દુઃખથી છુટકારાની રાહ જોવામાં શોખને વેડફીનાખે છે.

ઘરમાં બે દીકરા અને પત્ની માધવી અને ગૌરીને ક્યારેય પોતાની પાસે બેસીને નિરાંતે વાત કરવાની ફુરસદ નહોતી મળતી. બંને જણા તેમના કોઈને કોઈ કામમાં આખો દિવસ ગડમથલ કર્યા કરતી હોય. બંને જણા રસોઈ બનાવવાના ક્લાસમાં બનાવવાનું શીખવા માટે કે સુશોભન વગેરે અનેક ક્લાસમાં શીખવા જતી હતી બંને ના કપડાં પણ નીત નવા ફેશનેબલ હોય અને બહાર ફરવા જતા હોય આમ છતાં ઘરે આવે ત્યારે આજે બહુ કંટાળી ગયા બોર થઈ ગયા તેવા ઉદ્દગારથી તેમનો દિવસ અસ્ત થતો હોય.

આ બધાની વચ્ચે એક નવી સ્ત્રીના ઘરમાં પગરણ મંડાઇ રહેલ હતા અને તે પણ માંડ ૨૩-૨૪ વર્ષની વિદેશમાં જન્મેલ વિદેશી યુવતી. જ્યારે નરેન્દ્ર સાથે લગ્ન કરે ત્યારે તેની તસવીર મોકલેલ. અને તે લગ્ન સમયની તસ્વીરના આધાર વ્યક્તિ નો પરિચય થોડો કંઈ મળે ? કુતૂહલ મનમાં મમરાયા કરતું હતું કે નરેન્દ્રએ પસંદ કરેલ સ્ત્રી કેવી હશે ? તે આવી તો રહ્યો છે, પરંતુ ઘરમાં બધાનો માન મોભો જળવાઈ રહે તે રીતે વર્તશે ? પોતાને ચાહે કે નહીં એ વાત મહત્વની નથી.કારણ કે હવે પોતે કેટલા દિવસ વિતાવાના છે ? આવનાર સ્ત્રી અન્ય દેશની ધરતી પર ઉછરીમોટી થયેલ, ત્યાંના રીતરિવાજો અલગ, ત્યાંની રહેણીકરણી અલગ તેને આ બધું અનુકુળ આવશે ? ‘‘ગૌરી અને માધવીના’’ મનમાં પણ આ બાબતે ઘણી ઉત્કંઠા- ભય-આશંકા હોય તે બંનેને પણ અંદરોઅંદર ગુસપુસ કરતાં સાંભળેલ કે જે હશે તે થોડા દિવસ છે ન? એડજસ્ટમેન્ટ થઇને રહેવાનું છે તો રહીશું. દીકરીઓ પણ ઘરે તેમના પતિ બાળકોને લઈને આવી હતી. માની છેલ્લી ઘડીઓમાં તેમને પણ ફુરસદ નથી. દીકરી પણ પરણાવ્યા પછી પારકી કહેવાય તેની બહુ આશા ન રખાય, પરંતુ શું કરવાનું, મા ના જીવ ને હવે છેલ્લે છેલ્લે આવી આશાઓ ઉભરી આવે તમાનવાઈ જેવું ન હોય.

‘મા’ પાસે બધા વારાફરતી આવી જતાં પૃચ્છા કરતાં, દવા લીધી ? મા ના પલંગની ચાદર, મચ્છરદાની સરખી કરતા પલંગ પાસે તાજા ફૂલો ફૂલદાનીમાં મુકતા, ટાબરીયાં જો મસ્તીકરતા આવે તો તેઓને દાદીને તકલીફ થાય, બહાર જાવ એવો મીઠો છણકો કરીને બહાર કાઢી મૂકતાં.

આ બધી ગડમથલમાં ક્યાંક અવાજ આવ્યો નજર કરી તો ગૌરી આવી હતી. તેની નજર ફેરવી મારી પાસે આવી કાંઇ જોઈએ છે બા ? ડોકું હલાવી ના પાડી. તેની સામે નજર કરી હસીપણ ખરી પરંતુ તેના મુખ ઉપર સામે ક્યાં હાસ્ય જોવા ન મળ્યું. બની શકે કે તેણીની નજર ન પણ પડી હોય.

ગૌરી એકદમ સરસ હોશીયાર, સ્માર્ટ, કાર્યદક્ષ અને સાથે એટલી સ્વાર્થ ભરી વૃતિધરાવતી હતી. પોતાને જરૂર તે બધું કોઈ પણ હિસાબે મેળવી લે બીજા નું શું થશે તેની દરકાર કરતીનહોતી. તેના માટે તો પોતાનો પતિ અને પોતાના બાળકો તેની સીમા હતી.

બીજી પુત્રવધુ માધવી સાવ જુદી હતી. તેનો મીઠો, આનંદી, ઉદારતાથી ભરેલ સ્વભાવ અને સ્થૂળ કાયા બહિર્મુખ, સંવેદનાહિત હતી. આમ બંને વચ્ચે સંઘર્ષના પ્રસંગો આવતા નહોતા.પોતાનો રૂમ ઉપર અલગ હતો અને બંનેના રસોડા અલગ હતાં. વારાફરતી જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

ઘરમાં કોઈ ન હોય તેવા સમયે નીચેના ભાગમાં સંગીતના સાધનોનો મધુર અવાજ પણ સંભળાતો હતો. દીકરી અનસુયા પણ સુંદર ગીતો ગાતી હતી. તેઓ નીચે ગાતા હોય ત્યારે તેમનો અવાજ ઉપર સુધી સંભળાતો હતો.

પરંતુ વિધિની વિચિત્રતા જુઓ, અનસુયા-ગૌરીએ ઉપર આવી ‘મા’ આપને કોઈ ગીત ભજન પસંદ હોય તો કહો હું તમને સંભળાવું ? આવું કયારેય તેમણે કહેલ હતું. સરસ રીતે ગીતો ગાય, કાવ્યોનું પઠન કરે તો ચોક્કસ ગમે જ ને.....

બારી પાસેના લીમડાની ડાળખીઓ ચૈત્ર-વૈશાખમાં માંજરોથી ભરાઇ જશે. બદામ જેવી શ્વેત રંગની માંજરો..... આખી રાત એની મીઠી સુગંધ મહેક્યા કરે. આમ આ લીમડો પોતાની છેલ્લી રાતોમાંજરોના સહારે મહેકતી રાખે છે.

પાછું છેવટે નેન્સીની યાદ આવી ગઈ. તેને ગમશે કે કેમ અહીં ? અહીંની ગરમી, ગંદકી,અહીંના લોકોની ટેવો-કુટેવો આ બધું કેવી રીતે સહન કરી શકશે. હશે! જે હોય તે4 હવે ક્યાં બહુ સમય બાકી છે. થોડા કલાકોના અંતે આ બધી કુતુહલતાનો અંત તો આવવાનો જ છે ને.

જોયું સમય પણ કેવો છે. વિમાનનો જે સમય હતો તેના કરતાં મોડું સાંજના છ વાગ્યે આવવાનું હતું. તે બંને જણાને વિમાન પર બીજી વિધી પતાવતાં એક-દો કલાક લાગશે તો ચોક્કસ જાય, એટલે બહાર આવતાં ૭-૦૦ થી ૭-૩૦ થશે ઘેર આવતા ચોક્કસ નવ વાગી જશે, તે નક્કી જ હતું.

જે કુતુહલતા મનમાં ઘણા સમયથી પ્રગટેલી હતી તેનો અંત આવ્યો હતો, ઘરના દરવાજે કારઉભી રહેવાનો અવાજ આવ્યો. તેનાથી ચોક્કસ અણસાર આવી ગયો કે નરેન્દ્ર-નેન્સી આવી ગયાહતાં. ઘરમાં આવતાંની સાથે બંને સીધા ઉપર આવ્યા. નરેન્દ્ર દોડતો આવીને વ્હાલ સાથે મા ના પલંગ પાસે બેસી ગયો. કેમ છે બા ? એના મધુર અવાજથી જે સ્નેહનો ઉભરાટ હતો તે પ્રદર્શીતથતો હતો. થોડો સમય તો મા ને વળગીને બેસી રહ્યો. પછી અચાનક એને યાદ આવ્યું, તેની પાસે ઉભેલી તેની પત્ની નેન્સીને પાસે બોલાવી કહે મા જો મારી પત્ની નેન્સી અને નેન્સી, મારી માજેણે મને જન્મ આપ્યો, અને આજે આપણે જે કાંઈ છીએ તેની પાછળ મારી તેમના શુભાશિષ છે.નેન્સી પણની આગળ આવી અને મીઠું હસી. બાની સામે હાથ હલાવ્યો. બંને બા ની પાસેબેઠા, અને નરેન્દ્ર તેની બધી વાતો ત્યાંની વસવાટની રહેણીકરણી, ધંધાની બધી વાતથી માહિતગાર કર્યા.

નરેન્દ્ર મા ને કહે, મા હવે કેમ છે ? જો તારી ઇચ્છા અનુસાર અમે પણ આવી ગયા છીએ, એટલે ચોક્કસ ને સારું થઈ જશે. મા ને યાદ છે ને અમે નાના હતા ત્યારે અને અહીંયા તાં ત્યાં સુધી મારી નાની-મોટી બધી વાતોની ચિંતા દરકાર તે કરેલ છે. નાનો હતો ત્યારે કયાંકઝઘડો કરીને આવું, બાપુ બોલે તો મારી ઢાલ બનીને તું સામે આવતી અને મારું ઉપરાણું લેતી.

સૂતાં સૂતાં આ બધું સાંભળી રહી હતી અને મનમાં આનંદ મેળવી રહી હતી.

આ બધી વાતોમાં સમય વીતતો ગયો, બંને થાકેલા હતાં. બંને ઉભા થયાં. મા ુઈ જજે આરામથી ! સવારે સાથે ચા-નાસ્તો બેસીને કરીશું. નરેન્દ્ર કહ્યું. નેન્સી એ પણ નરેન્દ્ર ની વાતમાં ડોકું ધુણાવ્યું. સંવેદના ભરી નેન્સીની આંખો એ ઘણું બધું કહી ગઈ, ‘મા’ તમારા મનમાં મારા માટે શું હશે તે બધું સમજું છું, અને બંને નીચે આવ્યા.

નરેન્દ્રએ તો માને કહ્યું હતું કે સવારે મળીશું, ચા-નાસ્તો સાથે કરીશું, પરંતુ એકલી પડી ત્યારે પાછા વિચારો મનમાં આવવાના ચાલુ થયા. અચાનક નબળાઇ પણ આવી હોય તેવું લાગવામાંડ્યું. આજે તિથિ પાછી કઈ ચૌદસ...અમાસ...કે..એકમ તો નથી ને, આવા વિચારોનો વંટોળ મગજમાં ચાલવા માંડ્યો. અને આમેય હવે આજની રાત છેલ્લી હોય તો પણ શું નરેન્દ્ર-નેન્સી ને મળવું હતું તે મળી લીધું પછી હવે બાકી રહ્યું શું.........

મકાનમાં નીચેના માળે બધાના રૂમો હતા રાત થઈ ચૂકી હતી અવાજ બંધ થઈ ગયા હતા.બની શકે, બીજા રૂમમાં બધા બેઠા હોય, બધાની સાથે બેઠા હોય તેમ પણ બની શકે.

ત્યાંજ પાછો નજર સામે બહારની લીમડાની ડાળખીઓ ઝાંખા પ્રકાશમાં પણ ઝુલતીદેખાણી અને કાચની બારીમાં અથડાતી હોય તેવો અહેસાસ થયો.

અચાનક રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો, કોણ આવ્યું હશે ? છેલ્લી દવા લેવાની હતી તે પણ આપી દીધી હતી. હવે બાકી તો કઈ છે નહીં તો પછી હમણાં પાછું કોણ આવ્યું હશે ?

ધીમે પગલે તેની પાસે કોઈ આવ્યું અને સામે જોયું તો નેન્સી હતી. તેને જોઇને નવાઈ લાગી,નેન્સી કેમ પાછી આવી હશે ?

નેન્સી સામે આવી મા પાસે બેઠી અને મા નો હાથ પોતાના હાથમાં લીધો થોડીવાર તો બેસી રહી એક નજરે જોતી રહી એની સામે જોઇ કહે મા બેસુને ને તમારી પાસે બેસવાનું ગમશે.

મા એ પણ ડોકું હલાવીને હા પાડી. પરંતુ નેન્સી પરત કેમ આવી હશે તે તેના મગજમાં ગડમથલ વમરાયા કરતી હતી.

થોડા સમય સુધી નેન્સી શાંત બેસી રહી. તે પણ કાચની બારીમાંથી બહાર દેખાતા મયનરમ્ય આકાશને નિહાળી રહી હતી. અચાનક મા ને કહે તમે પલંગ ની જગ્યા બહુ જ સરસ પસંદ કરી છે બહારનું વાતાવરણ કેવું સુંદર દેખાય છે. અને આ લીમડાના ઝાડની ડાળખીઓ તો હવે તેની પર ફુલ પણ આવશે. નેન્સી અંગ્રેજીમાં ધીમે ધીમે અટકીને સંવાદ કરી રહી હતી. વિચારો વિદેશી ભાષાના હતા. પરંતુ તે જે બોલતી હતી તે પૂરેપૂરું સમજાયું હતું

નેન્સીએ કહ્યું મા અમારા લગ્ન સમયે તમે રવીન્દ્રનાથના કાવ્યોનું પુસ્તક મોકલેલ હતું તે મને ગમ્યું હતું તેમાં ઘણા બધા કાવ્ય તો મોઢે પણ થઈ ગયા છે.હી હસીને ‘મા’ ના હાથ પર હાથ મૂકી મા I love you for that book, It was wonderfull to love the world with all. મા તમને શું તે બધા કાવ્યો યાદ છે આજ પણ ?

મા પણ ડોકુ હલાવી હા પાડી.

નેન્સી વધુ નજીક આવી મા મે દુબળા લાગો છો.

નેન્સી મા ની આંખોમાં આંખ મિલાવીને જોઇ મા ના માથા ના વાળ સરખા કરી મા ના કા આગળ જઈ સહજતાથી બોલી માં તમને ભય તો નથી ને ?

ભય ? કેમ મને કશાનો ભય લાગે ?

અજ્ઞાતનો……નેનસી ધીમેથી બોલી….. ધુ પરિચિત હોય તે છોડીને શુંન્યમાં જવાનો......ડર લાગે છે ?

ખરેખર આનંદનો પાર ન રહ્યો. જેને વિદેશી-પરદેશની માની હતી તે આ છોકરી આટલું બધું સમજે છે ખરેખર બહુ કહેવાય. મારી અંતરની લાગણીઓ કાક્ષ ભરેલી છે એ જાણવા માટે ને કેટલી બધી ખેવના છે. મારા ડરની પણ તેને કાળજી છે અને તેને દૂર ને દૂર કરવા માંગે છે

એના ઉદ્દગારો સાંભળી આનંદની અતિરેકતા ઉભરાઇ આવી હતી, અને તેને ઉત્તર આપવાની પણ ઇચ્છા હતી જીવનની અંતિમ ઘડીમાં પણ એક નવો સંબંધ પ્રસ્થાપિત થયો હતો.જરા નહીં પણ ઘણો મોડો. પરંતુ મોડો તો, મોડો સુંદર સંબંધ સામે આવ્યો હતો. સંતોષથીનેન્સીની સામે જોયું મનમાં વિચાર્યું સમાજ એમ કહે છે કે પતિ જીવંત હોય ત્યાં સુધી સ્ત્રીનું મરણ થાય તો સૌભાગ્યવતી કહેવાય, પણ સમાજને શું ખબર સૌભાગ્ય કોને કહી શકાય ? અંતિમ ઘડીમાં પણ એક આવા નવા સંબંધનો ઉમેરો થાય તો તેનાથી વધુ સૌભાગ્ય શું હોય...? એક નવા પ્રેમ નો ઉદય થવો તે પણ અતિ સૌભાગ્ય છે.

નેન્સી ઊભી થઈ, રૂમની લાઇટ બંધ કરી, બહાર લીમડાના મધમધતાં ફૂલોથી ડાળખીઓભરાયેલ હોય તેમ લાગતું હતું. મા નેન્સીનો હાથ પકડ્યો અને ચંદ્ર તરફ ઇશારો કરી કહ્યું ‘‘લુક સી ઇઝ લીડીંગ ફેરવેલ’’.

નેન્સીએ માનાં કપાળ પર હાથ ફેરવ્યો may your eternal journey is peace full.

મા ના ચહેરા પર આભા પથરાઇ ગઇ……

દિપક એમ.ચિટણીસ (ડીએમસી)

dchitnis3@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED