અંતર પટ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતર પટ

= અંતર પટ =

અંતરની એકાગ્રતા એ યોગ ની સમાપ્તિ નથી ત્યાંથી જ યોગનો અર્થ થાય છે.

અંતરે મોક્ષે જવા માટે નું નાવ

મનુષ્ય નું અંતર બંધન અને મુક્તિનું કારણ છે. અંતર સંસારના ગુણોમાં આશકત હશે તો તે બંધનમાં જકડાશે, પરંતુ અંતર સાધના, યોગમાં તત્પર હશે તો મુક્તિ મળશે તે નવું નથી.

એ વાતનો ખ્યાલ હોવો જરૂરી છે કે, પાણીના ભરાવાથી કાદવ ની ઉત્પત્તિ થાય છે, પરંતુ તે કાદવને દૂર કરવા માટે કોણ પાણીની જ જરૂરત રહે છે.

અંતર એ પરમાત્માનું ચિંતન કરે તો મુક્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે સંસારનું જ ચિંતન થાય તો તેને બંધન પ્રાપ્ત થાય છે.

પરમાત્માએ વિશ્વમાં અનેક પ્રકારની જીવ સૃષ્ટિને જન્મ આપેલ છે જેમાં દરેક જીવ ની મનની સાથે ઉત્પત્તિ થયેલ છે. માણસની દરેક પ્રવૃત્તિ તેના અંતરને સંતોષ આપવો એ તેનો મુદ્રાલેખ સમી હોય છે.

અંતર એવું છે કે, તેમાં સારા નરસા અનેક આવેગોનો જન્મ થાય છે. તમામ સજીવ પ્રાણીઓમાં પણ સારા નરસા આવેગો હોવાને સર્વ સામાન્ય મત છે. પ્રાણીઓમાં પણ અંતર , મન હોય છે. દુનિયાના સંપર્કમાં આવે ત્યારે તેમના અંતરની લાગણી આવેગો ઉપસ્થિત થતા હોય છે જે આપણે જાણી શકીએ છીએ.

આપણે જો જમીન પર સૂઈ રહેલ કૂતરાને તેની પુંછડી ખેચીશું તો તેવા સમયે તે આપણી સમક્ષ ક્રોધ ની લાગણી પ્રગટ કરશે. આજ કૂતરાને આપણે પ્રેમથી બોલાવી શું તો તે આપણી સામેપૂંછડી પટપટાવીને આવીને ઉભો રહેશે. આ એક તેના અંતરમાં રહેલા આવેગ હોવાનો મોટો પુરાવો છે.

અંતર ની અંદર રહેલા વિચારો અંતરની સાથે પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. આપણા વિચારો શાંત હોય ત્યારે આપણું અંતર પણ શાંત હોય છે. વિચારો આશા ઉમિદથી ભર્યા હોય તેવા સમયે અંતર આશાવાદી બને છે. આ અંતર તેમાં રહેલ વિચારો જેવું કાર્ય કરે છે.

મુક્તિની શોધમાં પડેલા ઘણા મુમુક્ષુઓ એવી અને સમાજમાં હોય છે કે, મન (અંતર) આપણું દુશ્મન છે. અને મોક્ષ પ્રાપ્તિ માટે તેનો નાશ થવો જોઈએ. મન જે સમય અને જ્યારે સારા નરસા અનેક વિચારો બતાવ્યા કરતું હોય ત્યારે મનુષ્ય મનને મારવાનો વિચાર કરે છે. બની શકે મને મારી નાખવાનો વિચાર માત્રથી વ્યક્તિ બેધ્યાન બની જાય છે. જે કોઈપણ પરિસ્થિતિનો ઉકેલ લાવનારી સમય સૂચકતા અથવા સમજણનો લાવવા બરાબર છે. તો આપણે અંતરની સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ ? તેની સમજવા માટે અંતરના વિજ્ઞાન ને પણ જાણવું અને સમજવું જરૂર પડે છે.

મને એટલે ગયા અવતારમાં તમે શું વિચાર પૂર્યા એના પરથી મન વિચારબીજ ઉત્પન્ન થાય છે. અને એ બોજરુંપે અત્યારે હોય છે. તેની અંદર આપણે તન્મયકાર થઈએ તો તે ઝાડ રૂપે ઉત્પન્ન થાય છે. તન્મયકારના થઈએ તો એ બીજ સુકાઈ જાય છે. ભલેને તેજ્ઞાનરૂપીબીજ કેમ ન હોય.

(૧) મન શું છ? મને મનુષ્ય નો જથ્થો છે. જેમ ધંધો કરનાર દુકાનદાર દર બાર માસને અંતે તેનું સરવૈયું કાઢે છે. અને જોવે છે. શું મળ્યું ? અને શું ગુમાવ્યું ? બસ આ જ વસ્તુ મનમાં છે તમે જીવન દરમિયાન શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેનો હિસાબ પોતાની જાતે કરવાનો છે.

(૨) મન અને જીવન તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે ? મન (અંતર) અગાઉના જન્મનો આત્મા છે . જીવ મે આજ નો આત્મા છે. અને આ માનેલો આત્મા સંચર (ગતિવિધિ) છે.

(૩) શું જપ અથવ મંત્રો દ્વારા મનની શાંતિ પ્રાપ્ત કરી શકાય ? ના બિલકુલ નહીં. મનની શાંતિ માટે નો કોઈ જપ મંત્ર નથી. મનની શાંતિ મેળવવા માટે પરમાત્માની ભક્તિ અને માનવ ધર્મ જે અંગીકૃત કરેલ છે તે મુજબ માનવીય સત્કાર્યો કરવાની તાતી જરૂર છે.

(૫) શું એકાંતિક જીવન જીવવાથી મનને સ્થિર કરી શકા? કોઈપણ કાળે એકાંતિક જીવન જીવવાથી મનની શાંતિ કે સ્થિરતાં મેળવી શકાતી નથી. એકાંતમાં રહેવાથી ઊલટાનું મનમાં અનેક જાતના વિચારો તમારા ગળા પર ઘંટ વગાડશે.

(૬) મન કેવી રીતે કાર્ય કરે છ? મન એ રડાર ની જેમ કાર્ય કરી રહેલ છે. મન આપણને દિશા સૂચક તરીકે કાર્ય કરે છે. બહાર ભય જેવું હશે તો આપણું મન જ આપણને બેસી રહેવું તેમ કહે છે. મન એક પ્રકારનું વાયરલેસ ઉર્જા તંત્ર છે. જે રીતે જગતમાં ચારે તરફ વીજપ્રવાહ પસાર કરવા માટે તારનો ઉપયોગ કરવામાં આવે છે. તે મુજબ જ કુદરત દ્વારા દરેક જીવમાત્રમાં મનની ગોઠવણી કરવામાં આવેલી છે અને જેનું સંચાલન કુદરત વાયરલેસ દ્વારા કરી રહેલ છે. જે રીતે સૂર્યની ઊર્જા મનુષ્ય, પ્રાણી માત્ર, વનસ્પતિની મળે છે તે પણ એક કુદરતની મહાન શક્તિ છે.

ⓓⓘⓟⓐⓚ .ⓒⓗⓘⓣⓝⓘⓢ

dchitnis3@gmail.com