ગુંસાઇજી પ્રાગટ્ય મહોત્સવ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુંસાઇજી પ્રાગટ્ય મહોત્સવ

🌹શ્રી ગુસાઈજી નો પ્રાકટ્ય ઉત્સવ🌹

આજે શ્રી ગુસાંઈજી નો પ્રાકટ્ય ઉત્સવ "પૌષ કૃષ્ણ નૌમી કો શુભ દિન પૂત અક્કાજુ જાયો" ત્યારે ગોવર્ધનનાથજી એ વિચાર્યું મારો જન્મદિવસ શ્રી ગુસાંઈજી તથા બધા વૈષ્ણવો સહિત ભૂતલ ઉપર પ્રકટ કર્યો. હું પણ શ્રી ગુસાંઈજી નો જન્મદિવસ પ્રગટ કરું. જ્યારે પોષ વદિ આઠમને દિવસે રામદાસજી શ્રીનાથજીને શિંગાર કરતા હતા. તે સમયે કુંભનદાસજી શિંગાર ના કિર્તન ગાતા હતા.શ્રી ગુસાંઈજી ગોકુલ માં બિરાજતા હતા, ત્યારે શ્રી ગોવર્ધનનાથજી એ રામદાસજી ને કહ્યું, "મારા જન્મદિવસે શ્રી ગુસાંઈજી મોટો ઉત્સવ ઉજ્જવે છે. તેથી મારે પણ શ્રી ગુસાંઈજી નો જન્મ દિવસ મનાવવો છે. તો તમે બધા સેવકો મળીને શ્રી ગુસાંઈજીના જન્મદિવસની ઉજવણીની તૈયારી કરો. મને સામગ્રી આરોગાવો. કૃપાનાથ કાલે જ શ્રીગુસાંઈજી નો જન્મદિવસ છે.રામદાસે વિનંતી કરી મહારાજ સામગ્રી શુ કરશુ ?ગોવર્ધનનાથજી કહે "જલેબી રસરૂપ કરો". પછી રામદાસજી સેવા પહોંચી બધા સેવકોને બોલાવી ને કહ્યું, જો સવારે શ્રી ગુસાંઈજી નો જન્મદિવસ છે. શ્રી ગોવર્ધનનાથજીની સામગ્રી સિધ્ધ કરવી છે. સદુપાંડે કહ્યું, ઘી અને મેંદાની જરૂર પડે એટલો મારે ઘરેથી લઈ લેશું. કુંભનદાસજી જલ્દી ઘરે આવ્યા. ઘરમાં કાંઈ હતું નહીં બે પાડા અને બે પાડી વ્રજવાસી ને વેચીને પાંચ રૂપિયા આવ્યા તે રામદાસજી ને આપ્યા. બીજા સેવકોમાં કોઈએ એક રુપિયો કોઈએ બે રૂપિયા આપ્યા તેની ખાંડ મંગાવી. ઘી અને મેંદો સદુપાંડે લાવ્યા. આખી રાત જલેબી ની સામગ્રી સિધ્ધ કરી. સવાર થયું ત્યારે રામદાસજી એ શ્રી ગોવર્ધનનાથજી ને અભ્યંગ સ્નાન કરાવી કેસરી પાગ, કેસરી વસ્ત્ર વાગા, કૂલ્હે શ્રીગુસાંઈજી એ પોતાના શ્રી હસ્તથી સિદ્ધ કર્યા હતા તે શ્રી ગોવર્ધનનાથજી ને ધરાવ્યા. પછી શ્રીગોવર્ધનનાથજી ને રાજભોગ ધર્યા ત્યારે શ્રી ગોવર્ધનનાથજી એ આજ્ઞા કરી કુંભનદાસજી તમે શ્રીગુસાંઈજી ની વધાઈ ગાવો.ત્યારે કુંભનદાસજીએ વધાઈ ગાઈ,"આજ બધાઈ શ્રીવલ્લભ દ્વાર"અને બીજી વધાઈઓ પણ ગાઈ. ત્યારે શ્રીગુસાંઈજી શ્રીનાથજી દ્વાર પધાર્યા.શ્રી રામદાસે કહ્યું કૃપાનાથ રાજભોગ આવ્યા છે. આપ સ્નાન કરી મંદિરમા પધાર્યા સમય થયે રાજભોગ સરાવ્યા. જોયું તો જલેબીના અનેક ટોકરા ધર્યા હતા. શ્રી ગુંસાઈજી કહે, આજે શું ઉત્સવ છે? આટલી અધિક સામગ્રી? શ્રી રામદાસજી એ કહ્યું કૃપાનાથ આજે આપનો જન્મ દિવસ શ્રી ગોવર્ધનનાથજી એ મનાવ્યો.બધા સેવકોએ સામગ્રી સિધ્ધ કરી છે.શ્રી ગુસાંઇજી એ કહ્યું, સામગ્રી અધિક સિદ્ધ કરી, સેવકો તો થોડા છે, અને નિષ્કંચન છે. આટલી સામગ્રી કઈ રીતે બનાવી.રામદાસજી એ કહ્યું, ઘી,મેંદો સદુપાંડે એ આપ્યા,કુંભનદાસજી પાચ રુપિયા આપ્યા,બીજા બધા સેવકોએ એક- બે રૂપિયા આપ્યા તેની ખાંડ લીધી. આ રીતે જલેબી સિધ્ધ કરી. શ્રી ગોવર્ધનનાથજી ને આરોગાવી. શ્રી ગુસાંઈજીએ કુંભનદાસજી ને પૂછ્યું તમે પાંચ રૂપિયા ક્યાંથી લાવ્યા મને તારા ઘરની ખબર છે. મહારાજ મારું ઘર તો આપના ચરનારવિંદ માં છે.(સર્વમ્ સમર્પિતં ભક્ત્યા કૃતાર્થો સુખી ભવ: અં.પ્ર ૭-૮) આ તો આપનુજ છે. બે પાડા બે પાડી વધારાની હતી તે વેચી દીધી. અમારું સર્વસ્વ દેહ,પ્રાણ, ઘર,સ્ત્રી,પુત્ર બધુ આપની સેવામાં અંગીકાર થાય ત્યારે વૈષ્ણવ ધર્મ સિદ્ધ થાય.અમે તો સંસારી ગૃહસ્થી છીએ અમારાથી વૈષ્ણવ ધર્મ કેમ બને? આપની કૃપા થકી જે બની શક્યું તે કર્યું છે. કુંભનદાસજીના દીનતાપૂર્વક વચનો સાંભળી શ્રી ગુસાંઈજી નું હૈયું ભરાઈ આવ્યું. અતિ પ્રસન્ન થઈ આપે આશીર્વાદ આપ્યા અને કહ્યું, શ્રી આચાર્યચરણ મહાપ્રભુજી જેના પર કૃપા કરીને આવી દીનતા નું દાન કરે એ જ પામી શકે, ત્યારે જ શ્રી ગોવર્ધનનાથજી સદાય આપના વશમાં રહે.(અનુગ્રહ પુષ્ટિમાર્ગે નિયામક ઈતિ સ્થિતિ:" સિ.મુ.૩-૧૮)આમના ભાગ્યની જેટલી સરાહના કરીએ એટલી ઓછી.

🌹 પ્રગટ ભયે શ્રી વલ્લભ આય|| સેવા રસ વિસ્તાર કરનકો ગૂઢ જ્ઞાન સબ પ્રગટ દિખાય|| 🌹

//જય શ્રી કૃષ્ણ //

🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏