રંગોત્સવ joshi jigna s. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રંગોત્સવ

રંગોત્સવ

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણ, લાકડાંની ’હોળી’ ખડકવામાં આવે છે અને મુર્હત જોઈ હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરી તેમજ શ્રીફળ વગેરે જેવી પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. હોળીની ઊજવણીની રીત અલગ અલગ હોય છે પણ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શકિતોનુંસન્માન કરવું. હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. એટલેજ આ તહેવારને ‘રંગોનો તહેવાર’ કહે છે. આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યકત કરે છે. આંધ્રપ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર “કામ દહન” તરીકે ઓળખાય છે.
હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે, પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિસણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ,ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા શેનાય થી તેનું મ્રુત્યુ નહિં થાય. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો લગભગ અસંભવ થઈ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. તેણે પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું .આ દરમિયાન હિસણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભકત હતો. તેને કંઈ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઈશ્વર ભકિતથી દુર કરવાનાં ખુબજ પ્રયત્ન કર્યા પરંતુ પ્રહલાદ હિંમત હાર્યો નહિં કે એના પિતાજીથી ડર્યો પણ નહિં અને પોતાની ઈશ્વર ભક્તિ ચાલુજ રાખી. હિસણ્યકશિપુએ પ્રહલાદને મારવાના કેટલાય પ્રયત્ન કરયા પરંતુ બધી જ તરકીબો નીષ્ફળ નીવડી. અંતે હિસણ્યકશિપુએ પ્રહલાદને મારવાનાં ઉદેશથી ભકત પ્રહલાદને પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા પાસે એક એવી ચુંદડી હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહિં. પ્રહલાદ પિતાની આજ્ઞાનું પાલન કરવા હોલિકા સાથે અગ્નિ પરીક્ષા આપવા તૈયાર થયો અને પોતાનો જીવ બચાવવા માટે વિષ્ણુ ભગવાનને પ્રાથના કરવા લાગ્યો. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ચુંદડી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઈ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મથઈ અને પ્રહલાદ એકદમ સારો બહાર આવ્યો. આમ, હોલિકાનું દહન થયું તે ધટના હોળી ઉત્સવનું કારણ બન્યું.
બીજી દંતકથા મુજબ ભગવાન વિષ્ણુ દ્વારા હિસણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર એટલેકે ભગવાનનું અડધુ શરીર માનવનું અને અડધું શરીર સિંહનું હોય તેવું રૂપ ધારણ કરી બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પછાળી પોતાના ખોળામાં સુવાડી પોતાના નખ દ્વારા હિસણ્યકશિપુને ચીરીને તેનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિનો વિજય થયો તે શુભ અવસરે હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય કથા મુજબ રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ આ ઉત્સવ સાથે જોડાયેલી છે. પ્રિયકાંત મડિયારની પંકિતઓ યાદ આવે છે કે....
છેલછબીલે છાંટી છેલછબીલે છાંટી,
જમુના જલમાં ગુલાબી વાટી.....
અણજાણ એકલી વહી રહી હું મુકી મારગ ઘોરી
કહીં થકી એક જડી ગઈ હું જરહેલી કોરી
શ્રાવણના સોનેરી વાદળ વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી એજ ભૂલ તૈ ભાસે...
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હોળીને ‘હુતાસણી’થી પણ ઓળખવામાં આવે છે. હોળીનાં બીજા દિવસે ધુળેટીને પડવો કહે છે. ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને તેની આસપાસ નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્ય પૂર્ણ રમતો રમવામાં આવે છે. જેવીકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેકવાની હરીફાઈ વગેરે. ગામનાં પાદરે આવેલાં પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન કરવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં હોળીનાં દિવસે ગામલોકો બધાજ વિસ્તારોમાં ફરી હોળી માટે ફાળો ઉઘરાવે છે જેને ઘૈરૈયા કહે છે. જે બાળકની જન્મ પછીની પહેલી હોળી હોય તે બાળકને ખુબજ તૈયાર કરી હોળી ફેરા ફેરવવામાં આવે છે. બિકાનેરમાં ફાગણ માસની આઠમથી લઈને હોલિકા દહન સુધી મધુર ગીતોની સાથે રાજસ્થાની લોકો ઢોલ લઈને નીકળી પડે છે. બિકાનેરની હોળીને ‘ડોલચી હોળી’ કહે છે. રાજેન્દ્ર શાહ ની પંકિતઓ યાદ આવે છે…
ફરી ફરી ફાગુન આયો રી,
મંજરીની ગંધ, પેલા કિશુકનો રંગ, કોકિલ કેરો કંઠ
હોજી મારો જીવ લુભાયો રી!
દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી, કોણ છેલ?
ગાનમાં ઘેલા, રંગમાં રોળિયા, રમતારે અલબેલા!