આરોહ અવરોહ - 4 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોહ અવરોહ - 4

પ્રકરણ – ૪

સવારમાં મલ્હારનાં જતાં રહ્યાં બાદ બેડ પર આડી પડતાં આધ્યાની આંખો મીંચાઈ જતાં એને ખબર જ ન પડી કે કેટલાં વાગી ગયાં છે. એકાએક રૂમનો દરવાજો કોઈએ જોરજોરથી ખખડાવતા એ સફાળી બેઠી થઈ ગઈ. એણે પોતાની સાડીને સરખી કરી ને દરવાજો ખોલ્યો. એને લાગ્યું જ કે કદાચ બહું મોડું થઈ ગયું છે. પણ દરવાજો ખોલતાં જ સામેનું દ્રશ્ય જોઈને એ થરથર ધ્રુજવા લાગી...એને પરસેવો થવા લાગ્યો... માંડ માંડ પોતાની જાતને સંભાળતાં દરવાજો પકડીને ઊભી રહી ગઈ...!

દરવાજો ખુલતાં જ સામે શકીરા ગુસ્સામાં લાલચોળ બનીને અકીલાનાં વાળ પકડીને ખેંચીને એનાં પર શબ્દોનો મારો કરી રહી છે. સાથે જ હાથમાં રહેલી એ મસમોટી લાકડી દેખાઈ. આધ્યાને આ શું બની રહ્યું છે કંઈ જ ખબર નથી એટલે એ ફટાફટ એ તરફ ગઈ.

ત્યાં પહોંચતાં જ એ શકીરાની સામે જોઈને બોલી, " માઈ, ક્યા કર રહી હે? ક્યા હુઆ? સુબહ સુબહ ઈતની ગુસ્સે મેં કયુ હે?"

શકીરા બોલી, " ઓ મહારાની એસા બોલ રહી હે જેસે તુજે કુછ માલુમ હી ના હો."

શકીરા ખરેખર શેની વાત કરી રહી છે એ આધ્યા જાણતી નથી. પણ હવે શકીરાનાં ગુસ્સાને ઠંડો પાડવો પણ અઘરો છે.

છતાં એક કોશિષ કરતાં આધ્યા શાંતિથી બોલી, " માઈ, મુજે સચ મેં સમજ નહીં આ રહા હે"

શકીરા: " હમારે યહાં કા રૂલ્સ પતા હે ના? મેને વો રાત કો જો લડકા આયા થા તેરે સાથ ઉસકો સુબહ પાંચ બજે તક કા સમય દીયા થા ફીર વો સાત બજે તક રૂકા. કેસે? અપની મનમાની યહાં ને નહીં ચલેગી."

આધ્યા એની પર વાર કરતાં બોલી," હા વો રુકા વો ગલત હે પર દો ઘંટે સે જ્યાદા કિસી એક વ્યક્તિ કો કિસી કે નહીં રૂકને દેના વો ભી યહાં કા નિયમ હૈ ના? તો ફિર આપને રાત કો ભી ક્યું મના નહીં કિયા?"

પહેલીવાર આજે આધ્યાએ શકીરા સામે ઉંચા અવાજે જવાબ આપ્યો એ જોઈને શકીરા વધારે હચમચી ગઈ.

શકીરા : " વો તગડા પેમેન્ટ દે રહા થા તો ક્યું મના કરું? મુજે તો ફાયદા હી દેખના પડતા હે. આખિર યે શકીરા હાઉસ કા ખર્ચા ભી નીકાલના તો પડતા હે ના?"

આધ્યા મનમાં વિચારવા લાગી કે જેટલો ખર્ચો છે એનાં કરતાં તગડું કમાઈને બધાં આપે છે છતાં બધાને મળે છે શું? ફક્ત રહેવા જમવાનું? છતાં એ કંઈ બોલી ન શકી સામે. પૈસા એ તો એ ભેગા કરે છે.

અકીલા હિંમત કરીને બોલી, " ઉસને તો આઠ બજે તક કા ભી પેમેન્ટ કિયા હે ના મેમ? તો ફિર ક્યા તકલીફ હુઈ?"

શકીરા : " વો કિસકે લિયે? ઈસ આધ્યામેડમ કો આરામ સે સોને કે લિયે? યહાં પે એસે બિના વક્ત કે કિસી કા સોને યા આરામ કરને કે લિયે પરમિશન નહીં હે."

અકીલા ફરી એકવાર હિંમત કરીને બોલી," વો સોયે યા જગે આપકો તો સિર્ફ પૈસો સે મતલબ હે ના? પૂરી રાત જિતને લોગ આતે હે ઉસકા ભી ઉતના પેમેન્ટ નહીં આતા હે જિતના ઈસ એક હી બંદે ને દિયા હે."

આધ્યાને થયું કે મલ્હાર ખરેખર કોઈ ખાસ વ્યક્તિ છે. બાકી કોઈની સારસંભાળ માટે આટલાં પૈસા કોણ આપે? એની જાણકારી તો મેળવવી જ પડશે? પણ કેવી રીતે? એ મન જાસુસી રીતે વિચારોમાં ઘુમવા લાગ્યું.

શકીરાને આજે આધ્યાની સાથે અકીલા પણ પોતાની સામે ઉંચા અવાજે બોલવા લાગી એ જોઈને એનો અહંકાર ઘવાયો.

આધ્યાને સમજાયું કે આ શકીરાને પૈસા તો મળી જ ગયાં છે પણ એને મલ્હારનાં ગયા બાદ મેં જે બે કલાક આરામ કર્યો એનાંથી જ તકલીફ થઈ છે. કોણ જાણે કેમ એ અમને લોકોને ખુશ કે શાંતિમાં જોઈ જ શકતી નથી.

આધ્યાએ વાત સંભાળતાં કહ્યું, " માઈ ઈસે છોડ દે. આગે સે ધ્યાન રખેગે." કહીને એણે અકીલાને કંઈ ઈશારો કરતાં અકીલાએ પણ આધ્યાની વાતમાં સૂર પુરાવ્યો.

શકીરાને પણ આખરે બધાંની જરૂર છે. આ લોકો વિના એ એક રૂપિયો પણ કમાઈ શકે એમ નથી એટલે એ ઠંડી પડી ગઈ અને એનાં રૂમમાં જતી રહી.

શકીરાનાં જતાં જ અકીલા બોલી, " મેમ મુજે આપ સે જરૂરી બાત કરની હે"

આધ્યાને થયું કે કદાચ રાત વિશે જ વાત હશે આથી એણે કહ્યું, " કદાચ રાત વિશે ને?"

અકીલાએ ફક્ત માથું ધુણાવ્યું એટલે આધ્યા બોલી કે હમણાં કામ પતાવીએ પછી મળીએ કારણ કે શકીરા બહું ગુસ્સામાં છે.

ને પછી બેય પોત પોતાનાં કામ માટે છૂટાં પડી ગયાં.

**********

એક એપાર્ટમેન્ટની મોટી વિશાળ ઓફિસમાં એક કોન્ફરન્સ હોલમાં એક મિટીંગ યોજાઈ છે. લગભગ મોટી મોટી હસ્તીઓ આવેલી હોય એવું એમનાં પહેરવેશ પરથી લાગી રહ્યું છે. એ એરકન્ડિશન વાળાં હોલમાં એકદમ ઠંડુગાર વાતાવરણ છે. ત્યાંથી બહાર નીકળતાં જ બહાર તો ઉનાળાનો તાપ સાફ વર્તાઈ રહ્યો છે. બધાં આજે ઘણાં સમયે મળ્યાં હોય એમ હળવાશ ભરેલી મજાક ચાલી રહી છે.

એ વાતચીત દરમિયાન જ એક શબ્દ " મેં આઈ કમીન?" પડતાં જ એ કોલાહલ એકદમ શાંત પડી ગયો. ને બધાં જ દરવાજા તરફ જોઈ રહ્યાં.

એ વ્યક્તિને જોતાં જ વચ્ચે મેઈન ચેર પર બેઠેલી વ્યક્તિ બોલી, " ઓ વેલકમ, કમ હીયર. વી આર વેઈટિગ ફોર યુ. "

ત્યાં બાજુમાં રહેલી વ્યક્તિ બોલી, " સર મેં કહ્યું હતું ને કે કર્તવ્યને કામ સોંપ્યું હોય એટલે થઈ જ જાય. એનાં માટે ટાઈમ જોવાનો જ ન હોય."

મેઈનચેર પર રહેલી વ્યક્તિ હસીને બોલી, " એટલે તો મેં આ કામ માટે એની પસંદગી કરી છે‌. બાકી શું જુવાનિયાઓની ખોટ છે કંઈ મુંબઈમાં?"

એ સાથે જ બધાં હસી પડ્યાં. કર્તવ્ય એ હોલમાં પ્રવેશ્યો. બધાંની સાથે એ પણ એક ચેર લઈને બેઠો. થોડીવાર ચા નાસ્તા બાદ મેઈન ચેર પર બેઠેલા મિસ્ટર નાયક બોલ્યાં," બોલો તો હવે આપણું મિશન ક્યાં પહોંચ્યું છે?"

ત્યાં રહેલાં મિસ્ટર પંચાલ બોલ્યાં," સાહેબ થશે એ તો. આમ આ તો સમાજસેવા જેવું છે બિઝનેસમાંથી સમય નીકાળીને કામ કરવું થોડું અઘરું છે. થોડો સમય લાગશે પણ થઈ જશે‌."

મિસ્ટર નાયક હસીને બોલ્યાં, " આપણું જે મિશન છે એ મુજબ સમયની રાહ જોઈશું તો કદી આપણે ફ્રી થઈશું જ નહીં. આ કામ કરવાનો સમય આવશે જ નહીં. કારણ કે પૈસો અને આપણે એકબીજાનાં પૂરક છીએ એ આપણને છોડશે નહીં અને આપણે એને."

ત્યાં મિસ્ટર પંચાલની બાજુમાં બેઠેલા ભટ્ટ સાહેબ બોલ્યાં, " એ વાત સાચી સાહેબ પણ હજું અમે તમારી જેમ પરવારીને બેઠા નથી ને? હજું તો ઘણું કમાવવાનું બાકી છે. હજું અમારી એટલી ઉંમર પણ નથી થઈ ને."

કર્તવ્ય તરત જ બોલ્યો," અંકલ નાનો છું પણ મોટી વાત કરું છું. કદાચ બધાંને આ વાત ગમે કે ના ગમે પણ આ મિશન આપણે બધાએ પોતાની મરજીથી શરું કર્યું છે. આમાં બધાને બધી વાત ખબર છે પછીથી જ જોડાયાં છીએ. કદાચ આમાં મારી ઉંમરનાં અને એ પણ મેઈન કમિટીમાં હું અને સાર્થક બે જ છીએ. દુનિયાનાં નિયમો મુજબ અમારી ઉંમર નથી આ કરવાની છતાં અમે અમારી મરજીથી જોડાયાં છીએ. એટલે આપણે કંઈક સારું કરવાનું વિચારીને કરશું તો જ બધું પાર પડશે."

મિસ્ટર પંચાલ અને ભટ્ટ સાહેબ સિવાયે દરેકે કર્તવ્યની વાતને તાળીઓથી વધાવી લીધી.

મિસ્ટર નાયક પોઝિટિવ વસ્તુમાં બહું માનનાર વ્યક્તિ. થોડીક નેગેટિવ વાતોને લીધે કામમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે એવું બહું ધ્યાન રાખે. એ પોતે પણ જે કામ હાથમાં લે એને બીજાં પર ન થોપતા પોતે પણ એ કામ એટલી જ ધગશથી હાથમાં લઈ લે. આથી જ એમને વાતને આગળ વધારીને આજે કામની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરીને એ મુજબ દરેકે આગળ કામ કરવાનું રહેશે એ મુજબ નક્કી કરી દીધું. ને કર્તવ્યને રૂપરેખા તૈયાર કરવાનું મહત્વપૂર્ણ કામ સોંપી દીધું.

થોડીવારમાં જ કર્તવ્યે પોતે તૈયાર કરેલાં ડેટા મુજબ એક પ્રેઝન્ટેશન શરું કર્યું. એમાં સૌ પ્રથમ હેંડિગ દેખાયું મિશન RFOL એ જોઈને જ બધાં એની સામે જોઈ રહ્યાં.

કર્તવ્ય: " અરે બધાં આમ કેમ જોઈ રહ્યાં છો? આ મેં મિશનનું નામ આપ્યું છે મારી રીતે. બાકી ફાઈનલ તો બધાં કહેશે એ જ નક્કી થશે."

મિસ્ટર નાયક : " તું આનો મતલબ જ સમજાવી દે. એટલે પછી આ બરાબર છે કે એ નક્કી કરશે બધાં."

કર્તવ્યએ બીજી સ્લાઈડ બતાવી ત્યાં જ એક જોરદાર મિશનને અનૂરૂપ ઈમેજ સાથે લખેલું દેખાયું, " REAL FREEDOM OF LADIES " એ જોઈને બધાં કર્તવ્યની વિચારસરણી અને બુદ્ધિ પર ખુશ થઈને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો...!

કોણ હશે આ કર્તવ્ય? આ ખરેખર શેના મિશન માટેની તૈયારી થઈ રહી છે? આધ્યાને મલ્હાર ફરીથી મળશે ખરાં? શકીરા ખરેખર કોણ છે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૫