આંતરનાદ વરસાદને Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંતરનાદ વરસાદને

*આંતરનાદ વરસાદને*. લઘુકથા... ૩૧-૭-૨૦૨૦. શુક્રવાર....

અમુક જગ્યાએ વરસાદ અનાધાર વરસ્યો...
અને અમુક જગ્યાએ એ ટીપું પણ નાં પડયો...
નર્મદા નાં કાંઠે આવેલા ગામડામાં વરસાદ જ નહોતો પડ્યો એનાં લીધે નદી સૂકાઈ ગઈ હતી...
ગામમાં રહેતા ભીખુભાઇ, લખુભાઈ, જનાભાઈ, રામભાઈ, ધનુભાઈ, અને પંચરંગી વસ્તી હતી પણ મોટાં ભાગનાં લોકોનો રોજીરોટી નો ધંધો નદીમાં નાવ ચલાવવાનો હતો...
લોકડાઉન નાં પગલે ત્રણ ચાર મહિના તો ઘરમાં બેસી રહ્યા...
આ કમાવાની સીઝન આવી વરસાદ ની પણ એ પણ રૂઠયો હતો...
ભીખુભાઈ નાં પરિવાર ને આજે ત્રણ દિવસ નાં ઉપવાસ થયાં હતાં...
બાજુમાં રહેતાં વેલજીભાઈ એ કહ્યું કે હેંડ ભીખુ સીમમાં જઈએ અને કંઈ કંદમૂળ કે ખાવા લાયક કોઈ વનસ્પતિ મળે તો લેતાં આવીએ જેથી થોડું પેટમાં નખાય તો જીવાય...
ભીખુ કહે તમે જઈ આવો હું આ વરસાદ ની રાહ જોવું છું..
વેલજીભાઈ કહે ગાંડો થયો છે???
આનો શું ભરોસો???
આ વખતે કુદરત રુઠી છે ... હેંડ જીદ મેલ...
ભીખુ એ બે હાથ જોડીને નાં કહી..
વેલજીભાઈ બબડતાં બબડતાં સીમમાં ગયા...
ઘરમાં છોકરાં રડતાં હતાં કે ભૂખ લાગી છે મા ખાવા આપ.
એટલે એક છોકરાને બરડામાં જોરથી ધબ્બો પડ્યો એટલે બાકીના બીક નાં માર્યા ચૂપ થઈ ગયાં...
આ જોઈ ને ભીખુભાઈ આકાશમાં જોઈને હાથ જોડીને હે દેવતા અમ માનવ થી કંઈ ગુનો થયો હોય તો માફ કરજો...
"આવ રે વરસાદ તારી રાહ જોઈએ છીએ અમ ગરીબો ની રોજીરોટી છે નદી અને નાવ..."
" આવ રે વરસાદ ... અમારી ભૂખ ભાંગ બાપલીયા "....
કહીને ભીખુભાઈ ની અંતરનાદ ની પોકાર પાડીને કરગરી રહ્યાં..
અને એમની આંખોમાં થી આંસુ નિકળ્યા અને એક આંસુ જમીન પર પડ્યું અને અચાનક જ આકાશમાં પલટો આવ્યો અને વીજળી નાં કડકા થયાં અને પછી ગાજવીજ સાથે અનાધાર વરસાદ પડ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ....

૨) *આત્મ કથા એક વડીલની*

એક વડીલ પૂજન ભાઈ આંગણા માં બેઠા હતાં... પછીની પેઢી નાં છોકરાઓ રમતાં રમતાં કહે તમે કેમ એકલાં છો???
વડીલ કહે શું કરું બેટા...
કોરોના મહામારી ફેલાઈ હતી એમાં અમારાં માતા પિતાએ સ્કૂલમાં ફી નહીં જ ભરીએ એ વિરોધ કર્યો અને ઓનલાઈન શિક્ષણ નો વિરોધ કર્યો એમાં એક વર્ષ શિક્ષણ બંધ રહ્યું અને રમત રમવામાં ભણવામાં થી મન ઉઠી ગયું‌...
એટલે આછી પાતળી નોકરી મળી એટલે કોઈ છોકરી નાં મળી અને આજે એકલાં ‌જીવવાનો વારો આવ્યો...
માટે બેટા તમે લોકો ખુબ ભણજો કહીને વડીલે આંખો લૂછી...
ભાવના ભટ્ટ અમદાવાદ...

૩)*મા નો પ્રેમ* માઈક્રો ફિક્શન.. ૨૦-૨-૨૦૨૦

એક દુર્ઘટનામાં રઘુ પગ ગુમાવી ચુક્યો હતો. ઘરમાં દારુણ પરિસ્થિતિ હતી. ચંપા ત્રણ દિવસથી ભૂખ્યા ટળવળતા બાળકો ને જોઈને નિસાસો નાંખતી હતી.
કામકાજ માટે બંગલા વાળા પાસે જઈને આવી પણ કોઈ કામ નાં મળતાં નિરાશ થઈ પાછી વળી ત્યાં નજીક માં આવેલ ( મકાન ચણતર ) સાઈડમાં કામ માટે ખૂબ કરગરી.
મુકાદમે કામ પર રાખી પણ બાળકો સાથે લઈને આવી હતી તો ઘડી ઘડી દિકરો અને દિકરી ભૂખથી રડતાં આ જોઈ મા નો પ્રેમ તરફડી ઉઠતો.
સાંજે કામ પતાવીને મુકાદમ પાસે આજની મજૂરી લેવા ગઈ તો મુકાદમે કહ્યું કે તારું ધ્યાન કામ પર નહોતું અને પુરું કામ નથી કર્યું તો અડધી મજૂરી મળશે અને જો વધું રૂપિયા જોઈતાં હોય તો પાછળ રૂમમાં આવી જા તારા બાળકો ભૂખ્યા નહીં રહે..
હાથમાં પકડેલા રૂપિયા અને બાળકો સામે જોઈ ચંપા વિચારો માં પડી.
આખરે બાળકો માટે નો પ્રેમ જીતી ગયો....
ભાવના ભટ્ટ અમદાવાદ...
૪)*વરસાદ* લઘુકથા... ૧૧-૬-૨૦૨૦

અનવી ને આજે સવારથી જ દુખાવો ઉપડયો હતો એ મા બનવાની હતી અને છેલ્લા દિવસો જતાં હતાં.. દેવાંગ એને ગાયનેક ડોક્ટર સંગીતા બહેન ને ત્યાં લઈ ગયો..
અનવી ને સિઝેરીયન કરવું પડ્યું એક દિકરો અને એક દિકરી એમ બે જોડીયા બાળકો જન્મ્યા..
બન્ને બાળકો અઢી અઢી કિલો વજન ધરાવતાં હતાં...
અનવી હજુ બેભાન હાલતમાં હતી અને બન્ને બાળકો ને અત્યારની પરિસ્થિતિ અનુસાર કાચની પેટીમાં રાખવામાં આવ્યા...
હજુ તો અનવી એ બાળકોનાં મો પણ નહોતાં જોયાં...
એક અઠવાડિયું થઈ ગયું અનવી ને સિઝેરીયન હોવાથી એ તો બાળકો ની હોસ્પિટલમાં જઈ જ નાં શકી..
અચાનક દિકરી ની તબિયત બગડતાં એને બોટલ ચઢાવા નસ પકડવા કોશિશ કરી પણ નસ નાં પકડાતાં પંચર પડ્યું તો પગની નસ પકડવા ત્યાં સોય ખોસી અને એ દિકરી એ એક ડચકાં સાથે માથું ઢાળી દીધું..
આ સમાચાર અનવી ને મળ્યા ત્યારે આખાં અમદાવાદમાં વરસાદ હતો અને અનવી અને દેવાંગ ની આંખોમાં થી અનાધાર વરસાદ વરસ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ...